Last Update : 02-October-2012, Tuesday

 

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...

- જીવનમાં નિરાશા ત્યારે જ સાંપડે છે જ્યારે વ્યક્તિ એક જ પ્રકારના જીવન શૈલીને વળગી રહે છે. રોજિદા જીવનમાં ફેરફાર લાવવાથી દરેક સમયે કંઇક નવું શીખવા મળે છે. એટલા માટે જીવનમાં પરિવર્તન જરૃર છે.

લીના અને કલ્પેશના લગ્નને ૨૫ વર્ષ થવા આવ્યા. લીનાએ લગ્નની આ સિલ્વર જ્યુબિલી માટે પાર્ટીનું આયોજન કર્યું હતું. કલ્પેશને તો ઓફિસમાં ખૂબ કામ રહેતું હતું, આથી તેમનો મોટો દિકરો આયોજનમાં મમ્મીને મદદ કરતો હતો. લગભગ બધી તૈયારી થઇ ગઇ. લીનાને થયું આજે હું પણ કંઇક વિશેષ તૈયાર થઉં. કારણ કે પાર્ટીમાં કલ્પેશની ઓફિસના સહકર્મચારીઓ અને બોસ પણ આવવાના હતા. એટલે તે જરા વધારે ઉત્સાહમાં હતી. તેને મનોમન થયું કે આજે હું પણ દરરોજ કરતાં કંઇક જુદી જ દેખાઉં. એટલે એ તો ઉપડી સીધી બ્યુટી પાર્લરમાં.
રાત્રે જ્યારે કલ્પેશ અને એના દિકરા આશીષે લીનાને જોઇ તો દંગ થઇ ગયા. કલ્પેશ તો લીનાને જોતો જ રહી ગયો. પહેલાં તો તે તેને ઓળખી જ ન શક્યો. તે ૨૫ વર્ષ પહેલાં જેવી દેખાતી હતી એવી જ આજે દેખાતી હતી. ખભા સુધી 'ડીપ યૂ' શેપમાં કપાવેલા વાળ, આછો મેકઅપ અને વાદળી રંગની ડિઝાઇનર વેયર સાડીમાં એનું રૃપ ખીલી ઉઠયું હતું. પાર્ટીમાં આવેલા બધા મહેમાનો તેના આવા બદલાયેલા રૃપની ખૂબ પ્રશંસા કરતા હતા.
તમે પણ રોજની એ જ ઘટમાળમાંથી કંઇક વિશેષ દેખાવા ઇચ્છતા હો તો આવો, કેટલીક બાબતો જાણીએ.
* તમારા વ્યક્તિત્ત્વમાં ફેરફાર લાવવા માટે સૌથી પહેલાં વાળ તરફ, તમારી હેરસ્ટાઇલ તરફ ધ્યાન આપો. જો તમારા વાળ હંમેશા તમે બાંધેલા રાખતા હો તો ક્યારેક એને ખુલ્લા રાખો, પરંતુ શેમ્પુ કરવાનું ભૂલશો નહીં.
* તમને પસંદ હોય તો પમિંગ કરાવીને પણ ન્યુ લૂક આપી શકો છો. તમારા વાળ ટૂંકા હોય કે લાંબા, પરંતુ પર્મિંગથી વ્યક્તિત્ત્વમાં ઘણો ફેર આવી જાય છે. તમે એનાથી આકર્ષક દેખાશો.
* દર મહિને એક નવી હેરસ્ટાઇલ કરો. એનાથી તમારો ગેટઅપ બદલાશે.
* જે હેરસ્ટાઇલ તમારા ગેટઅપને બદલવામાં મદદરૃપ થાય છે, એવી જ રીતે સ્ટાઇલ ઓફ ડ્રેસિંગનું પણ મહત્ત્વ હોય છે.
* જો તમે દરરોજ સાડી કે ડ્રેસ પહેરતાં હો તો ક્યારેક કંઇક અલગ દેખાવા માટે જીન્સ અથવા સ્કર્ટ પહેરી શકો છો.
* જો તમને સાડી કે ડ્રેસ પહેરવાં જ ગમતા હોય તો તેમને અલગ સ્ટાઇલથી પહેરો. દા.ત. ગુજરાતી સાડી પહેરતા હો તો ક્યારેક એક બાજુ રાખો તો ક્યારેક ગળામાં ફરતે ગોળ રાખી શકો.
* કપડાંની પસંદગીમાં પણ પરિવર્તન લાવો. જો તમે સલવાર- સૂટ પહેરતાં હો તો ચૂડીદાર પહેરો. એની સાથે ઊંચી એડીના સેન્ડલ પહેરો. એનાથી તમે રોજના કરતાં અલગ દેખાશો.
* દરરોજ મેકઅપ સિવાય જ રહેતા હો તો ક્યારેક આછો મેકઅપ જરૃર કરો. લિપસ્ટિક ચાંદલો કરો.
* આછા રંગની લિપસ્ટિક તથા ચાંદલો લગાવતી વખતે તમે પહેલાં થોડો ખચકાટ જરૃર અનુભવશો, પરંતુ તમારી આસપાસ રહેતા લોકોને તમારો નવો ગેટઅપ જરૃર ગમશે.
આમ ગેટઅપ બદલીને તમે અન્યને આકર્ષિત કરી શકશો, એમાં બેમત નથી. પરંતુ દરરોજ કરતાં જુદા દેખાવાનું તમને પોતાને પણ ગમશે જ. જીવનમાં બદલાવ લાવવાના કારણે એક નવી દિશા મળે છે જેથી વ્યક્તિ આ બદલાવમાં રચ્યો પચ્યો રહે છે. જે વ્યક્તિ બદલાવ લાવી શકે છે એ વ્યક્તિ સારુ જીવન વિતાવી શકે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ભારતે સમિકરણોની ચિંતા કર્યા વગર સાઉથ આફ્રિકાને હરાવવું જ જોઈએ

આફ્રિદીને બેટિંગમાં આગળ મોકલવાનું પાકિસ્તાનને ભારે પડયું

પાકિસ્તાન કરતા સાઉથ આફ્રિકા ભારત માટે વધુ પડકાર સર્જશે
વેસ્ટ ઈંડિઝ સુપર ઓવરમાં જીત્યું ન્યુઝીલેન્ડ વર્લ્ડકપમાંથી ફેંકાયું

કોહલી મહાન બેટ્સમેનોની હરોળમાં ઉભો રહેવાના તમામ ગુણો ધરાવે છે

ચિદમ્બરમે રીફોર્મ્સ આગળ વધારતા શેરોમાં વ્યાપક તેજી ઃ નિફટી ૫૭૧૯, સેન્સેક્ષ ૧૮૮૨૪ની ઊંચાઈએ
સોના-ચાંદીમાં આરંભિક મંદી પછી મોડી સાંજે વિશ્વ બજાર પાછળ ઝડપી ઉછાળો
રિફોર્મ્સની શરૃઆત પણ લોનની માગમાં સૂસ્તી

ગદ્દાફીને બળવાખોરોએ નહિ ફ્રાંસના એજન્ટે સારકોઝીના ઇશારે ગોળી મારી હતી

હાલમાં ચૂંટણી યોજાય તો ઓબામા અમેરિકામાં ૨૭૧ મતથી જીતી જાય
અફઘાનિસ્તાનમાં તાલિબાનના હુમલામાં નાટો સૈનિકો સહિત ૨૦નાં મોત

મોબાઇલ સિનેમામાં ફેરવાઇ જતી નવી સ્માર્ટ કાર તૈયાર

ચીન સમાજવાદની તેની વિશિષ્ટતાને વળગી રહે

સ્થાનિક કાર કંપનીઓની નિકાસમાં ઘટાડો

RINLનો IPO ૧૬ ઓક્ટોબરે ખુલશે
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved