Last Update : 01-October-2012, Monday

 
દિલ્હીની વાત
 

ઓમર એમની મુદત પૂરી કરી શકશે ?
નવી દિલ્હી,તા.૨૯
નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસે જમ્મુ - કાશ્મીરમાં ચાર વર્ષ અગાઉ મોરચા સરકાર રચી ત્યારથી નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાહ તથા કોંગ્રેસ વચ્ચેના સંબંધો હાલકડોલક રહ્યા છે. સંઘર્ષરત રાજ્ય જમ્મુ અને કાશ્મીરમાં કેટલાક દાયકાઓ પછી સફળતાપૂર્વક ચૂંટણી યોજાઈ એ પછી પણ બંને પક્ષોના સંબંધો તણાવપૂર્ણ રહ્યા છે. બંને પક્ષોને અસંખ્ય મુદ્દે ટક્કર થઈ છે, ખાસ તો સશસ્ત્ર દળો વિશેષ સત્તા કાનૂન (અફ્સ્પા)ના મુદ્દે નેશનલ કોન્ફરન્સ અફ્સ્પા પાછો ખેંચાય એમ ઈચ્છે છે, જ્યારે કોંગ્રેસ અને લશ્કર એને આંશિકપણે પરત ખેંચવાના વિરોધી છે આથી અફસ્પા મુદ્દે બંને વચ્ચેના મતભેદો યથાવત રહ્યા છે. ત્રાસવાદીઓએ કેટલાક સરપંચોને મારી નાખ્યા એના પગલે પંચાયતની સત્તાના મુદ્દે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ વચ્ચેનું થઈ રહેલું ઘર્ષણ એ બે જૂથો વચ્ચેની છેલ્લામાં છેલ્લી લડાઈ છે. આનાથી બંને જૂથો વચ્ચે સુલેહના કોઈ ચિહનો રહ્યા હોવાનું જણાતું નથી. ઊલટું, ઘર્ષણ દિવસે - દિવસે વધી રહ્યું છે.
સરપંચોને કોંગ્રેસનું સંપૂર્ણ સમર્થન
વરિષ્ઠ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને કેન્દ્રના પંચાયતી રાજ પ્રધાન કિશોરચંદ્ર દવે લડાઈમાં હાથ મિલાવીને, પંચાયતોને સત્તાવંચિત રાખવા બદલ ઓમર અબ્દુલ્લા પર પ્રહારો કરી રહ્યા છે. પંચાયતો, સરપંચો અને પંચાયતી સભ્યો કોંગ્રેસની સાથે છે. ૧૪૦ પંચાયતીસભ્યો ત્રાસવાદીઓના હુમલાના ભયે છોડી ગયા છે. એમણે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન અને જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ગુલામનબી આઝાદ સાથે બેઠક યોજી છે, પરંતુ કોંગ્રેસ અને સરપંચોને જેનાથી ઉશ્કેરણી થઇ રહી છે. એ છે ઓમર એમના એવા વલણને વળગી રહ્યાં છે કે જમ્મુ અને કાશ્મીર પાસે પોતાનો પંચાયતી કાયદો છે. અને સુધારાના અમલની કોઇ જરૃર નથી, પરંતુ કોંગ્રેસ પંચાયત ઘડાને ઉકળતો રાખવા માટે કટિબધ્ધ છે અને અબ્દુલ્લાને એમનેમ જવા દેવાનો મિજાજ હોય એમ જણાતુ નથી. સિવાય કે પંચાયત મુદ્દે એમની સાથેના રાજકીય યુધ્ધમાં એ જીત મેળવે.
બંને પક્ષો તિરાડને વજૂદ આપતા નથી
પંચાયતોના મુદ્દે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ વચ્ચેની લડાઇનું રસપૂર્ણ લક્ષણ એ છે કે બંને પક્ષો મતભેદને નહી ચગાવવા માટે શક્ય શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યાં છે. રાહુલે સરપંચોના અધિકારો પુનઃ સ્થાપિત થતા સુધી એમની લડત ચાલુ રાખવાની ખાતરી આપી હોવા છતાં આમ બની રહ્યું છે. આગામી તા.૨-૫ ઓક્ટોબર દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં યોજાનારી યુવક કોંગ્રેસની બેઠકમાં એક દિવસ રાહુલ ઉપસ્થિત રહેવાના છે. બેઠકમાં મુખ્ય મુદ્દો પંચાયતી રાજનો રહેશે. બીજી બાજુ કોંગ્રેસી નેતાઓ એમ પણ કહી રહ્યાં છે કે ઓમર સરકારને કોઇ ખતરો નથી અને ઇ.સ.૨૦૧૪ સુધીમાં એ એની છ વર્ષની મુદત પુરી કરશે. ઓમરે પણ એમના પક્ષે ટ્વીટ કર્યું છે કે એમની અને રાહુલ વચ્ચે કોઇ મતભેદો નથી. એમણે એમના કાલ્પનિક યુધ્ધ પર પ્રકાશ ફેંકવા બદલ પત્રકારોને દોષિત ઠેરાવ્યા છે. સામી બાજુએ એમણે ઉપકુલપતિઓ અને શિક્ષણ શાસ્ત્રીઓને ટાગોરનો જુસ્સો પુનઃજિવિત કરવા માટે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ કાશ્મીરમાં આહવાન કર્યું એ મહત્વની ઘટનાને કોરાણે મૂકી દીધીછે.
ગડકરી મૌન કેમ ?
માહિતી અધિકારના સક્રિય કાર્યકર અંજલિ દમણિયાએ મહારાષ્ટ્રની સિંચાઇ કૌભાંડ બાબત ભાજપ પ્રમુખ નીતિન ગડકરી વિરૃધ્ધ કરેલા આક્ષેપો સામે ભાજપ પક્ષ-પ્રમુખને રક્ષણ પુરૃં પાડતો રહ્યો છે ત્યારે ગડકરી અને એમના સાથી સાંસદ અજય સાંચેતિ પૂછપરછને ટાળી રહ્યા છે. ગડકરીએ અંજલિને કાનૂની નોટિસ પાઠવી છે ત્યારે અંજલિ પીછેહઠના કોઇ ચિહ્ન દર્શાવી રહ્યાં નથી. ઊલટું એમણે કહ્યું છે કે પોતે જુઠું કહ્યું નથી અને પોતે કાનૂની કેસ લડશે. ભાજપ ગડકરી અને અંજલિ વચ્ચે કોઇ બેઠક નહિ થઇ હોવાની એની વાતને વળગી રહ્યો છે. પરંતુ અંજલિ એની વાતને વળગી રહ્યાં છે કે પોતે ગડકરીને મળ્યાં હતાં, જેમણે સિંચાઇ કૌભાંડને પડકારવાનો ઇન્કાર કર્યો હતો.
દીદી માટે શુભ સમાચાર
તૃણમૃલ કોંગ્રેસે યુપીએ સરકારને ટેકો પાછો ખેંચી લીધો એ પછી તૃણમૂલ કોંગ્રેસના નેતાઓને બીક હતી કે છુટા પડતી વખતે તૃણમુલ કોંગ્રેસ જે સંભાળી રહી હતી એ રેલવે મંત્રાલયના બંગાળમાંના કેન્દ્રીય પ્રોજેક્ટોને પડતા મૂકાશે પરંતુ હવે તૃણમુલ કોંગ્રેસે એ વિષે ખાસ ચિંતા કરવા જેવું નથી. રાજ્યના કોંગ્રેસી નેતાઓએ ખાતરી આપી છે. કે બંગાળમાંનાં બધા કેન્દ્રીય પ્રોજેક્ટોને કોઇ અસર નહિ થાય. તેઓ ચાલુ રહેશે. બંગાળ કોંગ્રેસના નેતાઓ માનસ રંજન ભમિઆના નેતૃત્વ હેઠળ નવા રેલવે પ્રધાન સી.પી. જોશી અને કેન્દ્રના ગ્રામવિકાસ પ્રધાન જયરામ રમેશને મળ્યા હતા. અને બંગાળના કેન્દ્રીય પ્રોજેક્ટોને અસર ના થાય એ જોવા વિનંતી કરી હતી. આ પ્રોજેક્ટો યુપીએ સરકારના છે જે ચાલુ રહેવા જોઇએ, એમ ભુમિઆએ પ્રધાનોને વિનંતી કરી હતી.
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

યોગ અને આહારની કેર ચમકાવે દુલ્હનની સ્કિન
ઘર સજાવો ગરજ મુજબ...
મોડર્ન ટિચરનો મોડર્ન ગેટઅપ
ડીજીટલ સ્ટ્રેસઃ તોબા તેરા જલવા, તોબા તેરા પ્યાર
બોયઝ પણ બની રહ્યાં છે સ્ટાઈલીશ
 

Gujarat Samachar glamour

બ્રેકબાદ બોલિવુડમાં રીએન્ટ્રી માટે તૈયાર છંુ ઃ સોનાલી બેન્દ્રે
રણબીર અને દિપીકા વચ્ચે પ્રેમની મોસમ જામી રહી છે
દીપિકા-શાહરૃખની ''ચેન્નઈ એક્સપ્રેસ''નું શુટીંગ સ્ટાર્ટ
નાનપણમાં હું પણ ફિલ્મો પાછળ પાગલ હતો-શાહરૃખ ખાન
લગ્ન પહેલાં હું ભૂલ કરી બેઠી છંુ-કરીના કપુર
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved