Last Update : 01-October-2012, Monday

 

ડીઝલનો ભાવવધારો, ગેસના બાટલા પર મર્યાદા સહિતના મુદ્દે
મમતાનું યુપીએ સામે આજે જંતરમંતર પર વિરોધ પ્રદર્શન

આ તો શરૃઆત છેઃ આના પછી દેશભરમાં વ્યાપક વિરોધ ફાટી નીકળશેઃ તૃણમૂલ

નવી દિલ્હી, તા. ૩૦
મલ્ટિ-રિટેલ બ્રાંડમાં સીધા વિદેશી રોકાણ (એફડીઆઇ)ને મજૂરી આપવા, ડીઝલના ભાવમાં વધારા અને રાહતદરના રાંધણગેસના સિલિન્ડરોની સંખ્યા પર મર્યાદા જેવા સરકારના નિર્ણયોના વિરોધમાં આવતીકાલથી નવી દિલ્હીમાં જંતર-મંતર ખાતે વિરોધ રેલી કરનાર તૃણમૂલ કોંગ્રેસે ચેતવણી ઉચ્ચારી છે કે તેમના આંદોલનના દેશભરમાં પડઘા પડશે. આ પ્રદર્શન પાછળનો આશય લોકવિરોધી નિર્ણયો પાછા ખેંચવા માટે સરકાર પર દબાણ લાવવાનો છે.
પોતાના પક્ષનું આંદોલન સફળ રહેવાનો વિશ્વાસ વ્યક્ત કરતાં તૃણમૂલના નેતા અને ભૂતપૂર્વ રેલવે પ્રધાન મુકુલ રૉયે જણાવ્યું હતું કે એ પછી દેશભરમાં વિરોધ પ્રદર્શનો થશે. આવતીકાલે તો માત્ર શરૃઆત જ છે.
તેમનો પક્ષ અન્ય કોઇ પાર્ટીનો ટેકો ઇચ્છતો નથી કેમ કે તેઓ માત્ર રાજકારણ કરે છે જ્યારે અમારા નેતાઓ લોકોની લાગણીઓને સમજે છે તેમ કહીને તેમણે વિવાદનો મધપૂડો છેડયો હતો કેમ કે અન્ય કેટલાક પક્ષોએ પણ આ પ્રદર્શનમાં ભાગ લેવાની તૈયારી દર્શાવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી અને તેમના પક્ષના સાંસદો આ મહિનાના પ્રારંભમાં મનમોહન સિંહની સરકારે શરૃ કરેલાં સુધારાના પગલાંના વિરોધમાં જંતર-મંતર ખાતે ધરણાનો કાર્યક્રમ યોજશે. પક્ષના લગભગ તમામ સાંસદો નવી દિલ્હીમાં આવી પહોંચ્યા છે. તૃણમૂલના ૬૦૦થી વધુ ટેકેદારો પણ પશ્ચિમ બંગાળથી આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવી ગયા છે.
હરિયાણા, ઉત્તર પ્રદેશ, મણિપુર અને અરૃણાચલ પ્રદેશ જેવા રાજ્યોમાંથી પક્ષના અનેક ધારાસભ્યો સાથે હજારોની સંખ્યામાં કાર્યકરો આવતીકાલે વિરોધ કાર્યક્રમમાં જોડાઇને તેને સફળ બનાવવા પ્રયાસ કરશે. દિલ્હી પોલીસે આ સ્થળે માત્ર ૫,૦૦૦ લોકોને જ ભેગા કરવાની પરવાનગી આપી હોવાથી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થવાના પણ એંધાણ છે.
સરકારના કેટલાક નિર્ણયોના વિરોધમાં મમતા બેનર્જીએ સરકાર સાથે છેડો ફાડી નાખતાં તેમની વચ્ચેની સમજૂતી ભાગી પડી હતી. એ પછી તેમણે સતત સરકાર પર આકરા પ્રહારો ચાલુ રાખ્યા હતા.
કોંગ્રેસની આગેવાની હેઠળની સરકાર સામે તેને ટેકો આપનાર સમાજવાદી પક્ષના વડા મુલાયમ સિંહ યાદવ પણ હાજર રહે તેવી વકી છે. જનતા દળ (યૂ)ના નેતા શરદ યાદવે તો જોડાવવાની તૈયારી દર્શાવી છે. તેમની સાથે મળીને ભાજપ સહિતના કેટલાક પક્ષોએ સરકારના નિર્ણયના વિરોધમાં ૨૦ સપ્ટેમ્બરે વિશાળ વિરોધ રેલી કાઢી હતી. જોકે તેની સરકાર પર કોઇ અસર થઇ નથી અને તેણે આર્થિક સુધારાના નિર્ણયો ચાલુ રાખ્યા છે.

કેન્દ્રસરકારની ટીકા કરનાર
મમતાના રાજમાં પ.બંગાળમાં કોઇ પ્રગતિ થઇ નથીઃ નારાયણસામી
(પી.ટી.આઇ.) ચેન્નાઇ, તા. ૩૦
યુપીએ સરકારની નીતિઓની ટીકા કરવાના મુદે તૃણમૂલ કોંગ્રેસના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીની ટીકા કરતાં કેન્દ્રીય પ્રધાન વી. નારાયણસામીએ આજે આરોપ મુક્યો હતો કે તેઓ (મમતા) રાજ્યમાં સત્તા પર આવ્યા ત્યારથી કોઇ ઔદ્યોગિક પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી નથી કે રોજગારી ઊભી થઇ નથી. આમ તેમના આ નિવેદન પછી મમતા અને સરકાર વચ્ચેની ખેંચતાણ વધી જવાના એધાણ છે.
ઔદ્યોગિક વિકાસ કે રોજગારી બાબતે મમતાએ કંઇ ન કર્યું હોવાનો આક્ષેપ
તેમણે કહ્યું હતું કે 'તેઓ જેરીતે કામ કરે છે તેરીતે કેન્દ્ર કામ કરી શકે નહિ. સત્તામાં આવ્યા બાદ તેમણે તેમના રાજ્ય પશ્ચિમ બંગાળના વિકાસ માટે શું કર્યું છે ? લોકોની અપેક્ષાઓ અને આશાઓને પરિપૂર્ણ કરવા માટે કેન્દ્રસરકારે પગલાં ભરવાના હોય છે અને તે સ્થિર રહીને કામ ન કરી શકે.'
આવતીકાલથી મમતા બેનર્જી સરકારના તાજેતરના નિર્ણયોના વિરોધમાં ધરણાં પર બેસવાના છે તેની પૂર્વસંધ્યાએ નારાયણસામીએ આ નિવેદન કરતાં સ્વાભાવિકપણે મમતાની નારાજગીમાં ઉમરો થાય તેમ છે. બેનર્જીએ સરકાર પર આરોપ મુક્યો હતો કે તે આમ આદમી અને સુધારાના નામે સરકારને લૂટી રહી છે.
અગાઉ ફેસબુકમાં પોતાની પોસ્ટમાં તેમણે કહ્યું હતું કે લોકોના વિકાસ માટે સુધારા હાથ ધરવાના હોય છે. આજે જ્યારે પણ લોકવિરોધી નિર્ણયો લેવાય છે તેને સુધારાનું નામ આપી દેવામાં આવે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાની સુરક્ષા માટે જોખમરૃપ ગણાવી ઓબામાએ ચીની કંપનીનો પ્રોજેક્ટ અટકાવ્યો

ઇરાકમાં શિયાઓ તેમજ લશ્કરી મથકોને લક્ષ્ય બનાવી વિસ્ફોટો ઃ ૩૨નાં મોત
પાકિસ્તાનમાં લાહોરના એક ચોકને ભગત સિંહનું નામ આપવામાં આવ્યું

મંદીમાંથી ભારત ચીન કરતાં ઝડપથી બહાર આવશે ઃ આરબીઆઈ

ઇંગ્લેન્ડમાં હવે ગમે તે ઘડીએ લગ્ન કરી શકાશે
૨૦૦૭માં પણ ભારતે પાકિસ્તાનને હરાવીને વિજયકૂચનો પ્રારંભ કર્યો હતો

ઊમર અકમલ અને મલિકનો સંઘર્ષ પણ લાંબો સમય ના ટક્યો

સેહવાગે ધીરજપૂર્વકની બેટિંગથી ટીકાકારોની બોલતી બંધ કરી
પેટ્રોલ પંપના ડીલરોની હડતાળ રદ્દ
જીસેટ-૧૦ ઇન્ટરમિડિયેટ ઓરબિટમાં મૂકાયો

શ્રીલંકા નૌકાદળનો તમિલ માછીમારો પર હુમલો

કિંગફિશરના એન્જિનીયરો હડતાળ પર ઉતર્યા
યુપીએ સરકારને ઉથલાવવા એનડીએ અત્યારે અવિશ્વાસની દરખાસ્ત નહિ લાવે
ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકા સામે આઠ વિકેટથી વિજય મેળવ્યો

આજે વેસ્ટ ઇન્ડિઝ-ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ-શ્રીલંકા વચ્ચે નિર્ણાયક જંગ

 
 

Gujarat Samachar Plus

યોગ અને આહારની કેર ચમકાવે દુલ્હનની સ્કિન
ઘર સજાવો ગરજ મુજબ...
મોડર્ન ટિચરનો મોડર્ન ગેટઅપ
ડીજીટલ સ્ટ્રેસઃ તોબા તેરા જલવા, તોબા તેરા પ્યાર
બોયઝ પણ બની રહ્યાં છે સ્ટાઈલીશ
 

Gujarat Samachar glamour

બ્રેકબાદ બોલિવુડમાં રીએન્ટ્રી માટે તૈયાર છંુ ઃ સોનાલી બેન્દ્રે
રણબીર અને દિપીકા વચ્ચે પ્રેમની મોસમ જામી રહી છે
દીપિકા-શાહરૃખની ''ચેન્નઈ એક્સપ્રેસ''નું શુટીંગ સ્ટાર્ટ
નાનપણમાં હું પણ ફિલ્મો પાછળ પાગલ હતો-શાહરૃખ ખાન
લગ્ન પહેલાં હું ભૂલ કરી બેઠી છંુ-કરીના કપુર
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved