Last Update : 01-October-2012, Monday

 

ઘર સજાવો ગરજ મુજબ...

- રૃમની સાઇઝ પ્રમાણે ફર્નીચર પસંદ કરવું. નાના રૃમને મોટા કદના ફર્નીચરથી ભરી દેવા જોઇએ નહીં.

 

 

આજે જગ્યાના ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. આવા સંજોગોમાં મોટંુ ઘર લેવાનું સપનું સાકાર કરવું મુશ્કેલ છે. જોકે આ કારણે ચિંતા કરવી નહિ. નાનકડા ઘરને પણ જરૃરિયાત અને સ્ટાઈલના સમન્વય દ્વારા સુશોભિત કરી શકાય છે. નાના રૃમની જગ્યાનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરવા માટે થોડી સુઝની જરૃર હોય છે.
નાના રૃમને મોટી દેખાડવા માટે 'અસેન્ટ વૉલ'ના વિકલ્પને અપનાવવો. આનાથી રૃમ સ્ટાઇલીશ દેખાશે. અસેન્ટ વૉલ માટે વધારે ખર્ચ કરવો પડતો નથી અને તે ઝડપથી તૈયાર થઈ જાય છે. ઘરની કલર સ્કીમને ધ્યાનમાં રાખી અસેન્ટ વોલ માટે ઘેરો રંગ પસંદ કરવો. જોકે કાળો, ઘેરો ભૂરો, લાલ અને લીલો રંગ પ્રકાશ શોષે છે એટલે જગ્યા નાની દેખાય છે. આથી તેના બદલે પીળો, ગુલાબી, આકાશી ભૂરો જેવા રિફલેક્ટીવ રંગ પસંદ કરવા.
રૃમના કદ પ્રમાણે ફર્નીચર પસંદ કરવું. નાનકડી ઓરડીને મોટા કદના ફર્નીચરથી ભરી દેવી નહિ. આનાથી તે ભંડાકિયા જેવી દેખાશે. રૃમમાં ઊડીને આંખે વળગે તેવું નહિ પરંતુ તેમાં સમાઈને તેનો હિસ્સો બની જાય તેવું રાચરચીલું પસંદ કરવું. ઘરમાં ફર્નિચર હોવું જરૃરી છે પણ તેની ગોઠવણી કર્યા બાદ સરળતાથી હરફર કરી શકાય છે કે નહિ તે બાબતે ખાસ ધ્યાન આપવું. વળી આ ફર્નિચર એવા પ્રકારનું હોવું જોઈએ કે તેની અંદર જરૃરી કે વધારાનો સામાન ભરી શકાય. જેમ કે બોક્સ પલંગ -જેથી અંદર વધારાની ચાદર તકિયા કે રજાઈ મૂકી શકાય અથવા લાકડાના નીચા પાટિયા જેને ઊંચા કરીને કોફી ટેબલ તરીકે પણ વાપરી શકાય અથવા બેઠક તરીકે પણ ઉપયોગ કરી શકાય.
ફર્નીચરમાં સ્ટોરેજની ક્ષમતા હોય તો ટીવીના રિમોટ કંટ્રોલ, અખબાર, રમકડાં, બ્લેન્કેટ, પુસ્તકો વગેરેને મૂકી શકાય જેથી આ બધું ઘરમાં રખડતું ન રહે. અને રૃમ મોટો લાગે.
જોકે સ્ટોરેજની જગ્યા ધરાવતાં ફર્નીચરના મર્યાદિત વિકલ્પો હોવાથી રૃમની લંબાઈનો ઉપયોગ કરી શકાય તે પ્રમાણે ડિઝાઈન તૈયાર કરવી. દીવાલ સાથે જોડાયેલી છાજલીઓ, બેડરૃમની છતને અડે તેવા ખાનાઓ, પુસ્તકો મુકવાની છાજલીઓ વગેરેથી દીવાલની લંબાઈ વધુ દેખાશે અને આમાં સ્ટોરેજ પણ સારું થઈ શકશે. જોકે અભેરાઈઓ બનાવતી વખતે સ્ટાઈલ અને ઉપયોગિતા બન્ને બાબત ધ્યાનમાં રાખવી. છાજલીઓ પુસ્તક કે ડેકોરેશનની વસ્તુઓ મૂકવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ છે.
રૃમને મોટી દર્શાવવામાં પ્રકાશ આયોજન પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. કુદરતી પ્રકાશ આવતો હોય તેવી રૃમ મોટી લાગે છે. એટલે ઇન્ટિરીયર ડિઝાઈનિંગ કરતી વખતે રૃમમાં હવા-ઉજાસની વ્યવસ્થા સરખી હોય તે વાતનું ખાસ ધ્યાન રાખવું.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાની સુરક્ષા માટે જોખમરૃપ ગણાવી ઓબામાએ ચીની કંપનીનો પ્રોજેક્ટ અટકાવ્યો

ઇરાકમાં શિયાઓ તેમજ લશ્કરી મથકોને લક્ષ્ય બનાવી વિસ્ફોટો ઃ ૩૨નાં મોત
પાકિસ્તાનમાં લાહોરના એક ચોકને ભગત સિંહનું નામ આપવામાં આવ્યું

મંદીમાંથી ભારત ચીન કરતાં ઝડપથી બહાર આવશે ઃ આરબીઆઈ

ઇંગ્લેન્ડમાં હવે ગમે તે ઘડીએ લગ્ન કરી શકાશે
૨૦૦૭માં પણ ભારતે પાકિસ્તાનને હરાવીને વિજયકૂચનો પ્રારંભ કર્યો હતો

ઊમર અકમલ અને મલિકનો સંઘર્ષ પણ લાંબો સમય ના ટક્યો

સેહવાગે ધીરજપૂર્વકની બેટિંગથી ટીકાકારોની બોલતી બંધ કરી
પેટ્રોલ પંપના ડીલરોની હડતાળ રદ્દ
જીસેટ-૧૦ ઇન્ટરમિડિયેટ ઓરબિટમાં મૂકાયો

શ્રીલંકા નૌકાદળનો તમિલ માછીમારો પર હુમલો

કિંગફિશરના એન્જિનીયરો હડતાળ પર ઉતર્યા
યુપીએ સરકારને ઉથલાવવા એનડીએ અત્યારે અવિશ્વાસની દરખાસ્ત નહિ લાવે
ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકા સામે આઠ વિકેટથી વિજય મેળવ્યો

આજે વેસ્ટ ઇન્ડિઝ-ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ-શ્રીલંકા વચ્ચે નિર્ણાયક જંગ

 
 

Gujarat Samachar Plus

યોગ અને આહારની કેર ચમકાવે દુલ્હનની સ્કિન
ઘર સજાવો ગરજ મુજબ...
મોડર્ન ટિચરનો મોડર્ન ગેટઅપ
ડીજીટલ સ્ટ્રેસઃ તોબા તેરા જલવા, તોબા તેરા પ્યાર
બોયઝ પણ બની રહ્યાં છે સ્ટાઈલીશ
 

Gujarat Samachar glamour

બ્રેકબાદ બોલિવુડમાં રીએન્ટ્રી માટે તૈયાર છંુ ઃ સોનાલી બેન્દ્રે
રણબીર અને દિપીકા વચ્ચે પ્રેમની મોસમ જામી રહી છે
દીપિકા-શાહરૃખની ''ચેન્નઈ એક્સપ્રેસ''નું શુટીંગ સ્ટાર્ટ
નાનપણમાં હું પણ ફિલ્મો પાછળ પાગલ હતો-શાહરૃખ ખાન
લગ્ન પહેલાં હું ભૂલ કરી બેઠી છંુ-કરીના કપુર
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved