Last Update : 02-October-2012, Tuesday

 

ભારતે પાક.ને હરાવતા સાઉથ આફ્રિકાની તક ઊભી થઈ
પાકિસ્તાન કરતા સાઉથ આફ્રિકા ભારત માટે વધુ પડકાર સર્જશે

સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલરો ફોર્મમાં છે

ગાંગુલીની કોલમ

 

ભારતે પાકિસ્તાનને હરાવીને વર્લ્ડકપમાં તેઓને હરાવવાનો રેકોર્ડ જાળવી રાખ્યો છે. મેં અગાઉ પણ કહ્યું છે કે છેલ્લા દસ વર્ષમાં ભારતનો પાકિસ્તાન સામે રેકોર્ડ વધુ ચઢિયાતો રહ્યો છે. જો પાકિસ્તાન આ જ રીતે દબાણમાં આવી જશે તો તેઓને આ રેકોર્ડ બદલવો અઘરો પડશે.
પાકિસ્તાનની ભારત સામેની મુખ્ય સમસ્યા તેઓની બેટિંગની નિષ્ફળતા છે. તેઓ મોટેભાગે ક્યારેય એવો સ્કોર નથી મૂકતા કે તેમના બોલરો દબાણમુક્ત બોલિંગ નાંખી શકે. હફીઝની કેપ્ટન્સી પણ ખૂબ જ સામન્ય હતી. ધોનીએ તેને તે મોરચે ઘણો પાછળ રાખ્યો હતો.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તમે દરેક બોલરને સખ્તાઈથી ફટકારવાની શૈલી ના અપનાવી શકો. ઈમરાન નઝીર અને આફ્રિદીએ આવા ક્રિકેટ બદલ કિંમત ચૂકવી. પાકિસ્તાનના બેટસમેનોનો બેટિંગ એપ્રોચ એવો રહ્યો કે અમુક બોલને તમે સંભાળીને રમો અને અમુક બોલને હવામાં ઉંચો ફટકારી રનરેટ વધારતા જાવ. આ ખૂબ જ ખરાબ અભિગમ કહેવાય. મલિક અને ઉંમર અકમલે કંઈક પ્રતિકાર કરવાનો પ્રયત્ન કર્યો હતો. આની સામે ભારતીય ટીમ ખૂબ જ સ્વસ્થ અને મજબુત ઈરાદા સાથે સંગઠીત જણાતી હતી. પ્રથમ ઓવરમાં જ યુવરાજની ડાઈવિંગ ફિલ્ડીંગથી પાકિસ્તાનને મેસેજ મળી ગયો હશે.
હવે ખૂબ જ રસાકસીભરી સ્થિતિ ગ્રપમાં પ્રવર્તે છે. ઓસ્ટ્રેલિયા અત્યાર સુધીની શ્રેષ્ઠ ટીમ જણાય છે. ભારતે પાકિસ્તાનને હરાવ્યું હોઈ સાઉથ આફ્રિકા માટે પણ આશા જન્મી છે. સાઉથ આફ્રિકાનું ફોર્મ સારૃં નથી. આમ છતાં તેનાં આધારે ભારતને જીતવાન ઉજળી તક છે તેમ ના કહી શકાય. જો ઓસ્ટ્રેલિયાએે પાકિસ્તાનને હરાવ્યું હશે અને ભારત તે પછીની મેચમાં સાઉથ આફ્રિકાને હરાવશે તો ઓસ્ટ્રેલિયા ઉપરાંત ભારત સેમિ ફાઈનલમાં પ્રવેશશે.
ભારત સાઉથ આફ્રિકા સામે પણ સાત બેટસમેન અને ચાર રેગ્યુલર બોલરની ટીમ સમતુલા જાળળશે તેમ લાગે છે. પીચના આધારે એવું પણ જોઈ શકાય છે કે પ્રથમ બેટિંગ કરનાર ટીમ એટલી છૂટથી રમી નથી શકતી. સાઉથ આફ્રિકાએ ભારતનેે હરાવવા ઘણું જ ઊંચા સ્તરનું ક્રિકેટ રમવું પડશે. સાઉથ આફ્રિકાને માટે બેટિંગ ફોર્મ સમસ્યા છે કેમ કે તેઓ પાસે બોલરો અને ઓલરાઉન્ડરો વધુ છે. લેવીનું ફોર્મ ચિંતાજનક છે. કદાચ તેને પડતો પણ મૂકાય
ભારત માટે પણ પડકાર નાનો નથી. કેમ કે સાઉથ આફ્રિકાની ટીમ પાકિસ્તાન કરતા વધુ સારી, શિસ્તબદ્ધ અને ઓલરાઉન્ડ છે. તેમના ફાસ્ટ બોલર પણ ફોર્મમાં છે. વર્લ્ડકપ જેવા મોટા અવસરે સાઉથ આફ્રિકા ફરી ભારે દબાણ હેઠળ આવી ગયું છે. આ તેઓની પ્રણાલી રહી છે. જોઈએ નવા કેપ્ટન ડી'વિલીયર્સ તેને તોડવામાં સફળ થાય છે ?
(૩૬૦ કોર્પોરેટ રીલેશન્સ)

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ભારતે સમિકરણોની ચિંતા કર્યા વગર સાઉથ આફ્રિકાને હરાવવું જ જોઈએ

આફ્રિદીને બેટિંગમાં આગળ મોકલવાનું પાકિસ્તાનને ભારે પડયું

પાકિસ્તાન કરતા સાઉથ આફ્રિકા ભારત માટે વધુ પડકાર સર્જશે
વેસ્ટ ઈંડિઝ સુપર ઓવરમાં જીત્યું ન્યુઝીલેન્ડ વર્લ્ડકપમાંથી ફેંકાયું

કોહલી મહાન બેટ્સમેનોની હરોળમાં ઉભો રહેવાના તમામ ગુણો ધરાવે છે

ચિદમ્બરમે રીફોર્મ્સ આગળ વધારતા શેરોમાં વ્યાપક તેજી ઃ નિફટી ૫૭૧૯, સેન્સેક્ષ ૧૮૮૨૪ની ઊંચાઈએ
સોના-ચાંદીમાં આરંભિક મંદી પછી મોડી સાંજે વિશ્વ બજાર પાછળ ઝડપી ઉછાળો
રિફોર્મ્સની શરૃઆત પણ લોનની માગમાં સૂસ્તી

ગદ્દાફીને બળવાખોરોએ નહિ ફ્રાંસના એજન્ટે સારકોઝીના ઇશારે ગોળી મારી હતી

હાલમાં ચૂંટણી યોજાય તો ઓબામા અમેરિકામાં ૨૭૧ મતથી જીતી જાય
અફઘાનિસ્તાનમાં તાલિબાનના હુમલામાં નાટો સૈનિકો સહિત ૨૦નાં મોત

મોબાઇલ સિનેમામાં ફેરવાઇ જતી નવી સ્માર્ટ કાર તૈયાર

ચીન સમાજવાદની તેની વિશિષ્ટતાને વળગી રહે

સ્થાનિક કાર કંપનીઓની નિકાસમાં ઘટાડો

RINLનો IPO ૧૬ ઓક્ટોબરે ખુલશે
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved