Last Update : 03-October-2012, Wednesday

 

એફઆઈઆઈના જંગી રોકાણ પછી
શેરબજાર ડિસઈન્વેસ્ટમેન્ટ યોજનાથી પણ ધમધમતું થઈ જશે

સરકાર દ્વારા RINL પછી એનએમડીસી તથા નાલ્કોમાં શેર વેચાણની પ્રક્રિયા હાથ ધરાશે

નવી દિલ્હી, મંગળવાર
આર્થિક સુધારાની જાહેરાતના પગલે એફઆઈઆઈ દ્વારા ભારતીય શેરબજારમાં જંગી રોકાણ કરાતા તેજીનો નવો તબક્કો જોવા મળ્યા બાદ સરકાર હવે ડિસઈન્વેસ્ટમેન્ટ મુદ્દે પણ સક્રિય બની છે. આ ક્વાયતના ભાગરૃપે ચાલુ માસમાં રાષ્ટ્રીય ઈસ્પાત નિગમનો આઈપીઓ આવ્યા બાદ દિવાળી ટાણે વધુ બે સરકારી સાહસ એનએમડીસી અને નાલ્કોમાં પણ ડિસઈન્વેસ્ટમેન્ટ કામગીરી હાથ ધરાશે તેમ સરકારી સૂત્રોએ જણાવ્યું હતું.
વિનિવેશ ખાતા દ્વારા જારી કરાયેલા રિકવેસ્ટ ફોર પ્રપોઝલ (આરએફપી)માં જણાવ્યા પ્રમાણે હાલના બજારભાવે એનએમડીસીના ૧૦ ટકા ઈક્વિટીના વેચાણ મારફતે આશરે રૃા. ૭૬૭૫ કરોડ જેવી રકમ ઉભી થઈ શકે એમ છે. આ ઓફર નવેમ્બર-૨૦૧૨માં પૂરી કરાશે. આ ઉપરાંત નાલ્કો માટે કાનૂની સલાહકારની મદદ લેવાઈ છે અને ૧૨.૫ ટકા ઈક્વિટી વેચાણ મારફતે રૃા. ૧૬૫૦ કરોડ ઉભા થઈ શકે એમ છે. આ કંપનીની શેર વેચાણની પ્રક્રિયા પણ આગામી મહિને પૂરી કરી દેવાશે.
ઓઈલ ઈન્ડિયાના શેર વેચાણમાંથી રૃા. ૨૮૮૦ કરોડ મળવાની સંભાવના છે. આ કંપનીની ઓફર ડિસેમ્બરમાં આવવાની શક્યતા છે. નેવીયેલી લિગ્નાઈટના પાંચ ટકા ઈક્વિટી વેચાણમાંથી રૃા. ૭૫૦ કરોડ મળવાની ધારણા છે. સરકાર એનએમટીસીના ઈક્વિટી વેચાણ માટે પણ વિચારી રહ્યાં છે. આરઆઈએનએલ ઉપરાંતના પાંચ વિનિવેશ શેરબજારના મિકેનીઝમ પર 'ઓફર ફોર સેલ' (ઓએફએસ) મારફતે આવશે.
સરકાર ૨૦૧૨ના અંત સુધીમાં પીએસયુના વિનિવેશનો લક્ષ્યાંક પૂરો પાડવા માગે છે. જો બધુ સમુસુતરૃ પાર પડે તો ૨૦૧૨ના અંત પહેલા અડધા લક્ષ્ય સુધી પહોંચી શકાશે. આમાનો મોટા ભાગનો લક્ષ્યાંક દીવાળી સુધીમાં પૂરો કરવાની ગણતરી છે. હમણાં છેલ્લાં કેટલાક વખતથી એફઆઈઆઈએ ભારતીય શેરબજારોમાં લેવાલી વધારતા બજારનું સેન્ટિમેન્ટ સકારાત્મક બન્યું છે. ૨૦૧૦ના વર્ષમાં કોલ ઈન્ડિયાના શેર વેચાણમાંથી રૃા. ૧૫,૦૦૦ કરોડ ઉભા કર્યા હતા. આ વર્ષે પણ દીવાળી નવેમ્બરના બીજા સપ્તાહમાં છે.
સરકારના વિનિવેશ કાર્યક્રમથી શેરબજારના ખેલાડીઓ પણ બુલીશ છે. એનએમડીસીના શેરોના વેચાણ માટે ૧૬ મર્ચન્ટ બેન્કર્સે મેદાનમાં ઉતરતા બધાનો ઉત્સાહ વધ્યો છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ભારતે સમિકરણોની ચિંતા કર્યા વગર સાઉથ આફ્રિકાને હરાવવું જ જોઈએ

આફ્રિદીને બેટિંગમાં આગળ મોકલવાનું પાકિસ્તાનને ભારે પડયું

પાકિસ્તાન કરતા સાઉથ આફ્રિકા ભારત માટે વધુ પડકાર સર્જશે
વેસ્ટ ઈંડિઝ સુપર ઓવરમાં જીત્યું ન્યુઝીલેન્ડ વર્લ્ડકપમાંથી ફેંકાયું

કોહલી મહાન બેટ્સમેનોની હરોળમાં ઉભો રહેવાના તમામ ગુણો ધરાવે છે

ચિદમ્બરમે રીફોર્મ્સ આગળ વધારતા શેરોમાં વ્યાપક તેજી ઃ નિફટી ૫૭૧૯, સેન્સેક્ષ ૧૮૮૨૪ની ઊંચાઈએ
સોના-ચાંદીમાં આરંભિક મંદી પછી મોડી સાંજે વિશ્વ બજાર પાછળ ઝડપી ઉછાળો
રિફોર્મ્સની શરૃઆત પણ લોનની માગમાં સૂસ્તી

ગદ્દાફીને બળવાખોરોએ નહિ ફ્રાંસના એજન્ટે સારકોઝીના ઇશારે ગોળી મારી હતી

હાલમાં ચૂંટણી યોજાય તો ઓબામા અમેરિકામાં ૨૭૧ મતથી જીતી જાય
અફઘાનિસ્તાનમાં તાલિબાનના હુમલામાં નાટો સૈનિકો સહિત ૨૦નાં મોત

મોબાઇલ સિનેમામાં ફેરવાઇ જતી નવી સ્માર્ટ કાર તૈયાર

ચીન સમાજવાદની તેની વિશિષ્ટતાને વળગી રહે

સ્થાનિક કાર કંપનીઓની નિકાસમાં ઘટાડો

RINLનો IPO ૧૬ ઓક્ટોબરે ખુલશે
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved