Last Update : 01-October-2012, Monday

 

પંડિતજી કબૂતર ઉડાડતા કોંગ્રેસ કાગડા ઉડાડે

મેરા ભારત મહાન - અક્ષય અંતાણી
 

 

પંડિત જવાહરલાલ નહેરુ શાંતિના પ્રતિક તરીકે ‘શાંતિદૂત’ કબૂતરો ઉડાડતા હતા. કબૂતરો ઉડાડતા પંડિતજીની તસવીર અગણિત લોકોના માનસપટ પર અંકિત થઈ ગઈ હતી. પરંતુ નિઝામના હૈદરાબાદ શહેરમાં લોકોને કાગડા ઉડાડતા જોઈને આપણને તાજ્જુબ થાય. કાગડા તે કાંઈ ઉડાડવાની ચીજ છે એ તો એની મેળે ઊડ્યા કરે એવું આપણને થાય. પરંતુ ચાર મિનારના આ શહેરમાં પરાપૂર્વથી એવી માન્યતા ચાલી આવે છે કે કાગડાને આ રીતે ઉડાડવાથી અપશુકનમાંથી મુક્તિ મળે છે, દુર્ભાગ્ય ટળે છે અને ભાગ્ય ફળે છે. આ માન્યતાને લીધે હૈદરાબાદના મહેબૂબ નગરની મારકેટમાં પક્ષી વેચવાળાને કાગડાના વેચાણમાંથી ધીકતી કમાણી થાય છે. આ દુકાનદારો એક-એક કાગડો દોઢસો-બસો રૂપિયામાં વેંચે છે. બીજાને કાગડા ઉડાડવાથી ફાયદો થતો હશે કે નહીં એ તો ઉપરવાળો જાણે, પણ કાગડાના સોદાગરોને તો ચોક્કસ ફાયદો થાય છે. ખાસ તો ડોક નીચે સફેદ રંગવાળા કાગડાની બહુ જ ડિમાન્ડ છે. કેટલાય જ્વેલર્સ તો એવું માને છે કે કોઈની બૂરી નજર પડવાથી ધંધો લથડવા માંડ્યો હોય ત્યારે પેટ શોપમાં થઈ કાગડા ખરીદીને ઉડાડી દેવાથી મેલી નજરમાંથી મુક્તિ મળે છે અને ફરી ધંધો જામવા માંડે છે.
કાગડા બધે કાળા એમ કોલસા પણ બધે કાળા. છતાં કાગડા નસીબ ઝળકાવે અને કોલસા કોંગ્રેસ સહિતના પક્ષો પર બદનસીબની કાળાશ લગાડે એ કેવું? કોંગ્રેસના નેતાઓને કોઈએ સલાહ આપવી જોઈએ કે દુર્ભાગ્યની ગર્તામાંથી બહાર આવવું હોય તો હૈદરાબાદ જઈને કાગડા ઉડાડો, નહીંતર આ પ્રજા તમને ઉડાડશે. ‘ક’ કોંગ્રેસનો, ‘ક’ કોલસાનો, ‘ક’ કલંકનો, ‘ક’ કૌભાંડનો. આ કલંકપૂર્ણ કક્કાવારીમાંથી કોંગ્રેસ બહાર આવી શકશે?
બદનામ બિહારમાં ગર્ભાશય -કાંડ
આ દેશમાં ક્યાંક કિડની કૌભાંડ બહાર આવે છે તો ક્યાંક ગેરકાયદે માનવરક્તના વેંચાણના લોહિયાળ કિસ્સા બહાર આવે છે. પરંતુ તાજેતરમાં સૌથી ચોંકાવનારું કૌભાંડ બદનામ બિહાર રાજ્યમાં બહાર આવ્યું છે, આ કૌભાંડને નામ અપાયું છે ગર્ભાશય-કાંડ.
બિહારના સમસ્તી પુર જિલ્લામાં ગરીબ મહિલાઓનાં ગર્ભાશય વગર કારણે કાઢી લઈ વીમાની રકમ મેળવવાનું તરકટ ચલાવવા બદલ આઠ પ્રાઈવેટ નર્સંિગ હોમનાં લાઈસન્સ રદ કરવામાં આવ્યાં છે. આ ગર્ભાશય કૌભાંડ માત્ર સમસ્તીપુર જિલ્લા પૂરતું જ મર્યાદિત નથી. આખા રાજ્યમાં ફેલાયું છે. ગરીબી રેખા નીચે જીવતી લગભગ ૧૬ હજાર મહિલાઓનાં ગર્ભાશય બિનજરૂરી રીતે કાઢી લેવામાં આવ્યાંનું કહેવાય છે. એક મહિલાનું ગર્ભાશય કાઢવા પાછળ પ્રાઈવેટ હોસ્પિટલને ૩૦ હજાર રૂપિયાની રકમ મળે છે. સમસ્તપૂર જિલ્લાની વાત કરીએ તો ત્યાંની ખાનગી હોસ્પિટલોએ એક વર્ષમાં બાર કરોડની કમાણી કરી હતી. આઈ.એ.એન.એસ.ના અહેવાલ મુજબ બિહાર સ્ટેટ હ્યુમન રાઈટ્‌સ કમિશને આ ગર્ભાશય કાંડની ગંભીર નોંધ લઈને પ્રાઈવેટ હોસ્પિટલો અને નર્સંિગ હોમને નોટિસો આપી છે. રાજ્ય વિધાનમંડળ સમિતિએ પણ તપાસ હાથ ધરી છે. વિપક્ષોએ તો સીબીઆઈ મારફત આ આખા તરકટની તપાસની માગણી કરી છે. જનતા દળ (યુ)ના નેતા અને મુખ્ય પ્રધાન નીતીશકુમાર આ કૌભાંડને નાથવાનો પ્રયાસ નહીં કરે તો એમની પાર્ટીનું નામ લોકો ફેરવીને બોલવા માંડશે જનતા દળ યુ, યુ એટલે યુટરસ. (ગર્ભ).
યે કાર હૈ સરકાર નહીં
આ દેશમાં કાર વધે છે અને બે-કાર વધે છે. સરકાર ઇંધણના દર વધારે ત્યારે કારવાળા કકળાટ કરી મૂકે છે. જોકે વારંવાર સરકાર પેટ્રોલ ડીઝલના ભાવવધારાનો ફટકો મારતી હોય છે એટલે કકળાટ કરવાવાળા પણ થાકી ગયા છે. વારંવાર કકળાટ કરવાને બદલે કાળી ચૌદસની રાત્રે એકહારે કકળાટ કાઢે છે. કારણ? સમજી ગયા છે લોકો કે કકળાટ કાઢવાથીય કંઈ વળશે નહીં, કોંગ્રેસને કાઢવાથી કંઈક કળ વળે તો વળે, નહીંતર ન પણ વળે.
વડા પ્રધાન મનમોહન સંિહ જ્યારે રાજ્યસભાના સદસ્ય હતા ત્યારે ખુદ કાર ડ્રાઈવ કરીને સંસદભવનમાં આવતા. જોકે હવે એમને પણ અહેસાસ થઈ ગયો હશે કે કાર કરતાં સરકાર ચલાવવી અઘરી છે. આ સ્થિતિમાં હાસ્યકવિ શૈલ ચતુર્વેદીની પંક્તિઓ યાદ આવે છે. આ પંક્તિમાં મનોમન એટલો ફેરફાર કરવાનો કે ‘નયે મંત્રી’ની જગ્યાએ પ્રધાન મંત્રી વાંચજો
નયે મંત્રીને અપને ડ્રાઈવ સે કહા
‘આજ કાર હમ ચલાયેંગે’
ડ્રાઈવર બોલા -
‘હમ ઊતર જાયેંગે હુઝૂર
ચલાકર તો દેખિયે
આપકી આત્મા હિલ જાયેગી
યે કાર હૈ સરકાર નહીં, જો
ભગવાન ભરોસે ચલ જાયેગી.’
ઘરઆંગણે સગાવ્હાલાની નજર સામે પોસ્ટ-મોર્ટમ
મહારાષ્ટ્રના દુર્ગમ આદિવાસી વિસ્તારમાં રહેતા લોકો માટે તો મહારાષ્ટ્રમાં નહીં પણ મહા-મુશ્કેલ-રાષ્ટ્રમાં રહેતા હોય એવી દશા છે. જેટલું જીવવાનું દુષ્કર છે એટલું જ મરવાનું મુશ્કેલ છે. નંદુરબાર જિલ્લાના અક્કલકુવા તાલુકામાં મોલગી ગામ આવેલું છે. સાતપુડા પર્વતમાળાના આ દુર્ગમ વિસ્તારમાં કોઈ આદિવાસીનું અકસ્માતમાં કે રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થાય ત્યારે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઠેઠ માલેગી ગ્રામિણ રુગ્ણાલયમાં લઈ જવાયાં બહુ જ મુશ્કેલી પડે છે. એટલે ડૉકટર જ આદિવાસી પાડામાં જઈને મૃતક વ્યક્તિના પરિવારજનોની નજર સામે જ પોસ્ટ મોર્ટમ કરે છે.
જરા કલ્પના તો કરો કે મૃત આપ્તજનના શરીરની ચીરફાડ થતી જોવી પડે ત્યારે કુટુંબીઓની કેવી દશા થતી હશે? મોલગીના મેડિકલ ઓફિસર કહે છે કે જંગલ અને પહાડી વિસ્તારમાંથી ગ્રામિણ રુગ્ણાલય સુધી મૃતદેહ લાવવામાં અનેક સમસ્યાનો આ તકલીફથી બચાવવા અમે જ મૃતકના ઝૂંપડે કે ઘરે જઈને પોસ્ટ-મોર્ટમ પતાવીએ છીએ. આ કામમાં પોલીસ પણ અમને મદદ કરે છે. આ આદિવાસી વિસ્તારમાં સર્પદંશથી વઘુમાં વઘુ મોત થાય છે. ગ્રામિણ હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે. પરંતુ પોસ્ટમોર્ટમ સેન્ટર બંધાયું નથી. પરિણામે અકસ્માત-મૃત્યુના કેસમાં ડૉકટરે ઘરે જઈને પોસ્ટમોર્ટમ કરવું પડે છે. સરકાર આદિવાસીઓના લાભાર્થે મોટી મોટી કલ્યાણકારી યોજનાઓની ગુલબાંગો હાંકે છે એ યોજનાઓનો આદિવાસીઓને લાભ કેમ નથી મળતો? આવી યોજનાઓનું જ પોસ્ટ-મોર્ટમ થવું જોઈએ એવું નથી લાગતું?
આસામમાં એ-ખલાસ નહી કોમી એખલાસ
આસામમાં કોમી હંિસાચારે અનેક નિર્દોષ લોકોનો ભોગ લીધો એટલું જ નહીં પણ આસામની હંિસાના હંિસક પડઘા અન્ય રાજ્યોમાં પણ પડ્યા. તોફાનો થયાં, મૂર્તિઓ ખંડિત કરવાની ઘટનાઓ બની. વડા પ્રધાન મનમોહનસંિહ સંસદમાં જે વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે એ આસામની સળગતી સમસ્યા વચ્ચે સહુના હૈયાને ટાઢક પહોંચાડે એવો કોમી એખલાસનો કિસ્સો જાણવા મળ્યો છે.
આસામના શિવસાગર જિલ્લામાં મોર્નોઈકિનાર ગામે હિન્દુઓએ ૮૦૦ ચોરસ ફૂટ જમીન મસ્જિદ બાંધવા માટે મુસ્લિમોને ભેટ આપી હતી. આના બદલામાં નજીકના આમગુરી ગામના મુસલમાનોએ વૈષ્ણવોના પુરાણા પ્રાર્થનાખંડના પુનઃબાંધકામની જવાબદારી ઉપાડી લીધી છે. આ પ્રાર્થનાખંડ નામઘર કહેવાય છે. પંદરમી સદીમાં સંત-સુધારક શ્રીમંત શંકરદેવે આ જાતનાં નામર ઊભાં કરવાનો વિચાર વહેતો મૂક્યો હતો. ૧૯૩૯માં બંધાયેલું આમગુરીનું નામઘર સાવ જ પડવાને વાંકે ઊભું હતું તેને નવેસરથી બાંધવાનો મુસ્લિમોએ સંકલ્પ કર્યો છે. મુસ્લિમ નેતા આબીદુર રહેમાને જ આ નામઘરના નવેસરથી બાંધકામ માટે શિલારોપણ કર્યું હતું.
સામાન્ય રીતે કોમી રમખાણો વખતે સામેવાળાને ખલાસ કરવા માટે જ હાથે ચડે એ હથિયાર લઈને લોકો નીકળી પડતા હોય છે. એ-ખલાસ થાય એવી વૃત્તિને બદલે કોમી એખલાસ જળવાય એવી ભાવતા રખાય તો? તો ઇકબાલ સાહેબની પંક્તિઓ ઊંચા સાદે લલકારી શકાય ‘મઝહબ નહીં સિખાતા આપસ મેં બૈર રખના... હિન્દી હૈં હમ, વતન હૈ હિન્દોસ્તાં હમારા...
પંચ-વાણી
કોલસા કૌભાંડ (કોલ-ગેટ)માં હાથ કાળા થયા છતાં બેશરમ બની હસતા રહેતા રાજકારણીઓના હાસ્યને શું કહેવાય ખબર છે? કોલ-ગેટ સ્માઈલ.
*****
પાઈકીના આ રાજમાં મસ્કાભાજી કરતાં મસ્કા-બાજીનું વઘુ મહત્ત્વ છે. ખાતાં ન આવડે એને સહુ ખત્તાં ખવડાવે. એટલે જ ભલભલા લપસી પડે છે એવા રાજકારણના લપસણા રસ્તાની કેવી દશા છે? અટરલી, બટરલી, ગટરલી.
*****
પત્ની શાક સુધારે અને પત્નીનો શક પતિને ‘સુધારે’.
*****
ભારતમાં ધૂસ (ઉંદર) ઊભો પાક ખાય છે અને બીજી તરફ ધૂસણખોર પાછળ પાક (પાકિસ્તાન) ઊભું હોય છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાની સુરક્ષા માટે જોખમરૃપ ગણાવી ઓબામાએ ચીની કંપનીનો પ્રોજેક્ટ અટકાવ્યો

ઇરાકમાં શિયાઓ તેમજ લશ્કરી મથકોને લક્ષ્ય બનાવી વિસ્ફોટો ઃ ૩૨નાં મોત
પાકિસ્તાનમાં લાહોરના એક ચોકને ભગત સિંહનું નામ આપવામાં આવ્યું

મંદીમાંથી ભારત ચીન કરતાં ઝડપથી બહાર આવશે ઃ આરબીઆઈ

ઇંગ્લેન્ડમાં હવે ગમે તે ઘડીએ લગ્ન કરી શકાશે
૨૦૦૭માં પણ ભારતે પાકિસ્તાનને હરાવીને વિજયકૂચનો પ્રારંભ કર્યો હતો

ઊમર અકમલ અને મલિકનો સંઘર્ષ પણ લાંબો સમય ના ટક્યો

સેહવાગે ધીરજપૂર્વકની બેટિંગથી ટીકાકારોની બોલતી બંધ કરી
પેટ્રોલ પંપના ડીલરોની હડતાળ રદ્દ
જીસેટ-૧૦ ઇન્ટરમિડિયેટ ઓરબિટમાં મૂકાયો

શ્રીલંકા નૌકાદળનો તમિલ માછીમારો પર હુમલો

કિંગફિશરના એન્જિનીયરો હડતાળ પર ઉતર્યા
યુપીએ સરકારને ઉથલાવવા એનડીએ અત્યારે અવિશ્વાસની દરખાસ્ત નહિ લાવે
ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકા સામે આઠ વિકેટથી વિજય મેળવ્યો

આજે વેસ્ટ ઇન્ડિઝ-ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ-શ્રીલંકા વચ્ચે નિર્ણાયક જંગ

 

 

 

Gujarat Samachar Plus

યોગ અને આહારની કેર ચમકાવે દુલ્હનની સ્કિન
ઘર સજાવો ગરજ મુજબ...
મોડર્ન ટિચરનો મોડર્ન ગેટઅપ
ડીજીટલ સ્ટ્રેસઃ તોબા તેરા જલવા, તોબા તેરા પ્યાર
બોયઝ પણ બની રહ્યાં છે સ્ટાઈલીશ
 

Gujarat Samachar glamour

બ્રેકબાદ બોલિવુડમાં રીએન્ટ્રી માટે તૈયાર છંુ ઃ સોનાલી બેન્દ્રે
રણબીર અને દિપીકા વચ્ચે પ્રેમની મોસમ જામી રહી છે
દીપિકા-શાહરૃખની ''ચેન્નઈ એક્સપ્રેસ''નું શુટીંગ સ્ટાર્ટ
નાનપણમાં હું પણ ફિલ્મો પાછળ પાગલ હતો-શાહરૃખ ખાન
લગ્ન પહેલાં હું ભૂલ કરી બેઠી છંુ-કરીના કપુર
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved