Last Update : 03-October-2012, Wednesday

 

અઠવાડિક ભવિષ્ય તા.૩૦-૯-૨૦૧૨ રવિવારથી તા.૬-૧૦-૨૦૧૨ શનિવાર સુધી

 

મેષ (અ.લ.ઈ.)

 

શ્રાઘ્ધ પક્ષનો પ્રારંભ થઇ રહ્યો હોવાથી આ સપ્તાહ દરમ્યાન આપને શારિરીક-માનસિક અસ્વસ્થતા- ચંિતા અનુભવાય. નોકરી-ધંધાના કામ અંગે રુકાવટ- મુશ્કેલી અનુભવાય. નોકરી-ધંધાના કામ અંગે રુકાવટ- મુશ્કેલી અનુભવો. ધંધો-ઉઘરાણી ન આવવાના કારણે નાણાંની લેવડ દેવડના વ્યવહારમાં તકલીફ પડે. પત્ની સંતાનને સીઝનલ બિમારી, ઇન્ફેકશનથી સંભાળવું પડે. આપને મસ્તકમાં દર્દ પીડા, એસીડીટી, આંખની તકલીફ, કમર, ખભામાં દર્દ પીડાથી તકલીફ અનુભવાય. તા. ૩૦ રવિ.સપ્ટેમ્બર ઉચાટ ઉદ્વેગ. ૧. સોમ ઓકટોબર નોકરી-ધંધામાં જાગૃતિ રાખવી. ૨. મંગળ- ઉશ્કેરાટ, ગુસ્સો, ઉતાવળ કરવી નહીં. ૩. બુધ શારીરીક-માનસિક અસ્વસ્થતા. ૪. ગુરુ- સગા સંબંધી-મિત્રવર્ગથી ચંિતા- ઉચાટ અશાંતિ. ૫. શુક્ર. તન-મન- ધનથી- વાહનથી સંભાળવું. ૬. શનિ બપોરે પછી હળવાશ. રાહત જણાય.

 

વૃષભ (બ.વ.ઉ.)

 

શ્રાઘ્ધ પક્ષના પ્રારંભીક સપ્તાહમાં આરોહ અવરોહની પરિસ્થિતિ રહે. સીઝનલ ધંધો, આવક થાય. કરારી ધંધો મળી રહે. કમિશન દલાલી એજન્સીના કામ અગં કોઇને મળવાનું થાય. પરંતુ જાહેર સંસ્થાકીય કામ મેળવવામાં તકલીફ પડે. નાણાં મેળવવામાં રુકાવટ- મુશ્કેલી અનુભવાય. સોના ચાંદીના વેપાર ધંધામાં આકસ્મિક ધંધો મળી રહેવાથી આનંદ રહે. નોકરીમાં સંસ્થાના, કંપનીના કામ અંગે યાત્રા-પ્રવાસ ગોઠવાય. બહાર જવાનું થાય. સાંસારીક જીવનના વિવાદમાં, કાનુની કાર્યવાહીમાં માનસિક તણાવ રહે. તા. ૩૦ સપ્ટેમ્બર રવિ. શ્રાઘ્ધ પક્ષના પ્રારંભે યાત્રા-પ્રવાસ ધર્મકાર્ય ખર્ચ થાય. તા. ૧ ઓકટોબર સોમ- નોકરી-ધંધાના કામની વ્યસ્તતા રહે. ૨. મંગળ - અન્યના કારણે ચંિતા ખર્ચ ખરીદી થાય. ૩. બુધ શાંતિથી ધીરજથી કામકાજ કરવું. ૪. ગુરુ સાંસારીક પ્રશ્ને ચંિતા ઉચાટ. ૫. શુક્ર નોકરી-ધંધાના કામમાં, ઘર પરિવારની ચંિતાથી એકાગ્રતા જળવાય નહીં. ૬. શનિ ચંિતા રુકાવટ પછી રાહત થતી જાય.

 

મિથુન (ક.છ.ઘ.)

 

શ્રાઘ્ધ પક્ષના પ્રારંભીક સપ્તાહમાં સાનુકુળતા રહે. વિલંબમાં પડેલ કામમાં ઘ્યાન આપવું પડે. નોકરી-ધંધાના કામમાં આકસ્મિક કામ થાય. ફાયદો લાભ થાય. સીઝનલ નોકરી કામ મળી રહે. સીઝનલ ધંધા અંગેનું આયોજન ગોઠવાય. પરંતુ નાણાંની લેવડ દેવડ વ્યવહારમાં લોભ લાલચ ઉતાવળ કરવી નહીં. સરકારી, ખાતાકીય, મંજુરી મેળવાની હોય તેવા કામમાં મંજુરી મળતા પહેલા કામની શરૂઆત કરી દેવી નહીં. તા. ૩૦ સપ્ટેમ્બર રવિ - કામની વ્યસ્તતા રહે. ધર્મકાર્ય થાય. ૧. ઓકટોબર સોમ નોકરી-ધંધાના કામમાં ઘ્યાન આપી શકો. ૨. મંગળ હળવાશ, રાહત આનંદ રહે. ૩. બુધ કામકાજમાં સાનુકુળતા, રાહત. ૪. ગુરુ - નુકસાન વિવાદ થાય તેવી ઉતાવળ કરવી નહીં. ૫. શુક્ર શાંતિથી દિવસ પસાર કરવો. ૬. શનિ વધારાનો ખર્ચ ચંિતા રહે.

 

કર્ક (ડ.હ.)

 

શ્રાઘ્ધ પક્ષના પ્રારંભે વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ધર્મકાર્ય થાય. યાત્રા-પ્રવાસ થાય. આકસ્મિક કોઇને મળવાનું થાય. જુના સંબંધો, સંસ્મરણો તાજા થાય. તેમ છતાં હૃદય-મનને શાંતિ જણાય નહીં. વડીલ વર્ગની બિમારી ચંિતા રખાવે. જે કામમાં મુશ્કેલી ન લાગતી હોય તે કામ મુશ્કેલીવાળુ બની જાય અને મુશ્કેલ લાગતુ કામ સરળતાથી ઉકલી જાય. બેંક હપ્તાની ચૂકવણી, બેંકનું દબાણ અન્ય નાણાંની ઉઘરાણીના ભય ચંિતામાં તમે ભીંસમાં આવતા જાવ. તા. ૩૦ સપ્ટેમ્બર રવિ યાત્રા-પ્રવાસ થાય. ધર્મકાર્ય થાય. ૧. ઓકટોબર સોમ નોકરી-ધંધાના કામમાં પ્રગતિ, કોઇને મળવાનું થાય. ૨. મંગળ ચંિતા ઉચાટ રહ્યા કરે. ૩. બુધ નોકરી-ધંધાનું કામ શાંતિથી કરવું. ૪. ગુરુ વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ૫. શુક્ર સોના ચાંદીના કે અન્ય ધંધામાં જોખમ વધારવું નહીં. ૬. શનિ, શાંતિથી દિવસ પસાર કરી લેવો.

 

સંિહ (મ.ટ.)

 

શ્રાઘ્ધ પક્ષના પ્રારંભે સગા સંબંધી- મિત્રવર્ગના કારણે ચંિતા ખર્ચ અનુભવાય. આપે આપના આરોગ્યની કાળજી રાખવી તેમજ વાહન શાંતિથી ધીમેથી ચલાવવું તે સિવાય નોકરી-ધંધાના કામમાં સાનુકુળતા રહે. રૂકાવટવાળા કામમાં ઘ્યાન આપી શકો. પત્નીના સહકારથી આપને રાહત રહે. તેના કામમાં તમે ઘ્યાન આપી શકો. પત્નીના નામે ધંધો હોય તો ધંધો, આવક વધે, પુત્ર પૌત્રાદિકના કામ અંગે ચંિતા રહે. વડીલ વર્ગની બિમારી કે તેમના સ્વભાવના કારણે તમારા કામમાં વિલંબ થાય. તા. ૩૦ સપ્ટેમ્બર રવિ. ઘર પરિવારના, સગા સંબંધી, મિત્રવર્ગના પ્રશ્ને ચંિતા રહે. ૧. ઓકટોબર સોમ. નોકરી-ધંધાના કામમાં ગાફેલ રહેવું નહીં. ૨. મંગળ હળવાશ રહે. વિલંબમાં પડેલ કામમાં ઘ્યાન આપી શકો. ૩. બુધ ધર્મકાર્ય, યાત્રા-પ્રવાસ મુલાકતાથી આનંદ. ૪. ગુરુ વડીલવર્ગની અન્યની ચંિતા રહે. ૫. શુક્ર નોકરી-ધંધાના કામમાં રુકાવટ મુશ્કેલી. ૬. શનિ. બપોર પછી રાહત થતી જણાય.

 

કન્યા (પ.ઠ.ણ.)

 

આપ હરો ફરો, કામકાજ કરો પરંતુ નોકરી-ધંધાના કામમાં ચંિતા મુશ્કેલી મુંઝવણ અનુભવો. નાણાકીય આયોજનમાં, ખર્ચ કરવામાં તકલીફ રહે. વિલંબમાં પડેલ કામ અંગે ચંિતા રહે. સગા સંબંધી, કુટુંબ, પરિવારના પ્રશ્ને શાંતિ જણાય નહીં. શરીરમાં દર્દ પીડાથી સ્ફૂર્તિ, તાજગી, ઉત્સાહ જણાય નહીં, તેમ છતાં તમારા રોજીંદા કામમાં તમારે વ્યસ્ત રહેવું પડે. શ્રાઘ્ધ પક્ષના પ્રારંભમાં આકસ્મિક ચંિતા, બેચેની, ઉચાટમાં સમય પસાર થાય. તા. ૩૦ સપ્ટેમ્બર રવિ યાત્રા-પ્રવાસ, મુલાકાત, ધર્મકાર્ય થાય. ૧. ઓકટોબર સોમ નોકરી-ધંધાના કામમાં ઘ્યાન આપી શકો. ૨. મંગળ હૃદય-મન ઉચાટ ઉદ્વેગમાં રહે. ૩. બુધ નોકરી-ધંધામાં તન મન ધનથી વાહનથી તકલીફ. ૪. ગુરુ ઉતાવળીયો કોઇ નિર્ણય કરવો નહીં. ૫. શુક્ર સગા સંબંધી મિત્રવર્ગ કે અન્યના કારણે મુશ્કેલી. ૬. શનિ શાંતિથી દિવસ પસાર કરવો.

 

તુલા (ર.ત.)

 

શ્રાઘ્ધ પક્ષના પ્રારંભથી આપના રોજીંદા કામમાં વિલંબ થાય પરંતુ વાયરલ ઇન્ફેકશન, સીઝનલ બિમારીથી સંભાળવું. ખાવાપીવામાં ઘ્યાન રાખવું. સગા સંબંધી, મિત્રવર્ગ, વડીલ વર્ગથી ચંિતા, ઉદ્વેગમાં રહો. જેમનો નિકટનો સબંધ, પરિચય હોય તેનાથી તમે વઘુ બેચેની અનુભવો. બજારોની વધઘટમાં વેપાર ધંધો જોખમ કર્યા વગર કરવો. શેરોના, સોના, ચાંદી અનાજના કાગળના વેપાર ધંધામાં સાવધાની રાખવી. નોકરીમાં નાણાકીય જવાબદારી, કામગીરી હોય તેમાં બેઘ્યાન રહેવું નહીં. તા. ૩૦ સપ્ટેમ્બર રવિ ધર્મકાર્યથી હૃદય-મનની શાંતિ, હળવાશ રહે. ૧. ઓકટોબર સોમ નોકરી-ધંધાના પ્રશ્ને માનસિક પરિતાપ. ૨. મંગળ સગા સંબંધી મિત્રવર્ગથી ચંિતા. ૩. બુધ ચંિતા પરિતાપ છતાં કામમાં સાનુકુળતા. ૪. ગુરુ બજારોની વધઘટમાં ધંધામાં સાવધાની રાખવી. ૫. શુક્ર તન મન ધનથી વાહનથી સંભાળવું. ૬. શનિ શાંતિથી દિવસ પસાર કરવો પડે.

 

વૃશ્ચિક (ન.ય.)

 

શ્રાઘ્ધ પક્ષના પ્રારંભે કામની વ્યસ્તતા રહે. નોકરી-ધંધાના કામમાં ઘ્યાન આપવું પડે. સીઝનલ ધંધો આવક થાય. કરારી ધંધો મળી શકે. ધર્મકાર્ય થાય, યાત્રા-પ્રવાસ થાય. જુના સંબંધો સંસ્મરણો તાજા થાય. પત્નીના સગા સંબંધી મિત્રવર્ગને મળવાનું થાય પરંતુ ખાવાપીવામાં ઘ્યન રાખવું. પેટની ગરબડ, ડાયેરીયાથી કમરની દર્દપીડાથી બેચેની અનુભવાય. લોખંડના ધંધામાં, ઇલેકટ્રીકના ધંધામાં સાવચેતી રાખવી. તા. ૩૦ સપ્ટેમ્બર રવિ. પુત્ર પૌત્રાદિકનું કામ થાય. ધર્મકાર્ય યાત્રા-પ્રવાસ થાય. ૧ ઓકટોબર સોમ. નોકરી-ધંધાના કામ અંગે બહાર જવાનું થાય, ખર્ચ થાય. ૨. મંગળ વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ૩. બુધ વડીલવર્ગની ચંિતા રહે. ૪. ગુરુ પેટ, કમરની દર્દ પીડા, અન્ય તકલીફથી કામની રુકાવટથી ચંિતા રહે. ૫. શુક્ર ઉતાવળ, ઉશ્કેરાટ, ગુસ્સો કરવો નહીં. ૬. શનિ પત્ની, સંતાન, સગાસંબંધીથી ચંિતા રહે.

 

ધન (ભ.ધ.ફ.ઢ.)

 

શ્રાઘ્ધ પક્ષના પ્રારંભે નોકરી-ધંધાના કામમાં ચંિતા રહે. પરંતુ તમારી મહેતનની વ્યસ્તતાથી આવક થાય, નાણાંની લેવડ દેવડનો વ્યવહાર સચવાય. ઉઘરાણીના નાણાં આવવાથી રાહત રહે. તેમ છતાં બંધનયુકત પરિસ્થિતિના કારણે નાણાંની છુટ અનુભવી શકો નહીં. અનાજ કરિયાણઆના વેપાર ધંધાાં, મકાન જમીનના કામકાજમાં જાગૃતિ રાખવી. સંયુકત કે વ્યકિતગત મીલકતનો પ્રશ્ન રુકાવટવાળો રહે. તા. ૩૦ સપ્ટેમ્બર રવિ- કૌટુંબિક ચંિતા, ઉદ્વેગ, ૧ ઓકટોબર સોમ નોકરી-ધંધાના કામમાં જાગૃતિ રાખવી. ૨. મંગળ હળવાશ રાહત રહે વધારાનું કામ થાય. ૩. બુધ નોકરી-ધંધાના કામમાં સાનુકુળતા, આવક થાય. ૪. ગુરુ ચંિતા ખર્ચ. ૫. શુક્ર સગા સબંધી મિત્રવર્ગના કારણે, નોકર ચાકર, કારીગરના કારણે ચંિતા મુશ્કેલી. ૬. શનિ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ હળવાશ થતી જણાય.

 

મકર (ખ.જ.)

 

ભાદ્ર કૃષ્ણ પક્ષના પ્રારંભમાં વિલંબમાં પડેલ કામની વ્યસ્તતા રહે. નોકરી-ધંધામાં આવક થાય. સંતાનના પરિવારના કામ અંગે, ખર્ચ ખરીદી થાય. સોના ચાંદીના કામકાજમાં, દૂધ, મીટાઈના વેપાર ધંધામાં, કરિયાણાના, અનાજના ધંધામાં આવક થાય. નોકરીમાં ઉપરી અધિકારી, સહકાર્યકર વર્ગથી સાનુકુળતા રહે. તમારા કામની કદર થાય. નવી ઓળખાણ થાય. પરદેશમાં રહેતા સગા સંબંધી મિત્રવર્ગના કામની ચંિતા રહે. તા. ૩૦ સપ્ટેમ્બર રવિ ધર્મકાર્ય યાત્રા-પ્રવાસ મીલન મુલાકાતથી આનંદ રહે. ૧ ઓકટોબર સોમ નોકરી-ધંધાના કામની વ્યસ્તતા રહે. ૨. મંગળ ઘર, પરિવાર, સંતાનના કામમાં સાનુકુળતા, ૩. બુધ નોકરી-ધંધામાં જાગૃતિ રાખવી. ૪. ગુરુ શેરોના, વેપાર ધંધાના કામમાં નોકરીના કામમાં સાનુકુળતા. ૫. શુક્ર ઉતાવળીયો નિર્ણય કરવો નહીં. ૬. શનિ બપોર પછી રાહત.

 

કુંભ (ગ.શ.સ.ષ.)

 

શ્રાઘ્ધ પક્ષના પ્રારંભે નોકરી-ધંધાના તેમજ સગા સંબંધી, મિત્રવર્ગના પ્રશ્ને આપને શાંતિ, રાહત જણાય નહીં. એક ચંિતા ઉપાધિ હોય એટલામાં અન્ય ચંિતા ઉપાધિ આવી જાય. મકાન, જમીન, વાહનના ટ્રાવેલ્સના કામકાજમાં રુકાવટ ચંિતા, નાણાકીય, તકલીફ અનુભવાય. સોના-ચાંદી, લોખંડના વેપાર ધંધામાં, કાગળ, કાપડના ધંધામાં લોભ-લાલચથી ધંધાનુ, નાણાનું જોખમ કરવું નહીં. નોકરીમાં બેદરકારી, લાપરવાહી રાખવી નહીં. તા. ૩૦ સપ્ટેમ્બર રવિ, કામકાજમાં સાનુકુળતા. ૧. ઓકટોબર સોમ. નોકરી-ધંધાના કામની ચંિતા રહે. ૨. મંગળ વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ૩. બુધ ધીરજ શાંતિ રાખવી. ૪. ગુરુ નોકરી-ધંધામાં ગાફેલ રહેવું નહીં. ૫. શુક્ર સગા સંબંધી, મિત્રવર્ગના કારણે ચંિતા ખર્ચ. ૬. શનિ સાંજ પછી હળવાશ રહે.

 

મીન (દ.ચ.ઝ.થ.)

 

શારિરીક, માનસિક અસ્વસ્થતા શ્રાઘ્ધ પક્ષના પ્રારંભમાં રહેવાથી તમને ઉશ્કેરાટ, ગુસ્સો જણાય. ચીઢીયો સ્વભાવ થઇ જાય. કંઇ ગમે નહીં. બહાર કે બહારગામ જવાનું હોય તો કંટાળો આવે, ઇચ્છા થાય નહીં. આક્ષેપ અપયશ વિવાદથી સંભાળવું. મુલાકાતમાં ચર્ચા વિચારણમાં, નોકરી-ધંધાના નિર્ણયમાં સફળતા પ્રાપ્તિમાં તમે રુકાવટ, મુશ્કેલી અનુભવો. પિતૃપક્ષની ચંિતા રહે. તા. ૩૦ સપ્ટેબર રવિ. માનસિક વ્યગ્રતા પરિતાપ. ૧. ઓકટોબર સોમ નોકરી-ધંધાના કામમાં ચંિતા મુંઝવણ રહે. ૨. મંગળ કામકાજમાં સાનુકુળતા, હળવાશ રહે. ૩. બુધ નોકરી-ધંધાના કામમાં સાનુકુળતા. ૪. ગુરુ પિતૃપક્ષની કે અન્ય ચંિતા. ૫. શુક્ર બહારના કે બહારગામના કામમાં જાગૃતિ રાખવી. ૬. શનિ ઘર, પરિવાર, સગા સંબધી, મિત્રવર્ગના કામની વ્યસ્તતા રહે.

[Top]
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved