Last Update : 03-October-2012, Wednesday

 

દેવાકીય સાધનોમાં રોકાણ માટે FIIનો સાવચેતીભર્યો અભિગમ

લોકઈન પિરીયડવાળા બોન્ડમાં રોકાણ કરવાથી દૂર રહેતી વિદેશી સંસ્થાઓ

અમદાવાદ, મંગળવાર
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)ના રોકાણના આંકડા સુચવે છે કે ઈક્વિટીની સરખામણીએ દેવાકીય સાધનોમાં રોકાણ કરવામાં તેઓ સાવચેત અભિગમ દાખવી રહ્યાં છે. બીજા શબ્દોમાં કહીએ તો વિદેશી રોકાણકારોમાં ભારતીય બોન્ડ માર્કેટ આકર્ષણ ગુમાવી રહ્યું છે.
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના ડેટા પરથી માલુમ પડે છે કે, એફઆઈઆઈએ સપ્ટેમ્બર મહીના દરમિયાન ઈક્વિટીમાં ૩ અબજ ડોલર કરતાં પણ વધુ રોકાણ કર્યું છે. જ્યારે બોન્ડમાં માત્ર ૧૪.૭ કરોડ ડોલર જ રોકાણ કરવામાં આવ્યું છે. ૨૦૧૨ના વર્ષમાં અત્યાર સુધીમાં એફઆઈઆઈએ ૧૬ અબજ ડોલરની ઈક્વિટી ખરીદી છે. પરંતુ દેવાકીય સાધનોમાં ૫૦ લાખ ડોલરનું જ રોકાણ કર્યું છે.
એફઆઈઆઈએ જે સરકારી અને કોર્પોરેટ બોન્ડમાં રોકાણ કર્યું છે તેમાં ચોક્કસ સમયગાળા સુધી રોકાણ જાળવવાનું બંધન નથી. આવા બોન્ડ એફઆઈઆઈ ઓકશનમાંથી ખરીદતી હોય છે. નવા નિયમ પ્રમાણે પોર્ટફોલિયોની સાઈઝથી બમણું રોકાણ બોન્ડમાં હોય તેમને જ ડેબ્ટ લિમિટમાં છુટછાટ આપવામાં આવશે. સેબી દર મહિનાની ૨૦મી તારીખે ડેટ લિમિટનું ઓકશન કરે છે. હમણાંથી કોઈ વેચવાલ ન હોવાને કારણે 'ડેબ્ટ લિમિટ'માં કોઈ ફેરફારો થતા નથી અત્યારે સરકારી બોન્ડમાં ૧૦ અબજ સુધીની મર્યાદામાં સરકારી બોન્ડમાં રોકાણ માટે સમયગાળા સંબંધી કોઈ નિયંત્રણો નથી. સપ્ટેમ્બરમાં સેબીએ સરકારી બોન્ડની લિમિટ વધારવા કોઈ ઓક્શન યોજ્યું નથી અત્યારે 'ફ્રી લીમીટ' ઓછી છે તેમ છતાં સેબી દ્વારા લાંબા ગાળાના સરકારી બોન્ડ, કોર્પોરેટ બોન્ડ, અને ઈન્ફ્રા. બોન્ડ ૪૨ કરોડ ડોલરની મર્યાદામાં ઓકશન થયું હતું. આમાંથી ૩૫ કરોડ ડોલરની રોકાણની મર્યાદા સરકારી બોન્ડ, માળખાકીય બોન્ડના રોકાણ માટેની હતી. હવે એફઆઈઆઈ લાંબાગાળાના રોકાણની શ્રેણીમાં પાંચ વર્ષના ગાળા માટે અને ૧૫ માસના લોક ઈન પીરિયડ માટે ઈન્ફ્રાસ્ટ્રકચર બોન્ડમાં રોકાણ કરી શકે છે. પરંતુ આવા 'લોકઈન પીરિયડ' વાળા નાણાકીય સાધનોમાં એફઆઈઆઈ રોકાણ કરે તેવી શક્યતા બહુ ઓછી છો. સરકારી જામીનગીરીઓમાં રોકાણની મર્યાદા ૧૦ અબજ ડોલરની છે, જે લિમિટ પૂરી થવા આવી છે. આથી દેવાકીય સાધનોમાં એફઆઈઆઈ વધુ રોકાણ કરે તેવી શક્યતા ઓછી છે. તેમ છતાં ૨૦ ઓક્ટોબરે સેબી દ્વારા યોજાનાર ઓકશન પરથી ચિત્ર વધુ સ્પષ્ટ થશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ભારતે સમિકરણોની ચિંતા કર્યા વગર સાઉથ આફ્રિકાને હરાવવું જ જોઈએ

આફ્રિદીને બેટિંગમાં આગળ મોકલવાનું પાકિસ્તાનને ભારે પડયું

પાકિસ્તાન કરતા સાઉથ આફ્રિકા ભારત માટે વધુ પડકાર સર્જશે
વેસ્ટ ઈંડિઝ સુપર ઓવરમાં જીત્યું ન્યુઝીલેન્ડ વર્લ્ડકપમાંથી ફેંકાયું

કોહલી મહાન બેટ્સમેનોની હરોળમાં ઉભો રહેવાના તમામ ગુણો ધરાવે છે

ચિદમ્બરમે રીફોર્મ્સ આગળ વધારતા શેરોમાં વ્યાપક તેજી ઃ નિફટી ૫૭૧૯, સેન્સેક્ષ ૧૮૮૨૪ની ઊંચાઈએ
સોના-ચાંદીમાં આરંભિક મંદી પછી મોડી સાંજે વિશ્વ બજાર પાછળ ઝડપી ઉછાળો
રિફોર્મ્સની શરૃઆત પણ લોનની માગમાં સૂસ્તી

ગદ્દાફીને બળવાખોરોએ નહિ ફ્રાંસના એજન્ટે સારકોઝીના ઇશારે ગોળી મારી હતી

હાલમાં ચૂંટણી યોજાય તો ઓબામા અમેરિકામાં ૨૭૧ મતથી જીતી જાય
અફઘાનિસ્તાનમાં તાલિબાનના હુમલામાં નાટો સૈનિકો સહિત ૨૦નાં મોત

મોબાઇલ સિનેમામાં ફેરવાઇ જતી નવી સ્માર્ટ કાર તૈયાર

ચીન સમાજવાદની તેની વિશિષ્ટતાને વળગી રહે

સ્થાનિક કાર કંપનીઓની નિકાસમાં ઘટાડો

RINLનો IPO ૧૬ ઓક્ટોબરે ખુલશે
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved