Last Update : 02-October-2012, Tuesday

 

ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા

 

સમગ્ર દેશમાં બીજી ઓક્ટોબર ગાંધીજયંતી તરીકે ઉજવાય છે ત્યારે કેટલાંક લોકો આ દિવસની અનોખી રીતે ઉજવણી કરતા હોય છે. પણ અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા ગિરીશભાઇ પંચાલે ગાંધીજયંતીની એક અલગ રીતે ઉજવણી કરી છે. તેઓ છેલ્લા ૧૪ વર્ષથી કાગળ પર પોતાના નખથી વિવિધ આકૃતિઓ બનાવે છે અને તેમાં પેઇન્ટીંગ કરે છે. પણ ગાંધીજીની ૧૪૪મી જન્મજયંતી નિમિત્તે તેઓએ નેઇલ આર્ટથી ૧૪૪ પેઇન્ટીંગ કરી છે.
રાણીપમાં રહેતા ગિરિશભાઇ પંચાલ કહે છે કે, જ્યારે હું ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારે મારો એક કઝીન નખથી વિવિધ પેઇન્ટીંગ કરતો હતો. તે જોઇને મને નવાઇ લાગેલી. જ્યારે હું ધોરણ ૧૦માં આવ્યો ત્યારે મને નેઇલ પેઇન્ટીંગનો વિચાર આવ્યો અને મેં એક વિઝીટીંગ કાર્ડ પર ટ્રાય કર્યું. ત્યારથી નેઇલ પેઇન્ટીંગ કરવાનું ચાલુ કર્યું. હું છેલ્લા ૧૪ વર્ષથી નેઇલ પેઇન્ટીંગ કરું છું. બીજી ઓક્ટોબરે ગાંધીજીની ૧૪૪મી જન્મજયંતી હોવાથી ગાંધીજીના પાંચ જેટલાં સબ્જેક્ટ જેમ કે ગાંધીજીના પોટ્રેટ, શબ્દચિત્ર, કોન્સેપ્ટ ચિત્ર, ટુ ઇન વન અને તેમના વિચારો તથા નિયમો વગેરેને નેખથી કાગળમાં દોરી પેઇન્ટ કર્યા છે.
જેમાં સત્ય, અહિંસા,પ્રેમ, નમ્રતા, આત્મવિશ્વાસ, સમાનતા, સાદગી, એકતા, સાથ વગેરેને પણ કંડારવામાં આવ્યા છે. આ તમામ નેઇલ આર્ટ પેઇન્ટીંગમાં પાંચ ઇંચથી લઇને ૨૮ ઇંચના પેઇન્ટીંગનો સમાવેશ છે. જ્યારે પણ હું ફ્રી હોઉ ત્યારે કે પછી કોઇ જગ્યાએ ગાંધીજીને જોઉં તો તેમનું ડ્રોઇંગ દોરતો. છેલ્લા એક વર્ષમાં ગાંધીજીની બહુ પેઇન્ટીંગ કરી છે. કારણકે ગાંધીજીને હું મારા આદર્શ માનું છું. જેથી મેં ૧૪૪મી ગાંધીજયંતી નિમિત્તે ગાંધીજીના ૧૪૪ પેઇન્ટીંગ દોર્યા અને ગાંધીઆશ્રમ ખાતે તેમની જન્મજયંતીના રોજ પ્રદર્શન યોજ્યું છે. આ પેઇન્ટીંગ ફક્ત પ્રદર્શન માટે પણ વેચાણ માટે નહીં. તેમના પેઈન્ટિંગ્સ આજના યંગસ્ટર્સ માટે આગળ વધવાની પ્રેરણા આપે છે એટલું જ નહી ધગશથી કંઈ પણ કરી શકાય છે તેવું સાબિત કર્યું છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ભારતે સમિકરણોની ચિંતા કર્યા વગર સાઉથ આફ્રિકાને હરાવવું જ જોઈએ

આફ્રિદીને બેટિંગમાં આગળ મોકલવાનું પાકિસ્તાનને ભારે પડયું

પાકિસ્તાન કરતા સાઉથ આફ્રિકા ભારત માટે વધુ પડકાર સર્જશે
વેસ્ટ ઈંડિઝ સુપર ઓવરમાં જીત્યું ન્યુઝીલેન્ડ વર્લ્ડકપમાંથી ફેંકાયું

કોહલી મહાન બેટ્સમેનોની હરોળમાં ઉભો રહેવાના તમામ ગુણો ધરાવે છે

ચિદમ્બરમે રીફોર્મ્સ આગળ વધારતા શેરોમાં વ્યાપક તેજી ઃ નિફટી ૫૭૧૯, સેન્સેક્ષ ૧૮૮૨૪ની ઊંચાઈએ
સોના-ચાંદીમાં આરંભિક મંદી પછી મોડી સાંજે વિશ્વ બજાર પાછળ ઝડપી ઉછાળો
રિફોર્મ્સની શરૃઆત પણ લોનની માગમાં સૂસ્તી

ગદ્દાફીને બળવાખોરોએ નહિ ફ્રાંસના એજન્ટે સારકોઝીના ઇશારે ગોળી મારી હતી

હાલમાં ચૂંટણી યોજાય તો ઓબામા અમેરિકામાં ૨૭૧ મતથી જીતી જાય
અફઘાનિસ્તાનમાં તાલિબાનના હુમલામાં નાટો સૈનિકો સહિત ૨૦નાં મોત

મોબાઇલ સિનેમામાં ફેરવાઇ જતી નવી સ્માર્ટ કાર તૈયાર

ચીન સમાજવાદની તેની વિશિષ્ટતાને વળગી રહે

સ્થાનિક કાર કંપનીઓની નિકાસમાં ઘટાડો

RINLનો IPO ૧૬ ઓક્ટોબરે ખુલશે
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved