Last Update : 01-October-2012, Monday

 
૧૭૬ વર્ષ જૂનો પ્રતિબંધ ઉઠાવી લેવાતાં
ઇંગ્લેન્ડમાં હવે ગમે તે ઘડીએ લગ્ન કરી શકાશે

લોકોએ એક સર્વેમાં આ બિનજરૃરી કાયદો હટાવવા સૌથી વધુ મતો આપેલાં

લંડન, તા. ૩૦
હવે લંડન અને વેલ્સમાં ગમે તે ઘડીએ તમને શણગારેલી કારમાં 'જસ્ટ મેરિડ'નું બોર્ડ લાગેલું જોવા મળી શકે છે કેમ કે સવારના આઠથી સાંજના છ કલાક સુધી જ પરણવાનો ત્યાંનો ૧૭૬ વર્ષ જૂનો પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો છે.
લાસ વેગાસ સ્ટાઇલના આ લગ્ન સંભારભો માટેના સ્થળોમાં બ્લેકપુલ ટાવરનો સમાવેશ થાય છે ત્યાં કપલ્સ સૂર્યોદય કે સૂર્યાસ્ત થતાંની સાથે ગમે તે ઘડીએ પરણી શકશે. જેમાં મધરાતે કે સવારના ત્રણ વાગ્યે પણ લગ્ન કરતાં તેમને જોઇ શકાશે.
સ્થાનિક સત્તાવાળાઓ કે ચર્ચોને પરંપરાગત કલાકો ઉપરાંત લગ્નની મંજૂરી કરવા દબાણ કરવામાં નહિ આવે. પરંતુ તે માટે તેમને ૧૫ દિવસ અગાઉ નોટિસ આપવાની રહેશે. નાગરિક જોડાણ માટેના સ્થળોએ પણ દિવસ અને રાતમાં લગ્ન સમારંભો યોજવામાં આવે તેવી ધારણા છે.
લગ્ન સમારંભો યોજવા માટે સમયમર્યાદા નક્કી કરતા કાયદા ૧૮૩૬માં અમલી બનાવવામાં આવ્યા હતા અને તેની પાછળનો આશય બનાવટી લગ્નોને અટકાવવા માટેનો હતો. સરકારના ક્રોસ સર્વેને પગલે હોમ ઓફિસે આ ફેરફારો હાથ ધર્યા છે. જેમાં લોકોને ક્યાં પ્રકાના બિનજરૃરી કાયદા દૂર કરવા જોઇએ તે માટે સવાલો કરવામાં આવ્યા હતા. આ કાયદાને દૂર કરવાના સૌથી વધુ મંતવ્યો મળ્યા હતા.
આ અંગે બ્લેકપુલ ટાવરના જનરલ મેનેજર કેટ શેને જણાવ્યું હતું કે આ ફેરફારથી અમે રોમાંચિત છીએ. હવે અમે ગમે તે ઘડીએ લગ્ન યોજી શકીશું.
અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકાના લાસ વેગાસમાં દાયકાઓથી દિવસ-રાત્રે લગ્નો લેવામાં આવે છે. તે ઉતાવળિયે લગ્ન કરવા માગતા સેલેબ્રેટીઓનું માનીતું સ્થળ છે. તાજેતરમાં ગાયિકા બ્રિટની સ્પીયર્સે તેના બાળપણના મિત્ર જેસન એલેનને સવાર પાંચ કલાકે પરણી હતી

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાની સુરક્ષા માટે જોખમરૃપ ગણાવી ઓબામાએ ચીની કંપનીનો પ્રોજેક્ટ અટકાવ્યો

ઇરાકમાં શિયાઓ તેમજ લશ્કરી મથકોને લક્ષ્ય બનાવી વિસ્ફોટો ઃ ૩૨નાં મોત
પાકિસ્તાનમાં લાહોરના એક ચોકને ભગત સિંહનું નામ આપવામાં આવ્યું

મંદીમાંથી ભારત ચીન કરતાં ઝડપથી બહાર આવશે ઃ આરબીઆઈ

ઇંગ્લેન્ડમાં હવે ગમે તે ઘડીએ લગ્ન કરી શકાશે
૨૦૦૭માં પણ ભારતે પાકિસ્તાનને હરાવીને વિજયકૂચનો પ્રારંભ કર્યો હતો

ઊમર અકમલ અને મલિકનો સંઘર્ષ પણ લાંબો સમય ના ટક્યો

સેહવાગે ધીરજપૂર્વકની બેટિંગથી ટીકાકારોની બોલતી બંધ કરી
પેટ્રોલ પંપના ડીલરોની હડતાળ રદ્દ
જીસેટ-૧૦ ઇન્ટરમિડિયેટ ઓરબિટમાં મૂકાયો

શ્રીલંકા નૌકાદળનો તમિલ માછીમારો પર હુમલો

કિંગફિશરના એન્જિનીયરો હડતાળ પર ઉતર્યા
યુપીએ સરકારને ઉથલાવવા એનડીએ અત્યારે અવિશ્વાસની દરખાસ્ત નહિ લાવે
ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકા સામે આઠ વિકેટથી વિજય મેળવ્યો

આજે વેસ્ટ ઇન્ડિઝ-ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ-શ્રીલંકા વચ્ચે નિર્ણાયક જંગ

 
 

Gujarat Samachar Plus

યોગ અને આહારની કેર ચમકાવે દુલ્હનની સ્કિન
ઘર સજાવો ગરજ મુજબ...
મોડર્ન ટિચરનો મોડર્ન ગેટઅપ
ડીજીટલ સ્ટ્રેસઃ તોબા તેરા જલવા, તોબા તેરા પ્યાર
બોયઝ પણ બની રહ્યાં છે સ્ટાઈલીશ
 

Gujarat Samachar glamour

બ્રેકબાદ બોલિવુડમાં રીએન્ટ્રી માટે તૈયાર છંુ ઃ સોનાલી બેન્દ્રે
રણબીર અને દિપીકા વચ્ચે પ્રેમની મોસમ જામી રહી છે
દીપિકા-શાહરૃખની ''ચેન્નઈ એક્સપ્રેસ''નું શુટીંગ સ્ટાર્ટ
નાનપણમાં હું પણ ફિલ્મો પાછળ પાગલ હતો-શાહરૃખ ખાન
લગ્ન પહેલાં હું ભૂલ કરી બેઠી છંુ-કરીના કપુર
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved