Last Update : 01-October-2012, Monday

 
દેશનું અર્થતંત્ર ઘરઆંગણાની માગ આધારિત હોઈ
મંદીમાંથી ભારત ચીન કરતાં ઝડપથી બહાર આવશે ઃ આરબીઆઈ

આર્થિક વૃદ્ધિ ધીમી પડતી અટકાવવા ફુગાવો નાથવો પડશે, સામુહિક પગલાંની જરૃર

(પીટીઆઈ) બૈજિંગ, તા. ૩૦
ભારતીય અર્થતંત્ર ઘરઆંગણાના વપરાશ પર આધારિત હોવાને કારણે આર્થિક મંદીમાંથી ચીન કરતાં વધારે ઝડપથી બહાર આવી જશે. પરંતુ તેના માટે સામુહિક પગલાં લેવાની જરૃર છે. એમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી ગવર્નર આનંદસિંહાએ જણાવ્યું હતું. તેમના મત પ્રમાણે એકંદરે 'ફીલગુડ' પરિબળનો અભાવ અને નીતિઓમાં ઢીલાશના કારણે અર્થતંત્ર પર અસર થઈ છે.
ભારત અને ચીન બંનેનાં અર્થતંત્રને વૈશ્વિક આર્થિક મંદીની અસર થઈ છ, પરંતુ ભારત ઘર આંગણાના વપરાશ પર આધાર રાખે છે, તેથી તે ઝડપથી મંદીમાંથી બહાર આવી શકશે.
ઘરઆંગણાના વપરાશ પર ભારતીય તંત્રનો મદાર વધુ હોવાથી નિકાસ ક્ષેત્રની નબળી કામગીરીની અસર અહીં ઓછી દેખાય છે, જે આપણી તાકાત છે. પરંતુ અર્થતંત્રની નબળાઈઓ શોધીન તેના માટે એકસુત્રના ધરાવતા પગલાં લેવાની જરૃર છે એમ સિંહાએ જણાવ્યું હતું.
આર્થિક વૃદ્ધિ ધીમી પડતી અટકાવવા માટેના પગલાં સુચવતા સિંહાએ જણાવ્યું કે, સૌ પ્રથમ તો ફુગાવો અંકુશમાં લેવો પડશે, જેથી કરીને વૃદ્ધિને વેગ મળે અને વૃદ્ધિ વેગ પકડે તો ધીમે ધીમે બધું જ સારું થવા લાગશે.
અત્યારે ગ્રાહક ભાવાંક ૧૦.૦૩ ટકા થઈ ગયો છે. આરબીઆઈ મોંઘવારી કાબુમાં રાખવા તેની નાણા નીતિમાં સતત પગલાં લઈ રહી છે. જો એક વખત અહીંની સ્થિતિ સારી હશે તો વૈશ્વિક મંદીની આફતમાંથી કોઈ પણ દેશ સાવ બાકાત ન રહી શકે. તેના કારણે અગાઉ જેટલો ઊંચો વૃદ્ધિ દર ન હાંસલ કરી શકાય, જે અર્થતંત્રની તેજીમાં થઈ શક્યો હતો.
વૈશ્વિક મંદીની સમગ્ર 'ટ્રેડ ચેનલ'ને અસર થઈ છે. આપણે ભલે સાવ નિકાસ પર આધારિત ન હોઈએ પરંતુ વૈશ્વિક મંદીની નિકાસ પર અસર તો થાય જ છે. ધંધાકીય નિર્ણયો લેવામાં સેન્ટિમેન્ટ મહત્વનો ભાગ ભજવે છે. આમાં પોલીસી સંબંધી નિષ્ક્રિયતા જેવા પ્રશ્નો પણ નડતા હોય છે.
ભારતને ઈક્વિટી માર્કેટની મંદી અને રૃપિયાના વિનીમય દરની ઊંચી વધઘટ પણ નડી રહી છે. આમાં મહત્વનો મુદ્દો મોંઘવારીનો પણ છે. ખાદ્યાન્નનો પુરવઠો ઓછો હોવાને કારણે ખાદ્ય ચીજોનો ફુગાવો વધી ગયો છે. આ ઉપરાંત ભારતને બીજા દેશોની ઢીલી નાણા નીતિની પણ અસર થઈ છે. આના કારણે કોમોડિટીના ભાવ ખૂબ વધી ગયા છે. ઓઈલનો ભાવ વધારો પણ ભારતે ખૂબ નડયો છે. ભારતની પેટ્રોલીયમ પેદાશની ઊંચી આયાત હોઈ ફુગાવો વધે છે. આના કારણે આરબીઆઈને વ્યાજ દરોમાં સખ્તાઈ રાખવી પડી છે. તેમણે કહ્યું કે વૃદ્ધિ દર વધશે પણ કેટલો તે કહી શકાય નહીં. આ નાણાકીય વર્ષના એપ્રિલથી જુનના ગાળા દરમ્યાન વૃદ્ધિ દર ૫.૫ ટકા રહ્યો છે. દાયકાનો સૌથી કંગાળ દેખાવ આ ક્વાર્ટરમાં હતો.
ધિરાણ પરના વ્યાજ દરના ઘટાડા સંદર્ભે તેમણે કહ્યું કે, આરબીઆઈની પ્રાથમીક્તા ફુગાવો કાબુમાં આપવાની છે. ૩૦મી ઓક્ટોબરે છ માસિક ધિરાણ નીતિ બહાર પડવાની છે. આ અગાઉ થોડાંક સપ્તાહમાં કંઈ એકાએક મોંઘવારી ઘટે નહીં. આ સંજોગોમાં કશું કહી શકાય નહીં.
રિટેલમાં એફડીઆઈ અંગે તેમણે કહ્યું કે ભારતમાં કેટલું રોકાણ આવે છે તેના પર સફળતાનો આધાર છે. સિંહા રિજિયોનલ પોલીસી ફોરમની બેઠકમાં નાણાકીય સ્થિરતા અને બેન્કિંગ રેગ્યુલેશન સંબંધી ચર્ચામાં ભાગ લેવા બૈજિંગ ગયા છે. આ કોન્ફરન્સમાં ૨૦૦૮માં ભારતીય બેન્કોએ કઈ રીતે સંકટનો સામનો કર્યો હતો તેનો ચિતાર આપ્યો હતો.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાની સુરક્ષા માટે જોખમરૃપ ગણાવી ઓબામાએ ચીની કંપનીનો પ્રોજેક્ટ અટકાવ્યો

ઇરાકમાં શિયાઓ તેમજ લશ્કરી મથકોને લક્ષ્ય બનાવી વિસ્ફોટો ઃ ૩૨નાં મોત
પાકિસ્તાનમાં લાહોરના એક ચોકને ભગત સિંહનું નામ આપવામાં આવ્યું

મંદીમાંથી ભારત ચીન કરતાં ઝડપથી બહાર આવશે ઃ આરબીઆઈ

ઇંગ્લેન્ડમાં હવે ગમે તે ઘડીએ લગ્ન કરી શકાશે
૨૦૦૭માં પણ ભારતે પાકિસ્તાનને હરાવીને વિજયકૂચનો પ્રારંભ કર્યો હતો

ઊમર અકમલ અને મલિકનો સંઘર્ષ પણ લાંબો સમય ના ટક્યો

સેહવાગે ધીરજપૂર્વકની બેટિંગથી ટીકાકારોની બોલતી બંધ કરી
પેટ્રોલ પંપના ડીલરોની હડતાળ રદ્દ
જીસેટ-૧૦ ઇન્ટરમિડિયેટ ઓરબિટમાં મૂકાયો

શ્રીલંકા નૌકાદળનો તમિલ માછીમારો પર હુમલો

કિંગફિશરના એન્જિનીયરો હડતાળ પર ઉતર્યા
યુપીએ સરકારને ઉથલાવવા એનડીએ અત્યારે અવિશ્વાસની દરખાસ્ત નહિ લાવે
ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકા સામે આઠ વિકેટથી વિજય મેળવ્યો

આજે વેસ્ટ ઇન્ડિઝ-ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ-શ્રીલંકા વચ્ચે નિર્ણાયક જંગ

 
 

Gujarat Samachar Plus

યોગ અને આહારની કેર ચમકાવે દુલ્હનની સ્કિન
ઘર સજાવો ગરજ મુજબ...
મોડર્ન ટિચરનો મોડર્ન ગેટઅપ
ડીજીટલ સ્ટ્રેસઃ તોબા તેરા જલવા, તોબા તેરા પ્યાર
બોયઝ પણ બની રહ્યાં છે સ્ટાઈલીશ
 

Gujarat Samachar glamour

બ્રેકબાદ બોલિવુડમાં રીએન્ટ્રી માટે તૈયાર છંુ ઃ સોનાલી બેન્દ્રે
રણબીર અને દિપીકા વચ્ચે પ્રેમની મોસમ જામી રહી છે
દીપિકા-શાહરૃખની ''ચેન્નઈ એક્સપ્રેસ''નું શુટીંગ સ્ટાર્ટ
નાનપણમાં હું પણ ફિલ્મો પાછળ પાગલ હતો-શાહરૃખ ખાન
લગ્ન પહેલાં હું ભૂલ કરી બેઠી છંુ-કરીના કપુર
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved