Last Update : 01-October-2012, Monday

 

૨૦૦૮માં હાથ દાઝી ગયા હોવાથી
યુપીએ સરકારને ઉથલાવવા એનડીએ અત્યારે અવિશ્વાસની દરખાસ્ત નહિ લાવે

જોકે સંસદની ચૂંટણી બહુ દૂર નથીઃ શરદ પવાર મમતા બેનર્જીના ધરણાં કાર્યક્રમમાં જોડાશે
(પી.ટી.આઇ.) પટણા, તા. ૩૦
તૃણમૂલ કોંગ્રેસે યુપીએ સરકારથી છેડો ફાડી દીધો હોવા છતા એનડીએ બહુમતી પૂરવાર કરવા માટ સરકાર પર દબાણ લાવવા સંસદમાં અવિશ્વાસની દરખાસ્ત નહિ લાવે. ૨૦૦૮ના કડવા અનુભવ પછી હવે તે સાહસ ફરી કરવા ઇચ્છતું નથી તેવી સ્પષ્ટતા એનડીએના કન્વીનર શરદ યાદવે કરી હતી.
પત્રકારો સાથેની વાતચીતમાં યાદવે કહ્યું હતું કે 'યુપીએ સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવાની અમારી કોઇ યોજના નથી. જોડ-તોડ કરીને સરકાર ઉથલાવવામાં એનડીએ માનતું નથી. રિટેલમાં મલ્ટિ બ્રાંડની મંજૂરીના મામલે તેઓ આવુ કોઇ પગલું ભરવા માગતા નથી. આ તો યુપીએ સરકાર અને મનમોહન સિંહને નક્કી કરવાનું છે કે તેઓ નવેસરથી સંસદની ચૂંટણી લાવે છે કે કાંટાળા પથ પર સરકારના બાકીના વર્ષો પૂરા કરવા માગે છે.'
જોકે કારણ ગમે તે હોય આગામી સામાન્ય ચૂંટણી બહુ દૂર નથી તેમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે આવતીકાલે એફડીઆઇ સહિતના સરકારના નિર્ણયોના વિરોધમાં જંતર-મંતર ખાતે મમતા બેનર્જી દ્વારા યોજવામાં આવનાર ધરણાં કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે 'વિશ્વાસના મતદાન મામલે અમે અગાઉ અમાર હાથ દઝાડી ચૂક્યા છીએ અને તેથી તેનું પુનરાવર્તન કરવા નથી માગતા.'
અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૦૮માં ભારત-અમેરિકા પરમાણુ સોદાના મામલે ડાબેરી મોરચાએ સાથ છોડી દેતા કરવામાં આવેલી વિરોધ પક્ષોની અવિશ્વાસની દરખાસ્ત પડી ભાંગી હતી અને ત્યારની યુપીએ-૧ સરકારે વૈતરિણી પાર કરી લીધી હતી.
જોકે મલ્ટિ-બ્રાંડ રિટેલમાં ૫૧ ટકા એફડીઆઇની મંજૂરી આપવાના સરકારના નિર્ણયની ટીકા કરતાં યાદવે કહ્યું હતું કે તેનાથી દેશમાં ૯૫ ટકા છૂટક વેપારીઓની આજીવિકા ઝૂંટવાઇ જશે. હવે વિરોધ પક્ષ સરકારને ઉથલાવવા માટે લોકોની તાકાતનો જ ઉપયોગ કરશે.
આર્થિક સુધારાને આગળ ધપાવવા અંગેના અન્ય નિર્ણયોની પણ ટીકા કરતાં તેમણે ઉમેર્યું હતું કે જો ખરેખર સુધારાને કારણે ભારતીય અર્થતંત્ર મજબૂત બનતું હોય તો ઔદ્યોગિક ઉત્પાદન કેવીરીતે ઘટી ગયું? અને તેની સાથે સાથે વૃધ્ધિ દરનો અંદાજ પણ ઘટાડીને પાંચ ટકા કરી દેવામાં આવ્યો છે.
એનડીએના કન્વીનર યાદવે વધતી જતી રાજકોષીય અને મહેસૂલ ખાધ ઉપરાંત વિદેશી હુંડિયામણની અનામતોમાં ઘટાડા પાછળના કારણોની સ્પષ્ટતા અંગે સરકારને સવાલ કર્યો હતો. સરકારે ભ્રષ્ટાચારનો અતિરેક કર્યો છે અને તે કુદરતી સંશાધનોની લૂટ ચલાવી રહી છે તેવો આરોપ મુકતાં તેમણે કહ્યું હતું કે આ સમયે જ પાછું સરકાર લોકોને અસર કરે તેવા પગલાં હાથ ધરીને આર્થિક સુધારાને વાજબી એવી દલીલો કરે છે.
કોલ બ્લોક ફાળવણીની ગેરરીતિઓમાં જેમના નામો ઉભર્યા છે તેવા પ્રધાનો અને સાંસદો સામે કોંગ્રેસ અને યુપીએ સરકારે કડક પગલાં લેવા જોઇએ તેવી માગણી કરતાં તેમણે કહ્યું હતું કે બે દાયકા અગાઉ હવાલા કૌભાંડમાં તેમના નામો બહાર આવતાં પોતે અને ભાજપના નેતા લાલ કૃષ્ણ અડવાણીએ રાજીનામા આપી દીધા હતા.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાની સુરક્ષા માટે જોખમરૃપ ગણાવી ઓબામાએ ચીની કંપનીનો પ્રોજેક્ટ અટકાવ્યો

ઇરાકમાં શિયાઓ તેમજ લશ્કરી મથકોને લક્ષ્ય બનાવી વિસ્ફોટો ઃ ૩૨નાં મોત
પાકિસ્તાનમાં લાહોરના એક ચોકને ભગત સિંહનું નામ આપવામાં આવ્યું

મંદીમાંથી ભારત ચીન કરતાં ઝડપથી બહાર આવશે ઃ આરબીઆઈ

ઇંગ્લેન્ડમાં હવે ગમે તે ઘડીએ લગ્ન કરી શકાશે
૨૦૦૭માં પણ ભારતે પાકિસ્તાનને હરાવીને વિજયકૂચનો પ્રારંભ કર્યો હતો

ઊમર અકમલ અને મલિકનો સંઘર્ષ પણ લાંબો સમય ના ટક્યો

સેહવાગે ધીરજપૂર્વકની બેટિંગથી ટીકાકારોની બોલતી બંધ કરી
પેટ્રોલ પંપના ડીલરોની હડતાળ રદ્દ
જીસેટ-૧૦ ઇન્ટરમિડિયેટ ઓરબિટમાં મૂકાયો

શ્રીલંકા નૌકાદળનો તમિલ માછીમારો પર હુમલો

કિંગફિશરના એન્જિનીયરો હડતાળ પર ઉતર્યા
યુપીએ સરકારને ઉથલાવવા એનડીએ અત્યારે અવિશ્વાસની દરખાસ્ત નહિ લાવે
ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકા સામે આઠ વિકેટથી વિજય મેળવ્યો

આજે વેસ્ટ ઇન્ડિઝ-ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ-શ્રીલંકા વચ્ચે નિર્ણાયક જંગ

 
 

Gujarat Samachar Plus

યોગ અને આહારની કેર ચમકાવે દુલ્હનની સ્કિન
ઘર સજાવો ગરજ મુજબ...
મોડર્ન ટિચરનો મોડર્ન ગેટઅપ
ડીજીટલ સ્ટ્રેસઃ તોબા તેરા જલવા, તોબા તેરા પ્યાર
બોયઝ પણ બની રહ્યાં છે સ્ટાઈલીશ
 

Gujarat Samachar glamour

બ્રેકબાદ બોલિવુડમાં રીએન્ટ્રી માટે તૈયાર છંુ ઃ સોનાલી બેન્દ્રે
રણબીર અને દિપીકા વચ્ચે પ્રેમની મોસમ જામી રહી છે
દીપિકા-શાહરૃખની ''ચેન્નઈ એક્સપ્રેસ''નું શુટીંગ સ્ટાર્ટ
નાનપણમાં હું પણ ફિલ્મો પાછળ પાગલ હતો-શાહરૃખ ખાન
લગ્ન પહેલાં હું ભૂલ કરી બેઠી છંુ-કરીના કપુર
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved