Last Update : 02-October-2012, Tuesday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨-૧૦-૨૦૧૨, મંગળવાર
નિજ ભાદરવા વદ બીજ
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતી

 

દિવસના ચોઘડિયા ઃ રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ
રાત્રિના ચોઘડિયા ઃ કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૩૨ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૨૫ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૩૧ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૨૫ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૩૦ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૨૫ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૨૦ મિ., (સૂ) ૭ ક. ૧૯ મિ., (મું) ૭ ક. ૧૮ મિ.
જન્મરાશિ ઃ આજે જન્મેલ બાળકની મેષ (અ.બ.ઈ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ આશ્વિની સાંજના ૭ ક. ૩૬ મિ. સુધી પછી ભરણી.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-કન્યા, મંગળ-વૃશ્ચિક, બુધ-તુલા, ગુરૃ-વૃષભ
શુક્ર-સિંહ, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ
હર્ષલ (યુરેનસ) મીન નેપચ્યુન-કુભ, પ્લુટો-ધન
ચંદ્ર-મેષ
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮
દક્ષિણાયન શરદ, ઋતુ રા.દિ. આ.૧૦
માસ, તિથી, વાર ઃ નિજ ભાદરવા વદ બીજને મંગળવાર
- આજે ત્રીજું શ્રાદ્ધ છે. વિકરી ૨૪-૫૧થી
- મહાત્મા ગાંધી જયંતી
- અમૃત સિદ્ધિયોગ સાંજના ૭ ક. ૩૬ મિ. સુધી.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ જીલ્હાદ માસનો ૧૫ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ અર્દીબેહસી માસનો ૧૬ રોજ મહેર

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ હરો-ફરો કામકાજ કરો પરંતુ આપનું મન વ્યગ્રતા, બેચેની અનુભવ્યા કરે. મહત્વના નિર્ણયો લેવામાં ઉતાવળ કરવી નહીં.

 

વૃષભ ઃ રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં રૃકાવટ મુશ્કેલી અનુભવાય. આકાસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાંભીડ અનુભવાય.

 

મિથુન ઃ આપના રૃકાવટ-મુશ્કેલીમાં અટવાયેલા કામકાજનાં ઉકેલ આવતા રાહતની લાગણી અનુભવો. મિલન-મુલાકાતમાં સફળતા પ્રાપ્ત થાય.

 

કર્ક ઃ નોકરી-ધંધાના કામકાજ અંગે ચિંતા-ઉચાટ રહ્યા કરે. કૌટુંબિક પારિવારિક કામકાજ અંગે, સંયુક્ત મિલ્કતના પ્રશ્ને વાદ-વિવાદથી સંભાળવું.

 

સિંહ ઃ દેશ-પરદેશના કામકાજમાં સાનુકૂળતા પ્રગતિ જણાય. પરંતુ સહકાર્યકરવર્ગ નોકર-ચાકર વર્ગના અસહકારના લીધે ઉચાટ-બેચેની રહે.

 

કન્યા ઃ કામકાજમાં રૃકાવટ મુશ્કેલી રહે. તબિયતની અસ્વસ્થતાને લીધે કામમાં ધ્યાન આપી શકો નહીં. વાહન અકસ્માતથી સંભાળવું પડે.

 

તુલા ઃ નોકરી-ધંધાના કામ અંગે જાહેર ક્ષેત્રના કામકાજ અંગે મિલન મુલાકાતનું આયોજન ગોઠવાય, ગણતરી ધારણના પ્રમાણેનું કામકાજ થઈ શકે.

 

વૃશ્ચિક ઃ યાત્રા-પ્રવાસમાં, અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાવધાની રાખવી, ઉતાવળ કરવી નહીં, ખર્ચમાં વધારો થાય.

 

ધન ઃ વાણીની સંયમતા રાખીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સંતાનના પ્રશ્નમાં આપને ચિંતા-ખર્ચ-બેચેની અનુભવાય.

 

મકર ઃ હૃદય-મનની વ્યગ્રતા-બેચેનીના લીધે કામમાં મન લગાવી શકો નહી. ઘર-પરિવારની, પત્ની-સંતાનની ચિંતા અનુભવાય.

 

કુંભ ઃ અડોશ-પડોશમાં, સગા-સંબંધી વર્ગ સાથે, સહકાર્યકર વર્ગ સાથે વાદ-વિવાદ મનદુઃખથી સંભાળવું પડે. ભાઈ-ભાંડુથી ઉચાટ રહે.

 

મીન ઃ આપના રોજિંદા કામકાજની સાથે કૌટુંબિક-પારિવારરિક કામમાં વ્યસ્ત રહેવું પડે. સીઝનલ ધંધામાં ધરાકી જણાય.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨-૧૦-૨૦૧૨, મંગળવાર

 

આજથી શરૃ થઈ રહેલું જન્મવર્ષ આપની વ્યાવસાયિક જીવન માટે સાનુકૂળ રહે તો અંગત જીવન માટે થોડુંક મુશ્કેલીવાળું બની રહે. નોકરી ધંધામાં આપના કામની કદર-પ્રશંસા થાય. ઉપરીવર્ગ, સહકાર્યકર વર્ગ આપના કામથી ખુશ થાય. આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્ય રચના થાય. દેશ-પરદેશના કામમાં સાનુકૂળતા મળી રહે. પ્રગતિ જણાય. નવું કોઈ આયોજન વિચારતા હોય તો તેમાં પ્રગતિ જણાય. નવી કોઈ ઓફર આવે કે ઓર્ડર મળી રહે પરંતુ નાણાકીય બાબતોમાં આપે સાવધાની રાખવી પડે. વ્યક્તિગત રીતે આપે આપના સ્વાસ્થ્ય અંગે થોડી જાગૃત્તિ રાખવી પડે. આપની બેદરકારી આપના માટે હાનિકારક બની રહે. વાહન અકસ્માતથી સંભાળવું પડે. સ્ત્રીવર્ગને પેટ, પેઢુની, ગર્ભાશયની તકલીફ અનુભવાય. વિદ્યાર્થીબંધુએ વર્ષારંભથી જ અભ્યાસની તૈયારી કરવી.

 

સુપ્રભાતમ્

મૂળથી- અસલથી રહેલા સેવકોને છોડીને નવા આવનારાઓને વિશેષ માન આપવું નહિ, કારણ રાજમાં ફાટફૂટ પડાવનાર આથી મોટો કોઈ દોષ નથી.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છગન અને મગન ગપાટા મારી રહ્યા હતા.
''મારા કાકા મારુતિ મોટરનું એન્જીન, ઈન્ડીગોના ટાયર, અને સેન્ટ્રોનું બોડી લઈને એક કાર બનાવવા માંગતા હતાં,'' છગન બોલ્યો.
મગને પૂછ્યું, ''તો શું કાર બની ગઈ ?''
''ના-'' છગને ટૂંકો જવાબ આપ્યો.
''તો તારા કાકા,'' મગને કહ્યું, ''આજકાલ શું કરે છે ?''
મગને જવાબમાં કહ્યું, ''જેલમાં છે.''

[Top]
 

આજ ની રેસીપી

માવાની મજેદાર વાનગીઓ

માવા સમોસા

 

 

સામગ્રી ઃ ૨૦૦ ગ્રામ માવો, ૧ નાની વાટકી લીલા વટાણાના દાણા, ૧ ચમચી મીઠું, ૧ ચમચી લાલ મરચું, ૧ ચમચી ધાણાજીરુ, ૧/૨ ચમચી ગરમ મસાલો, ૨૦ ગ્રામ બારીક સમારેલી કોથમીર, ૨ બારીક સમારેલા લીલા મરચાં, ૨૫૦ ગ્રામ મેંદો, ૧ ચમચી આમચૂર પાઉડર, ૨ ચમચા ઘી (મોણ માટે), તળવા માટે જરૂર પૂરતું તેલ કે ઘી.

 

રીત ઃ કડાઈમાં થોડું ઘી લો, એમાં થોડું મીઠું અને મરચું નાખ્યા પછી વટાણાના દાણા ઉમેરો. થોડી વાર ધીમા તાપે ચડવા દો. મિશ્રણ ગળી જાય એટલે એમાં માવો મસળીને નાખી દો. એ પછી એમાં લાલ મરચાં, કોથમીર, ગરમ મસાલો, આમચૂર નાખી બરાબર ચડવા દો. હવે કડાઈમાંથી પહોળા વાસણમાં મિશ્રણને ઠંડુ પડવા દો.

 

મેંદામાં થોેડું મીઠુ અને મોણ માટેનું ઘી નાખીને ગરમ પાણીથી કઠણ લોટ બાંધો. એના નાના નાના લૂઆ બનાવી વણો અને ગોળ રોટલાને ચપ્પુ વડે વચ્ચેથ કાપી સમોસાનો આકાર કાપો. એની અંદર માવો અને વટાણાનું મિશ્રણ ભરી બરાબર બંધ કરીને કાચાં સમોસા ગુલાબી રંગના થાય ત્યાં સુધી તળો. ગરમાગરમ સમોસાં ચટણી સાથે પીરસો.

[Top]
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved