Last Update : 02-October-2012, Tuesday

 
કરોડો ગુજરાતીઓનું જીવન બદલનારા એક બિનગુજરાતી
- ગુજરાતમાં જ નહીં પણ સંપૂર્ણ દેશમાં દૂધની ગંગા વહાવનાર એક સાચો દેશપ્રેમી...
- આણંદને જગતના નકશા ઉપર મૂકનાર જેમને આણંદમાં કોઈ ઘર ભાડે આપવા પણ તૈયાર નહોતું. સ્વપ્ન સેવી...
- વર્ગીસ કુરિયન

૨૮ વર્ષના નવયુવાન હતા ત્યારે આપણા કુરિયન સાહેબ. અમેરિકાથી ભણીને તાજા જ આવેલા. સરકારી સહાયથી તેઓ મીશીગન સ્ટેટ યુનિવર્સિટીમાં ડેરી ઉદ્યોગની માસ્ટર ડીગ્રી મેળવીને આવેલા અને સરકારની આર્થિક સહાયના બદલારૃપે શરત મુજબ એમણે સરકાર જ્યાં નોકરી કરવા મોકલે ત્યાં જવાનું હતું અને સરકારે એમને આણંદમાં માખણ બનાવતી સરકારી કંપનીમાં જવા ઓર્ડર કર્યો. (વાત ૧૯૪૮ની છે. આપણે આઝાદી મળ્યાને વર્ષ પણ નહોતું થયું. બધું સખળડખળ હતું અને ધીરે ધીરે ગોઠવાતું હતું. વહીવટનો કોઈને અનુભવ પણ નહિ.
સત્યાગ્રહ અને અંગ્રેજો સામે અહિંસક લડત લડતા આવડે. જેલમાં જતા આવડે. લાઠી ખાતા આવડે. એ વખતે આપણા દેશની વસતિ ફક્તને ફક્ત ૪૦ કરોડ હતી અને આખા દેશમાં માખણ, બટર ''પોલસન'' કંપનીનું જ બનતું અને વેચાતું. ''પોલસન'' બ્રાન્ડ જાણીતી હતી જે ફ્રેન્ચ કંપની હતી. એ કંપની કોફી પણ બનાવતી અને આખા દેશમાં પોલસનથી કોફીની ડબ્બીઓ વેચાતી. નેસફોફી ત્યારે ક્યાંય નહોતી.
આ પોલસન કંપની આણંદમાં હતી. આઝાદી મળી પછી જેમ અંગ્રેજો અને અંગ્રેજ કંપનીઓએ આપણા દેશમાંથી ઉચાળા ભર્યા એમ ફ્રેન્ચ કંપનીઓએ પણ ઉચાળા ભર્યા. એટલે આણંદની પોલસન કંપની બંધ પડેલી) આપણી નહેરૃ સરકારને એ પોલસન કંપનીનું ખોખું (માળખું) જીવતું કરવું હતું એટલે વર્ગીસ કુરીયનને એમણે આણંદ જવા કહ્યું.
કુરિયન કેરળના અને મલયાલમ ભાષી. આણંદનું નામ પણ નહીં સાંભળેલું અને ગુજરાતી ભાષા પણ ક્યાંથી આવડતી હોય ? ત્યારે હિંદીનું પણ ચલણ નહીં. એક અંગ્રેજી ચાલે. ગુજરાતનું નામ જાણે પણ ક્યાં અને શું એની પણ ખબર નહીં.
આણંદ સ્ટેશને ૧૯૪૮ના મે મહિનામાં મુંબઈથી આવતા ગુજરાત મેલમાંથી કુરિયન નીચે ઉતર્યા. ત્યારે ટ્રેનમાં જરા પણ ગિરદી થતી નહીં. રિઝર્વેશન જેવી પદ્ધતિ પણ નહીં. એસી ડબ્બો પણ નહીં.
ન રસ્તાની ખબર, ન ભાષા આવડે. જલદીમાં જલદી સરકાર સાથેની શરતી બાંહેધરી પૂરી કરીને, આણંદ અને ગુજરાતને ''રામરામ'' કરીને, કેરળ કે મુંબઈ જવાની તાલાવેલી. છ મહિના જેમતેમ કરીને કાઢ્યા અને છૂટા થવાનો રીલીઝ ઓર્ડર પણ મળી ગયો હતો તથા સામાન પણ પેક થઈ ગયો હતો.
એવામાં તેઓએ જ્યાં કામ કરેલું એ ''ખેડા ડીસ્ટ્રીક્ટ કોઓપરેટીવ મિલ્ક પ્રોડયુસર્સ યુનિયનના ચેરમેન તથા આજના ભવ્ય ''અમૂલ''ના પાયાના પથ્થર ત્રિભુવનદાસ પટેલે એમને કહ્યું કે, આણંદમાં ડેરી અને સહકારનું કામ બરોબર ગોઠવાય ત્યાં સુધી થોડાંક દિવસ પૂરતું રોકાય જાવ તો સારું.''
છ મહિનામાં કુરિયનને ત્રિભુવન કાકા જોડે ભાઈબંધી જેવો સંબંધ થઈ ગયો હતો એટલે એમને જવાની ઉતાવળ હતી. છતાં એ થોડાંક દિવસ વધુ રહેવા તૈયાર થયા.
બસ ! આજની ઘડી અને કાલનો દિવસ ! ૨૮ વર્ષના તેઓ રહ્યા તે હમણાં ૯૧ વર્ષે ભગવાને લઈ લીધા એટલે ગયા.
એમને ગવર્નમેન્ટ રિસર્ચ ક્રીમરીમાં નોકરી કરવાની જરા પણ ઇચ્છા નહોતી એટલે એમણે દિલ્હીમાં નોકરી માટે અપ્લાય પણ કરેલું. તેઓ જ્યોતિષમાં માનતા નહોતા છતાં એક મિત્રના કહેવાથી આણંદમાં કોઈ જ્યોતિષીને મળવા પણ ગયેલા જેમણે એમને કહેલું કે, તમે આ નોકરી છોડી દેશો પણ તમે કલ્પના ન કરી હોય એવા સ્થાને પહોંચશો.
ત્યારના એટલે કે ૧૯૪૯ના આણંદના અનુભવ વિષે કુરિયન સાહેબના શબ્દોમાં જ જોઈએ તો....
''૧૯૪૯માં આણંદની વસતિ લગભગ ૧૦ હજાર જેટલી હતી. (દેશની ૪૦ કરોડ હતી જે અત્યારે ૧ અબજ ૨૫ કરોડ છે) મારા જીવનનો એ મોટામાં મોટો વિરોધાભાસ હતો. મેં ન્યુયોર્ક જેવું શહેર હમણાં જ છોડયું હતું. ન્યુયોર્ક શહેર એટલે ઘુઘવતું શહેર જ્યારે આણંદ ઊંઘતું અને આળસુ શહેર (ત્યારનું ૧૯૪૯નું). ન્યુયોર્ક થનગતું અને ઉદાર શહેર જ્યારે આણંદ રૃઢિચુસ્ત, જૂનવાણી અને પછાત. જૂન વાણી અને પછાત તો એટલું બધું કે કોઈ મને ત્યારે મકાન તો શું પણ એક ઓટલો પણ ભાડે આપવા તૈયાર નહોતું !
ભાડે નહિ આપવાના બધા જ ''ગુણ'' મારામાં હતા. હું ગુજરાતી નહોતો પણ મલયાલી હતો, વધુમાં હું ક્રીશ્ચયન હતો અને નોનવેજીટેરીયન હતો...એટલે સમગ્ર ગુજરાતી પ્રજા વેજીટેરીઅન હોવાથી 'નાત બહાર''ના થઈ ગયા અને એ બધાના માથે હું કુંવારો હતો જે સ્વમાનપ્રેમી ગુજરાતી કુટુંબ એક કુંવારા, ક્રિશ્ચયન અને કેરાલીયનને શાના ભાડે આપે ?''
એ જ આણંદ શહેર આજે જગતના નકશા ઉપર મૂકાયું છે તે આ એક માત્ર બિનગુજરાતીના કારણે ! (એ માટે એમણે રથયાત્રાઓ નથી કાઢી કે બ્યુગલો નથી વગાડયા કે કોઈ સ્વામીના નાચને વટાવીને ગાળાગાળી નથી કરી.)
આણંદને પટેલો અમેરિકા લઈ ગયા અને અમેરિકાને આણંદમાં લાવ્યા પણ કુરિયને તો આણંદના દૂધની ગંગાથી આખા દેશને નવરાવ્યો, એના બટર અને ઘીથી આખા દેશને સ્વાસ્થ્યને મજબૂત કર્યું.
જોકે એમ કરવામાં જીવન ખપાવી દેનાર કુરિયનના માર્ગમાં...જેમ બધા જ સારા કામોમાં નડતરરૃપ થતી હોય છે એ ''બ્યુરોકસી'' પણ કુરિયનને નડરરૃપ થઈ નહોતી એવું નથી. એમના જ શબ્દમાં...
''એ વખતે કેન્દ્રમાં (૧૯૫૦ના અરસા દરમ્યાન) સી. સુબ્રમનીયમ અન્ન અને ખેતી પ્રધાન હતા. મને એમણે ડેરી શરૃ કર્યા પહેલાં મળવા બોલાવ્યો.
અમારી વચ્ચેની વાતચીત દરમ્યાન પ્રધાનશ્રીએ આણંદની દૂધ સહકારી મંડળી જેવી મંડળીઓ દેશભરમાં કરવાની વડાપ્રધાનની ઇચ્છા વ્યક્ત કરતાં પૂછ્યું કે....''એ માટે કેટલા રૃપિયા જોઈશે ?'' જવાબમાં મેં કહ્યું કે, ''મારે ૩૦ હજાર રૃપિયા જોઈશ.'' સાંભળીને અન્નપ્રધાન સુબ્રમન્યમ હસ્યા અને બોલ્યા, ''શું શું ? ત્રીસ હજાર રૃપિયા ? ભૂલતો નથી કરતાને ? રૃપિયા ત્રીસ હજારથી શું વળવાનું હતું ? મને તો એમ હતું કે, તમે ત્રીસ કરોડ રૃપિયા અરે, ત્રણસો કરોડ રૃપિયા કહેશો !''
મેં એમને ખાતરી આપી કે ત્રીસ હજાર રૃપિયા પુરતા છે અને એમણે એટલી રકમની ગોઠવણ કરવાની ખાતરી આપી.
પરંતુ એમની બ્યુરોકસીનો જુદો જ પ્લાન હતો. એને થયું કે, એક વડાપ્રધાન આણંદ નામના કોઈ ગામડામાં ગયા અને કોઈ કુરિયન નામના માણસને મળ્યા અને નેશનલ ડેરી જેવો પ્રોજેક્ટ ઊભો કરવાનું નક્કી કરી નાંખ્યું...જ્યારે કૃષિ મંત્રાલયમાં ડેરી ઉદ્યોગ માટે એક અલગ વિભાગ તો છે જ !
એ પછી ગૃહમંત્રાલયના સેક્રેટરી એલપી સિંઘ આણંદનો પ્રોજેક્ટ જોવા આવ્યા. મેં એમને ફેરવી ફેરવીને અમૂલ ડેરી બતાવી. એક કો-ઓપરેટીવ સંસ્થા શું કરી શકે છે એ જોઈને તેઓ આશ્ચર્ય પામ્યા.
હોમ સેક્રેટરીએ એ પછી મને પૂછ્યું કે આ જ પ્રકારના નાના નાના પ્રોજેક્ટ આખા દેશમાં કેમ ઊભા થઈ શકે નહીં ? હું જે સવાલ માટે રાહ જોઈ રહ્યો હતો એ સવાલ પૂછાતા હું તરત ઉકળીને બોલ્યો, ''એનું કારણ તમારી બ્યુરોકસી છે... કારણ કે બીજાું કોઈ કામ કરી જાય એ તોએ સહી શકતા નથી. તમારી એ બ્યુરોકસી અમૂલ ડેરી વિષે પણ કશું નથી જાણતી.
બીજા કોઈ સારું કામ કરે એમાં એમને રસ જ નથી.'' એ પછી મેં સિંઘને જણાવ્યું કે, વડાપ્રધાન ડેરીની મુલાકાત લઈ ગયા પછી મેં એમને આખો પ્રોજેક્ટ મોકલી આપ્યો છે. પણ એ પ્રપોજલ સરકારના ઓફિસરના કબાટમાં ધૂળ ખાય છે.
લગભગ મહિના પછી સિંઘને હું દિલ્લીમાં મળ્યો. એમણે બધાં જ સિનીયર બ્યુરોકેટને ભેગા કરીને મારી જોડે બેઠક કરી અને એમણે કહ્યું કે, આ માણસ આપણી પાસેથી કશું જ માંગતો ઇચ્છતો નથી...ફક્ત એની પ્રપોઝલની ફાઇલ આગળ ચાલે એટલું જ ઇચ્છે છે તો પણ એટલું કામ કેમ નથી થયું ? આ વ્યક્તિએ વર્લ્ડ બેન્કના સાહેબો સાથે વાત કરી છે, ફાઓના ડીરેક્ટર જનરલ સાથે વાત કરી છે અને બીજે બધે જ્યાં જરૃર હોય ત્યાં વાત કરી છે અને આપણે એની ફાઈલ ઉપર બેસી ગયા છીએ ! આપણે કેવી બ્યુરોકસીમાં જીવી રહ્યાં છીએ ?
એ પછી બ્યુરોકેટો સક્રિય થયા અને એમ ''ઓપરેશન ફલ્ડ'' (દૂધની ગંગા)ની યોજના બની. આ યોજનામાં એક પણ રાજકારણીએ ભાગ નથી લીધો.
આમ, બ્યુરોકસી સરકારનું, પ્રધાનનું, જનતાનું અને છેવટે દેશનું કામ કઈ રીતે બગાડે છે એ જોવાનું છે.
પ્રધાન કે ઉપરી જાગૃત ન હોય તો કશું કામ થાય જ નહીં. મનમોહનસિંહની સરકારમાં અને ખુદ મનમોહનસિંહમાં આ જ ખામી છે.
એ બદનામ થઈ રહી છે બ્યુરોકસીના કારણે જ. અને મનમોહનસિંહ ''માસ્તર ક્યારે નહીં અને ભણાવેય નહીં''ની જેમ બધું જોયા કરે છે. દા.ત. પેટ્રોલ વગેરેના ભાવ વધારાની વાત છે.
મનમોહનસિંહ પેટ્રોલ ખાતાના બ્યુરોકેટો સામે લાલ આંખ કરતા નથી એટલે એક વર્ષમાં દસ-બાર વાર પેટ્રોલ વગેરેનો ભાવ વધાર્યા કરે છે. હમણાં ડીઝલનો ભાવ વધારો કર્યો....હવે જો જો એક મહિના પછી ફરી પેટ્રોલનો ભાવ વધારો કરવાની લુચ્ચાઈ એ ખાતાના બ્યુરોકેટો કરશે. મનમોહનસિંહ પેટ્રોલ ખાતાના પ્રધાનોને બદલ્યા કરે છે પણ એ ખાતાના બ્યુરોકેટોને કંઈ કહી શકતા નથી. કુરિયનના કિસ્સામાં....પેલા સેક્રેટરી સિંઘે જો જાગૃતિ બતાવી ન હોત તો પેલા બ્યુરોકેટો આખો ડેરી પ્રોજેક્ટ જ ''ખાય'' જાત !
આણંદની સમૃદ્ધિનું કારણ ભલે એનઆરઆઈ પટેલો છે, ચરોતરના પટેલો છે પણ કુરિયન ન હોત તો આણંદ એક મોટું ગામડું હોત અને ત્યાં બંધ બંગલાઓ જોવા મળત. કુરિયન જ્યારે ૬૦-૬૨ વર્ષ પહેલાં આણંદ આવેલા ત્યારે આણંદમાં ધુળીયા રસ્તા હતા અને આખા ખેડા જિલ્લામાં એક ડૉક્ટર હતો... જે આણંદમાં રહેતા..ડૉક્ટર કૂક. ગામડીવ અથવા અંબામાતાનો ચોક મુખ્ય મથક હતું. ત્યારે વિદ્યાનગર એક અલગ ગામ હતું...મોર્ડન શહેર હતું. કરમસદ (સરદાર પટેલનું ગામ) પણ દૂર હતું. ''અમૂલ''ના કારણે, કુરિયનના કારણે, પટેલોના કારણે, સમૃદ્ધિ અને વિકાસના કારણે, એક થઈ ગયા છે. (જોકે અમદાવાદ, વડોદરા, સુરત, ભરૃચ, ભાવનગર, રાજકોટ, જામનગર વગેરે શહેરો પણ એ જ રીતે મોટા થયા છે પણ આણંદ જે વિસ્તર્યું છે એ અમૂલ-કુરિયનના કારણે છે. (અપૂર્ણ)
- ગુણવંત છો. શાહ

 

ફેન્ટેસ્ટીક
ખીલ અને કરચલીઓ દૂર કરનાર ચહેરા-યોગ
ચહેરા ઉપરના ખીલ અને કરચલીઓથી હેરાન થનારાઓ માટે આ સારા સમાચાર છે. હવે તેઓ ચહેરા-યોગ કરીને એ પરેશાનીથી છૂટકારો મેળવી શકશે. એને 'ફેસ-યોગા' કહે છે. 'યુટયુબ' દ્વારા ઘણા એ યોગ શીખી પણ રહ્યા છે.
'ધી યોગ ફેસ' નામના પુસ્તકના લેખકે 'આઈ ફેસ યોગા' નામની વેબસાઈટ પણ બનાવી છે. તેઓ કહે છે કે એનો એમને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે.
ચિકિત્સા અને આહાર અંગેના નિષ્ણાતો કહે છે કે, ચહેરાના યોગના બીજા પણ ઘણા લાભ છે.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ભારતે સમિકરણોની ચિંતા કર્યા વગર સાઉથ આફ્રિકાને હરાવવું જ જોઈએ

આફ્રિદીને બેટિંગમાં આગળ મોકલવાનું પાકિસ્તાનને ભારે પડયું

પાકિસ્તાન કરતા સાઉથ આફ્રિકા ભારત માટે વધુ પડકાર સર્જશે
વેસ્ટ ઈંડિઝ સુપર ઓવરમાં જીત્યું ન્યુઝીલેન્ડ વર્લ્ડકપમાંથી ફેંકાયું

કોહલી મહાન બેટ્સમેનોની હરોળમાં ઉભો રહેવાના તમામ ગુણો ધરાવે છે

ચિદમ્બરમે રીફોર્મ્સ આગળ વધારતા શેરોમાં વ્યાપક તેજી ઃ નિફટી ૫૭૧૯, સેન્સેક્ષ ૧૮૮૨૪ની ઊંચાઈએ
સોના-ચાંદીમાં આરંભિક મંદી પછી મોડી સાંજે વિશ્વ બજાર પાછળ ઝડપી ઉછાળો
રિફોર્મ્સની શરૃઆત પણ લોનની માગમાં સૂસ્તી

ગદ્દાફીને બળવાખોરોએ નહિ ફ્રાંસના એજન્ટે સારકોઝીના ઇશારે ગોળી મારી હતી

હાલમાં ચૂંટણી યોજાય તો ઓબામા અમેરિકામાં ૨૭૧ મતથી જીતી જાય
અફઘાનિસ્તાનમાં તાલિબાનના હુમલામાં નાટો સૈનિકો સહિત ૨૦નાં મોત

મોબાઇલ સિનેમામાં ફેરવાઇ જતી નવી સ્માર્ટ કાર તૈયાર

ચીન સમાજવાદની તેની વિશિષ્ટતાને વળગી રહે

સ્થાનિક કાર કંપનીઓની નિકાસમાં ઘટાડો

RINLનો IPO ૧૬ ઓક્ટોબરે ખુલશે
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved