Last Update : 02-October-2012, Tuesday

 
દિલ્હીની વાત
 

મમતાનો સીબીઆઈ પર આરોપ
એફડીઆઈના વિરોધમાં જંતમંતર ખાતે રેલી યોજીને દીદીએ તેમની દાદાગીરીનો પરચો બતાવ્યો હતો. સરકારના એક સમયના સાથી એવા તૃણમુલ કોંગ્રેસના વડા મમતા બેનરજીએ આજે સરકાર પર જોરદાર હુમલો કર્યો હતો. મમતાએ એટલે સુધી કહી દીધું કે વિરોધીઓને દબાવવા સરકાર સીબીઆઈનો ઉપયોગ કરે છે. સાથે સાથે તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે તે સીબીઆઈથી ડરતા નથી. તેમના આ રાજકીય શોમાં એનડીએના કન્વીનર શરદ યાદવ સિવાય કોઈ દેખાતું નહોતું. ભાજપે તેમને ટેકો આપ્યો હતો પણ ભાજપના કોઈ નેતા રેલીમાં આવ્યા નહોતા. જોકે મમતાએ કહ્યું કે એફડીઆઈના વિરોધમાં તેમની સાથે સમાજવાદી પક્ષના સુપ્રિમો મુલાયમસિંહ યાદવ અને બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમાર પણ છે. રેલીને મળેલી અદ્ભુત સફળતા જોઈને ઉત્સાહિત થયેલા મમતાએ ૧૯ અને ૨૦ નવેમ્બરે દિલ્હી ખાતે ૪૮ કલાકના ઘરણાની જાહેરાત કરી હતી. તે અન્ય રાજ્યોનો પ્રવાસ કરીને એફડીઆઈના વિરોધ બાબતે ટેકો મેળવશે.
એફડીઆઈના નામે લૂંટ
એક તરફ મમતા બેનરજી એમ કહેતા હતા કે તેમની એફડીઆઈ વિરોધની ઝુંબેશમાં તમામ વિરોધપક્ષો જોડાયેલા છે. પરંતુ પક્ષની અંદરના સૂત્રોએ જણાવ્યું હતું કે મમતાએ રેલીમાં જોડાવવા કોઈ પક્ષને આમંત્રણ નહોતું આપ્યું. મમતાના મદદનીશ એવા મુકુલરોયે જણાવ્યું હતું કે કોઈપણ રાજકીય પક્ષને રેલી માટે આમંત્રણ નહોતું અપાયું પણ ધરણામાં આ પક્ષો પોતાની રીતે જોડાઈ શકે છે. મમતાએ તેમનો ગુસ્સો સોશ્યલ નેટવર્ક સાઈટ ફેસબુક પર ઠાલવ્યો હતો. વડાપ્રધાનની આર્થિક પરિવર્તનની ઝુંબેશ અંગે તેમણે લખ્યું હતું કે આમ આદમી અને વિકાસના નામે મોટી લૂંટ ચાલે છે. આર્થિક પરિવર્તનના નામે રાજકીય નિર્ણયો ઠોકી દેવાની ફેશન બની ગઈ છે.
કોંગ્રેસે વળતો જવાબ આપવા વડાપ્રધાન મંત્રાલયના પ્રધાન નારાયણસ્વામીને આગળ ધર્યા હતા. તેમમે કહ્યું કે મમતાએ પશ્ચિમ બંગાળનું મુખ્યપ્રધાન પદ સંભાળ્યું પછી નથી તો ઔદ્યોગિક વિકાસ થયો કે નથી તો નવી નોકરીની તકો ઊભી થઈ...
મમતા સામે શીલા
જો મમતા એફડીઆઈ વિરોધી રેલી કાઢે તો કોંગ્રેસ પણ એફડીઆઈની તરફેણમાં રેલી કેમ ના કાઢી શકે? આ રીતે કોંગ્રેસે દીદીની દાદાગીરીનો જવાબ આપી શકે છે. કોંગ્રેસ દીદી સામે દિલ્હીના મુખ્યપ્રધાન શીલા દીક્ષિતને ઉતારવા તૈયાર થયા હતા.
મમતાના ધરણાના કારણે જંતર-મંતરે લોકોનું ધ્યાન ખેચ્યું હતું તો મોતીલાલ નેહરૃ માર્ગ ખાતેના દિલ્હીના મુખ્યપ્રધાન શીલા દીક્ષિતના નિવાસે પણ સૌનું ધ્યાન ખેચ્યું હતું. શીલા દીક્ષિતના એફડીઆઈની તરફેણ કરતા તેમના નિર્ણય અંગે કોંગી નેતાઓ તેમને થેંક્સ કહેવા આવ્યા હતા. હવે કોંગ્રેસ એફડીઆઈની તરફેણ તેમજ અન્ય નીતિઓ બાબતે દિલ્હીમાં વિશાળ રેલીનું પ્લાનીંગ કરી રહી છે. એફડીઆઈના મુદ્દે થતા વિરોધ અંગેની આ રેલી હશે અને ભાજપ એફડીઆઈ વિરોધની જે ઝુંબેશ ચલાવે છે તેના પણ સામના સમાન આ રેલી હશે.
કોંગ્રેસના બે પ્રધાનો આનંદ શર્મા અને સલમાન ખુરશીદે મમતા સામે આક્ષેપો કર્યા હતા. એફડીઆઈની તરફેણ કરતા શર્માએ કહ્યું હતું કે એફડીઆઈ પ્રજા તરફી છે, જ્યારે સલમાન ખુર્શીદે કહ્યું છે કે દીદીની વગ પશ્ચિમ બંગાળ પુરતી જ છે માટે તેમનાથી ડરવાની જરૃર નથી. દીદીનો સામનો કરવા પશ્ચિમ બંગાળ કોંગ્રેસ પણ રેલી યોજવાની છે. કોંગ્રેસ નેતાએ હળવો કટાક્ષ કર્યા હતો કે મમતાનું લાઈવ કેવું હશે તે તો આગામી સમય જ કહેશે.
દીદી વિસ્તરવા માગે છે
તૃણમુલ કોંગ્રેસની અંદરના વર્તુળો કહે છે કે એફડીઆઈ વિરુદ્ધનો પ્રચાર કરીને દીદી તેમના રાજકીય તખતાનો ્વ્યાપ વધારવા માગે છે. આ વર્ષે અને આવતા વર્ષે રાજ્યોમાં આવનાર વિધાનસભાની ચૂંટણીઓ પર તેમની નજર છે. એક તરફ જ્યારે ત્રીજા મોરચાની શક્યતાઓ ચર્ચાય છે ત્યારે દીદી માને છે કે તેમના પક્ષોનો વ્યાપ વધશે તો તે લાભકર્તા બનશે તે માને છે કે પ્રાદેશિક નેતાઓ તેમને મદદ કરશે. એટલે જ તે ભાજપથી અંતર રાખે છે કેમ કે જો તે ભાજપ તરફી છે એમ ખ્યાલ આવે તો કેટલાક પ્રાદેશિક પક્ષો તેમનાથી દૂર રહે!!
ભાજપની સેક્યુલર પીચ
ભાજપે ભગવી પીચ છોડીને સેક્યુલર પીચ પર રમવાનું શરૃ કર્યું હોય એમ લાગે છે. હિન્દુત્વના કાર્ડ પરથી અચાનક સેક્યુલર કાર્ડ તરફ શીફટ થતા ઘણાના ભવાં સંકોચાયા છે. પરંતુ પક્ષની અંદરના વર્તુળો જણાવે છે કે સેક્યુલર કાર્ડ ભારત માટે મોટો રાજકીય ફાયદો લઈને આવશે. પક્ષના એક વશિષ્ઠ નેતાએ કહ્યું છે કે સેક્યુલર કાર્ડથી એક કાંકરે અનેક પક્ષીઓ મારી શકાશે. પોતાનું નામ નહીં લખવાની શરતે તેમણે કહ્યું હતું કે સેક્યુલર કાર્ડથી બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમારને સાથે રાખી શકાશે. જે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીનો વિરોધ કરી રહ્યા છે. નીતીશનો વિરોધ મોદીની વડાપ્રધાન પદ માટેની રેસમાં અવરોધ બન્યો છે. આ વિવાદના કારણે જોકે ભ્રષ્ટાચારના આક્ષેપમાં સપડાયેલા ભાજપના વડા નીતીન ગડકરીના સહાયક અન્ય સંચેતીનો કેસ સાઈડમાં ધકેલાઈ ગયો છે. સેક્યુલરકાર્ડ ભાજપ માટે સહાયરૃપ બનશે.
ભાજપે સાથી પક્ષોની જરૃર
ભાજપની ભગવા ઈમેજના કારણે પ્રાદેશિક પક્ષો તેનાથી દૂર રહેે છે તે પણ હકીકત છે. કેટલાક પ્રાદેશિક પક્ષો જેવાં કે તેલુગુદેશમના વડા ચંદ્રાબાબુ નાયડુ, બીજેડીના વડા નવીન પટનાયક ભાજપ પરના કોમ્યુનલ ટેગથી દૂર રહે છે. અને કોંગ્રેસ તરફ ઢળેલા રહે છે. આ ઉપરાંત ભાજપવાળા એમ માનતા થયા છે કે આગામી ચૂંટણીઓમાં કોંગ્રસનો સામનો કરવામાં કંઈક અંશે નબળો પડશે. વધુ સાથી પક્ષો હશે તો જ એનડીએ સત્તા પર આવી શકશે.
- ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved