Last Update : 02-October-2012, Tuesday

 

બપોરે ૩.૩૦થી ઓસી.-પાક અને સાંજે ૭.૩૦થી ભારત-દ.આફ્રિકા
આજે ભારતની વર્લ્ડકપની આશા જીવંત રહે છે કે નહીં તેનો ફેંસલો

ભારતની મેચનું પરિણામ આવે પછી જ સેમિફાઈનલિસ્ટ નક્કી થશે ઃ ચારેય ટીમોની હજુ આશા જીવંત

કોલંબો, તા. ૧
આવતીકાલે ભારત ટ્વેન્ટી-૨૦ વર્લ્ડકપની સેમિફાઈનલમાં પ્રવેશે છે કે ફેંકાઈ જાય છે તે માટેનો નિર્ણાયક દિવસ છે. ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન બપોરે ૩.૩૦થી ટકરાશે. જો પાકિસ્તાન હારશે અને ભારત સાંજે ૭.૩૦થી રમાનાર સાઉથ આફ્રિકા સામેની મેચ જીતશે તે સાથે જ સેમિફાઈનલમાં પ્રવેશશે. પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા સામે હારે કે જીતે પણ, સેમિફાઈનલિસ્ટ ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેના પરિણામ પછી જ સ્પષ્ટ બનશે.
ભારતે પાકિસ્તાનને જે રીતે હરાવ્યું છે તે જોતા સાઉથ આફ્રિકાને હરાવવાનો જુસ્સો બુલંદ છે છતાં સાઉથ આફ્રિકા પાક. કરતા વધુ મજબુત, ઓલરાઉન્ડ અને પડકારજનક છે.
આવતીકાલની મેચના પરિણામોના સમિકરણો માંડવા રસપ્રદ છે. ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે આવતીકાલે બપોરે ૩.૩૦થી મેચ રમાશે. આ મેચના પરિણામ પર ભારતની નજર રહેશે.
જો ઓસ્ટ્રેલિયા જીતે તો
જો ઓસ્ટ્રેલિયા જીતે અને પાકિસ્તાન હારે તો ઓસ્ટ્રેલિયા સુપર એઈટની ત્રણેય મેચ જીતીને સેમિફાઈનલમાં પ્રવેશે. પાકિસ્તાન ત્રણમાંથી એક વિજય સાથે રહે. પાકિસ્તાને તેની સેમિફાઈનલની શક્યતા માટે રાત્રે ૭.૩૦થી રમાનાર ભારત અને સાઉથ આફ્રિકાની મેચના પરિણામ પર નજર રાખવી પડે.
ઓસ્ટ્રેલિયા હારે તો
ઓસ્ટ્રેલિયા હારે તો ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન બંને ત્રણમાંથી બે-બે મેચ જીતીને ગુ્રપ મેચ પુરી કરે. આવા સંજોગોમાં ભારતે સાઉથ આફ્રિકાને હરાવવું જ પડે. તો જ ઓસ્ટ્રેલિયા-પાકિસ્તાન અને ભારત ત્રણમાંથી બે વિજય સાથે સમાન પોઈન્ટ પર રહે અને જેનો નેટ રન વધુ હોય તે બે ટીમો સેમિફાઈનલમાં પ્રવેશે.
પાક અને ભારત બંને હારે તો
જો ઓસ્ટ્રેલિયા સામે પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા સામે ભારત હારી જાય તો ઓસ્ટ્રેલિયા ત્રણેય મેચ જીતીને સેમિફાઈનલમાં પ્રવેશે પણ આવા સંજોગોમાં પાકિસ્તાન ભારત અને હવે સાઉથ આફ્રિકાએ પણ ભારતને હરાવ્યું હોઈ ત્રણેય ટીમ તેમની ત્રણ ગુ્રપ મેચોમાંથી એક-એક વિજય સાથે સમાન પોઈન્ટ પર રહે. આવે વખતે સમાન પોઈન્ટ ધરાવતી ત્રણેય ટીમમાંથી વધુ નેટ રન રેટ ધરાવતી બે ટીમો આગેકૂચ કરે.

બંને ટીમો
ભારતઃ ગંભીર, સેહવાગ, કોહલી, યુવરાજ, રૈના, રોહિત શર્મા, ધોની (વિકેટકિપર, કેપ્ટન), ઈરફાન પઠાણ, અશ્વીન, બાલાજી, ઝાહિરખાન, હરભજન, ચાવલા, ડીંડા, તિવારી.
સાઉથ આફ્રિકા ઃ ડી'વીલીયર્સ (કેપ્ટન, વિકેટ કિપર), અમલા, લેવી, કાલિસ, બેહરાદીન, બોથા, ડયુમિનિ, ડુપ્લેસીસ, સ્ટેન, પીટરસન, એ. મોર્કેલ, એમ. મોર્કેલ, ઓન્ટોંગ, પાર્નેલ, સોત્સોબે

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ભારતે સમિકરણોની ચિંતા કર્યા વગર સાઉથ આફ્રિકાને હરાવવું જ જોઈએ

આફ્રિદીને બેટિંગમાં આગળ મોકલવાનું પાકિસ્તાનને ભારે પડયું

પાકિસ્તાન કરતા સાઉથ આફ્રિકા ભારત માટે વધુ પડકાર સર્જશે
વેસ્ટ ઈંડિઝ સુપર ઓવરમાં જીત્યું ન્યુઝીલેન્ડ વર્લ્ડકપમાંથી ફેંકાયું

કોહલી મહાન બેટ્સમેનોની હરોળમાં ઉભો રહેવાના તમામ ગુણો ધરાવે છે

ચિદમ્બરમે રીફોર્મ્સ આગળ વધારતા શેરોમાં વ્યાપક તેજી ઃ નિફટી ૫૭૧૯, સેન્સેક્ષ ૧૮૮૨૪ની ઊંચાઈએ
સોના-ચાંદીમાં આરંભિક મંદી પછી મોડી સાંજે વિશ્વ બજાર પાછળ ઝડપી ઉછાળો
રિફોર્મ્સની શરૃઆત પણ લોનની માગમાં સૂસ્તી

ગદ્દાફીને બળવાખોરોએ નહિ ફ્રાંસના એજન્ટે સારકોઝીના ઇશારે ગોળી મારી હતી

હાલમાં ચૂંટણી યોજાય તો ઓબામા અમેરિકામાં ૨૭૧ મતથી જીતી જાય
અફઘાનિસ્તાનમાં તાલિબાનના હુમલામાં નાટો સૈનિકો સહિત ૨૦નાં મોત

મોબાઇલ સિનેમામાં ફેરવાઇ જતી નવી સ્માર્ટ કાર તૈયાર

ચીન સમાજવાદની તેની વિશિષ્ટતાને વળગી રહે

સ્થાનિક કાર કંપનીઓની નિકાસમાં ઘટાડો

RINLનો IPO ૧૬ ઓક્ટોબરે ખુલશે
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved