Last Update : 02-October-2012, Tuesday

 

છ માસમાં સતત બીજી વાર વધારો
અમૂલ દૂધમાં લિટરે રૃ.૨નો વધારો ઃ સવાર સુસ્તીમાં

કાલથી આણંદ, અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં 'ગોલ્ડ'માં રૃ. ૨ અને અન્ય પાંચ બ્રાન્ડમાં રૃ. ૧ વધશે ઃ ડીઝલ-પેટ્રોલ, ઘાસચારો મોંઘા થતાં ભાવ વધારો

 

અમદાવાદ, તા. ૧
ગુજરાતમાં ત્રીજી ઓક્ટોબરથી 'અમૂલ' દૂધના ભાવમાં રૃા. ૧થી ૨નો વધારો ઝીંકાશે. છેલ્લે એપ્રિલ મહિનામાં પણ આવો જ ભાવ વધારો કરાયો હતો. ગુજરાત સ્ટેટ કો.ઓ. મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની આજે મળેલી બેઠકમાં ભાવ વધારાનો નિર્ણય લેવાયો હતો. ગુજરાતમાં ૨૦૦૬થી અત્યાર સુધીમાં કરાયેલા ભાવ વધારાના કારણે એક લિટર દૂધના ભાવ બમણા થઈ ચૂક્યા છે.
આવતીકાલથી પાંચ વરાઈટીનાં દૂધમાં લીટરે રૃપિયો ભાવ વધશે, જ્યારે 'અમૂલ ગોલ્ડ'માં લીટરે રૃા. બેનો ભાવ વધારવામાં આવ્યો છે. ગુજરાતમાં બીજા ભાગમાં દૂધ વેચનારી ફેડરેશનની અન્ય ડેરીઓ અને સભ્યો સ્વતંત્ર રીતે ભાવ વધારાનો નિર્ણય લઈ શકશે. સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં ત્રીજી ઓક્ટોબરથી અમુલ ગોલ્ડનો લીટર દીઠ ભાવ રૃા. ૪૦, શક્તિ રૃા. ૩૬, તાઝા રૃા. ૨૯ ગાયના દૂધના રૃા. ૩૩ અને ટી સ્પેશ્યિલના રૃા. ૩૬ નવો ભાવ રહેશે.
જીસીએમએમએફે છેલ્લા ૧૫ માસમાં દૂધમાં ૧૫ ટકાનો ભાવ વધારો કર્યો છે. તાજેતરમાં ફેડરેશને ખેડૂતો પાસેથી ખરીદવામાં આવતા દૂધમાં કીલોગ્રામ ફેટ દીઠ રૃા. ૧૦ વધારીને રૃા. ૪૫૫ ભાવ કર્યો છે. ૨૦૧૧ના વર્ષમાં પણ ફેડરેેેશને જાન્યુઆરી, એપ્રિલ અને જુલાઈ એમ ત્રણ વખત ભાવ વધાર્યા હતા. ૨૦૧૨માં પણ એપ્રિલમાં ભાવ વધ્યા પછી આ બીજો ભાવ વધારો છે.
૨૦૦૬ના વર્ષથી અત્યાર સુધીમાં દૂધના ભાવો લગભગ બમણાં કે તેથી વધુ થઈ ગયા છે. ૨૦૦૬માં અમુલ ગોલ્ડનો ભાવ ૧૯ હતો તે ઓક્ટોબર ૨૦૧૨માં રૃા. ૪૦ થયો છે. અમુલ તાજા ૧૫થી વધીને રૃા. ૨૯ અમુલ શક્તિ ૧૭થી વધીને રૃા. ૩૮, સ્લીમટ્રીમ રૃા. ૧૩થી વધીને ૨૭ થઈ ગયો છે.
દેશની સૌથી મોટા સહકારી સંગઠન જીસીએમએમએફ દૂધ પ્રાપ્તિ માટે રોજની ૧૨૦૦ ટ્રકનો ઉપયોગ કરી ૧૨૫ લાખ લીટર દૂધ એકત્ર કરે છે અને ૮૦ લાખ લીટર દૂધ વેચે છે. દૂધનો આ ભાવ વધારો અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં લાગુ પડશે. આ બંને બજારોમાં ફેડરેશન અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધનું વેચાણ કરે છે. જોકે ફેડરેશન હાલ નવી દિલ્હી, મુંબઈ અને કોલકાતા જેવા મેટ્રો શહેરોમાં ભાવ વધારવા માગતું નથી.
ભાવવધારાની જાહેરાત કરતાં ફેડરેશને જણાવ્યું છે કે, ટ્રાન્સપોર્ટેશન અને પશુદાણ ખર્ચમાં થયેલા વધારાના સંદર્ભમાં દૂધના ભાવ વધારવા પડયા છે.

છેલ્લાં છ વર્ષમાં દૂધના ભાવ બમણાંઃ છ મહિનામાં બીજો વધારો

-

વર્ષ

જુલાઇ

એપ્રિલ

ઓકટોબર

બ્રાન્ડ

૨૦૦૬

૨૦૧૧

૨૦૧૨

૨૦૧૨

ગોલ્ડ

૧૯

૩૬

૩૮

૪૦

સ્લીમટ્રીમ

૧૩

૨૫

૨૬

૨૭

શક્તિ

૧૭

૩૩

૩૫

૩૬

તાજા

૧૫

૨૭

૨૮

૨૯

ટી.સ્પેશ્યલ

-

૩૩

૩૫

૩૬

 

અમૂલની જુદી જુદી બ્રાન્ડના ભાવ

બ્રાન્ડ

જુનો ભાવ

નવો ભાવ

વધારો

-

(રૃા.માં)

(રૃા.માં)

(રૃા.માં)

અમૂલ ગોલ્ડ

૩૮

૪૦

અમુલ શક્તિ

૩૫

૩૬

અમુલ તાજા

૨૮

૨૯

અમુલ સ્લીમ એન્ડ ટ્રીમ

૨૬

૨૭

અમુલ ગાયનું દૂધ

૩૨

૩૩

અમુલ ટી સ્પેશીયલ

૩૫

૩૬

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ભારતે સમિકરણોની ચિંતા કર્યા વગર સાઉથ આફ્રિકાને હરાવવું જ જોઈએ

આફ્રિદીને બેટિંગમાં આગળ મોકલવાનું પાકિસ્તાનને ભારે પડયું

પાકિસ્તાન કરતા સાઉથ આફ્રિકા ભારત માટે વધુ પડકાર સર્જશે
વેસ્ટ ઈંડિઝ સુપર ઓવરમાં જીત્યું ન્યુઝીલેન્ડ વર્લ્ડકપમાંથી ફેંકાયું

કોહલી મહાન બેટ્સમેનોની હરોળમાં ઉભો રહેવાના તમામ ગુણો ધરાવે છે

ચિદમ્બરમે રીફોર્મ્સ આગળ વધારતા શેરોમાં વ્યાપક તેજી ઃ નિફટી ૫૭૧૯, સેન્સેક્ષ ૧૮૮૨૪ની ઊંચાઈએ
સોના-ચાંદીમાં આરંભિક મંદી પછી મોડી સાંજે વિશ્વ બજાર પાછળ ઝડપી ઉછાળો
રિફોર્મ્સની શરૃઆત પણ લોનની માગમાં સૂસ્તી

ગદ્દાફીને બળવાખોરોએ નહિ ફ્રાંસના એજન્ટે સારકોઝીના ઇશારે ગોળી મારી હતી

હાલમાં ચૂંટણી યોજાય તો ઓબામા અમેરિકામાં ૨૭૧ મતથી જીતી જાય
અફઘાનિસ્તાનમાં તાલિબાનના હુમલામાં નાટો સૈનિકો સહિત ૨૦નાં મોત

મોબાઇલ સિનેમામાં ફેરવાઇ જતી નવી સ્માર્ટ કાર તૈયાર

ચીન સમાજવાદની તેની વિશિષ્ટતાને વળગી રહે

સ્થાનિક કાર કંપનીઓની નિકાસમાં ઘટાડો

RINLનો IPO ૧૬ ઓક્ટોબરે ખુલશે
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved