Last Update : 01-October-2012, Monday

 

પાકિસ્તાનના સત્તાધીશોની મૂંઝવણ
પાક.ના લોકો અમેરિકાને દુશ્મન નંબર વન ગણે છે

 

- અમેરિકા વિરોધી તોફાનો ગમે ત્યારે ભડકી ઊઠે છે ઃ સમાધાન શક્ય નથી

 

એક તરફ મુસ્લિમ સમુદાયના વિરોધને છંછેડતી અમેરિકી ફિલ્મની સામે હંિસક તોફાનો થઇ રહ્યા છે તો બીજી તરફ ફ્રાંસના કાર્ટૂનીસ્ટે મહમ્મંદ પયગંબરનું કાર્ટૂન દોરીને હંિસામાં પેટ્રોલ છાંટવાનું કામ કર્યું છે.
પાકિસ્તાનમાં અમેરિકા વિરોધી બેનરો અને અમેરિકી ઘ્વજનો ધંધો ફુલ બહારમાં ચાલે છે. પાકિસ્તાનના લોકો અમેરિકા વિરોધી તોફાનોમાં અમેરિકી ઘ્વજ બાળવાનો ક્રેઝ ધરાવે છે. ઠેર ઠેર અમેરિકી ઘ્વજ બળાઈ રહ્યા છે. પાકિસ્તાનના સત્તાવાળાઓ ત્રસ્ત છે. એમ અમેરિકા પણ અચાનક થતા વિરોધથી ત્રસ્ત છે.
પાકિસ્તાનના લોકો અમેરિકાને દુશ્મન નંબર વન માનતા થઇ ગયા છે. અમેરિકા સમાધાન માટે અનેક નવી ફોર્મ્યુલા લઇને આવે છે પરંતુ પાકિસ્તાનના લોકો વઘુ ઝનૂનપૂર્વક અમેરિકાનો વિરોધ કરી રહ્યા છે. ઓસામા બીન લાદેનને જે રીતે પાકિસ્તાનમાં જઇને અમેરિકાએ ખતમ કર્યો તે ઘટનાની પણ ગંભીર અસરો પાકિસ્તાનની પ્રજાના માનસ પર પડી છે. પાકિસ્તાનના રાજકારણીઓ અમેરિકાની તરફેણમાં એક શબ્દ બોલતા નથી. અમેરિકા તરફથી આવતી સહાયને કટ્ટરપંથીઓ પોતે પ્રજામાં ડિસ્ટ્રીબ્યુટ કરીને તેમનો પ્રેમ જીતે છે.
‘ઇનોસન્સ ઓફ મુસ્લિમ’ એ નામની ફિલ્મે પાકિસ્તાનની કટ્ટરપંથી પ્રજાને ઉશ્કેરી હતી. કરાચીમાં વિવિધ સ્થળેથી તોફાનીઓ અમેરિકી એલચી કચેરીની દિશા તરફ જતા મામલો બીચકયો હતો. આ વિરોધમાં એક પોલીસ કર્મચારી સહિત ચાર લોકોના મોત થયા હતા.
ભારતે પાકિસ્તાન સાથે સંબંધો સુધાર્યા છે તેની પાછળનું કારણ બંને દેશ વચ્ચેનો વેપાર હોઇ શકે છે પરંતુ પાકિસ્તાન અને અમેરિકા વચ્ચેના સંબંધો તૂટી રહ્યા છે. અમેરિકા પાકિસ્તાનને ત્રાસવાદી રાષ્ટ્ર જાહેર કરવા તૈયાર નથી કેમ કે પાકિસ્તાને વાપરવા દીધેલ એરબેઝના કારણે તો અફઘાનિસ્તાનને તાલિબાનોથી મુકત કરાવાયું હતું. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઇ રહી છે. પાકિસ્તાનના કટ્ટરપંથીઓ વારંવાર અમેરિકાને પડકારી રહી છે અને અમેરિકી ઘ્વજ અને બેનરો બાળી રહ્યા છે.
અમેરિકાની વાત આવે છે ત્યારે પાકિસ્તાનની પ્રજા કાબુમાં રહેતી નથી. અમેરિકાના પ્રમુખ ઓબામા કહી ચૂકયા છે કે પાકિસ્તાનના લોકો કોઇને કોઇ બહાનું શોધીને અમેરિકાનો વિરોધ કરી રહ્યા છે. અમેરિકા બીજી તરફ એમ પણ જણાવી રહ્યું છે કે પાકિસ્તાન ત્રાસવાદ ફેલાવે છે એવું કહેવા અમે તૈયાર નથી તેમજ તે બાબતે સંમત પણ નથી.
અમેરિકાનો સંયમ પણ આ તબક્કે પ્રશંસનીય છે. પાકિસ્તાનના શાસકો અમેરિકાની સાથે રહે છે પરંતુ પાકિસ્તાનની પ્રજા અમેરિકાનો સજ્જડ વિરોધ કરી રહી છે.
પાકિસ્તાનનું શાસન જયારે પરવેઝ મુશર્રફ પાસે હતું ત્યારથી અમેરિકી વિરોધનો વંટોળ પાકિસ્તાનમાં પ્રવેશ્યો હતો. અફઘાનિસ્તાન પર અમેરિકી હુમલાથી ભાગેલા તાલિબાનો પાકિસ્તાનમાં ધૂસ્યા હતા. પાકિસ્તાનના સરહદી ગામોમાં આજે પણ તાલિબાનો પ્રભુત્વ ધરાવે છે. અફઘાન સરહદે આવેલા ગામોમાં ભરાયેલા તાલિબાનોએ તેમના જંગલી કાયદાનો અમલ શરૂ કરી દીધો છે. આજે પણ અફઘાનિસ્તાનમાં તાલિબાન પ્રેરીત તોફાનો ચાલી રહ્યા છે.
અમેરિકા સતત એમ કહ્યા કરે છે કે પાકિસ્તાનના તોફાનીઓને અમેરિકા વિરૂઘ્ધનું કોઇને કોઇ કારણ જોઇએ છે. નાની અમથી વાત પર અમેરિકાના વિરોધના નામે હંિસાચાર ફેલાય છે. તાજેતરમાં પાકિસ્તાનમાં થયેલા તોફાનોએ સત્તાવાળાઓની ઉંઘ હરામ કરી નાખી હતી. તોફાનીઓએ અમેરિકાની એલચી કચેરીને ટાર્ગેટ બનાવી હતી.
પાકિસ્તાનના સત્તાવાળાઓને ચંિતા એ વાતની છે કે કયારે ત્યાંના કટ્ટરપંથીઓ પ્રજાનું નેતૃત્વ લઇ લે છે અને સરકાર સામે દેખાવો કરે છે તે ખબર જ નથી પડતી.
પાકિસ્તાનમાં અમેરિકા વિરોધી તોફાનો એ કંઇ નવી વાત નથી. પાકિસ્તાનના નેતાઓ બે મુદ્દા પર ઘ્યાન આપીને સ્થાનિક પ્રજાના મત જીતતા હોય છે.
આ મુદ્દા પૈકીનો એક મુદ્દો કાશ્મીરનો છે અને બીજો અમેરિકાની ચંચુપાતનો છે. બંને મુદ્દાના સિઘ્ધાંતો વિરોધી છે. જેમ કે કાશ્મીરમાં પાકિસ્તાની તત્વો ધૂસણખોરી કરે છે તો બીજા મુદ્દામાં અમેરિકાના ચંચુપાતની પાકિસ્તાનમાં ધૂસણખોરી થાય છે.
પાકિસ્તાનના સત્તાવાળાઓ કટ્ટરપંથીઓને કાબુમાં લેવાના પ્રયાસમાં પ્રજા પરથી પક્કડ ગુમાવી રહ્યા છે. પ્રજા અમેરિકાનો સજ્જડ વિરોધ કરે છે તો સત્તાવાળાઓ અમેરિકાની સાથે ચર્ચામાં વ્યસ્ત રહે છે. પાકિસ્તાનના સત્તાવાળાની આ સ્થિતિ છે. અમેરિકાએ ઘણી બાબતોએ સંયમ બતાવ્યો છે પરંતુ પાકિસ્તાનની પ્રજા તેને મુસ્લિમ વિરોધી ગણે છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાની સુરક્ષા માટે જોખમરૃપ ગણાવી ઓબામાએ ચીની કંપનીનો પ્રોજેક્ટ અટકાવ્યો

ઇરાકમાં શિયાઓ તેમજ લશ્કરી મથકોને લક્ષ્ય બનાવી વિસ્ફોટો ઃ ૩૨નાં મોત
પાકિસ્તાનમાં લાહોરના એક ચોકને ભગત સિંહનું નામ આપવામાં આવ્યું

મંદીમાંથી ભારત ચીન કરતાં ઝડપથી બહાર આવશે ઃ આરબીઆઈ

ઇંગ્લેન્ડમાં હવે ગમે તે ઘડીએ લગ્ન કરી શકાશે
૨૦૦૭માં પણ ભારતે પાકિસ્તાનને હરાવીને વિજયકૂચનો પ્રારંભ કર્યો હતો

ઊમર અકમલ અને મલિકનો સંઘર્ષ પણ લાંબો સમય ના ટક્યો

સેહવાગે ધીરજપૂર્વકની બેટિંગથી ટીકાકારોની બોલતી બંધ કરી
પેટ્રોલ પંપના ડીલરોની હડતાળ રદ્દ
જીસેટ-૧૦ ઇન્ટરમિડિયેટ ઓરબિટમાં મૂકાયો

શ્રીલંકા નૌકાદળનો તમિલ માછીમારો પર હુમલો

કિંગફિશરના એન્જિનીયરો હડતાળ પર ઉતર્યા
યુપીએ સરકારને ઉથલાવવા એનડીએ અત્યારે અવિશ્વાસની દરખાસ્ત નહિ લાવે
ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકા સામે આઠ વિકેટથી વિજય મેળવ્યો

આજે વેસ્ટ ઇન્ડિઝ-ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ-શ્રીલંકા વચ્ચે નિર્ણાયક જંગ

 

 

 

Gujarat Samachar Plus

યોગ અને આહારની કેર ચમકાવે દુલ્હનની સ્કિન
ઘર સજાવો ગરજ મુજબ...
મોડર્ન ટિચરનો મોડર્ન ગેટઅપ
ડીજીટલ સ્ટ્રેસઃ તોબા તેરા જલવા, તોબા તેરા પ્યાર
બોયઝ પણ બની રહ્યાં છે સ્ટાઈલીશ
 

Gujarat Samachar glamour

બ્રેકબાદ બોલિવુડમાં રીએન્ટ્રી માટે તૈયાર છંુ ઃ સોનાલી બેન્દ્રે
રણબીર અને દિપીકા વચ્ચે પ્રેમની મોસમ જામી રહી છે
દીપિકા-શાહરૃખની ''ચેન્નઈ એક્સપ્રેસ''નું શુટીંગ સ્ટાર્ટ
નાનપણમાં હું પણ ફિલ્મો પાછળ પાગલ હતો-શાહરૃખ ખાન
લગ્ન પહેલાં હું ભૂલ કરી બેઠી છંુ-કરીના કપુર
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved