Last Update : 02-October-2012, Tuesday

 

લોકસભાની ચૂંટણીઓ માર્ચમાં થશે
યુપીએ સરકાર સાંભળતી નથી પૂછતી નથી કે બોલતી નથી ઃ મમતા

ફરજિયાત ડિજિટલાઇઝેશનથી ગરીબો માટે ટીવી જોવું મોંધું બનશે ઃ અન્ય રાજ્યોમાં રેલીઓ

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧
રિટેલમાં એફડીઆઇ અને ભાવવધારા મુદ્દે સરકાર પર નિશાન સાધતા તૃણમુલ કોંગ્રેસનાં વડા મમતા બેનરજીએ આજે સંકેત આપ્યા હતાં કે તે સંસદનાં આગામી સત્રમાં સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે. તેમણે વિવિધ પક્ષોને આ દરખાસ્તને ટેકો આપવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે યુપીએ સરકાર સાંભળતી નથી પૂછતી નથી કે બોલતી નથી. સત્તામાં રહેવા માટે બહુમતી ન હોવા છતાં તે કોઇનું સાંભળી રહી નથી. તેમણે મેટ્રો શહેરોમાં ટીવી જોવા માટે ડિજિટલ સેટ-ટોપ બોક્સ ફરજિયાતપણે ઇન્સ્ટોલ કરવાનાં સરકારનાં નિર્ણયનો પણ વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે શું સરકાર ઇચ્છતી નથી કે ગરીબ લોકો ટીવી જોઇ શકે?
તેમણે ૨૨ અને ૨૩ નવેમ્બરે દિલ્હીમાં ધરણા કરવાની જાહેરાત કરી હતી. બેનરજીએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં આવા કાર્યક્રમોેનું આયોજન કરવામાં આવશે. મમતાએ સરકાર પર વેરવૃત્તિ રાખવાનો આરોપ મૂક્યો હતોે. સરકાર તેના વિરોધીઓને નિશાન બનાવવા માટે સીબીઆઇનો દુરપયોગ કરે છે.
જંતર મંતર ખાતે આયોજિત વિરોધ રેલીમાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ જણાવ્યું હતું કે મે સાંભળ્યું છે કે લોકસભાની ચૂંટણી નિર્ધારિત સમય કરતાં પહેલા આગામી વર્ષે માર્ચ માસમાં થઇ શકે છે. આ રેલીમાં એનડીએના કન્વીનર શરદ યાદવ હાજર રહ્યાં હતાં.
કોંગ્રેસ નેતૃત્વવાળી યુપીએ સરકાર પર નિશાન સાધતા બેનરજીએ જણાવ્યું હતું કે અમે પણ આ સરકાર ઇચ્છતા નથી. જો જરૃર પડશે તો અમે આ સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવા તૈયાર છીએ. સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લેનાર તૃણમુલ કોંગ્રેસ લોકસભામાં ૧૯ સાંસદો ધરાવે છે.
રિટેલમાં એફડીઆઇ, ડીઝલમાં ભાવવધારો, એલપીજી સિલિન્ડર પર નિયંત્રણનાં વિરોધમાં બેનરજીના પક્ષે વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યુ હતું. બેનરજીએે જણાવ્યું હતું કે તે આ નિર્ણયોની વિરુદ્ધમાં પ્રસ્તાવ પણ લાવી શકે છે.
તેમણે સરકારને ટેકો ન આપવા અન્ય પક્ષોને પણ અપીલ કરી હતી અને એફડીઆઇ તથા અન્ય મુદ્દાઓ વિરુદ્ધ પોતાના પક્ષના પ્રસ્તાવને ટેકો આપવા જણાવ્યું હતું. આગામી મહિનાથી સમગ્ર દેશમાં તૃણમુલ દ્વારા સરકારની વિરુદ્ધમાં પ્રચાર કરવામાં આવશે.
મમતાએ જણાવ્યું હતું કે હું કોઇ પણ વસ્તુથી ડરતી નથી. હું જેલ જવાથી કે મરવાથી ડરતી નથી.ગોળીઓનો પણ સામનો કર્યો હોવા છતાં મે સામાન્ય માણસોની સાથે માર્ગો પર તડકામાં કામ કર્યુ છે. તેમણે સરકારની ટીકા કરતાં જણાવ્યું હતું કે હું દિલ્હી આવુ છું તા તમેે શા માટે ગુસ્સો કરો છોે? શું દિલ્હી ભારતની બહાર છે. તમે આટલા ક્રોધિત થાવ છો તો અમે આગામી વખતે બરફ સાથે લઇને આવીશું પરંતુ તે પણ ફક્ત સામાન્ય માણસો માટે જ.
તેમણે દાવો કર્યો હતો કે મલ્ટી બ્રાન્ડ રીટેલમાં એફડીઆઇનો અમલ કરવાનો નિર્ણય વોલમાર્ટ જેવી અમેરિકન મલ્ટીનેશનલ કંપનીઓને લાભ કરાવવા માટે જ લેવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે અમેરિકામાં વોલમાર્ટને ૭૦ ટકા વસ્તુઓ સ્થાનિક કંપનીઓ પાસેથી ખરીદવી પડે છે પરંતુ આપણી સરકારે તો ૩૦ ટકા માલ સ્થાનિક કંપનીઓ પાસેથી ખરીદવાની જોગવાઇ પણ દૂર કરી દીધી છે.

મમતાનાં પ્રવચનનાં મુખ્ય અંશો
- અમેરિકાની મલ્ટીનેશનલ કંપની વોલમાર્ટને ફાયદો કરાવવા માટે યુપીએ સરકાર દ્વારા એફીડીઆઇનો નિર્ણય લેવામાં આવ્યો છે.
- મેટ્રો શહેરોમાં ટીવી જોવા માટે ડીજિટલ સેટ-ટોપ બોક્સ ફરજિયાતપણે ઇન્સ્ટોલ કરવાનાં કેન્દ્ર સરકારની ટીકા કરતાં જણાવ્યું કે શું ગરીબ લોકોને ટીવી જોવાનો અધિકાર નથી.
- સરકાર વેરવૃત્તિ ધરાવે છે અને પોતાના વિરોધીઓને નિશાન બનાવવા માટે સીબીઆઇનો દૂરપયોગ કરે છે.
- નવી દિલ્હીમાં ૨૨ અને ૨૩ નવેમ્બરે ધરણા કરવાની જાહેરાત.
- હું જેલ જવાથી કે મરવાની ડરતી નથી.
- ગોળીઓનો સામનો કર્યો હોવા છતાં હું માર્ગોે પર સામાન્ય માનવીઓની સાથે તડકામાં કાર્ય કરું છું.
- હું દિલ્હી આવુ છું ત્યારે સરકાર શા માટે ક્રોધિત થાય છે? શું દિલ્હી ભારતની બહાર છે?
- સબસિડીવાળા માત્ર છ સિલિન્ડર આપવાથી ગરીબ લોકોને ભૂખ્યા રહેવુ પડશે.
- તેમણે પોતાની અધકચરી હિંદી ભાષા માટે લોેકોની માફી માંગી હતી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ભારતે સમિકરણોની ચિંતા કર્યા વગર સાઉથ આફ્રિકાને હરાવવું જ જોઈએ

આફ્રિદીને બેટિંગમાં આગળ મોકલવાનું પાકિસ્તાનને ભારે પડયું

પાકિસ્તાન કરતા સાઉથ આફ્રિકા ભારત માટે વધુ પડકાર સર્જશે
વેસ્ટ ઈંડિઝ સુપર ઓવરમાં જીત્યું ન્યુઝીલેન્ડ વર્લ્ડકપમાંથી ફેંકાયું

કોહલી મહાન બેટ્સમેનોની હરોળમાં ઉભો રહેવાના તમામ ગુણો ધરાવે છે

ચિદમ્બરમે રીફોર્મ્સ આગળ વધારતા શેરોમાં વ્યાપક તેજી ઃ નિફટી ૫૭૧૯, સેન્સેક્ષ ૧૮૮૨૪ની ઊંચાઈએ
સોના-ચાંદીમાં આરંભિક મંદી પછી મોડી સાંજે વિશ્વ બજાર પાછળ ઝડપી ઉછાળો
રિફોર્મ્સની શરૃઆત પણ લોનની માગમાં સૂસ્તી

ગદ્દાફીને બળવાખોરોએ નહિ ફ્રાંસના એજન્ટે સારકોઝીના ઇશારે ગોળી મારી હતી

હાલમાં ચૂંટણી યોજાય તો ઓબામા અમેરિકામાં ૨૭૧ મતથી જીતી જાય
અફઘાનિસ્તાનમાં તાલિબાનના હુમલામાં નાટો સૈનિકો સહિત ૨૦નાં મોત

મોબાઇલ સિનેમામાં ફેરવાઇ જતી નવી સ્માર્ટ કાર તૈયાર

ચીન સમાજવાદની તેની વિશિષ્ટતાને વળગી રહે

સ્થાનિક કાર કંપનીઓની નિકાસમાં ઘટાડો

RINLનો IPO ૧૬ ઓક્ટોબરે ખુલશે
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved