Last Update : 03-October-2012, Wednesday

 

ઊંચા ભાવ અને વળતર ઘટતા હવે લક્ઝરી પ્રોપર્ટીના વેચાણમાં ઘટાડો

અગાઉ આવી પ્રોપર્ટી પર ૩૦ ટકા જેટલું વળતર મળતું હતું તે ઘટીને ૧૦ ટકાથી પણ ઓછું થઈ ગયું

નવી દિલ્હી, મંગળવાર
દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, બેંગ્લોર સહિત દેશના આગેવાન શહેરોમાં બે વર્ષ અગાઉ લકઝુરીયસ એપાર્ટમેન્ટનો જે ક્રેઝ હતો તેવો ક્રેઝ હવે ઓસરી ગયો છે. પ્રોપર્ટી માર્કેટના અકલ્પનીય ઉંચા ભાવ તેમજ તેના વળતરમાં ઘટાડો થતા સંપતિવાન રોકાણકારો આ પ્રકારના સેગમેન્ટથી દૂર થઈ જતા લકઝુરીયસ મકાનોના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો થવા પામ્યો છે.
ભૂતકાળમાં ૨૦૦૮માં ઉદ્ભવેલી નાણાંકીય કટોકટી બાદ પ્રોપર્ટી માર્કેટમાં ઝડપી સુધારો નોંધાયો હતો. તે વખતે રૃટીન પ્રોપર્ટી માર્કેટની સાથોસાથ હાઈ એન્ડ લક્ઝરી એપાર્ટમેન્ટમાં પણ તક ઉભરી હતી. ત્યારબાદ આ તક વિસ્તરી હતી અને દેશભરના શહેરોમાં લકઝુરીયસ મકાનોની બોલબાલા વધી હતી અને આ સેગમેન્ટમાં ભાવ પણ ઊંચા મુકાવાની શરૃઆત થઈ હતી.
સંપતિવાન રોકાણકારો પણ બજારની તેજીને જોઈને આ સેગમેન્ટ તરફ ઝડપથી વધ્યા હતા અને આ સેગમેન્ટમાં મોટાપાયે ઝંપલાવ્યું હતું. આવા રોકાણકારોને આ સેગમેન્ટમાં રમતા રમતા ૨૫ થી ૩૦ ટકા જેટલું વળતર મળતા આ સેગમેન્ટ હરણફાળથી વિકસ્યું હતું.
પરંતુ, છેલ્લા એક વર્ષમાં ઉંચા વ્યાજ દરના કારણે હોમલોન મોંઘીદાટ બનતા તેમજ ઊંચા ભાવના કારણે ગ્રાહક વર્ગ આ સેગમેન્ટથી દૂર થઈ જતા કફોડી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. પ્રોપર્ટી માર્કેટમાં સર્જાયેલ મંદીના વાતાવરણમાં લક્ઝરી સેગમેન્ટ પર પણ પ્રતિકૂળ અસર થવા પામી છે. પ્રોપર્ટી માર્કેટની હાલત વધુ કથળશે તેવી સ્થિતિનું નિર્માણ થવાના કારણે દેશભરના આગેવાન શહેરોમાં લક્ઝુરીયસ સેગમેન્ટના મકાનોના વેચાણમાં પણ નોંધપાત્ર ગાબડું નોંધાયું છે.
રિયલ એસ્ટેટ ક્ષેત્રની ડહોળાયેલી સ્થિતિને કારણે આ સેગમેન્ટમાં અગાઉ જે ૨૫ થી ૩૦ ટકા જેટલું વળતર મળતું હતું તે હાલ ઘટીને ૧૦ ટકાની અંદર ઉતરી આવ્યું છે. આમ, આ પ્રતિકૂળ સ્થિતિના કારણે સંપત્તિવાન રોકાણકારો આ સેગમેન્ટથી દૂર થઈ ગયા છે. જેને પગલે લક્ઝુરીયસ મકાનોના વેચાણમાં પણ ગાબડું નોંધાયું છે.
રીયલ એસ્ટેટ ક્ષેત્ર પર તાજેતરમા હાથ ધરાયેલ એક અભ્યાસમાં જણાવ્યા મુજબ ૨૦૦૮-૦૯થી અત્યાર સુધીમાં હાઈએન્ડ સેગમેન્ટની વાર્ષિક વૃધ્ધિમાં ૫૦ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત દેશભરમાં આ સેગમેન્ટમાં હજારોની સંખ્યામાં લકઝુરીયસ મકાનો વેચાયા વિનાના પડયા છે. આમ, રીયલ એસ્ટેટ ક્ષેત્રે હાલ મંદીનો માહોલ વધુ ને વધુ પ્રબળ બનતો જાય છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ભારતે સમિકરણોની ચિંતા કર્યા વગર સાઉથ આફ્રિકાને હરાવવું જ જોઈએ

આફ્રિદીને બેટિંગમાં આગળ મોકલવાનું પાકિસ્તાનને ભારે પડયું

પાકિસ્તાન કરતા સાઉથ આફ્રિકા ભારત માટે વધુ પડકાર સર્જશે
વેસ્ટ ઈંડિઝ સુપર ઓવરમાં જીત્યું ન્યુઝીલેન્ડ વર્લ્ડકપમાંથી ફેંકાયું

કોહલી મહાન બેટ્સમેનોની હરોળમાં ઉભો રહેવાના તમામ ગુણો ધરાવે છે

ચિદમ્બરમે રીફોર્મ્સ આગળ વધારતા શેરોમાં વ્યાપક તેજી ઃ નિફટી ૫૭૧૯, સેન્સેક્ષ ૧૮૮૨૪ની ઊંચાઈએ
સોના-ચાંદીમાં આરંભિક મંદી પછી મોડી સાંજે વિશ્વ બજાર પાછળ ઝડપી ઉછાળો
રિફોર્મ્સની શરૃઆત પણ લોનની માગમાં સૂસ્તી

ગદ્દાફીને બળવાખોરોએ નહિ ફ્રાંસના એજન્ટે સારકોઝીના ઇશારે ગોળી મારી હતી

હાલમાં ચૂંટણી યોજાય તો ઓબામા અમેરિકામાં ૨૭૧ મતથી જીતી જાય
અફઘાનિસ્તાનમાં તાલિબાનના હુમલામાં નાટો સૈનિકો સહિત ૨૦નાં મોત

મોબાઇલ સિનેમામાં ફેરવાઇ જતી નવી સ્માર્ટ કાર તૈયાર

ચીન સમાજવાદની તેની વિશિષ્ટતાને વળગી રહે

સ્થાનિક કાર કંપનીઓની નિકાસમાં ઘટાડો

RINLનો IPO ૧૬ ઓક્ટોબરે ખુલશે
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved