Last Update : 02-October-2012, Tuesday

 

''સોનિયા ગાંધીને રાષ્ટ્રના વડાનો દરજ્જો અપાયો છે?''

સોનિયા ગાંધીના અમેરિકા પ્રવાસ માટે કેન્દ્રનો ૧૧૮૦ કરોડનો ખર્ચ ઃ નરેન્દ્ર મોદી

અમદાવાદ, તા.૧
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ સોનિયા ગાંધીને નિશાન બનાવી આક્ષેપો કર્યા હતાં. જેસર ખાતે સભાને સંબોધતાં તેમણે જણાવ્યું હતું કે સોનિયા ગાંધીએ અમેરિકામાં તેમના માતૃશ્રીની સારવારના ખબર અંતર પૂછવા છેલ્લા ત્રણ વર્ષમાં જે વિદેશ પ્રવાસો કર્યા તેનો તમામ ખર્ચ રૃા. ૧૧૮૦ કરોડ કેન્દ્ર સરકારની તિજોરીમાંથી કરવામાં આવ્યો છે. તેમણે કેન્દ્રને પ્રશ્ન કર્યો છે કે જનતાની પરસેવાની કમાણીની આટલી મોટી રકમ કેન્દ્ર સરકાર કઇ રીતે ખર્ચી શકે?
તેમણે જણાવ્યું હતું કે આ આંકડા હું નથી કહેતો, પરંતુ હરિયાણાના એક નાગરિકે આર.ટી.આઇ. દ્વારા મેળવેલી માહિતી જે જાહેર થઇ છે અને કેન્દ્રએ તેને રદીયો આપ્યો નથી તે આંકડા છે.
તેમણે ખર્ચની વિગતો અંગે પ્રશ્નો ઉઠાવતાં જણાવ્યું હતું કે સોનિયા ગાંધી માત્ર લોકસભાના સંસદસભ્ય છે. છતાં દેશના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિને જ મળતી ખાસ વિમાનની મંજૂરી ભારત સરકાર કઇ રીતે આપી શકે? શું ભારત સરકારે પ્રોટોકોલમાં સોનિયા ગાંધીને રાષ્ટ્રના વડાનો દરજ્જો આપ્યો છે? સોનિયા ગાંધીનો અમેરિકાનો પ્રવાસ વ્યક્તિગત, ખાનગી હતો છતાં, ભારતીય રાજદૂતાવાસે ન્યુયોર્કની સૌથી મોંઘી હોટલમાં મોંઘાદાટ ચાર ચાર શાહી સ્યુટ સરકારી ખર્ચે બુક કરાવ્યા હતા. કેન્દ્રની કોંગ્રેસ સરકારે દેશની જનતાની જે લૂંટ ચલાવીને દુર્દશા કરી છે તેનો પંજો ગુજરાત ઉપર પડવા નહીં દેવાય.
મુખ્યમંત્રીએ આ પ્રસંગે જાહેરાત કરી હતી કે મહુવા અને તળાજા તાલુકાના ગામોનું વિભાજન કરીને જેસરનો અલગ તાલુકો બનાવવામાં આવશે.

સોનિયાના વિદેશ પ્રવાસ અંગે મોદીનાં નિવેદનો જુઠાં ઃકોંગ્રેસ
'જિનકે ઘર શીશે કે હોતે હૈં, વો દૂસરો કે ઘર પર પથ્થર નહિ ફેંકતે'
(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૧
કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના વિદેશી પ્રવાસો પર સરકારી તિજોરીમાંથી રૃ. ૧૮૮૦ કરોડના જંગી નાણાં ખર્ચવામાં આવ્યા છે તેવા ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના આરોપોને 'ખોટા'અને 'બેજવાબદાર' ગણાવીને કોંગ્રેસે તેને નકારી કાઢ્યા છે. તે સંદર્ભમાં કોંગ્રેસે 'જિનકે ઘર સીસે કે હોતે હૈં વો દુસરો કે ઘર પે પથ્થર નહિ ફેંકતે'એક જૂની હિટ ફિલ્મના ડાયલોગ ટાંકીને મોદીને ચુપ રહેવાની ગર્ભિત ધમકી પણ આપી છે. ગુજરાતમાં મોદીના શાસનકાળમાં અનેક કથિત કૌભાંડોની યાદ અપાવીને તેમાં કોર્ટની દેખરેખ હેઠળની તપાસનું સાહસ બતાવવા તેમને હાકલ કરી હતી.
મોદીના શાસનકાળમાં રૃ. એક લાખ કરોડની રકમના કથિત કૌભાંડો અંગે કોંગ્રેસના સાંસદોએ ચીફ વિજિલન્સ કમીશનર કરેલી ફરિયાદને યાદ અપાવતાં પક્ષના પ્રવક્તા મનીષ તિવારીએ આ કૌભાંડોમાં કોર્ટની દેખરેખ હેઠળની તપાસનો સામનો કરવાની તેઓ હિંમત બતાવે તેમ કહ્યું હતું.
મોદી અને કોંગ્રેસ વચ્ચેના વાકયુધ્ધની શરૃઆત બે દિવસ પહેલાં શરૃ થઇ હતી. જેસરમાં એક રેલીને સંબોધતાં મોદીએ કહ્યું હતું ક અમારી સરકાર પર આડેધડ ખર્ચાઓના આરોપો મુકતાં મારા કોંગ્રેસના મિત્રોને હું પૂછવા માગું છું કે કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ સોનિયા ગાંધીના વિદેશી પ્રવાસો પર છેલ્લાં ત્રણ વર્ષોમાં સરકારી તિજોરીમાંથી રૃ. ૧,૮૮૦ કરોડનું આંધણ થયું છે શું તે સાચી વાત નથી ? ત્રીજી ઓક્ટોબરે સોનિયા ગાંધી રાજકોટમાં એક રેલીને સંબોધવા માટે આવવાના છે તે પહેલાં ફરી એકવખત રાજકીય ગરમાવો આવી ગયો છે. મોદી પર આકરા પ્રહારો કરતાં તિવારીએ કહ્યું હતું કે તેમનું આ નિવેદન તેમની હતાશા દર્શાવે છે. આ એક કમનસીબ બાબત છે કે આવા જવાબદાર હોદાઓ પર રહેતા લોકો આવા બેજવાબદાર નિવેદનો કરે છે.
તમને એક વાત યાદ અપાવી દઉં કે થોડાક દિવસ અગાઉ જ કોંગ્રેસના સાંસદોનું એક પ્રતિનિધિમંડળ સીવીલી પાસે ગયું હતું અને મોદીએ ૧૧ વર્ષના શાસનમાં રૃ. એક લાખ કરોડથી વધુના કથિત કૌભાંડો કર્યાની ફરિયાદ કરી હતી. જો ગુજરાતના મુખ્ય પ્રધાનમાં હકીકત બહાર લાવવાનું સાહસ હોય તો તેઓ આ આરોપોમાં કોર્ટની દેખરેખ હેઠળ તપાસ માટે તૈયાર હોવાની ઓફર કરે.

 

RTI એક્ટિવિસ્ટ રમેશ વર્મા કહે છે
મોદીએ ખર્ચનો આંકડો ક્યાંથી આપ્યો તેની મને ખબર નથી
મુખ્યમંત્રી મોદી જુઠું બોલવામાં માહેર છે ઃ કોંગ્રેસ

અમદાવાદ, તા.૧
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આજે એક જુઠમાં થોડા કલાકોમાં જ સપડાઈ ગયા હતા. આજે સૌરાષ્ટ્રની યાત્રામાં તેમણે સોનિયા ગાંધીના અમેરિકાના વ્યક્તિગત પ્રવાસનો ખર્ચ રૃા. ૧૧૮૦ કરોડ કેન્દ્ર સરકારે ભોગવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. પરંતુ આ રકમનો આંકડો ક્યાંથી આવ્યો? તેનો જવાબ તેમની પાસે નથી. આ આક્ષેપ જેને ટાંકીને કરવામાં આવ્યો હતો એ હરિયાણાના રમેશ વર્માએ પત્રકારોને જણાવ્યું કે મને આવી કોઈ ખર્ચની માહિતીઓ મળી જ નથી.
મુખ્યમંત્રીના આક્ષેપ સામે રમેશ વર્માની સ્પષ્ટતા પછી દિલ્હી ખાતે કોંગ્રેસના પ્રવક્તાઓ મોદી ઉપર ઉછળી પડયા હતા. મુખ્યમંત્રી આવા જ જુઠાણાઓ ચલાવી રહ્યા હોવાનો આક્ષેપ કરીને કાનુની કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચારી છે.
મુખ્યમંત્રીએ હવે જવાબ આપવાનો છે કે આ રૃા. ૧૧૮૦ કરોડનો આંકડો તેઓ લાવ્યા ક્યાંથી? અને આ એક આક્ષેપ જુઠો સાબિત થતાં કોંગ્રેસ પક્ષ મોદીના તમામ આક્ષેપોને જુઠા ગણાવી શકશે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ભારતે સમિકરણોની ચિંતા કર્યા વગર સાઉથ આફ્રિકાને હરાવવું જ જોઈએ

આફ્રિદીને બેટિંગમાં આગળ મોકલવાનું પાકિસ્તાનને ભારે પડયું

પાકિસ્તાન કરતા સાઉથ આફ્રિકા ભારત માટે વધુ પડકાર સર્જશે
વેસ્ટ ઈંડિઝ સુપર ઓવરમાં જીત્યું ન્યુઝીલેન્ડ વર્લ્ડકપમાંથી ફેંકાયું

કોહલી મહાન બેટ્સમેનોની હરોળમાં ઉભો રહેવાના તમામ ગુણો ધરાવે છે

ચિદમ્બરમે રીફોર્મ્સ આગળ વધારતા શેરોમાં વ્યાપક તેજી ઃ નિફટી ૫૭૧૯, સેન્સેક્ષ ૧૮૮૨૪ની ઊંચાઈએ
સોના-ચાંદીમાં આરંભિક મંદી પછી મોડી સાંજે વિશ્વ બજાર પાછળ ઝડપી ઉછાળો
રિફોર્મ્સની શરૃઆત પણ લોનની માગમાં સૂસ્તી

ગદ્દાફીને બળવાખોરોએ નહિ ફ્રાંસના એજન્ટે સારકોઝીના ઇશારે ગોળી મારી હતી

હાલમાં ચૂંટણી યોજાય તો ઓબામા અમેરિકામાં ૨૭૧ મતથી જીતી જાય
અફઘાનિસ્તાનમાં તાલિબાનના હુમલામાં નાટો સૈનિકો સહિત ૨૦નાં મોત

મોબાઇલ સિનેમામાં ફેરવાઇ જતી નવી સ્માર્ટ કાર તૈયાર

ચીન સમાજવાદની તેની વિશિષ્ટતાને વળગી રહે

સ્થાનિક કાર કંપનીઓની નિકાસમાં ઘટાડો

RINLનો IPO ૧૬ ઓક્ટોબરે ખુલશે
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved