Last Update : 01-October-2012, Monday

 

ચૂંટણીની મોસમ આવી રહી છેઃ પ્રાદેશિક પક્ષો મજબૂત
પોલીટીકલ મિસાઈલ્સથી ત્રસ્ત રાજકારણ

ઓનલાઇન - અરૃણ નહેરૃ
- વહિવટના મુદ્દે ઉભી થતી નેગેટીવીટી માટે દરેક જવાબદાર ઃ યુપીએ-૨ સામે કોઈ જોખમ નથી ઃ ઘણાં પક્ષોને વહેલી ચૂંટણી પસંદ નથી ઃ વિકાસ પામેલું દિલ્હી...
- કોમ્પ્યુટર ટેકનોલોજી દશ વર્ષ પછી ક્યાં હશે તે કહી શકાય એમ નથી ઃ મઘ્મયવર્ગ સામે વઘુ સમસ્યાઓ શરૂ થઈ છે ઃ મઘ્યપૂર્વના દેશોમાં તંગ સ્થિતિ ચાલી રહી છે

 

‘પોલીસી પેરાલીસીસ’ના આરોપો સામે વડા પ્રધાન મનમોહન સંિહે યુઘ્ધ જાહેર કર્યું હોય એમ દેખાઈ આવે છે. તેની સામે જો કે રાજકીય વાવાઝોડું પણ ઊભું થયું છે. છેલ્લા બે વર્ષથી વિખરાઈ ગયેલી રાજકીય સ્થિતિમાં અસરકારક વહિવટ જોવા મળશે અને સરકાર તેમજ પક્ષ રાજકીય વોર માટે તૈયાર હોય એમ દેખાઈ રહ્યું છે. ભાજપ જેમ રાજકીય હુમલા માટે તૈયાર છે એમ પ્રાદેશિક પક્ષો માટે પણ છે. આ પક્ષો ચારેબાજુ પોલીટીકલ મિસાઈલ્સ છોડી રહ્યા છે. તે દર્શાવે છે કે રાજકારણ સક્રિય છે જેમાં પ્રજા માટે બહુ ઓછી જગ્યા હોય છે. નૈતિક રીતે પોતે સુપીરીયર છે એમ બતાવનારા પણ રાજકીય સિસ્ટમ પર પ્રભુત્વ જમાવવાની વાત કરે છે. ટીએમસીએ સખત પ્રત્યાઘાતો આપીને યુપીએ-ટુ ને આપેલો ટેકો પાછો ખેંચ્યો હતો. મમતાને પણ તેમના લઘુમતી વોટનું રક્ષણ કરવાનું છે. સીપીઆઈ (એમ) અને કોંગ્રેસ પણ તે માર્ગે જ આગળ વધી રહ્યા છે.
આપણી સિસ્ટમ જ એવી છે કે જેમાં ચૂંટણી યુઘ્ધ ચાલુ રહે. ભાજપે તેની માગણી વ્યાજબી સમયે રજુ કરી છે. આગામી વર્ષ કેટલીક મહત્વની ચૂંટણીઓ આવી રહી છે, આમ પણ કોઈ ચૂંટણીઓ આસાન નથી હોતી. તૃણમુલ કોંગ્રેસે સરકાર છોડતાં તેને વિરોધ કરવાની વઘુ તક મળી છે જ્યારે ભારત બંધના કારણે ઘણાં પોતાને મુખ્ય વિરોધ પક્ષ પણ માની રહ્યા છે. દરેક પ્રાદેશિક રાજકીય પક્ષે તેમના ભવિષ્યને લક્ષ્યમાં રાખીને કામ કરવું પડે છે. તેમના મત વિસ્તારને ઘ્યાનમાં રાખીને તે આર્થિક પરિવર્તનના પગલાં અંગે નિર્ણય લેતા હોય છે. તૃણમુલ કોંગ્રેસ તેમાંથી બાકાત નથી.
આ પક્ષોએ પોતાની નીતિઓ અંગે પ્લાન કરવો પડશે. કમનસીબી તો એ છે કે બંગાળે ૩૦ વર્ષ ડાબેરી શાસન હેઠળ કાઢ્‌યા છે. વિશ્વભરમાં કોમ્યુનીસ્ટ મુવમેન્ટમાંબદલો આવ્યો છે. રશિયા અને ચીન બંનેએ આર્થિક પરિવર્તન સ્વીકાર્યું હતું પરંતુ ભારત પાછળ રહી ગયું હતું. કલકત્તા સુંદર શહેર છે, બંગાળમાં બુઘ્ધિમતાવાળા લોકો રહે છે ભારતમાં કોઈપણ ખૂણે રહેતા લોકો સાથે તે સ્પર્ધા કરી શકે છે પરંતુ આ એક જ ક્ષમતાથી આર્થિક સઘ્ધર સ્થિતિ મેળવી શકાતી નથી તે માટે આપણે વૈશ્વિક સમાજ સાથે કદમ મીલાવવાની જરૂર છે. શું રોકાણ આવકારવા આપણે છેલ્લા દાયકામાં કશું કર્યું છે ખરું ?!
છેલ્લા બે વર્ષમાં મેં વારંવાર વહિવટના મુદ્દે લખ્યું છે જે કોઈ નેગેટીવીટી ઊભી થઈ છે તે માટે દરેકને દોષ દેવો જોઈએ. વિધાન સભ્યો, અધિકારીઓ અને ન્યાયતંત્ર વચ્ચે સમતોલ સ્થિતિ ઊભી કરવી મુશ્કેલ હોય છે. જેમાં સારી, ખરાબ અને સૌથી ખરાબ સ્થિતિ પર નજર રાખવામાં આવે છે. રીટેલ ક્ષેત્રે એફડીઆઈને રાજ્યો પર લાદવી ના જોઈએ. એફડીઆઈથી લાભ મળતો હોય તો રાજ્યોના પણ શા માટે પાડે ?! ૧૯૭૦ના દાયકામાંની કોલાવોરને યાદ કરો અને એવું જ પેપ્સીકોલા અને કોકાકોલાએ જ્યારે ભારતના સોફ્‌ટ ડ્રીકના ઉદ્યોગ પર આક્રમણ કર્યું તે યાદ છે ને ?? આજે સ્થિતિ એ છે કે દરેક નાની દુકાનોએ આ બ્રાન્ડ હોય છે જેમાં પોટેટોઝીલ્સ જેવી આઈટમનો પણ સમાવેશ થાય છે. પેપ્સી અને કોકાકોલાએ ભારતની બ્રાન્ડને વિકસવાની તક આપી હતી અને આજે તે સ્પર્ધામાં છે.
પોતે જે કંઈ કરે છે તેના માટે દરેક જણ પાસે બે કારણો હોય છે. ભાજપ નાના વેપારીઓને પરંપરાગત ટેકો આપી રહ્યા છે. રીટેલમાં એફડીઆઈનો વિરોધ પણ તે કરી રહ્યાં છે. પરંતુ દિલ્હી પર નજર કરો તો ખ્યાલ આવશે કે આ શહેર વિકાસ પામ્યું છે અને ત્યાંની રીયલ એસ્ટેટની વેલ્યુ કેવી રીતે આસમાને પહોંચી તે પણ વિચારવું જોઈએ. અહીં નાનો વેપારી કેટલો બદલાયો છે તે પણ વિચારવું જોઈએ. અમે મહેરૂલીમાં રહીએ છીએ. અમે જોયું છે કે દુકાનો હેર સ્ટાયલ સલૂન, જીમ્નેશીયમ, કોફી શોપ, રેસ્ટોરાં, કોમ્પ્યુટર અને ટેલિકોમ શોપ વગેરેમાં ફેરવાઈ છે. હવે તો હેર ટ્રાન્સ પ્લાંટ કલીનીક, વિવિધ મેડીકલ સર્વિસ અને ડોગ ગુ્રઝીંગ સેન્ટર પણ જોવા મળે છે. પરંપરાગત કરિયાણા સ્ટોર્સ પણ સમય સાથે કદમ મીલાવે છે. ભારત પરિવર્તન કરે છે અને સતત પરિવર્તન અપનાવે છે જ્યારે આપણામાંના કેટલાક જુની વાતોને વળગી રહ્યા છે. ભારત વર્ષ-પ્રતિવર્ષ યુવાન થઈ રહ્યું છે. ૨૦૨૦માં ભારતમાં એવરેજ ઉંમર ૨૯ વર્ષની હશે !! હું વર્તમાનમાં રહું છું. હું ભવિષ્ય અંગે વિચારું છું. પરંતુ ભૂતકાળમાંથી શીખેલા મુદ્દા પણ મહત્વના છે. ૩૦ વર્ષ પહેલા જ્યારે રાજીવ ગાંધીએ પ્રથમવાર ટેકનોલોજી દાખલ કરવાના પગલા લીધા ત્યારની સ્થિતિ પર નજર કરવા જેવી છે. કોમ્પ્યુટરને શંકાથી જોવામાં આવતું હતું. આપણને કોમ્પ્યુટરમાં નવા નિશાળીયા તરીકે ચિતરવામાં આવતા હતા. કોમ્પ્યુટર ટેકનોલોજી અંગે સમાચાર માઘ્યમો રોજ વિગતો આપતા હતા. ૨૦ થી ૬૦ વર્ષ પછી કોમ્પ્યુટર કેવી પ્રગતિ કરશે તે અંગે કહેવા કોઈ તૈયાર નહોતું. હવે દશ વર્ષ પછી આ ટેકનોલોજી કેટલી પ્રગતિ કરશે તે અંગે કોઈ કહી શકશે ખરા ?! ટેકનોલોજીએ જીવન બદલી નાખ્યું છે. અને આમ આદમીને વઘુ સમૃઘ્ધ બનાવ્યો છે.
મઘ્યમવર્ગ દેશોમાં સ્ફોટક પરિસ્થિતિ ચંિતાજનક છે. ક્રુડના ભાવોમાં વધારો થવાની શક્યતા છે ભવિષ્યમાં આપણા માટે સારું શું છે અને ખરાબ શું છે તે સમજીને તેને આવકારવું જોઈએ. જ્યારે હું આ લખી રહ્યો છું ત્યારે ટુનીશીયા, પેમનમાં ટેન્શન છે જ્યારે લીપીયા, ઈજીપ્ત, સીરીયા, ઈરાક અને ઈરાનમાં સ્ફોટક સ્થિતિ છે. આગામી દિવસોમાં કેટલાક રાજકીય પક્ષો ઘણાં નિવેદનોનો મારો ચલાવશે પરંતુ ઘણાં ઓછા તેમના લાંબાગાળાના હેતુઓ બતાવશે. ઘણાં પક્ષોને વહેલી ચૂંટણી પસંદ નથી. માઈનોરીટી સ્ટેટસનો અર્થ એવો નથી કે એસપી, બીએસપી, ડીએમકે કે ટીઆરએસ પાસે ઓછી સંખ્યા છે. અન્ય કેટલાક ભવિષ્યનો પ્લાન ઘ્યાનમાં રાખીને વિચારશે. સેક્યુલર અનેનો સેક્યુલરનો મુદ્દો નજર સામે છે. જે આગામી અઠવાડીયે સપાટી પર આવશે. યુપીએ-ટુ સામે કોઈ જોખમ છે એમ હું માનતો નથી. બીજી તરફ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં ૬ના બદલે ૯ એલપીજી સિલીંડર આપવાની વાત આવકાર્ય છે. મને લાગે છે કે બીજા રાજ્યો પણ તેને અનુસરશે.
આપણે ચૂંટણીની સિઝનમાં પ્રવેશી રહ્યા છે. રાજકીય પક્ષોની નિવેદનબાજી જોવા મળશે. ચૂંટણીવોર વિશે ઘણું કહેવાયું છે અને કરાયું છે. આપણી પાસે થોડું મીઠું ભભરાવીને નવેસરથી આવે છે. આપણે મમતા બેનરજી દ્વારા ઘણાં આક્ષેપો જતા જોયા છે હવે તેમની પાસેથી સારા વહિવટની આશા રાખી શકાય ?!

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાની સુરક્ષા માટે જોખમરૃપ ગણાવી ઓબામાએ ચીની કંપનીનો પ્રોજેક્ટ અટકાવ્યો

ઇરાકમાં શિયાઓ તેમજ લશ્કરી મથકોને લક્ષ્ય બનાવી વિસ્ફોટો ઃ ૩૨નાં મોત
પાકિસ્તાનમાં લાહોરના એક ચોકને ભગત સિંહનું નામ આપવામાં આવ્યું

મંદીમાંથી ભારત ચીન કરતાં ઝડપથી બહાર આવશે ઃ આરબીઆઈ

ઇંગ્લેન્ડમાં હવે ગમે તે ઘડીએ લગ્ન કરી શકાશે
૨૦૦૭માં પણ ભારતે પાકિસ્તાનને હરાવીને વિજયકૂચનો પ્રારંભ કર્યો હતો

ઊમર અકમલ અને મલિકનો સંઘર્ષ પણ લાંબો સમય ના ટક્યો

સેહવાગે ધીરજપૂર્વકની બેટિંગથી ટીકાકારોની બોલતી બંધ કરી
પેટ્રોલ પંપના ડીલરોની હડતાળ રદ્દ
જીસેટ-૧૦ ઇન્ટરમિડિયેટ ઓરબિટમાં મૂકાયો

શ્રીલંકા નૌકાદળનો તમિલ માછીમારો પર હુમલો

કિંગફિશરના એન્જિનીયરો હડતાળ પર ઉતર્યા
યુપીએ સરકારને ઉથલાવવા એનડીએ અત્યારે અવિશ્વાસની દરખાસ્ત નહિ લાવે
ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકા સામે આઠ વિકેટથી વિજય મેળવ્યો

આજે વેસ્ટ ઇન્ડિઝ-ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ-શ્રીલંકા વચ્ચે નિર્ણાયક જંગ

 

 

 

Gujarat Samachar Plus

યોગ અને આહારની કેર ચમકાવે દુલ્હનની સ્કિન
ઘર સજાવો ગરજ મુજબ...
મોડર્ન ટિચરનો મોડર્ન ગેટઅપ
ડીજીટલ સ્ટ્રેસઃ તોબા તેરા જલવા, તોબા તેરા પ્યાર
બોયઝ પણ બની રહ્યાં છે સ્ટાઈલીશ
 

Gujarat Samachar glamour

બ્રેકબાદ બોલિવુડમાં રીએન્ટ્રી માટે તૈયાર છંુ ઃ સોનાલી બેન્દ્રે
રણબીર અને દિપીકા વચ્ચે પ્રેમની મોસમ જામી રહી છે
દીપિકા-શાહરૃખની ''ચેન્નઈ એક્સપ્રેસ''નું શુટીંગ સ્ટાર્ટ
નાનપણમાં હું પણ ફિલ્મો પાછળ પાગલ હતો-શાહરૃખ ખાન
લગ્ન પહેલાં હું ભૂલ કરી બેઠી છંુ-કરીના કપુર
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved