Last Update : 03-October-2012, Wednesday

 

મલેશિયા તથા શિકાગોમાં ઝડપી કડાકો બોલાયો
ખાદ્યતેલોમાં નવા ગાબડા ઃ ડિલીવરી કેવી રીતે સુલ્ટાશે એ મોટો પ્રશ્ન

ઘરઆંગણે પામતેલમાં ફોરવર્ડ વેપારોમાં ટેન્કર દીઠ લાખ રૃપિયાની નુકસાની

મુંબઈ, મંગળવાર
મુંબઈ તેલ-બિયાં બજાર આજે ગાંધી જયંતિ નિમિત્તે સત્તાવાર બંધ રહી હતી. બંધ બજારે હાજર તથા વાયદા બજારના આંતરપ્રવાહો નરમ રહ્યા હતા. વિશ્વબજારમાં આજે ખાદ્યતેલોના ભાવોમાં મંદી વેગથી આગળ વધતાં નવા ગાબડાં પડયાના સમાચારો હતા. શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૧૪૭ પોઈન્ટ તૂટયા પછી આજે પ્રોજેકશનમાં ભાવો સાંજે ૭૦થી ૭૫ પોઈન્ટ માઈન્સમાં રહ્યાના સમાચારો હતા.
મલેશિયામાં આજે પામતેલનો વાયદો તૂટી છેલ્લે ૨૦૧ પોઈન્ટ ઘટીને બંધ રહ્યાના નિર્દેશો હતા. વિશ્વબજાર તૂટી જતા મુંબઈમાં આજે બંધ બજારે ભાવોની ધારણા નીચી મુકાતી હતી. પામતેલના ભાવો આજે ઘટી હવાલા રિસેલના સાંજે રૃ.૫૧૫ તથા જેએનપીટીના રૃ.૫૧૦ બોલાઈ રહ્યા હતા. પામતેલમાં આજે વિવિધ રિફાઈનરીઓમાં રૃ.૫૧૫થી ૫૨૩ની રેન્જમાં ૯૦થી ૧૦૦ ટનના વેપારો થયા હતા. ક્રૂડ પામઓઈલ (સીપીઓ)ના બજારભાવો આજે રૃ.૪૦૦ રહ્યા હતા જ્યારે સોયાતેલના ભાવો ઘટી ડિમગના રૃ.૬૩૦ તથા રિફાઈન્ડના રૃ.૬૫૫ બોલાઈ ગયા હતા. વાયદા બજારો બંધ હતા. પરંતુ ધારણા આગલા બંધ ભાવથી નીચી બતાવાતી હતી. હાજર ભાવોની ધારણા આજે સિંગતેલની રૃ.૧૦૨૦, કપાસિયા તેલની રૃ.૬૩૦, સનફલાવરની રૃ.૬૫૦, રિફાઈન્ડની રૃ.૭૧૫ તથા મસ્ટર્ડની રૃ.૭૭૫ની બતાવાતી હતી. ગયા બુધવારથી આજ સુધી ગણતાં મલેશિયામાં પામતેલ વાયદાના ભાવો ૪૦૯ પોઈન્ટ તૂટયા છે. પ્રોડકટના ભાવો ૧૦૦થી ૧૧૦ પોઈન્ટ તૂટયા છે. ઘરઆંગણે સોયાતેલ વાયદો ઉંચામાં રૃ.૮૨૧.૨૦ બોલાયો હતો તે ટૂંકા ગાળામાં તૂટી રૃ.૬૩૬.૭૦ બોલાઈ જતાં વલણ સુલ્ટાવવા અંગે મુંઝવણ જણાતી હતી.
મુંબઈમાં પામતેલમાં અત્યાર અગાઉ ફોરવર્ડ ડિલીવરી માટે ઓક્ટોબર તથા નવેમ્બર ડિલીવરીની શરતે ૩૦થી ૩૫ હજાર ટનના વેપારો થયા હતા અને રૃ.૬૩૫ આસપાસના ભાવોએ પામતેલના થયેલા આ ફોરવર્ડ વેપારો પછી ભાવો રૃ.૧૦૦થી પણ વધુ તૂટી જતાં માલોની ડિલીવરી કઈ રીતે સુલ્ટાશે એ મોટો પ્રશ્ન બજાર માટે ઉભો થયો છે. ડિલીવરી લેનારને આજના ભાવોએ ટેન્કર દીઠ રૃ.લાખથી વધુનું નુકસાન થઈ રહ્યું છે! ભાવો ટૂંકા ગાળામાં ઝડપી ઘટી જતાં ટ્રેડરો, દલાલભાઈઓ, આયાતકારો બધાને ફટકો પડયો છે. માત્ર ઘરઆંગણાની અમુક ખોટી અને વગદાર રિફાઈનરીઓ તથા મલ્ટીનેશનલ કંપનીઓનો ફાયદો થયો છે. તેલિબિયાંના ભાવો તૂટી જતાં નીચા ભાવોએ કાચોમાલ મેળવવાનો મોકો તેમને મળ્યો છે. વિશ્વબજારમાં પામોલીનના ભાવો તૂટી જતાં હવે ઘરઆંગણે સરકાર પામોલીનની (રિફાઈન્ડ) આયાત જકાત વધારશે એવી પણ શક્યતા આજે જાણકારો બતાવતા હતા. વિશ્વબજાર તૂટતાં તથા ઘરઆંગણે નીચા ભાવના આયાતી માલો મોટા પ્રમાણમાં ઠલવાતાં ઘરઆંગણે ખેડૂતોને ફટકો પડી રહ્યો છે. ખેડૂતોને ઉગારવા હવે સરકાર આયાત જકાત વધારે એવી શક્યતા જાણકારો આજે બતાવી રહ્યા હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ભારતે સમિકરણોની ચિંતા કર્યા વગર સાઉથ આફ્રિકાને હરાવવું જ જોઈએ

આફ્રિદીને બેટિંગમાં આગળ મોકલવાનું પાકિસ્તાનને ભારે પડયું

પાકિસ્તાન કરતા સાઉથ આફ્રિકા ભારત માટે વધુ પડકાર સર્જશે
વેસ્ટ ઈંડિઝ સુપર ઓવરમાં જીત્યું ન્યુઝીલેન્ડ વર્લ્ડકપમાંથી ફેંકાયું

કોહલી મહાન બેટ્સમેનોની હરોળમાં ઉભો રહેવાના તમામ ગુણો ધરાવે છે

ચિદમ્બરમે રીફોર્મ્સ આગળ વધારતા શેરોમાં વ્યાપક તેજી ઃ નિફટી ૫૭૧૯, સેન્સેક્ષ ૧૮૮૨૪ની ઊંચાઈએ
સોના-ચાંદીમાં આરંભિક મંદી પછી મોડી સાંજે વિશ્વ બજાર પાછળ ઝડપી ઉછાળો
રિફોર્મ્સની શરૃઆત પણ લોનની માગમાં સૂસ્તી

ગદ્દાફીને બળવાખોરોએ નહિ ફ્રાંસના એજન્ટે સારકોઝીના ઇશારે ગોળી મારી હતી

હાલમાં ચૂંટણી યોજાય તો ઓબામા અમેરિકામાં ૨૭૧ મતથી જીતી જાય
અફઘાનિસ્તાનમાં તાલિબાનના હુમલામાં નાટો સૈનિકો સહિત ૨૦નાં મોત

મોબાઇલ સિનેમામાં ફેરવાઇ જતી નવી સ્માર્ટ કાર તૈયાર

ચીન સમાજવાદની તેની વિશિષ્ટતાને વળગી રહે

સ્થાનિક કાર કંપનીઓની નિકાસમાં ઘટાડો

RINLનો IPO ૧૬ ઓક્ટોબરે ખુલશે
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved