Last Update : 01-October-2012, Monday

 

ડીજીટલ સ્ટ્રેસઃ તોબા તેરા જલવા, તોબા તેરા પ્યાર

- તમે એક ટાઇમ ફિક્સ કરી લો. એ સમય દરમિયાન જ સેલફોનથી લઇને લેપટોપ સુધીના ડિજીટલ ઉપકરણોનો ઉપયોગ કરવાનો. તમારા તમામ મિત્રો, બિઝનેસ પાર્ટનર અને સગા-સંબંધીઓને જણાવી દો.

થોડા સમય પહેલા માર્ક વેબ દિગ્દર્શીત 'એમેઝિંગ સ્પાઇડરમેન'માં અભિનય કરનારા એન્ડ્રયું ગારફિલ્ડની એ પહેલાની ફિલ્મ 'ધ સોશ્યલ નેટવર્ક'ને ઓસ્કાર અવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મમાં એક ડાયલોગ છેઃ પહેલા માણસો જંગલમાં રહેતા હતા, પછી શહેરમાં રહેવા લાગ્યા અને હવે ઇન્ટરનેટ પર રહે છે. આઇપોડથી માંડીને આઇપેડ સુધીની આપણી આસપાસની આખી દુનિયા ડિજીટલ બની ચૂકી છે ત્યારે તેની સાથેનો તનાવ પણ ડીજીટલ હોય એ સ્વાભાવીક છે. ડીજીટલ સ્ટ્રેસનું પ્રેમ જેવું છે. એ જોઇએ પણ છે અને સતાવે પણ છે. તોબા તેરા જલવા, તોબા તેરા પ્યાર.. તેરા ઇમોશનલ અત્યાચાર...
પણ જો કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે તો આ તનાવથી છૂટકારો મેળવી શકાય છે.
તમે એક ટાઇમ ફિક્સ કરી લો. એ સમય દરમિયાન જ સેલફોનથી લઇને લેપટોપ સુધીના ડિજીટલ ઉપકરણોનો ઉપયોગ કરવાનો. તમારા તમામ મિત્રો, બિઝનેસ પાર્ટનર અને સગા-સંબંધીઓને આ વિશે જણાવી દો. ત્યાર બાદ બધા જ ડીવાઇસીઝ સ્વિચ ઓફ કરી દો અને પૂરો સમય પોતાના ફેમિલીને અને પોતાની જાતને એપો.
અમદાવાદમાં પ્લેસમેન્ટ કન્સલટન્સીનો બિઝનેસ કરતા વિશેષ પટેલને રોજ ઢગલાબંધ ફોન કોલ્સ, એસએમએસીઝ અને ઇમેઇલ આવતા હતા. તેના લીધે તેઓ સાવ કંટાળી ગયા હતા. રોજ અનેક મેસેજ અને મેઇલનો જવાબ દેવાનું રહી જ જતું હતું. તેના લીધે તેઓ રાત્રે પણ તનાવમાં રહેતા હતા અને સતત ટેન્શન અનુભવતા હતા. ત્યાર બાદ તેમણે એક નવો નૂસખો અજમાવ્યો. તેમણે બધા ક્લાઇન્ટને મેઇલ કરી દીધો કે બને ત્યાં સુધી ઇમેઇલ કરવાનું ટાળવું અને જો કોઇ કામ હોય તો રૃબરું મિટિંગ ફિક્સ કરવી. જો ઇમરજન્સી હોય તો ફોન પર વાત કરવી. આવું કરવાને લીધે તેમના પરનું ભારણ સાવ હળવું થઈ ગયું.
આજકાલ પોતાનો ધંધો કે વ્યવસાય આગળ ધપાવવા માટે ફેસબુક જેવી સોશ્ય નેટવર્કીંગ સાઇટ્સ પર એક્ટિવ થવું પડે છે. દિવસનો અમુક સમય તેના માટે ફાળવવો પડે છે, પરંતુ સોશ્યલ મિડિયામાં પ્રોબ્લેમ એ થાય છે કે નકામા લોકો તમને મેસેજ કરતા રહે છે. ઓનલાઇન હોય ત્યારે અનેક બીનજરૃરી લોકો વાત કરવાની કોશિસ કરીને ડિસ્ટર્બ કરે છે. આવું થતું ટાળવા માટે બિનજરૃરી લોકોને અકાઉન્ટમાંથી દૂર કરી દેવા જોઇએ. એ સિવાયના જે લોકોથી તમે દૂર રહેવા માગતા હોય તેમના માટે તમારે તમારા એફબી અકાઉન્ટમાં જઇને એવો વિકલ્પ પસંદ કરી લેવો જોઇએ કે જેને લીધે તમે ઓનલાઇન હોવા છતાં પણ તેમને ન દેખાવ.
અત્યારે ઇન્ટરનેટ પર જાતજાતની સોશ્યલ નેટવર્કિંગ અને બિઝનેસ નેટવર્કિંગ સાઇટ્સનો રાફડો ફાટયો છે. સોશ્યલ સાઇટ્સ પર હોવું જરૃરી છે પણ બધી સાઇટ્સ પર નહીં. જો ઘણી બધી સાઇટ્સ પર પોતાના અકાઉન્ટ બનાવી લેીધા હોય તો તેને મનેજ કરવાનું મુશ્કેલ બની જાય છે અને તનાવ રહે છે. આથી બીનજરૃરી કે ઓછા ઉપયોગી હોય એવા તમામ અકાઉન્ટ તાત્કાલીક બંધ કરી દેવા જોઇએ અને મહત્વના અકાઉન્ટ્સ જ ચાલું રાખવા જોઇએ. સોશ્યલ નેટવર્કીંગ તમારી સગવડમાં વધારો કરવું જોઇએ. જો એ તમારો સમય ખાઈ જતું હોય અને તમારા માટે સમસ્યારૃપ બનતું હોય તો તે નકામું છે. તમારા બીજા કામો પર તેની અસર પડવી જોઇએ નહીં. અઠવાડિયામાં કમસેકમ એક દિવસ તો એવો હોવો જ જોઇએ કે જ્યારે તમે તમામ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સથી દૂર રહો અને પરિવારજનો તથા ઇત્તર પ્રવૃત્તિઓમાં સમય વિતાવો.આમ જોવા જઈએ તો ડિઝિટલવસ્તુની વાત આવે એટલે આપણા મનમાં આપણી ઓેફિસો જ પહેલી વાત યાદ આવી જાય છે. ત્યારે સ્વાભાવિક છે કે આપણને ડિઝિટલથી સ્ટ્રેસ દેખાઈ આવે એમ છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાની સુરક્ષા માટે જોખમરૃપ ગણાવી ઓબામાએ ચીની કંપનીનો પ્રોજેક્ટ અટકાવ્યો

ઇરાકમાં શિયાઓ તેમજ લશ્કરી મથકોને લક્ષ્ય બનાવી વિસ્ફોટો ઃ ૩૨નાં મોત
પાકિસ્તાનમાં લાહોરના એક ચોકને ભગત સિંહનું નામ આપવામાં આવ્યું

મંદીમાંથી ભારત ચીન કરતાં ઝડપથી બહાર આવશે ઃ આરબીઆઈ

ઇંગ્લેન્ડમાં હવે ગમે તે ઘડીએ લગ્ન કરી શકાશે
૨૦૦૭માં પણ ભારતે પાકિસ્તાનને હરાવીને વિજયકૂચનો પ્રારંભ કર્યો હતો

ઊમર અકમલ અને મલિકનો સંઘર્ષ પણ લાંબો સમય ના ટક્યો

સેહવાગે ધીરજપૂર્વકની બેટિંગથી ટીકાકારોની બોલતી બંધ કરી
પેટ્રોલ પંપના ડીલરોની હડતાળ રદ્દ
જીસેટ-૧૦ ઇન્ટરમિડિયેટ ઓરબિટમાં મૂકાયો

શ્રીલંકા નૌકાદળનો તમિલ માછીમારો પર હુમલો

કિંગફિશરના એન્જિનીયરો હડતાળ પર ઉતર્યા
યુપીએ સરકારને ઉથલાવવા એનડીએ અત્યારે અવિશ્વાસની દરખાસ્ત નહિ લાવે
ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકા સામે આઠ વિકેટથી વિજય મેળવ્યો

આજે વેસ્ટ ઇન્ડિઝ-ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ-શ્રીલંકા વચ્ચે નિર્ણાયક જંગ

 
 

Gujarat Samachar Plus

યોગ અને આહારની કેર ચમકાવે દુલ્હનની સ્કિન
ઘર સજાવો ગરજ મુજબ...
મોડર્ન ટિચરનો મોડર્ન ગેટઅપ
ડીજીટલ સ્ટ્રેસઃ તોબા તેરા જલવા, તોબા તેરા પ્યાર
બોયઝ પણ બની રહ્યાં છે સ્ટાઈલીશ
 

Gujarat Samachar glamour

બ્રેકબાદ બોલિવુડમાં રીએન્ટ્રી માટે તૈયાર છંુ ઃ સોનાલી બેન્દ્રે
રણબીર અને દિપીકા વચ્ચે પ્રેમની મોસમ જામી રહી છે
દીપિકા-શાહરૃખની ''ચેન્નઈ એક્સપ્રેસ''નું શુટીંગ સ્ટાર્ટ
નાનપણમાં હું પણ ફિલ્મો પાછળ પાગલ હતો-શાહરૃખ ખાન
લગ્ન પહેલાં હું ભૂલ કરી બેઠી છંુ-કરીના કપુર
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved