Last Update : 03-October-2012, Wednesday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૩-૧૦-૨૦૧૨, બુધવાર
નિજ ભાદરવા વદ ત્રીજ
આજે ભરણી શ્રાદ્ધ

 

દિવસના ચોઘડિયા ઃ લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયા ઃ ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૩૨ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૨૪ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૩૧ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૨૪ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૩૦ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૨૪ મિ.
નવકારસી સમયઃ (અ) ૭ ક. ૨૦ મિ. (સૂ) ૭ ક. ૧૯ મિ. (મું) ૭ ક. ૧૮ મિ.
જન્મરાશિ ઃ- આજે રાત્રે ૫ ક. ૧૦ મિ. (૨૯ ક. ૧૦ મિ.) સુધીમાં જન્મેલ બાળકની મેષ (અ.લ.ઈ) રાશિ આવશે ત્યાર પછી જન્મેલ બાળકની વૃષભ (બ.વ.ઉ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ- ભરણી રાતના ૨૨ ક. ૨૫ મિ. સુધી પછી કૃતિકા
ગોચર ગ્રહ ઃ- સૂર્ય-કન્યા, મંગળ-વૃશ્ચિક, બુધ-તુલા, ગુરૂ-વૃષભ, શુક્ર-સંિહ, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-રાત્રે ૫ ક. ૧૦ મિ. સુધી મેષ પછી વૃષભ.
વિક્રમ સંવતઃ ૨૦૬૮ શોભન સં. શાકેઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવતઃ ૨૫૩૮
દક્ષિણાયન શરદ ૠતુ રા.દિ.આ./૧૧/
માસ-તિથિ-વારઃ- નિજ ભાદરવા વદ ત્રીજને બુધવાર.
- આજે ભરણી શ્રાદ્ધ
- સંકષ્ટ ચતુર્થી ચંદ્રોદય (અ.) રાત્રે ૧૦ ક. ૨૫ મિ.
- વિષ્ટી બપોરના ૨ ક. ૦૦ મિ. સુધી
- સિદ્ધિયોગ રાત્રે ૨૨.૨૫થી શરૂ.
- હવામાનમાં, બજારોમાં ફેરફારી ? વરસાદ થાય ?
મુસલમાની હિજરીસન ૧૪૩૩ જીલ્કાદ માસનો ૧૬ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ અર્દીબેહસ્ત માસનો ૧૭ રોજ સરોશ.

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ નોકરી-ધંધાના કામકાજમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. જાહેર-સંસ્થાકીય, રાજકીય-સરકારી કામ અંગે ચર્ચા-વિચારણા થાય.

 

વૃષભ ઃ કોર્ટ-કચેરીના કામકાજમાં ઉતાવળ કરવી નહીં. ખર્ચમાં વધારો થતાં નાણાભીડ અનુભવાય. હરિફ વર્ગનો સામનો કરવો પડે.

 

મિથુન ઃ કૌટુંબિક-પારિવારીક સાથ-સહકારના લીધે આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને આપની ચંિતા-પરેશાની ઘટે.

 

કર્ક ઃ માનસિક પરિતાપ છતાં આપના કામમાં વ્યસ્ત રહી તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવો પડે. મિત્રવર્ગની ચંિતા અનુભવાય.

 

સંિહ ઃ ધર્મકાર્ય થવાથી હૃદય-મન શાંતિ અનુભવે. અગત્યના કામ અંગેની મિલન-મુલાકાતમાં સફળતા મળી રહે.

 

કન્યા ઃ સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારી આપની પીડામાં વધારો કરે. ગળુ, દાંત, મોં, કાનની તકલીફ, ગરદન-ખભાની તકલીફમાં વધારો થાય.

 

તુલા ઃ જમીન-મકાન-વાહનની લે-વેચના કામમાં સાનુકૂળતા રહે. બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં ઘ્યાન રાખવું પડે.

 

વૃશ્ચિક ઃ કોર્ટ-કચેરી-રાજકીય-સરકારી કામકાજ અંગે આપની દોડધામ-શ્રમ-ખર્ચમાં વધારો થાય. ઉચાટ-ઉદ્વેગ અનુભવો.

 

ધન ઃ મહત્વના નિર્ણયો લેવામાં ઉતાવળ કરવી નહીં. વઘુ પડતાં આત્મવિશ્વાસમાં આપનું કામ બગડે નહીં તેની તકેદારી રાખવી.

 

મકર ઃ નોકરી ધંધામાં આપે શાંતિ અને ધીરજ રાખીને દિવસ પસાર કરી લેવો. કામકાજમાં ઉતાવળ કરવી નહીં. નાની ભૂલના લીધે હેરાન થવું પડે.

 

કુંભ ઃ યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આપના આનંદ-ઉત્સાહમાં વધારો થાય. દેશ-પરદેશનાં કામમાં લાભ થાય.

 

મીન ઃ નોકરી-ધંધાના કામકાજમાં સાનુકૂળતા રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. અનુભવથી કામનો ઉકેલ લાવી શકો.

 

જન્મ તારીખ વર્ષ સંકેત- તા. ૩-૧૦-૨૦૧૨, બુધવાર

આજથી શરૂ થઈ રહેલું આપનું જન્મવર્ષ આરોહ અવરોહમાં પસાર થાય. ક્યારેક આકસ્મિક સાનુકૂળતા સફળતા મળી રહે તો ક્યારેક કારણ વગરની પરેશાની અનુભવાય. તેમ છતાં વર્ષ દરમ્યાન આપે નાણાંકીય લેવડ-દેવડની બાબતમાં થોડી સાવધાની રાખવી. નાણાંકીય આયોજન ખૂબ જ સાવધાનીપૂર્વક કરીને ચાલવું. ઉપરી વર્ગ- સહકાર્યકર વર્ગના સાથ-સહકારથી આપના કામનો ઉકેલ લાવી શકો. પત્ની-સંતાનનો સાથ-સહકાર મળતા રાહત-આનંદની લાગણી અનુભવાય. સ્વાસ્થ્યની બાબતમાં આપે વર્ષના અંત ભાગમાં થોડી વિશેષ કાળજી રાખવી પડે. લાંબી માંદગીમાં સપડાઈ ના જાવ કે શસ્ત્રક્રિયા ના કરાવવી પડે તેનું ઘ્યાન રાખવું. સ્ત્રીવર્ગને તબિયતની અસ્વસ્થતાની સાથે ઘર-પરિવારની ચંિતા અનુભવાય. વિદ્યાર્થીબંઘુએ કોઈના સહારે રહેવું નહીં. જાત મહેનતથી આગળ વધવાની તૈયારી કરવી.

 

સુપ્રભાતમ્

મૂળથી- અસલથી રહેલા સેવકોને છોડીને નવા આવનારાઓને વિશેષ માન આપવું નહિ, કારણ રાજમાં ફાટફૂટ પડાવનાર આથી મોટો કોઈ દોષ નથી.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છગન મગનને ત્યાં મળવા ગયો. એ બેઠો એટલે મગને પૂછ્‌યું, ‘ઠંડું લેશો કે ગરમ?’
‘બન્ને ચાલશે.’ છગન બોલ્યો.
‘અરે લલ્લુ’ મગને નોકરને બોલાવીને કહ્યું, ‘લલ્લુ! સાહેબ માટે બે ગ્લાસ પાણી લાવ... એક ગ્લાસ સીઝરમાંથી લાવજે અને એક ગ્લાસ ગીઝરમાંથી...’

[Top]
 

આજ ની રેસીપી

માવાની મજેદાર વાનગીઓ

માવા સમોસા

 

 

સામગ્રી ઃ ૨૦૦ ગ્રામ માવો, ૧ નાની વાટકી લીલા વટાણાના દાણા, ૧ ચમચી મીઠું, ૧ ચમચી લાલ મરચું, ૧ ચમચી ધાણાજીરુ, ૧/૨ ચમચી ગરમ મસાલો, ૨૦ ગ્રામ બારીક સમારેલી કોથમીર, ૨ બારીક સમારેલા લીલા મરચાં, ૨૫૦ ગ્રામ મેંદો, ૧ ચમચી આમચૂર પાઉડર, ૨ ચમચા ઘી (મોણ માટે), તળવા માટે જરૂર પૂરતું તેલ કે ઘી.

 

રીત ઃ કડાઈમાં થોડું ઘી લો, એમાં થોડું મીઠું અને મરચું નાખ્યા પછી વટાણાના દાણા ઉમેરો. થોડી વાર ધીમા તાપે ચડવા દો. મિશ્રણ ગળી જાય એટલે એમાં માવો મસળીને નાખી દો. એ પછી એમાં લાલ મરચાં, કોથમીર, ગરમ મસાલો, આમચૂર નાખી બરાબર ચડવા દો. હવે કડાઈમાંથી પહોળા વાસણમાં મિશ્રણને ઠંડુ પડવા દો.

 

મેંદામાં થોેડું મીઠુ અને મોણ માટેનું ઘી નાખીને ગરમ પાણીથી કઠણ લોટ બાંધો. એના નાના નાના લૂઆ બનાવી વણો અને ગોળ રોટલાને ચપ્પુ વડે વચ્ચેથ કાપી સમોસાનો આકાર કાપો. એની અંદર માવો અને વટાણાનું મિશ્રણ ભરી બરાબર બંધ કરીને કાચાં સમોસા ગુલાબી રંગના થાય ત્યાં સુધી તળો. ગરમાગરમ સમોસાં ચટણી સાથે પીરસો.

[Top]
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved