Last Update : 02-October-2012, Tuesday

 

વિશ્વના ટોપ-ટેન રીટેલ સ્ટોર્સની આવક ઘટી છે
રીટેલ સ્ટોર્સ કોન્સેપ્ટનું હવે પશ્ચિમથી પૂર્વ તરફ પ્રયાણ

 

- ભારતના ગ્રાહકોની ખરીદ શક્તિ ખરીદીનો ટ્રેન્ડ વગેરેનો અભ્યાસ ચાલે છે

 

રીટેલ ક્ષેત્રે ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટના મામલો સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે ફંગોળાઈ રહ્યો છે. સત્તાધારી પક્ષ કહે છે કે રોજગારી વધશે જ્યારે વિપક્ષ કહે છે કે બેકારી વધશે. સરકાર આ તબક્કે મક્કમ છે. જો બધું સીધું ઉતરે તો આગામી છ માસમાં ભારતના રીટેલ ઉદ્યોગમાં પણ પરિવર્તન આવશે. ભારતનો રીટેલ ઉદ્યોગ ૪૫૦ અબજ ડોલરનો છે. નાના ગલ્લાવાળાથી માંડીને મોટા સ્ટોર્સવાળા સાથે આ બિઝનેસ જોડાયેલો છે. આટલા મોટા બજાર પર વિદેશી કંપનીઓની નજર હોય તે સ્વાભાવિક છે. રીટેલ સ્ટોર્સ ક્ષેત્રની વાત આવે એટલે સૌની જીભે પ્રથમ વોલમાર્ટ અને ટીસ્કો આવે છે. વોલમાર્ટ કહ્યું છે કે અમે ૧૨થી ૧૮ મહિનામાં ભારતમાં અમારા સ્ટોર્સ ઉભા કરીશું એવી જ રીતે ટીસ્કોવાળા પણ ભારતના બજારોમાં પ્રવેશવા પ્લાન કરી રહ્યા છે.
વૈશ્વિકસ્તરે રીટેલીંગનો કોન્સેપ્ટ ૨૦મી સદીથી પ્રસરેલો છે. આ ક્ષેત્રે ઘણાં પડકારો છે પરંતુ વિદેશની બ્રાન્ડનો મોહ, પેકેજીંગ અને સેલ્સ સિસ્ટમ સ્થાનિક ક્ષેત્રના રીટેલની સરખામણીમાં વધુ સારી હોવાનું ગ્રાહકો માનતા થયા હતા. જેમ જેમ વિદેશની રીટેલની કંપનીઓને આવકાર મળવા લાગ્યો એમ એમ તે કંપનીઓ વચ્ચે સ્પર્ધા વધી હતી જેનો સીધો લાભ સારી સર્વિસ રૃપે ગ્રાહકોને મળવા લાગ્યો હતો.
વિશ્વના ટોચના દશ રીટેલરોમાં વોલસ્ટ્રીટ, કેરફોર, ટીસ્કો, મેટ્રો, ક્રોજર, સ્કવાર્ડ, કોસ્ટકો, ધ હોમ ડેપો, વોલગ્રીન અને અલ્દીનો સમાવેશ થાય છે. આ યાદીમાં એશિયાના બે રીટેલર એઈઓન, સેવન એન્ડ આઈ ઉમેરાયા છે. ફ્રેંચ રીટેલર કેસીનો પણ બહુ પ્રસિદ્ધ છે.
વિશ્વના ટોપની રીટેલ કંપનીઓનું ટર્નઓવર આંખો પહોળી કરી દે એમ છે. આ કંપનીઓ અત્યારથી જ ૨૦૧૬ના ટર્નઓવર માટે પ્લાનીંગ કરી રહી હોય છે. જેમ કે ટોપની રીટેલ કંપની વોલમાર્ટનું ટર્નઓવર ૨૦૦૬માં ૩૬૮ અબજ ડોલર હતું જે ૨૦૧૬માં ૬૦૭ અબજ ડોલરનો આંક પસાર કરવા પ્લાન કરે છે. એટલે કે એક દશકામાં ૬૫ ટકા જેટલો ગ્રોથ થયો. એવી જ રીતે નંબર-ટુ રીટેલ કંપની કેરફોરનું ૨૦૦૬નું વેચાણ ૧૨૩ અબજ ડોલરનું હતું જે ૩૧ ટકાના ગ્રોથ સાથે ૨૦૧૬માં ૧૬૧ અબજ ડોલર લઈ જવા પ્લાન કરાય છે. આવું જ એશિયન રીટેલરમાં પણ છે.
ભારતનું હાલનું રીટેલ ક્ષેત્ર અનઓર્ગેનાઈઝડ છે જ્યારે વિશ્વની ટોચની રીટેલ કંપનીઓ ઓર્ગેનાઈઝડ સિસ્ટમ આવશે. આપણી હાલની રીટેલ સિસ્ટમમાં ગ્રાહક જેવી ચીજ માગે છે તે અપાય છે જ્યારે ઓર્ગેનાઈઝડ અર્થાત સિસ્ટેમેટીક રીટેલમાં એક ચીજની અનેક બ્રાન્ડ અને તેનો વિકલ્પ વગેરે પણ બાજુમાં રજુ કરવામાં આવે છે.
જેમ જેમ ટાઉન લેવલે પણ શિક્ષણનું સ્તર ઉંચુ આવી રહ્યું છે એમ એમ લોકો ખરીદીમાં પણ એક સિસ્ટમ ગોઠવવા પ્રયાસ કરે છે. અત્યાર સુધીનો ટ્રેન્ડ એવો હતો કે જરૃરિઆત પ્રમાણેની ચીજો નજીકના કરિયાણાની દુકાન પરથી લાવવી. વર્ષોથી એક જ વિસ્તારમાં રહેતો ગ્રાહક અને દુકાનવાળા વચ્ચે નોટમાં લખાઈને અર્થાત્ ઉધાર માલ લેવાય છે. ભાવ બાબતે બંને પક્ષ એક બીજા પર વિશ્વાસ રાખે છે. આ સિસ્ટમ વિદેશના સ્ટોર્સ માટે પડકારરૃપ છે. આ પ્રકારની સિસ્ટમમાં ગ્રાહક અને વેપારી બંને ખુશ છે અને પેઢી-દર પેઢી તે ચાલતી આવે છે. પરંતુ શિક્ષણ વધતાં જ લોકોએ ખરીદીનો નવો વિકલ્પ શોપિંગ મોલ કે ઈ-કોમર્સનો માર્ગ અપનાવ્યો છે.
ઉદાહરણ આપીને વાત કરીએ તો છેલ્લા અનેક દાયકાઓની વર્ષ આખાના ઘઉં, સિઝનમાં ભરી લેવામાં આવતા હતા. અને જરૃર પ્રમાણે તેને દળાવવામાં આવતા હતા. હવે કોન્સેપ્ટ બદલાયો છે.
લોકો ઘઉં ભરવાને ઝંઝાટ ગણવા લાગ્યા છે અને જરૃરિયાત પ્રમાણે ઘઉંનો તૈયાર લોટ લાવવા લાગ્યા છે. રોજીંદા વપરાશમાં લેવામાં આવતું મરચું સ્પેશ્યલ લાવીને તેને ઘેર ખાંડવામાં આવતું હતું હવે તેને બહાર ઘંટીમાં તૈયાર કરાય છે કે બ્રાન્ડેડ મરચું, હળદર, જીરું વગેરે વાપરવામાં આવે છે.
ભારતના ગ્રાહકોની ખરીદી સિસ્ટમમાં થઈ રહેલો ફેરફાર મોટા શોપિંગ મોલ ઓળખી ગયા હતા. ભારતની વધતી જતી વસ્તી અને ૪૫૦ અબજ ડોલરનું રીટેલ ક્ષેત્રે સર કરતા વિદેશની કંપનીઓ માટે અઘરું નહીં પડે. કેમ કે તે ગ્રાહકોની જરૃરિયાતને ધ્યાનમાં લઈને ચીજો રાખશે અને તેનો વિકલ્પ પણ ગ્રાહક સમક્ષ મુકશે.
અહીં ઈ-કોમર્સ રીટેલ માર્કેટનો કોન્સેપ્ટ બદલવાની ફરજ પાડી છે તે પણ નોંધવું જોઈએ. સસ્તો માલ, ઘેર બેઠા ડીલીવરી આપવી, વેચેલો માલ બદલવાની ગેરંટી વગેરે વગેરેએ રીટેલ સ્ટોર્સના કોન્સેપ્ટમાં બદલો લાવનાર મુદ્દા છે.
રીટેલ ક્ષેત્રનો વધતો વ્યાપ, મોટી કંપનીઓના ટર્નઓવર અને નવા માર્કેટ સર કરવાના પ્રયાસો જોતાં એવું લાગી રહ્યું છે કે વૈશ્વિક આર્થિક તંત્ર પશ્ચિમ તરફથી પૂર્વ તરફ આવી રહ્યું છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ભારતે સમિકરણોની ચિંતા કર્યા વગર સાઉથ આફ્રિકાને હરાવવું જ જોઈએ

આફ્રિદીને બેટિંગમાં આગળ મોકલવાનું પાકિસ્તાનને ભારે પડયું

પાકિસ્તાન કરતા સાઉથ આફ્રિકા ભારત માટે વધુ પડકાર સર્જશે
વેસ્ટ ઈંડિઝ સુપર ઓવરમાં જીત્યું ન્યુઝીલેન્ડ વર્લ્ડકપમાંથી ફેંકાયું

કોહલી મહાન બેટ્સમેનોની હરોળમાં ઉભો રહેવાના તમામ ગુણો ધરાવે છે

ચિદમ્બરમે રીફોર્મ્સ આગળ વધારતા શેરોમાં વ્યાપક તેજી ઃ નિફટી ૫૭૧૯, સેન્સેક્ષ ૧૮૮૨૪ની ઊંચાઈએ
સોના-ચાંદીમાં આરંભિક મંદી પછી મોડી સાંજે વિશ્વ બજાર પાછળ ઝડપી ઉછાળો
રિફોર્મ્સની શરૃઆત પણ લોનની માગમાં સૂસ્તી

ગદ્દાફીને બળવાખોરોએ નહિ ફ્રાંસના એજન્ટે સારકોઝીના ઇશારે ગોળી મારી હતી

હાલમાં ચૂંટણી યોજાય તો ઓબામા અમેરિકામાં ૨૭૧ મતથી જીતી જાય
અફઘાનિસ્તાનમાં તાલિબાનના હુમલામાં નાટો સૈનિકો સહિત ૨૦નાં મોત

મોબાઇલ સિનેમામાં ફેરવાઇ જતી નવી સ્માર્ટ કાર તૈયાર

ચીન સમાજવાદની તેની વિશિષ્ટતાને વળગી રહે

સ્થાનિક કાર કંપનીઓની નિકાસમાં ઘટાડો

RINLનો IPO ૧૬ ઓક્ટોબરે ખુલશે
 

 

 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved