Last Update : 02-October-2012, Tuesday

 

ડોલર ૪૫ પૈસા તૂટીને રૃા.૫૨.૪૦ ઃ ભારતમાં FDI, FIIના નાણાનો ધોધ વહાવવા...
ચિદમ્બરમે રીફોર્મ્સ આગળ વધારતા શેરોમાં વ્યાપક તેજી ઃ નિફટી ૫૭૧૯, સેન્સેક્ષ ૧૮૮૨૪ની ઊંચાઈએ

સ્મોલ-મિડ કેપ શેરોમાં વધતું આકર્ષણ ઃ FII ની વધુ રૃા.૨૦૮ કરોડની ખરીદી ઃ ગાંધી જયંતિ નિમિત્તે આજે મુંબઈ શેરબજારો બંધ રહેશે

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,સોમવાર
યુપીએ સરકારે વડાપ્રધાન મનમોહન સિંહ અને નાણા પ્રધાન પી.ચિદમ્બરમના નેતૃત્વમાં આર્થિક સધારા-રીફોર્મ્સના દરવાજા ખુલ્લા મૂક્યા બાદ એફઆઈઅઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો અને મલ્ટિનેશનલ કંપનીઓ માટે એફડીઆઈ રોકાણ આર્કષણ વધારવા લાલજાજમ બિછાવવાનું આગળ વધારવાના નિર્ધારે આજે નાણા પ્રધાન પી. ચિદમ્બરમે ઈન્સ્યોરન્સ ક્ષેત્રે લોકલ ઈન્વેસ્ટરોનું આર્કષણ વધારતા કરવેરા પ્રોત્સાહનોનો સંકેત આપતા અને મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં રીટેલ રોકામકારો પાછા ફરે એ માટે મૂડીબજાર નિયામક તંત્ર સેબી સાથે મળીને આ દિશામાં શક્ય ફેરફારો અને ગાર-જીએઆરને સુધારવાનો અને નવા હળવા નયમો ટૂંક સમયમાં અપેક્ષીત હોવાનો સંકેત આપ્યા ઉપરાંત કોર્પોરેટ ઈન્ડિયા સાથે નાણા પ્રધાનની યોજાનારી મીટિંગમાં દેશને ફરી ઊંચી આર્થિક વૃદ્ધિ તરફ દોરી જવા સંભવિત સૂચનો મેળવી લેવાનારા પગલાંના આર્કષણોએ મુંબઈ શેરબજારમાં તેજીનું સેન્ટીમેન્ટ જળવાયું હતું. આંતરરાષ્ટ્રીય મોરચે ૧૭ દેશોના યુરો ઝોનના મેન્યુફેક્ટરીંગના સપ્ટેમ્બર અંતના ત્રિમાસિકના નબળા આંક આવતા ઘેરી મંદીના આ પરિબળને અવગણીને રૃપિયા સામે ડોલરના મૂલ્યના વધુ ધોવાણ સાથે મુંબઈ શેરબબજારોમાં આરંભિક સુસ્તી-નિરસતા બાદ સ્મોલ-મિડકેપ, 'બી' ગુ્રપના શેરો સાથે ઈન્ડેક્ષ બેઝ્ડ સુધારાની ચાલ આગળ વધી હતી. સેન્સેક્ષ અગલા બંધ ૭૮૭૬૨.૭૪ સામે ૧૮૭૮૪.૬૪ મથાળે ખુલીને શરૃઆતમાં ઓટોમોબાઈલ કંપનીઓના સપ્ટેમ્બર મહિનાના એકંદર પ્રોત્સાહક આંકડા સામે યુરો ઝોનના મેન્યુફેક્ચરીંગના નબળા આંક છતાં સેન્સેક્ષ સાંકડી વધઘટે ૧૭.૪૬ પોઈન્ટના ઘટાડે ૧૮૭૪૫.૨૮ સુધી આવી પાછો ફરીને ઓટો શેરો ટાટા મોટર્સ, મારૃતી સુઝુકી, હીરો મોટો કોર્પની મજબૂતી સાથે ઈન્ફોસીસ, ભેલ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ટીસીએસ, જિન્દાલ સ્ટીલ, હિન્દાલ્કો, સ્ટરલાઈટ ઈન્ડસ્ટ્રીઝ,વિપ્રોમાં લેવાલીએ સેન્સેક્ષ ૭૫.૮૦ પોઈન્ટ વધીને ૧૮૮૩૮.૫૪ સુધી પહોંચી અંતે ૬૧.૧૭ પોઈન્ટ વધીને ૧૮૮૨૩.૯૧ બંધ રહ્યો હતો.
નિફડી સ્પોટ ૫૭૨૩ની ૧૫ મહિનાની ઊંચાઈએ ઃ સિમેન્ટ, મેટલ, પાવર શેરોનો ટેકો
એનએસઈનો નિફટી સ્પોટ ઈન્ડેક્ષ આગલા બંધ ૫૭૦૩.૩૦ સામે ૫૭૦૪.૭૫ મથાળે ખુલીને બેંક ઓફ બરોડા, ડીએલએફ, બજાજ ઓટો, પીએનબી, એચડીએફસી બેંક, ઓએનજીસી, એસીસી, એચડીએફસી, કોટક મહિન્દ્રા બેંકની નરમાઈએ નીચામાં ૫૬૯૪ થઈ પાછો ફરી સિમેન્ટ શેરો અંબુજા સિમેન્ટ, એસીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ સાથે રિલાયન્સ ઈન્ફ્રા, ભેલ, ટાટા મોટર્સ, જિન્દાલ સ્ટીલ, હિન્દાલ્કો, રેનબેક્સી લેબ, સેસાગોવા, એનટીપીસી, એચસીએલ ટેકનો, લાર્સન, ગેઈલમાં આર્કષણે ૫૭૦૦ની સપાટી પાર કરી ઉપરમાં ૧૫ મહિનાની ઊંચાઈએ ૫૭૨૨.૯૫ સુધી જઈ અંતે ૧૫.૫૦ પોઈન્ટ વધીને ૫૭૧૮.૮૦ બંધ હતો.
નિફટી ૫૮૦૦નો કોલ ૬૦.૬૦ થી ઉછળી ૭૬.૬૫ બોલાયો ઃ નિફટી ફ્યુટર ૫૭૫૯ ઃ ૫૭૦૦નોપુટ ૭૭.૩૦થી તૂટીને ૬૩.૫૦
ડેરીવેટીવ્ઝમાં નિફટી ઓક્ટોબર ફ્યુચર ૧,૨૩,૫૮૪ રકોન્ટ્રેક્ટસમાં રૃા.૩૫૪૬.૪૪ કરોડના ટર્ન ઓવરે ૫૭૨૯.૫૫ સામે ૫૭૨૫.૬૦ ખુલી નીચામાં ૫૭૧૮ થઈ ઉપરમાં ૫૭૫૯ સુધી જઈને અંતે ૫૭૫૮.૭૫ હતો. નિફટી ૫૮૦૦નો કોલ ૨,૨૧,૭૧૧ કોન્ટ્રેક્ટસમાં રૃા.૬૪૯૮.૨૮ કરોડના ટર્નઓવરે ૬૦.૬૦ સામે ૬૪ ખુલી નીચામાં ૫૪.૧૦ થઈ ઉપરમાં ૭૬.૬૫ સુધી જઈ અંતે ૬૮.૪૫ હતો. નિફટી ૫૭૦૦નો પુટ ૨,૦૬,૮૩૩ કોન્ટ્રેક્ટસમાં રૃા.૫૯૬૯.૧૧ કરોડના ટર્નઓવરે ૭૭.૩૦ સામે ૭૦ ખુલી ઉપરમાં ૮૦.૮૦થી નીચામાં ૬૩.૦૫ થઈ અંતે ૬૩.૫૦ હતો. નિફટી ૫૯૦૦નો કોલ ૩૦.૩૫ સામે ૨૮.૮૦ ખુલી નીચામાં ૨૬ થઈ ઉપરમાં ૩૫ સુધી જઈ અંતે ૩૪ હતો.
ટેકનીક્લી, નજીકનો ટ્રેન્ડ પોઝિટીવ ઃ નિફટી સ્પોટ સર્પોટ ૫૬૪૦
ટેકનીક્લી, શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ, લોંગ ટર્મ બજારનો ટ્રેન્ડ પોઝિટીવ બન્યો છે. નિફટી બેઝ્ડ નિફટી સ્પોટ ૫૬૪૦ નીચે બંધ આવવાના સંજોગોમાં જ નજીકનો ટ્રેન્ડ બદલાશે.
ટાટા મોટર્સ વેચાણ ૪ ટકા ઘટવા છતાં શેર રૃા.૭ વધીને રૃા.૨૭૫ઃ મહિન્દ્રા ટ્રેક્ટરનું વેચાણ ૨૦ ટકા ઘટયું
ઓટોમોબાઈલ કંપનીઓના સપ્ટેમ્બર મહિનાના વાહનોના વેચાણના આંકડા એકંદર પ્રોત્સાહક આવતા અને તહેવારોની સીઝન શરૃ થઈ હોઈ સુધરેલા સેન્ટીમેન્ટ સાથે વાહનોના વેચાણમાં અપેક્ષીત વૃદ્ધિએ ઓટો શેરોમાં ફંડોની લેવાલી જળવાઈ હતી. ટાટા મોરટ્સનું સપ્ટેમ્બર ૨૦૧૨માં કુલ વેચાણ ૩.૮૨ ટકા ઘટીને ૭૫૭૭૩ વાહનોનું અને કુલ પેસેન્જર વાહનોનું ૧૭.૭૩ ટકા ઘટીને ૨૧૬૫૨ વાહનોનું થવા છતાં શેરમાં વિપરીત તેજીની ચાલે ફંડોએ મંદી પકડી શેર રૃા.૭.૧૦ વધારી રૃા.૨૭૪.૫૫ બંધ મૂક્યો હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું સપ્ટેમ્બર ૨૦૧૨માં ટ્રેકટર્સનું વેચાણ સતત ત્રીજા મહિને ઘટીને આવી ૧૯.૫૬ ટકા ઘટાડાએ ૧૮૯૦૮ ટ્રેક્ટરનું થવા છતાં કંપનીનું સ્થાનિક કુલવેચાણ ૧૦ ટકા વધીને ૪૫૨૬૩ વાહનોનું નોંધાતા અને હવે ચોમાસુ એકંદર સફળ રહેતા ચાલુ મહિનામાં વેચાણ વૃદ્ધિ સારી રહેવાની અપેક્ષાએ શેરમાં ખાસ વેચવાલી ન હતી. શેર રૃા.૧.૦૫ ઘટીને રૃા.૮૬૩.૪૫ રહ્યો હતો.
મારૃતી સુઝુકી વેચાણ ૧૦ ટકા વધતા શેર મજબૂત ઃ બજાજ ઓટો ઘટયો, ભારત ફોર્જ વધ્યો
મારૃતી સુઝુકીનું સપ્ટેમ્બર ૨૦૧૨માં વાહનોનું કુલ વેચાણ ૯.૮૪ ટકા વધીને ૯૩૯૮૮ વાહનોનું થતાં અને એમાં સ્થાનિક વેચાણ ૭૮૮૧૬થી ૧૨.૬૭ ટકા વધીને ૮૮૮૦૧ વાહનોનું અને નિકાસો ૬૭૪૯ વાહનોથી ૨૩.૧૪ ટકા ઘટીને ૫૧૮૭ થવા છતાં શેર રૃા.૭.૧૫ વધીને રૃા.૧૩૫૭.૦૫ રહ્યો હતો. બજાજ ઓટો રૃા.૨૦.૨૫ ઘટીને રૃા.૧૮૧૨.૨૫, ભારત ફોર્જ રૃા.૩.૮૫ વધીને રૃા.૩૦૯.૨૦, ક્યુમિન્સ ઈન્ડિયા રૃા.૧.૫૫ વધીને રૃા.વધીને રૃા.૫૦૯.૧૦ રહ્યા હતા.
ડોલર વધુ ૪૫ પૈસા તૂટીને ૫૨.૪૦ ઃ છતાં આઈટી શેરોમાં તેજી ઃ ઈન્ફોસીસ, એમ્ફેસીસ, ટેક મહિન્દ્રા ઊંચકાયા
ડોલર સામે સતત મજબૂત થતો જતો રૃપિયો એફઆઈઆઈની શેરોમાં વધતી ખરીદીને પરિણામે આજે વધુ ૪૫ પૈસા ઉછળીને ૫૨.૪૦ની ઊંચાઈએ પહોંચી જવા છતાં આઈટી-સોફ્ટવેર કંપનીઓના પરિણામોની ઈન્ફોસીસથી ૧૨, ઓક્ટોબરના થનારી શરૃઆત અને સુધરતા સેન્ટીમેન્ટથી આઉટસોર્સીંગ બિઝનેસમાં પણ વૃદ્ધિની તકોને લઈ આઈટી શેરોમાં ફંડો લેવાલ રહ્યા હતા. ઈન્ફોસીસ રૃા.૭૫.૧૦ વધીને રૃા.૨૬૦૯.૧૦, એમ્ફેસીસ રૃા.૧૨.૭૦ વધીને રૃા.૪૧૪.૯૫, ટેક મહિન્દ્રા સાથે મહિન્દ્રા સત્યમ સહિત સત્યમ સહિત ચાર કંપનીઓના મર્જરને મુંબઈ હાઈકોર્ટે મંજૂરી આપી દેતા ટેક મહિન્દ્રા રૃા.૪૭.૮૦ ઉછળીને રૃા.૧૦૧૯.૬૦, ઓરેક્લ ફીનસર્વ રૃા.૯૨.૦૫ વધીને રૃા.૩૧૦૩.૦૫, એચસીએલ ટેકનો રૃા.૪.૬૦ વધીને રૃા.૫૮૧.૯૦, ટીસીએસ રૃા.૮.૬૦ વધીને રૃા.૧૩૦૨.૬૦, વિપ્રો રૃા.૨.૨૦ વધીને રૃા.૩૮૩.૫૦ રહ્યા હતા. બીએસઈઆઈટી ઈન્ડેક્ષ ૧૧૧.૫૮ પોઈન્ટની તેજીએ ૬૦૩૪.૨૨ રહ્યો હતો.
તેજીનો વ્યાપ વધ્યો ઃ સ્મોલ-મિડ કેપ શેરોમાં વધતું આર્કષણ ઃ ૨૬૮ શેરોમાં ઓનલી બાયર ઃ ૧૮૦૫ શેરો વધ્યા
સ્મોલ-મિડ કેપ, 'બી' ગુ્રપના સંખ્યાબંધ શેરોમાં લોકલ ફંડો, એફઆઈઆઈ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો, દિગ્ગજો સક્રીય લેવાલ બનતા બજારમાં તેજીનો વ્યાપ વધ્યો હતો. માર્કેટબ્રેડથ સતત બોઝિટીવ રહી બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૩૭ સ્ક્રીપમાંથી વધનારની સંખ્યા ૧૮૦૫ અને ઘટનારની ૧૧૦૨ રહી હતી. ૨૬૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૧૭૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.
પાવર ટેરિફમાં દર એપ્રિલમાં સમીક્ષાના પગલાં જાહેર થશે ઃ રિલાયન્સ, ઈન્ફ્રા, એનએચપીસી, ભેલ વધ્યા
પાવર-કેપિટલ ગુડઝ ક્ષેત્રે પણ સરકાર દ્વારા આર્થિક સુધારા પૈકી રાજ્ય વિદ્યુત બોર્ડોના રૃા. ૨ લાખ કરોડના ઋણ-દેવાની નવરચના જાહેર કરાતા અને પાવર ટેરિફમાં સમાયંતરે સમીક્ષા સાથે વધારો કરવાની દિશામાં અપેક્ષીત પગલાંએ પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં ફંડો લેવાલ રહ્યા હતા. રિલાયન્સ ઈન્ફ્રા. રૃા.૧૪.૮૦ વધીને રૃા.૫૫૩.૫૦, એનએચપીસી ૪૫ પૈસા વધીને રૃા.૧૯.૮૦, ભેલ રૃા.૪.૬૦ વધીને રૃા.૨૫૧.૪૫, એનટીપીસી રૃા.૨.૦૫ વધીને રૃા.૧૬૯.૯૦, પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ રૃા.૧.૭૫, વધીને રૃા.૪૯.૪૫, ભારત ઈલેક્ટ્રોનિક્સ રૃા.૨૮.૬૫ વધીને રૃા.૧૨૩૪.૩૫, પુંજ લોઈડ રૃા.૧.૦૫ વધીને રૃા.૫૫.૬૫ રહ્યા હતા.
હેલ્થકેર - ફાર્મા શેરોમાં ફંડોનું વધતું આર્કષણઃ બાયોકોન, અપોલો હોસ્પિટલ, દિવીઝ, રેનબેક્સી વધ્યા
હેલ્થકેર-ફાર્મા શેરોમાં વિદેશી ફંડોના સતત વેલ્યુબાઈંગે બીએસઈ હેલ્થકેર-ઈન્ડેક્ષ ૩૨.૯૦ પોઈન્ટ વધીને ૭૫૬૧.૩૧ રહ્યો હતો. અપોલો હોસ્પિટલ રૃા.૩૭.૩૦ ઉછળીને રૃા.૭૬૫.૪૦, દિવીઝ લેબ. રૃા.૪૧.૯૦ ઉછળીને રૃા.૧૧૨૨, બાયોકોન રૃા.૧૦ વધીને રૃા૨૮૪.૫૫, રેનબેક્સી લેબ. રૃા.૯.૭૫ વધીને રૃા.૫૩૯.૩૦, ઓરોબિન્દો ફાર્મા રૃા.૨.૪૦ વધીને રૃા.૧૪૪.૧૦, ગ્લોક્સો ફાર્મા રૃા.૨૧.૪૫ વધીને રૃા.૧૯૯૮.૫૦, સ્ટ્રાઈડ આર્કોલેબ રૃા.૯.૩૦ વધીને રૃા.૮૯૨.૪૦ રહ્યા હતા.
આજે મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે શેરબજારો બંધ રહેશે ઃ મિડ સાઈઝ પીએસયુ બેંકોમાં તેજી ઃ જેએન્ડ કે બેંક, આઈઓબી, સિન્ડિકેટ ઊંચકાયા
બીજી ઓક્ટોબર મંગળવારના મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે મુંબઈ શેરબજારો બંધ રહેશે. પીએસયુ-બેંકિંગ શેરોમાં પસંદગીના આર્કષણે જે એન્ડ કે બેંક રૃા.૬૪.૮૦ વધીને રૃા.૯૯૬.૭૦, સિન્ડિકેટ બેંક રૃા.૪.૭૦ વધીને રૃા.૧૧૨.૯૦, આઈઓબી રૃા.૩.૩૦ વધીને રૃા.૮૧.૬૫, યુકો બેંક રૃા.૨૬૦ વધીને રૃા.૭૯.૫૦, વિજયા બેંક રૃા.૧.૭૦ વધીને રૃા.૫૭.૯૦, દેના બેંક રૃા.૩.૧૦ વધીને રૃા.૧૦૮.૯૫, આઈડીબીઆઈ બેંક રૃા.૨.૧૦ વધીને રૃા.૧૦૨.૧૫, સ્ટેટ બેંક ઓફ બીકાનેર રૃા.૭.૯૦ વધીને રૃા.૩૮૩.૨૦, સ્ટેટ બેંક ઓફ મૈસુર રૃા.૧૦.૫૦ વધીને રૃા.૫૧૩.૪૫, સ્ટેટ બેંક ત્રાવણકોર રૃા.૭.૮૦ વધીને રૃા.૫૨૩.૧૦, અલ્હાબાદ બેંક રૃા.૨.૪૦ વધીને રૃા.૧૪૮.૯૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૃા.૩૧.૪૦ વધીને રૃા.૨૨૬૯.૩૦ રહ્યા હતા.
એફઆઈઆઈની વધુ રૃા.૨૦૮ કરોડની ચોખ્ખી ખરીદી ઃ ડીઆઈઆઈની રૃા.૪૭૪ કરોડની વેચવાલી
એફઆઈઆઈ - વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે - સોમવારે કેશ સેગ્મેન્ટમાં રૃા.૨૦૭.૫૧ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૃા.૨૧૦૪.૬૦ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃા.૧૮૯૭.૦૯ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું. ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૃા.૪૭૪.૨૦ કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૃા.૮૬૬.૮૧ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃા.૧૩૪૧.૦૧ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ભારતે સમિકરણોની ચિંતા કર્યા વગર સાઉથ આફ્રિકાને હરાવવું જ જોઈએ

આફ્રિદીને બેટિંગમાં આગળ મોકલવાનું પાકિસ્તાનને ભારે પડયું

પાકિસ્તાન કરતા સાઉથ આફ્રિકા ભારત માટે વધુ પડકાર સર્જશે
વેસ્ટ ઈંડિઝ સુપર ઓવરમાં જીત્યું ન્યુઝીલેન્ડ વર્લ્ડકપમાંથી ફેંકાયું

કોહલી મહાન બેટ્સમેનોની હરોળમાં ઉભો રહેવાના તમામ ગુણો ધરાવે છે

ચિદમ્બરમે રીફોર્મ્સ આગળ વધારતા શેરોમાં વ્યાપક તેજી ઃ નિફટી ૫૭૧૯, સેન્સેક્ષ ૧૮૮૨૪ની ઊંચાઈએ
સોના-ચાંદીમાં આરંભિક મંદી પછી મોડી સાંજે વિશ્વ બજાર પાછળ ઝડપી ઉછાળો
રિફોર્મ્સની શરૃઆત પણ લોનની માગમાં સૂસ્તી

ગદ્દાફીને બળવાખોરોએ નહિ ફ્રાંસના એજન્ટે સારકોઝીના ઇશારે ગોળી મારી હતી

હાલમાં ચૂંટણી યોજાય તો ઓબામા અમેરિકામાં ૨૭૧ મતથી જીતી જાય
અફઘાનિસ્તાનમાં તાલિબાનના હુમલામાં નાટો સૈનિકો સહિત ૨૦નાં મોત

મોબાઇલ સિનેમામાં ફેરવાઇ જતી નવી સ્માર્ટ કાર તૈયાર

ચીન સમાજવાદની તેની વિશિષ્ટતાને વળગી રહે

સ્થાનિક કાર કંપનીઓની નિકાસમાં ઘટાડો

RINLનો IPO ૧૬ ઓક્ટોબરે ખુલશે
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved