Last Update : 01-October-2012, Monday

 
એક દેશપ્રેમી, ગાંધીજીપ્રેમી, જગતભરમાં ગુજરાત અને ભારતનો ડંકો વગાડનાર જાદુગર કે’લાલની વિસ્તૃત માયાજાળ
- ‘‘વોટર ઓફ ઈન્ડિયા’’ એમનો દેશપ્રેમ દર્શાવે છે
- એક દેશે એમને ‘‘વોટર ઓફ ઈન્ડિયા’’ બોલવાની મનાઈ કરી તો એમણે શો બંધ કરી દીધેલા
- ગાંધીજીને સ્ટેજ ઉપર સજીવ કરીને દર્શાવવાનો એમનો પ્રયોગ એમનો ગાંધીપ્રેમ દર્શાવે છે
- ‘‘નેટવર્ક’’ના તેઓ વાચક, ચાહક અને પ્રશંસક હતા
- મુંબઈના એક મુખ્યપ્રધાને એમને ટેક્સમાંથી માફી આપવા લાંચની માંગણી કરી તો એમણે શો બંધ કરી દીધા
- જૈન હોવાના કારણે એમના માંસાહારી સ્ટાફે પણ કડકપણે શાકાહારી રહેવું પડતું હતું

એ જમાનો શેરી નાટકો, ભવાઇ, શેરી ગરબા વગેરેની જેમ શેરી જાદુનો હતો. (આજે પણ છે.) નાટકો સ્ટેજ ઉપર ગયા પણ ગરબા અને જાદુ નહોતા ગયા. એ જાદુને સ્ટેજ ઉપર લાવીને એને નાટકોની જેમ કલાનો દરજ્જો આપવાનું કામ કરનાર એટલે આપણા ગુજરાતના, બગસરાના, અમદાવાદના કે’લાલે કર્યું. એમણે માનોને જાદુને જીવન સમર્પિત કરી દીઘું હતું... કે’લાલ એટલે જાદુ અને જાદુ એટલે કે’લાલ એવો પર્યાય થઇ ગયો હતો.
જીવનના અંત સુધી એટલે કે ૮૮ વર્ષની ઉંમરે એમનો દેહવિલય થયો એ પહેલાં એક મહિના પહેલાં સુધી એમણે સ્ટેજ ઉપર આ ઉંમરે પણ કૂદાકૂદ કરતા જાદુના ખેલ દેખાડવાનું ચાલુ રાખેલું.
એમ તો, એમણે પોતાનો વારસો પોતાના પુત્ર જેઓ જુનીઅર કે’લાલ તરીકે જાણીતા છે એ હર્ષદભાઇને ઘણા વર્ષોથી આપેલો છતાં અમદાવાદમાં છેલ્લા શો જૂન ૨૦૧૨ના છેલ્લા દિવસો સુધી કર્યા ત્યાં સુધી એમણે પોતાની આઈટેમો આપેલી. એમાં પણ પોતાના સંતાન પુત્ર ઉપર ‘‘મેજીસ્યન કટીંગ’’ નામની કરવાની હૃદયદ્રાવક આઈટમ તેઓ દર શોમાં કરતા. અમદાવાદથી કે’લાલના પ્રયોગો લખનૌ અને વારાણસી તરફ હતા પણ ત્યાં કે’લાલ હાજર રહી શકેલા નહીં.
કલાકારો તો ઘણા હોય છે. કલાને વરેલા કલાકારો પણ હોય છે પણ કલા સાથે દેશપ્રેમને વણનાર કલાકાર તો કે’લાલ જ!
એમના દેશપ્રેમની સૌથી મોટી અભિવ્યક્તિ એમના ‘‘વોટર ઓફ ઈન્ડીયા’’ આઇટમમાં જોવા મળે છે. એ સાદો જાદુ હાથચાલાકી, ટ્રીક છે.
એક લોટામાં થોડી થોડી વારે ઓટોમેટીક પાણી ભરાયા કરે અને એને એક ડોલમાં ઠાલતા રહે જેને એમણે ‘‘વોટર ઓફ ઈન્ડીયા’’ નામ આપેલું જે એમનો દેશપ્રેમ સૂચવે છે. ૬૦-૭૦ વર્ષથી આ જ આઇટમ તેઓ આ જ નામથી રજૂ કરતા.
જાદુકળા વિષે પ્રગટ થતા ‘‘કલા શ્રૃંખલા’’ નામના મેગેઝીનના તંત્રી પર્જન્ય કહે છે કે, ‘‘ઓસ્ટ્રેલિયામાં તેઓ પોતાનો શો એક વખત કરી રહ્યા હતા એમાં આ ‘‘વોટર ઓફ ઈન્ડિયા’’ આઇટેમ એમણે રજુ કરી. એ વખતે ઓડિયન્સે માંગણી કરતા કહ્યું કે, ‘‘અહંિયા વોટર ઓફ ઓસ્ટ્રેલિયા કહો ને!’’ ત્યારે કે’લાલે કહ્યું હતું કે, ‘‘હું કદી પણ એમ નહીં બોલું. તમને એ ન સાંભળવું હોય તો તમે મને ભારતની પાછા જવાની ટિકિટ આપી શકો છો બાકી મારા દેશનું અપમાન સહન નહીં કરું.’’
અને ખરેખર એમ પણ બનેલું... પણ બીજા કોઇ આરબ દેશમાં. ત્યાંના આરબ શેખે ‘‘ઈન્ડિયા’’ બોલવાના બદલે પોતાના દેશનું નામ કે’લાલને બોલવા કહ્યું પણ કે’લાલ એ માટે તૈયાર જ ન હોય પરિણામે આરબ શેખે એમના બધા શો બંધ કરાવેલા.
એવું જ એમનું ભ્રષ્ટાચાર વિરૂઘ્ધનું વલણ હતું. મહારાષ્ટ્રના મુંબઇનો કિસ્સો છે.
મુંબઇમાં ત્યારે કે’લાલના શો ઉપર એન્ટરટેઇનમેન્ટ ટેક્સ લેવાયેલો.
એ દૂર કરાવવા કે’લાલ મહારાષ્ટ્રમાં ત્યારે જેઓ મુખ્યપ્રધાન હતા એમની પાસે મનોરંજન વેરો દૂર કરાવવા માટે ગયા તો મુખ્યપ્રધાને... અમુક રકમની લાંચ આપો તો મનોરંજન વેરો દૂર કરવા જણાવ્યું જેનો કે’લાલે અસ્વીકાર કરીને મુંબઇના પ્રોગ્રામ બંધ કરી દીધેલા.
ગાંધીજી પ્રત્યેના પ્રેમ અને માનને દર્શાવવા એમણે જાતે જ શોધેલી ‘‘ગાંધીજીને સ્ટેજ પર જીવંત નિહાળો’’ નામની આઇટમ રજૂ કરવાનું શરૂ કરેલું.
બીજી એક આઇટમ ‘‘સ્ટેચ્યુ ઓફ લિબર્ટી’’ની હતી. જેમાં અમેરિકાના ૨૨૨ ટનના ‘‘સ્ટેચ્યુ ઓફ લિબર્ટી’’ને તેઓ સ્ટેજ ઉપર ઊભું કરતા હતા અને એક સેકન્ડમાં એને અદ્રશ્ય કરી દેતા હતા.
ખરી વાત એવી છે કે, જાણે જાદુ માટે જ કે’લાલનો જાણે જન્મ ન થયો હોય! કારણકે, જૈન કુટુંબ, બાપદાદામાં કોઇએ જાદુ એટલે શું એ પણ જાણેલું નહીં. કૌટુમ્બિક ધંધો કાપડનો અને એ પણ છેક કોલકાતામાં.
એમાં કોલકાતામાં શેરી જાદુગરનો ખેલ જોતા ફક્ત ૭ વર્ષના કાંતિએ એ જાદુગરની કેટલીક ટ્રીક પકડી હતી. ૭૦ વર્ષની ઉંમરે પણ માણસ જાદુગરની હાથચાલાકી પકડી શકતો નથી એ ૭ વર્ષના કાંતિએ પકડી પાડી! એ શું બતાવે છે? પેલો જાદુગર નવાઇ પામી ગયો. એણે કાંતિને જાદુની હાથચાલાકીઓ સમજાવી. ૭-૮ વર્ષનો બાળક જાદુની ટ્રીકો જાણે અને રસપૂર્વક શીખે એ જ પુરવાર કરે છે કે ભગવાને એમને જાદુની કલા માટે જ જન્માવેલા.
૧૯૪૦માં એટલે કે ૧૬ વર્ષની ઉંમરે તો એમણે પોતાનો એકલો જાદુનો શો પણ કર્યો... કોલકાતાના રોક્સી સિનેમામાં. એ પહેલો શો દોઢ કલાકનો હતો અને પછી સમય વધારતા જઇને ૧૦ વર્ષમાં તો એમણે ત્રણ કલાકના શો કરવા માંડ્યા.
બસ, ત્યારથી એમના શો થતા રહ્યા છે તે અત્યાર સુધીમાં કુલ ૨૦,૪૭૯ શો થયા છે અને ૧૮ વર્ષ સુધી એમણે દુનિયાના બધા દેશોમાં શો કર્યા. દા.ત. આફ્રિકાના બધા જ દેશો, ફીજી, જપાન, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ વગેરે દેશો મુખ્ય છે. જપાનમાં એમના શો બહુ લોકપ્રિય રહેલા. લગભગ ૭૦ વર્ષ સુધી જાદુના પ્રયોગો કરનાર દુનિયાના એકમાત્ર તેઓ જ જાદુગર છે. એ લગભગ ૨૦૦૦ ટ્રીક જાણતા હતા જેમાંથી મોટા ભાગની ટ્રીક એમણે જાતે શોધેલી. જપાનમાં એમના એકલાના ૩૨૦૦ શો થએલા.
ગુજરાત સમાચાર અને નેટવર્કના વાચકોને એ જાણીને ખુશી થશે કે કે’લાલ ગુજરાત સમાચારના ખાસ ચાહક હતા અને ‘‘નેટવર્ક’’ના તો વાચક, ચાહક અને પ્રશંસક હતા. નેટવર્કના લાખો કરોડો વાંચકોની જેમ તેઓ પણ છાપુ આવે એટલે પહેલા ‘‘નેટવર્ક’’ વાંચી લેતા. એ પછી એમના પત્ની નેટવર્ક વાંચતા અને બપોર પછી ઘરના બીજાઓને વાંચવા મળતું.
ગુણવંત છો. શાહ

 

કોના બાપની...?
ચૂંટણી જીતવા આપણા જનતાના ખર્ચે ૭૫,૦૦૦ બેટ, ૩૫,૦૦૦ ક્રિકેટ કીટ, ૭૦,૦૦૦ વોલીબોલ બનાવરાવ્યા!
જી હા, ચૂંટણી પ્રચાર માટે ગુજરાતની ભાજપ સરકારે આપણા જનતાના ખર્ચે કાશ્મીરમાં લગભગ ૭૫,૦૦૦ બેટનો અને મેરઠની ચાર ફેક્ટરીઓને ૩૫,૦૦૦ ક્રિકેટ કીટ અને ૭૦,૦૦૦ વોલીબોલના ઓર્ડર આપ્યા છે. (અલબત્ત, એ બધા ઉપર ગુજરાતના મુખ્ય પ્રધાનના જૂદા જૂદા પ્રકારના વરણાગીયા ફોટા તો છે જ!)
સ્વામી વિવેકાનંદના નામને વટાવી ખાતી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા દરમ્યાન યુવાનોને આ બઘું વહેંચવામાં આવે છે. (કોના...?) જેથી ચૂંટણી પંચ ખર્ચનો વાંધો લઈ શકે નહીં?
વોલીબોલ માટે મેરઠની ચાર કંપનીઓને રૂપિયા ૧૫,૦૦,૦૦,૦૦૦ થી ૨૫,૦૦,૦૦,૦૦૦ સુધીનો ઓર્ડર આપવામાં આવેલો.
લગભગ એટલા જ કરોડ રૂપિયાનો ઓર્ડર કાશ્મીરની ક્રિકેટ કીટ બનાવનાર કંપનીઓને આપવામાં આવ્યો છે. અનંત નાગના હલઉલ્લાહ સંગમ પરની લગભગ ૧૦ ફેક્ટરીઓને ક્રિકેટના બેટ બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. આ બેટોની લંબાઈ ૩૪-૩૫ ઈંચ છે.
વોલીબોલ ઉપર સ્વામી વિવેકાનંદનો ફોટો, મુખ્ય પ્રધાનનો એ વિષેના ફોટા સાથે સંદેશ તેમજ ‘ગુજરાત વીલ વીન’ ‘ગુજરાત વીલ પ્લે’ જેવા સૂત્રો લખાયા છે જેથી ચૂંટણી પંથમાં વાંધો ન આવે અને કરોડો અબજો રૂપિયાનો ખર્ચ જનતાના નામે ચઢી જાય!
છેને ચાલાકી!
છેને ભેજું!
કોંગ્રેસ આવા ખર્ચા સામે સ્ટે નથી લેતી કે કોર્ટમાં કે ચૂંટણીપંચમાં નથી જતી એ નવાઈ પમાડે તેવું છે! શક્તિસંિહ, મોઢવાડિયા, શંકરસંિહ વગેરે કેપેબલ છે તો પણ! જાગો! જાગો! નહંિતર રહી જશો!

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાની સુરક્ષા માટે જોખમરૃપ ગણાવી ઓબામાએ ચીની કંપનીનો પ્રોજેક્ટ અટકાવ્યો

ઇરાકમાં શિયાઓ તેમજ લશ્કરી મથકોને લક્ષ્ય બનાવી વિસ્ફોટો ઃ ૩૨નાં મોત
પાકિસ્તાનમાં લાહોરના એક ચોકને ભગત સિંહનું નામ આપવામાં આવ્યું

મંદીમાંથી ભારત ચીન કરતાં ઝડપથી બહાર આવશે ઃ આરબીઆઈ

ઇંગ્લેન્ડમાં હવે ગમે તે ઘડીએ લગ્ન કરી શકાશે
૨૦૦૭માં પણ ભારતે પાકિસ્તાનને હરાવીને વિજયકૂચનો પ્રારંભ કર્યો હતો

ઊમર અકમલ અને મલિકનો સંઘર્ષ પણ લાંબો સમય ના ટક્યો

સેહવાગે ધીરજપૂર્વકની બેટિંગથી ટીકાકારોની બોલતી બંધ કરી
પેટ્રોલ પંપના ડીલરોની હડતાળ રદ્દ
જીસેટ-૧૦ ઇન્ટરમિડિયેટ ઓરબિટમાં મૂકાયો

શ્રીલંકા નૌકાદળનો તમિલ માછીમારો પર હુમલો

કિંગફિશરના એન્જિનીયરો હડતાળ પર ઉતર્યા
યુપીએ સરકારને ઉથલાવવા એનડીએ અત્યારે અવિશ્વાસની દરખાસ્ત નહિ લાવે
ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકા સામે આઠ વિકેટથી વિજય મેળવ્યો

આજે વેસ્ટ ઇન્ડિઝ-ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ-શ્રીલંકા વચ્ચે નિર્ણાયક જંગ

 
 

Gujarat Samachar Plus

યોગ અને આહારની કેર ચમકાવે દુલ્હનની સ્કિન
ઘર સજાવો ગરજ મુજબ...
મોડર્ન ટિચરનો મોડર્ન ગેટઅપ
ડીજીટલ સ્ટ્રેસઃ તોબા તેરા જલવા, તોબા તેરા પ્યાર
બોયઝ પણ બની રહ્યાં છે સ્ટાઈલીશ
 

Gujarat Samachar glamour

બ્રેકબાદ બોલિવુડમાં રીએન્ટ્રી માટે તૈયાર છંુ ઃ સોનાલી બેન્દ્રે
રણબીર અને દિપીકા વચ્ચે પ્રેમની મોસમ જામી રહી છે
દીપિકા-શાહરૃખની ''ચેન્નઈ એક્સપ્રેસ''નું શુટીંગ સ્ટાર્ટ
નાનપણમાં હું પણ ફિલ્મો પાછળ પાગલ હતો-શાહરૃખ ખાન
લગ્ન પહેલાં હું ભૂલ કરી બેઠી છંુ-કરીના કપુર
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved