Last Update : 01-October-2012, Monday

 

સરકારને રૃ. ૩,૦૦૦ કરોડની આવક થવાનો અંદાજ
રેલવે એસી ટિકિટમાં સર્વિસ ટેક્સ લાગતાં આજથી મુસાફરી મોંઘી

પહેલી ઓક્ટોબર પહેલાં ખરીદાયેલી ટિકિટોને લાગુ નહિ પડે ઃ નૂરના દરમાં પણ વધારો

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૩૦
કેન્દ્રસરકારે આવતીકાલથી એસી કોચની તમામ પ્રકારની મુસાફરી પર સર્વિસ ટેક્સ લાદી દેતાં હવે આ પ્રકારની મુસાફરી વધુ મોંઘી બનશે. તેની સાથે સાથે કેટરિંગ અને રેલવે સ્ટેશનો પર પાર્કિંગમાં પણ ટેક્સ અમલી બનતાં તેનો બોજ પણ વધશે.
તાજેતરમાં સરકારે બહાર પાડેલાં જાહેરનામા અનુસાર, ૩.૭૦૮ ટકાનો સર્વિસ ટેક્સ એસી ફર્સ્ટ ક્લાસ, એક્ઝિક્યુટિવ ક્લાસ, એસી-ટુ ટાયર, એસી-થ્રી ટાયર, એસી ચેરકાર અને નૂર પર લેવામાં આવશે. જેનો અમલ થતાં મુસાફરી હવે મોંઘી બની થશે.
એસીટુ અને એસી૧માં મુસાફરી કરતાં મુસાફરોને સર્વિસ ટેક્સનો વધારાનો બોજ પડશે કેમકે રેલ બજેટ ૨૦૧૨-૧૩ની દરખાસ્તોના ભાગરૃપે આ ક્લાસના ભાડામાં એપ્રિલમાં આશરે ૨૦ ટકાનો વધારો કરી દેવામાં આવ્યો હતો.
આ અંગે માહિતી આપતાં રેલવેના એક સીનિયર અધિકારીએ જણાવ્યું હતું કે પહેલી ઓક્ટોબર પહેલાં ખરીદવામાં આવેલી ટિકિટો પર કોઇ સર્વિસ ટેક્સ લેવામાં નહિ આવે. જો આવી ટિકિટ રદ કરવામાં આવે તો વસૂલ કરાયેલો સર્વિસ ટેક્સ મુસાફરોને પાછો આપી દેવામાં આવશે.
આ ઉપરાંત કેટરિંગ અને પાર્કિંગ જેવી આનુષંગિક સવલતો પણ મોંઘી થઇ જશે. આવતી કાલથી અમલમાં આવનારા આ પગલાંને કારણે સરકારી તિજોરીને વાર્ષિક રૃ. ૩,૦૦૦ કરોડની વધારાની આવક થાય તેવી ધારણા છે. રેલ નૂર પર પણ આવતીકાલથી અમલી થનારા સર્વિસ ટેક્સમાંથી પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, અનાજ, કઠોણ, ફળ અને શાકભાજી સહિતની જીવન જરૃરી વસ્તુઓને મુક્તિ આપવામાં આવશે.
રેલવેના જણાવ્યાનુસાર, સર્વિસ ટેક્સ ૧૨.૩૬ ટકા છે. પરંતુ ૭૦ ટકા એડજસ્ટમેન્ટ બાદ તે એસી ક્લાસ અને નૂર સર્વિસમાં મુસાફર ભાડા પર ૩.૭૦૮ ટકાના દરે અમલી બનશે. જોકે રેલવે સ્ટેશનો પર આપવામાં આવતી આનુષંગિક સેવાઓ પર ૧૨.૩૬ ટકાનો જ વધારો ઝીંકાશે કેમ કે તે સેવાઓ પર કોઇ એડજસ્ટમેન્ટ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે રેલવે પોર્ટફોલિયો સંભાળતાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે સરકાર છોડયાના આશરે એક અઠવાડિયામાં જ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તૃણમૂલનો આ સેવાઓ પર સર્વિસ ટેક્સ લાવવાનો સખત વિરોધ હતો.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાની સુરક્ષા માટે જોખમરૃપ ગણાવી ઓબામાએ ચીની કંપનીનો પ્રોજેક્ટ અટકાવ્યો

ઇરાકમાં શિયાઓ તેમજ લશ્કરી મથકોને લક્ષ્ય બનાવી વિસ્ફોટો ઃ ૩૨નાં મોત
પાકિસ્તાનમાં લાહોરના એક ચોકને ભગત સિંહનું નામ આપવામાં આવ્યું

મંદીમાંથી ભારત ચીન કરતાં ઝડપથી બહાર આવશે ઃ આરબીઆઈ

ઇંગ્લેન્ડમાં હવે ગમે તે ઘડીએ લગ્ન કરી શકાશે
૨૦૦૭માં પણ ભારતે પાકિસ્તાનને હરાવીને વિજયકૂચનો પ્રારંભ કર્યો હતો

ઊમર અકમલ અને મલિકનો સંઘર્ષ પણ લાંબો સમય ના ટક્યો

સેહવાગે ધીરજપૂર્વકની બેટિંગથી ટીકાકારોની બોલતી બંધ કરી
પેટ્રોલ પંપના ડીલરોની હડતાળ રદ્દ
જીસેટ-૧૦ ઇન્ટરમિડિયેટ ઓરબિટમાં મૂકાયો

શ્રીલંકા નૌકાદળનો તમિલ માછીમારો પર હુમલો

કિંગફિશરના એન્જિનીયરો હડતાળ પર ઉતર્યા
યુપીએ સરકારને ઉથલાવવા એનડીએ અત્યારે અવિશ્વાસની દરખાસ્ત નહિ લાવે
ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકા સામે આઠ વિકેટથી વિજય મેળવ્યો

આજે વેસ્ટ ઇન્ડિઝ-ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ-શ્રીલંકા વચ્ચે નિર્ણાયક જંગ

 
 

Gujarat Samachar Plus

યોગ અને આહારની કેર ચમકાવે દુલ્હનની સ્કિન
ઘર સજાવો ગરજ મુજબ...
મોડર્ન ટિચરનો મોડર્ન ગેટઅપ
ડીજીટલ સ્ટ્રેસઃ તોબા તેરા જલવા, તોબા તેરા પ્યાર
બોયઝ પણ બની રહ્યાં છે સ્ટાઈલીશ
 

Gujarat Samachar glamour

બ્રેકબાદ બોલિવુડમાં રીએન્ટ્રી માટે તૈયાર છંુ ઃ સોનાલી બેન્દ્રે
રણબીર અને દિપીકા વચ્ચે પ્રેમની મોસમ જામી રહી છે
દીપિકા-શાહરૃખની ''ચેન્નઈ એક્સપ્રેસ''નું શુટીંગ સ્ટાર્ટ
નાનપણમાં હું પણ ફિલ્મો પાછળ પાગલ હતો-શાહરૃખ ખાન
લગ્ન પહેલાં હું ભૂલ કરી બેઠી છંુ-કરીના કપુર
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved