Last Update : 02-October-2012, Tuesday

 
લિબિયાના ભૂતપૂર્વ તાનાશાહ
ગદ્દાફીને બળવાખોરોએ નહિ ફ્રાંસના એજન્ટે સારકોઝીના ઇશારે ગોળી મારી હતી

સારકોઝીને તેના ગદ્દાફી સાથેના સંબંધો જાહેર થઇ જવાનો ભય હતોઃ બ્રિટિશ અખબાર

(પી.ટી.આઇ.) લંડન, તા. ૧
લિબિયાના ભૂતપૂર્વ તાનાશાહ કર્નલ ગદ્દાફીના મૃત્યુના મામલે એક ચોંકાવનારો ખુલાસો બહાર આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે તેમને બળવાખોરોના ટોળાઓએ નહિ પણ ફ્રાંસના એક સેક્રેટ એજન્ટે ગોળી મારી હતી. ગદ્દાફી તેમના હોમટાઉન સિર્તેમાં ઘેરાઇ ગયા હતા અને ગટરની પાઇપમાં લઇ જઇને તેમની ગોળીઓ ધરબી દેવામાં આવી હતી.
એવું કહેવાય છે કે ફ્રાંસનો સિક્રેટ એજન્ટ હિંસક બનેલાં ટોળામાં ઘુસી ગયો હતો અને આ ટોળાએ ૨૦ ઓક્ટોબર, ૨૦૧૧ ગટરની પાઇપમાં છુપાયેલાં લિબિયન તાનાશાહને શોધી કાઢ્યો હતો અને તેણે ગોળીઓ ધરબીને ગદ્દાફીની હત્યા કરી નાખી હતી. ફ્રાંસના ત્યારના પ્રમુખ સારકોઝીના ઇશારે આ પગલું ભરવામાં આવ્યું હોવાનું ડેઇલી મેઇલે જણાવ્યું છે.
ઉત્તરી આફ્રિકાના રાજદ્વારી સુત્રોને ટાંકતાં મેઇલમાં જણાવવામાં આવ્યું છે કે આની પાછળનો મુખ્ય હેતુ ગદ્દાફી સાથે સારકોઝીની પોતાની મિલીભગત ખુલી ન પડી જાય તે હતો કારણ કે જો તે જીવતો પકડાય તો તેના પાપાચારમાં સારકોઝી પણ સામેલ હતા તેવી વાત ખુલ્લી થઇ જવાનો સારકોઝીને ભારે ભય હતો.
અખબારમાં ઉમેરવામાં આવ્યું છે કે ફ્રાંસની એક મુલાકાત દરમિયાન સારકોઝીને નિકોલસે 'બ્રધર લીડર'ની ઉપાધિ આપીને તેમની ભારે પ્રશંસા કરી હતી. એવું કહેવાય છે કે ૨૦૦૭માં ફ્રાંસમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગદ્દાફીએ કરોડો ડોલરનું ફંડ આપીને સારકોઝીની મદદ કરી હતી.
એવું નથી કે સારકોઝી જ ગદ્દાફીના મિત્રોમાં સ્થાન ધરાવતાં એકમાત્ર વિદેશી હતા. બ્રિટિશના પૂર્વ વડાપ્રધાન ટોની બ્લેર પણ તેમના મિત્રોમાં સ્થાન ધરાવતા હતા અને નિયમિતરીતે ગદ્દાફીને મળતા હતા તેવો દાવો અખબારે કર્યો છે. તેમની વચ્ચે અબજો પાઉન્ડની બિઝનેસ ડીલ થતી હોવાનું કહેવાય છે.
ઇટાલીના અખબાર કોરીએર ડેલ્લા સેરાએ પણ અહેવાલ પ્રગટ કર્યો છે કે સારકોઝીના ઇશારે જ ફ્રાંસના એજન્ટે ગદ્દાફીનો ખાત્મો બોલાવ્યો હતો. ક્રાંતિ માટે નાટોનું સમર્થન શરૃ થતાંની સાથે જ ગદ્દાફીએ સારકોઝી સાથેના તેમના સંબંધોની વિગતો જાહેર કરી દેવાની ધમકી આપી હતી. જેમાં ચૂંટણીમાં લાખો ડોલર ફાળવ્યા હોવા સહિતની વિગતો હતી.
એવું નથી કે માત્ર અખબારોમાં જ આ વાત જાહેર કરવામાં આવી છે કે ફ્રાંસ એજન્ટોની સામેલગીરીની વાતને લિબિયામાં ગદ્દાફીની હકાલપટ્ટી બાદ સત્તાનું સુકાન સંભાળનાર મહમૂદ જિબરિલના નિવેદનો પણ તેને સમર્થન આપે છે. જિબ્રિલે ઇજિપ્તના ટીવીને જણાવ્યું હતું કે વિદેશી લોકો પણ ગદ્દાફીને મારવા માટેની ક્રાંતિકારી બ્રિગેડમાં ઘુસી ગયા હતા.
ગદ્દાફીની બોલતી શક્ય તેટલી ઝડપથી બંધ કરી દેવાનું કારણ સારકોઝી પાસે હતું. એટલે જ તેઓ આમાં ભારે રસ દાખવ્યો હતો અને પોતાનો ઇરાદો પાર પાડયો હતો. એવો પણ ખુલાસો કરવામાં આવ્યો છે કે સિરિયાના પ્રમુખ બશર અલ-અશાદ સાથે વાત કરવા માટે ગદ્દાફી જેનો ઉપયોગ કરતો હતો તે સેટેલાઇટ કોમ્યુનિકેશન્સ સિસ્ટમ જ તેને પકડાવવા માટે કારણભૂત બની હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ભારતે સમિકરણોની ચિંતા કર્યા વગર સાઉથ આફ્રિકાને હરાવવું જ જોઈએ

આફ્રિદીને બેટિંગમાં આગળ મોકલવાનું પાકિસ્તાનને ભારે પડયું

પાકિસ્તાન કરતા સાઉથ આફ્રિકા ભારત માટે વધુ પડકાર સર્જશે
વેસ્ટ ઈંડિઝ સુપર ઓવરમાં જીત્યું ન્યુઝીલેન્ડ વર્લ્ડકપમાંથી ફેંકાયું

કોહલી મહાન બેટ્સમેનોની હરોળમાં ઉભો રહેવાના તમામ ગુણો ધરાવે છે

ચિદમ્બરમે રીફોર્મ્સ આગળ વધારતા શેરોમાં વ્યાપક તેજી ઃ નિફટી ૫૭૧૯, સેન્સેક્ષ ૧૮૮૨૪ની ઊંચાઈએ
સોના-ચાંદીમાં આરંભિક મંદી પછી મોડી સાંજે વિશ્વ બજાર પાછળ ઝડપી ઉછાળો
રિફોર્મ્સની શરૃઆત પણ લોનની માગમાં સૂસ્તી

ગદ્દાફીને બળવાખોરોએ નહિ ફ્રાંસના એજન્ટે સારકોઝીના ઇશારે ગોળી મારી હતી

હાલમાં ચૂંટણી યોજાય તો ઓબામા અમેરિકામાં ૨૭૧ મતથી જીતી જાય
અફઘાનિસ્તાનમાં તાલિબાનના હુમલામાં નાટો સૈનિકો સહિત ૨૦નાં મોત

મોબાઇલ સિનેમામાં ફેરવાઇ જતી નવી સ્માર્ટ કાર તૈયાર

ચીન સમાજવાદની તેની વિશિષ્ટતાને વળગી રહે

સ્થાનિક કાર કંપનીઓની નિકાસમાં ઘટાડો

RINLનો IPO ૧૬ ઓક્ટોબરે ખુલશે
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved