Last Update : 01-October-2012, Monday

 

સરકારમાં ભાજપ ભાગીદાર છતાં
બિહારમાં સુશાસન અને વિકાસના દાવા સામે ભાજપના જ સાંસદે પ્રશ્નો ઉઠાવ્યા

નીતીશકુમાર ચમચાથી ઘેરાયેલા છે અને મૂર્ખાઓના સ્વર્ગમાં જીવે છે

(પીટીઆઈ) પુર્ણિયા (બિહાર), તા. ૩૦
બિહારમાં નીતિશકુમારના વડપણવાળી એનડીએ સરકારના સુશાસન અને વિકાસના દાવા સામે ગઠબંધનના સભ્યપક્ષ ભાજપના જ એક સાંસદે પ્રશ્નાર્થ કરતાં કુમાર ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા છે. સાંસદે આરોપ મુક્યો હતો કે રાજ્યની નેતાગીરી 'ચમચા'થી ધેરાયેલી હોવાથી ને રાજ્યની વાસ્તાવિક સ્થિતિ સાથેનો સંબંધ ગુમાવી ચુકી છે.
ભાજપના સાંસદ ઉદયસિંહે જાહેરસભામાં જણાવ્યું હતું કે બિહારમાં હવે ભ્રષ્ટાચાર ચર્ચાનો મુદ્દો બન્યો છે અને રાજ્યમાં ભ્રષ્ટાચારે આટલી હદે માઝા મુકી હોવાનું અગાઉ ક્યારેય જોવા મળ્યું નથી તેવું પ્રજાનું કહેવું છે. વિકાસ અને સુશાસનના દાવાઓની અસર રાજ્યમાં ક્યાંય જોવા મળતી નથી. કુમારના સંદર્ભે તેમણે જણાવ્યું હતું કે હું નીતિશકુમાર પોતાને પ્રખ્યાત નેતા સમજાતા હોય તો તેઓ મૂર્ખાઓના સ્વર્ગમાં જીવી રહ્યા છે. એનડીએ સરકારના પહેલા કાર્યકાળ દરમિયાનની સ્થિતિ હવે નથી.
અધિકાર યાત્રા દરમિયાન કુમારને વેઠવા પડેલા જનઆક્રોશ અંગે સિંહે જણાવ્યું હતું કે બિહારમાં લોકોનાં રોષ ચરમસીમાએ પહોંચશે એટલે શાસક ગઠબંધનનો સફાયો થઈ જશે. સિંહે તેમની જાહેરસભાને 'વેદના રેલી' નામ આપ્યું હતું. કુમાર અને નાયબ મુખ્ય પ્રધાન સુશિલકુમાર મોદી 'ચમચા'થી ઘેરાયેલા હોવાનો દાવો કરી સિંહે ઉમેર્યું હતું કે બિહાર સરકારને વાસ્તવિક્તા સાથેનો સંબંધ હવે તુટી ગયો છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાની સુરક્ષા માટે જોખમરૃપ ગણાવી ઓબામાએ ચીની કંપનીનો પ્રોજેક્ટ અટકાવ્યો

ઇરાકમાં શિયાઓ તેમજ લશ્કરી મથકોને લક્ષ્ય બનાવી વિસ્ફોટો ઃ ૩૨નાં મોત
પાકિસ્તાનમાં લાહોરના એક ચોકને ભગત સિંહનું નામ આપવામાં આવ્યું

મંદીમાંથી ભારત ચીન કરતાં ઝડપથી બહાર આવશે ઃ આરબીઆઈ

ઇંગ્લેન્ડમાં હવે ગમે તે ઘડીએ લગ્ન કરી શકાશે
૨૦૦૭માં પણ ભારતે પાકિસ્તાનને હરાવીને વિજયકૂચનો પ્રારંભ કર્યો હતો

ઊમર અકમલ અને મલિકનો સંઘર્ષ પણ લાંબો સમય ના ટક્યો

સેહવાગે ધીરજપૂર્વકની બેટિંગથી ટીકાકારોની બોલતી બંધ કરી
પેટ્રોલ પંપના ડીલરોની હડતાળ રદ્દ
જીસેટ-૧૦ ઇન્ટરમિડિયેટ ઓરબિટમાં મૂકાયો

શ્રીલંકા નૌકાદળનો તમિલ માછીમારો પર હુમલો

કિંગફિશરના એન્જિનીયરો હડતાળ પર ઉતર્યા
યુપીએ સરકારને ઉથલાવવા એનડીએ અત્યારે અવિશ્વાસની દરખાસ્ત નહિ લાવે
ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકા સામે આઠ વિકેટથી વિજય મેળવ્યો

આજે વેસ્ટ ઇન્ડિઝ-ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ-શ્રીલંકા વચ્ચે નિર્ણાયક જંગ

 
 

Gujarat Samachar Plus

યોગ અને આહારની કેર ચમકાવે દુલ્હનની સ્કિન
ઘર સજાવો ગરજ મુજબ...
મોડર્ન ટિચરનો મોડર્ન ગેટઅપ
ડીજીટલ સ્ટ્રેસઃ તોબા તેરા જલવા, તોબા તેરા પ્યાર
બોયઝ પણ બની રહ્યાં છે સ્ટાઈલીશ
 

Gujarat Samachar glamour

બ્રેકબાદ બોલિવુડમાં રીએન્ટ્રી માટે તૈયાર છંુ ઃ સોનાલી બેન્દ્રે
રણબીર અને દિપીકા વચ્ચે પ્રેમની મોસમ જામી રહી છે
દીપિકા-શાહરૃખની ''ચેન્નઈ એક્સપ્રેસ''નું શુટીંગ સ્ટાર્ટ
નાનપણમાં હું પણ ફિલ્મો પાછળ પાગલ હતો-શાહરૃખ ખાન
લગ્ન પહેલાં હું ભૂલ કરી બેઠી છંુ-કરીના કપુર
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved