Last Update : 01-October-2012, Monday

 

યોગ અને આહારની કેર ચમકાવે દુલ્હનની સ્કિન

- જવના ખમીરથી ત્વચા ચમકે છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં ખનીજ તત્ત્વો હોવાથી તે ત્વચામાં ચમક લાવવામાં મદદ કરે છે. તમારા ત્વચા નિષ્ણાત પાસેથી તેનું પ્રિસ્ક્રિપ્શન લો.

સગાઈ અને લગ્ન વચ્ચેનો ગાળો નવવધૂ માટે ભારે દોડધામભર્યો તેમ જ માનસિક તાણભર્યો હોય છે. લગ્નની ખરીદી કરવા સવારથી સાંજ વિવિધ સ્થળોએ ફરવાથી પગમાં ભારે પડા થાય છે. વળી નવા ઘરમાં જઈને બધા સાથે ફાવશે કે નહીં, તે સાસરાના પરિવારને રાજી રાખી શકશે કે નહીં તેની ચિંતા પણ હોય છે. આવી સ્થિતિમાં શારીરિક-માનસિક તાણમાંથી રાહત મેળવવા યોગ શ્રેષ્ઠ વિકલ્પ ગણાય છે.
જાનુ શીર્ષાસન
પગ સીધાં રાખીને ટટ્ટાર બેસો. જમણા પગને ઘૂંટણ પાસેથી વાળો. તેને જમણા પગની સાથળ પર મૂકો, ડાબો પગ બહાર ખેંચેલો રહેવા દો. શ્વાસ લો અને હાથ માથાથી ઉપર સુધી લો. ઉચ્છ્વાસ કાઢીને પગને જેટલે સુધી પકડી શકો તેટલે સુધી પકડો. આ સ્થિતિમાં ખભા ઢીલાં પાડીને હળવા થાઓ. (આ સ્થિતિમાં ખભાને ઊંચા-નીચા કરવાથી કે વધુ હલાવવાથી શરીરમાં તાણ પેદા થાય છે.) આ પોઝમાં રહીે તમારી છાતીને સાથળ સુધી લઈ જવાનો પ્રયાસ કરો. બીજો પગ સીધો જ રહે તેનું ધ્યાન રાખો. આ પોઝમાં ૩૦ સેકન્ડ રહો. સામાન્ય શ્વાસોચ્છ્વાસ જારી રાખો. શ્વાસ લઈને હાથ ઉપર કરો અને આરંભની સ્થિતિમાં પાછા ફરો. થોડીવાર થોભો પછી બીજા પગમાં આ યોગનું પુનરાવર્તન કરો.
જો તમને સ્લીપ ડિસ્ક કે કમરના દુખાવાની તકલીફ હોય તો આ આસન કરવાનું ટાળો.
આ યોગથી ચહેરા તરફ રક્ત પરિભ્રમણ થવાથી ચહેરો ચમકી ઊઠે છે. સાથે સાથે મગજને પણ પૂરતા પ્રમાણમાં લોહી મળવાથી માનસિક તાણમાં રાહત મળે છે, એટલું જ નહીં, આખું શરીર હળવું બને છે.
ઉત્કટાસન
સીધાં ઊભા રહો. બંને પગ વચ્ચે થોડી જગ્યા રાખો. હાથને આગળ તરફ લાંબા કરો. આંગળીઓ સીધી રાખો. શ્વાસ લો. ઉચ્છ્વાસ બહાર કાઢી ઘુંટણ પાસેથી પગ વાળો અને નિતંબ નીચે તરફ લો. કમરથી ઉપરનો ભાગ થોડો સીધો રાખવાનો પ્રયતાસ કરો. સામે જોઈને શ્વાસોચ્છ્વાસ સામાન્ય રાખો. આ પોઝમાં ૧૫ મિનિટ રહો. અગાઉના પોઝમાં પાછા આવો. આ યોગ ત્રણ વખત કરો. આ પોઝમાં તમે ૩૦ સેકંડ પણ રહી શકો.
જો સ્લીપ ડિસ્ક કે કમરનો દુખાવો હોય તો આ આસન ન કરવું. આ યોગથી શરીરનું કળતર દૂર થાય છે. શક્તિ વધે છે. હાથ, પગ, નિતંબ અને પેટના સ્નાયુ મજબૂત થાય છે. કરોડરજ્જુ સીધી રહે છે. પરિણામે શારીરિક પોશ્ચર યોગ્ય રહે છે. આ યોગાસનો ઉપરાંત ભોજન પર ધ્યાન આપવું પણ જરૃરી છે. રોજ સવારના પૌષ્ટિક નાસ્તો અચૂક કરો. સવારનો નાસ્તો ચૂકી જવાથી ખૂબ ભૂખ લાગે અને પછી અકરાંતિયાની જેમ ખવાઈ જતું હોવાથી અંતે નુકસાન થાય છે.
રાત્રે ૮.૩૦ વાગ્યા સુધીમાં જમી લો. મોડા જમવાથી ભોજન પચાવવાનું મુશ્કેલ બને છે.
જવના ખમીરથી ત્વચા ચમકે છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં ખનીજ તત્ત્વો હોવાથી તે ત્વચામાં ચમક લાવવામાં મદદ કરે છે. તમારા ત્વચા નિષ્ણાત પાસેથી તેનું પ્રિસ્ક્રિપ્શન લો. મશરૃમ પણ ચામડીને ચમકીલી બનાવવામાં સહાય કરે છે.
તમારા રોજિંદા ભોજનમાં વાલનો સમાવેશ કરવાથી તેમાં રહેલું મેંગેનિઝ ત્વચામાં ચમક લાવે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાની સુરક્ષા માટે જોખમરૃપ ગણાવી ઓબામાએ ચીની કંપનીનો પ્રોજેક્ટ અટકાવ્યો

ઇરાકમાં શિયાઓ તેમજ લશ્કરી મથકોને લક્ષ્ય બનાવી વિસ્ફોટો ઃ ૩૨નાં મોત
પાકિસ્તાનમાં લાહોરના એક ચોકને ભગત સિંહનું નામ આપવામાં આવ્યું

મંદીમાંથી ભારત ચીન કરતાં ઝડપથી બહાર આવશે ઃ આરબીઆઈ

ઇંગ્લેન્ડમાં હવે ગમે તે ઘડીએ લગ્ન કરી શકાશે
૨૦૦૭માં પણ ભારતે પાકિસ્તાનને હરાવીને વિજયકૂચનો પ્રારંભ કર્યો હતો

ઊમર અકમલ અને મલિકનો સંઘર્ષ પણ લાંબો સમય ના ટક્યો

સેહવાગે ધીરજપૂર્વકની બેટિંગથી ટીકાકારોની બોલતી બંધ કરી
પેટ્રોલ પંપના ડીલરોની હડતાળ રદ્દ
જીસેટ-૧૦ ઇન્ટરમિડિયેટ ઓરબિટમાં મૂકાયો

શ્રીલંકા નૌકાદળનો તમિલ માછીમારો પર હુમલો

કિંગફિશરના એન્જિનીયરો હડતાળ પર ઉતર્યા
યુપીએ સરકારને ઉથલાવવા એનડીએ અત્યારે અવિશ્વાસની દરખાસ્ત નહિ લાવે
ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકા સામે આઠ વિકેટથી વિજય મેળવ્યો

આજે વેસ્ટ ઇન્ડિઝ-ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ-શ્રીલંકા વચ્ચે નિર્ણાયક જંગ

 
 

Gujarat Samachar Plus

યોગ અને આહારની કેર ચમકાવે દુલ્હનની સ્કિન
ઘર સજાવો ગરજ મુજબ...
મોડર્ન ટિચરનો મોડર્ન ગેટઅપ
ડીજીટલ સ્ટ્રેસઃ તોબા તેરા જલવા, તોબા તેરા પ્યાર
બોયઝ પણ બની રહ્યાં છે સ્ટાઈલીશ
 

Gujarat Samachar glamour

બ્રેકબાદ બોલિવુડમાં રીએન્ટ્રી માટે તૈયાર છંુ ઃ સોનાલી બેન્દ્રે
રણબીર અને દિપીકા વચ્ચે પ્રેમની મોસમ જામી રહી છે
દીપિકા-શાહરૃખની ''ચેન્નઈ એક્સપ્રેસ''નું શુટીંગ સ્ટાર્ટ
નાનપણમાં હું પણ ફિલ્મો પાછળ પાગલ હતો-શાહરૃખ ખાન
લગ્ન પહેલાં હું ભૂલ કરી બેઠી છંુ-કરીના કપુર
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved