Last Update : 01-October-2012, Monday

 

યુવરાજ ઃ દૃઢ નિશ્ચય ને મક્કમ મનોબળનું જીવતું જાગતું ઉદાહરણ

નેશનલ ક્રિકેટ એકેડેમીમાં યુવરાજે કઇ રીતે આકરી ટ્રેનિંગ લઇ ફિટનેસ ને ફોર્મ મેળવ્યું તેની દિલચસ્પ વાતો

ભારતીય ક્રિકેટને એનો લાડકો યુવરાજ સિંહ પાછો મળી ગયો. ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ સામેની એક માત્ર ટી -૨૦માં ૨૬ બોલમાં ૩૪ રન ફટકારીને યુવીએ પોતાની ફિટનેસનોે પુરાવો આપી દીધો. હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાનો અસ્સલ 'ટચ' બતાવવા પંજાબી પુત્તર ટીમ ઈન્ડિયા સાથે આઈસીસી ટી-૨૦ વર્લ્ડ કપમાં રમવા શ્રીલંકા ગયો છે. કેન્સરમાંથી હજુ પાંચ મહિના પહેલાં જ બેઠા થયેલા યુવાન ક્રિકેટર માટે હવે મેદાનમાં રમવા ઉતરવું માનસિક દ્રષ્ટિએ વધુ મુશ્કેલ બન્યું છે. એટલા માટે કે હવે યુવીએ કરોડો ક્રિકેટપ્રેમીઓ, ક્રિકેટ બોર્ડ, સિલેક્ટરો અને ટીમ ઈન્ડિયાના પોતાના સાથીઓની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનું છે. ૨૦૧૧માં ભારતને વન-ડેનો વર્લ્ડ કપ અપાવવામાં મહત્ત્વનો ફાળો આપનાર યુવરાજે પોતાના માટે એટલુ ઊંચુ ધોરણ નક્કી કરી રાખ્યું છે કે કેન્સર બાદની એની બીજી ઈનિંગમાં પ્રશંસકોને એની પાસેથી મોટી અપેક્ષાઓ હોવાની જ. અપેક્ષાઓ સુમો પહેલવાન જેથી ભારેખમ હોય છે અને એનો ભાર ઉપાડીને ફરવું કેટલું કઠિન હોય છે એ તો જે ઉપાડે એને જ ખબર પડે. પરંતુ યુવરાજ એ કસોટીમાંથી પાર ઉતરશે કારણ કે એ સિંહ જેવી છાતી ધરાવે છે. એનોે ટેમ્પરામેન્ટ એના શારીરિક બળ કરતા પણ ઘણો મજબૂત છે, જેનોે પરચો એણે ભારતને ઘણી મેચો જીતાડીને આપ્યો છે. તમને યાદ હોય તો ઈંગ્લેન્ડમાં યુવી અને મોહમ્મદ કૈફની જોડીએ નેટવેસ્ટ સિરીઝની ફાઈનલમાં ભારતને લગભગ અશક્ય લાગતી જીત અપાવી હતી. એ વખતે એવું લાગતું હતું કે આવનારાં દિવસોમાં બંને યુવાનો ભારતીય ટીમના આધાર સ્તંભ બની રહેશે. પરંતુ એ ધારણા અડધી જ સાચી પડી. યુવરાજ સિંહ એક પછી એક શિખરો સર કરતો ગયો પણ મોહમ્મદ કૈફ ફેંકાઈ ગયો. એવું કેમ થયું? કૈફ ટેમ્પરામેન્ટમાં યુવી કરતા ઉણો ઉતર્યો અને નાની વયે જ ટીમમાંથી આઉટ થઈ ગયો. એ આઈપીએલ જેવી ઇસ્ટંટ ક્રિકેટમાં પણ ન ચાલ્યો, જેમાં તમારે માત્ર બોલને ફટકારવાની જ હિંમત બતાવવાની હોય છે.
કેન્સરમાંથી બેઠાં થવું સહેલું નથી. ખાસ કરીને કેમોથેરપીની સારવાર દર્દીને શારીરીક અને માનસિક રીતે ભાંગી નાખે છે. યુવીને એનો સારો એવો અનુભવ છે કારણ કે એણે અમેરિકાના ઈન્ડિયાના પોલીસમાં ત્રણ મહિના સુધી કેમોથેરપી લીધી હતી. એ દરમિયાન યુવરાજ રોજ પ્રાર્થના કરતો કે આજનો દિવસ ઓકારી (ઉલટી) વિનાનો જાય તો સારું. એ જેટલું ખાતો એ બધુ ઊલટીરૃપે તુરત નીકળી જતું. એનાથી ક્રિકેટર એટલો કંટાળી જતો કે ક્યારેક દવા લેવાની અને સાદુ પાણી પીવાની પણ ચોખ્ખી ના પાડી દેતો. ઘણીવાર એ ઢીલો પડી જઈ રડવા પણ માંડતો.
અમેરિકાથી ભારત પાછા ફર્યા બાદ યુવરાજને વજનના કાંટાએ આશ્ચર્યનો આંચકો આપ્યો હતો. એનું વજન ૧૩ કિલો વધી ગયું હતું. એપ્રિલમાં સ્વદેશ પાછા ફર્યા બાદ યુવીએ શરીરમાંથી દવાઓના કેમીકલ્સનો કચરો સાફ કરવાનો હતો અને ફરીથી મસલ્સ બનાવવાના હતા.
વળી, નિયમિત ખોરાક પણ લેવાનો હતો. એ માટેનું શ્રેષ્ઠ સ્થળ બેંગલોરની નેશનલ ક્રિકેટ એકેડેમી હતી. 'યુવી શરૃઆતમાં મે મહિનામાં ૧૦ દિવસ માટે નેશનલ ક્રિકેટ એકેડેમી (એનસીએ) ગયો. કેન્સર સામે ઝઝૂમનાર ક્રિકેટર એનસીએ જઈને એ જાણવા માગતો હતો કે પોતે ટ્રેનિંગ ફરી શરૃ કરી શકે એમ છે કે નહિ, એવી માહિતી યુવરાજનો મેનેજર અને મિત્ર નિશાંત અરોરા આપે છે.
યુવરાજ આજે મેદાનમાં પાછો ફર્યો હોય તો એનો શ્રેય એના પોતાના લડાયક જુસ્સા ઉપરાંત એનસીએના સમગ્ર કોચિંગ અને ટ્રેનિંગ સ્ટાફના પ્રયાસોને પણ આપવો પડે.
અંગ્રેજી સામયિક 'ધ વીક'ના છેલ્લામાં છેલ્લા અંકની કવર સ્ટોરીમાં જણાવ્યા મુજબ સંપૂર્ણ ફિટનેસ પાછી મેળવવા યુવી બીજીવાર એનસીએમાં ગયો ત્યરે એનો રોજિંદો કાર્યક્રમ કાંઈક આ પ્રમાણે રહેતો ઃ સવારે નાહી-ધોઈને ૮ વાગે મેદાનમાં જોગિંગ કરવા પહોંચી જવાનું. એ વખતે યુવી હજુ નબળાઈ અનુભવતો હોવાથી જોગિંગના બે સેશન વચ્ચે સારો એવો આરામ લેતો. સવારે ૧૦ વાગે પાછો આવી નાસ્તો-પાણી કર્યા બાદ ૧૦-૩૦ વાગે ફરી એનસીએમાં સ્ટ્રેચિંગ અને બીજી એક્સરસાઈઝ માટે પહોંચી જતો. પછી બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગની સઘન પ્રેક્ટીસ કરતો. ત્યારબાદ એક કલાકનો લંચ બ્રેક લઈ વેઈટ ટ્રેનિંગ અને ફિલ્ડિંગ પ્રેક્ટીસ માટે હાજર થઈ જતો. આ બધા વચ્ચે યુવી ૧૨-૧૫ ગેમ્સ ટેબલ ટેનીસની રમી લેતો. યોગાસનો કર્યા બાદ સાંજના એ પુલ ટેબલ પર પહોંચી જતો.
આ મૃત્યુના મુખમાંથી પાછા ફરેલા એક ક્રિકેટરનો ટ્રેનિંગ પ્રોગ્રામ હતો. એટલે એ ઈન્ડિયાના પોલીસમાં યુવીની સારવાર કરનાર ડૉ. લોરેન્સ ઈએનહોર્ન, દિલ્હીની મેક્સ હોસ્પિટલના ડૉ. નીતેશ રોહતગી અને એનસીએના ડો.નીતિન પટેલ સાથે સઘન મસલત કર્યા બાદ ઘડાયો હતો. ૧૯૮૩માં ઈંગ્લેન્ડથી વન-ડેનો વર્લ્ડ કપ જીતી લાવનાર કપિલ દેવની ટીમના સભ્ય અને એનસીએના ડાયરેક્ટર સંદીપ પાટીલના નેતૃત્વ હેઠળની એનસીએની કોચિંગ ફેકલ્ટીએ યુવરાજના બોડીને ફરીથી શેપમાં લાવવાનું બીડંું ઝડપ્યું હતું. એમાં એમને ફિજીયો આશિષ કૌશિક, ટ્રેનર નગેન્દ્ર પ્રસાદ અને યોગ નિષ્ણાત મનોજનો સંપૂર્ણ સાથ સહકાર મળ્યો.
'મેં યુવીના ફિજીયોથેરપીસ્ટને એની સાથે લાંબા બ્રેક બાદ પાછા ફરતા કોઈ પણ સામાન્ય ક્રિકેટર જેવો જ વ્યવહાર કરવા જણાવ્યું હતું. શરૃમાં, યુવીમાં સ્ટેમિના (શક્તિ)ની કમી વર્તાતી હતી, જેના માટે મેં બ્રીથિંગ એક્સરસાઈઝની ભલામણ કરી હતી. ધીમે ધીમે એણે સ્પીડ પકડી લીધી' એમ ડો. રોહતગી કહે છે.
ટ્રેનર્સ હવે સ્વીકારે છે કે અમે યુવી પાસે આકરામાં આકરી મહેનત કરાવી હતી અને છતાં એ પોઝિટીવ રિસ્પોન્સ આપતો રહ્યો. યુવરાજ પાસે ક્રિકેટ સિવાય બીજી કોઈ બાબત વિશે વિચારવાનો સમય કે શક્તિ નહોતા. પંજાબનો પુત્તર કહે છે કે એનસીએમાં આખા દિવસના સેશન બાદ હું એટલો થાકીને ચુર થઈ જતો કે હોટેલ પર પહોંચ્યા બાદ પલંગ પર રીતસર ફસડાઈ જતો. સ્વિમીંગ પુલમાં નહાવા જવા માટે એ માંડ માંડ બેઠો થતો. પુલમાં પડયા બાદ શરૃમાં થોડીવાર એ ધુ્રજતો.
બેંગલોરની એનસીએમાં એવા પ્રસંગો પણ આવ્યા જ્યારે આકરી ટ્રેનીંગના ત્રાસમાંથી છૂટવા એને બધુ પડતું મૂકીને ઘરે પાછા ફરવાનું મન થઈ આવતું.
પરંતુ એ વિચાર બીજી સવારે નવું સેશન શરૃ થાય ત્યારે અચાનક ગાયબ થઈ જતો .એટલે યુવીને ફિલ્ડીંગ ડ્રીલ કરતો જોઈને અવાક થઈ ગયેલા સંદીપ પાટીલના મોઢામાંથી એવા શબ્દો સરી પડયા હતા કે 'હવે આ યુવાન પહેલાનો યુવી નથી રહ્યો. એ પોતાના લક્ષ્ય બાબતમાં એકદમ કૃતનિશ્ચિય છે.'
ટ્રેનિંગના દરેક તબક્કા દરમિયાન યુવરાજ સિંહે પોતાના કોચિસ અને ટ્રેનર્સને ઘણીવાર આશ્ચર્યમાં મૂક્યા હતા. એ ઘણીવાર પોતાને અપાયેલા ટાર્ગેટ્સ (લક્ષ્યાંકો) એક કે બે અઠવાડિયા વહેલા જ પુરા કરી લેતો. ન્યુઝીલેન્ડ સામેની ટી-૨૦ સિરીઝ શરૃ થઈ એના એક પખવાડિયા પહેલા ટ્રેનર્સને એવું લાગ્યું હતું કે યુવીની ફિટનેસ એમની અપેક્ષાઓ કરતા બે સપ્તાહ આગળ છે. એનસીએના રિપોર્ટ્સના આધારે જ સિલેક્ટરો એને શ્રીલંકામાં રમાતા ટી-૨૦ વર્લ્ડ કપ માટે પસંદ કર્યો હતો.

Share |
 

Gujarat Samachar Plus

યોગ અને આહારની કેર ચમકાવે દુલ્હનની સ્કિન
ઘર સજાવો ગરજ મુજબ...
મોડર્ન ટિચરનો મોડર્ન ગેટઅપ
ડીજીટલ સ્ટ્રેસઃ તોબા તેરા જલવા, તોબા તેરા પ્યાર
બોયઝ પણ બની રહ્યાં છે સ્ટાઈલીશ
 

Gujarat Samachar glamour

બ્રેકબાદ બોલિવુડમાં રીએન્ટ્રી માટે તૈયાર છંુ ઃ સોનાલી બેન્દ્રે
રણબીર અને દિપીકા વચ્ચે પ્રેમની મોસમ જામી રહી છે
દીપિકા-શાહરૃખની ''ચેન્નઈ એક્સપ્રેસ''નું શુટીંગ સ્ટાર્ટ
નાનપણમાં હું પણ ફિલ્મો પાછળ પાગલ હતો-શાહરૃખ ખાન
લગ્ન પહેલાં હું ભૂલ કરી બેઠી છંુ-કરીના કપુર
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved