Last Update : 01-October-2012, Monday

 

મેન ઓફ ધ મેચ કોહલીના ૬૧ બોલમાં ૮ ચોગ્ગા અને ૨ છગ્ગા સાથે અણનમ ૭૮ રન
પાક.ને હરાવી ભારતની ટી-૨૦ વર્લ્ડ કપ તરફ આગેકૂચ

બાલાજીએ ૩ અને યુવરાજ-અશ્વિને ૨-૨ વિકેટ ઝડપતાં પાકિસ્તાન ૧૨૮માં ખખડયું ઃ ભારતે ૧૭ ઓવરમાં બે વિકેટ ગુમાવીને ટાર્ગેટ ઝીલ્યો

કોલંબો,તા.૩૦
બાલાજી, યુવરાજ અને અશ્વિનની સુપર-સેન્સેશનલ બોલિંગ બાદ કોહલીની ૮ ચોગ્ગા અને ૨ છગ્ગા સાથેની અણનમ ૭૮ રનની ઇનિંગને સહારે ભારતે પાકિસ્તાન સામેની નિર્ણાયક ટ્વેન્ટી-૨૦ માં વિજય મેળવીને વર્લ્ડ કપ જીતવાની આશા જીવંત રાખી હતી. બાલાજીએ ત્રણ અને યુવરાજ-અશ્વિને બે-બે વિકેટ ઝડપતાં પાકિસ્તાન માત્ર ૧૨૮ રનમાં જ ખખડી જતાં ભારત અડધી મેચ તો જીતી જ ગયું હતુ. જે પછી આસાન લાગતા ૧૨૯ના પડકારને ભારતે ૧૭ ઓવરમાં બે વિકેટે ઝીલ્યો હતો. આ સાથે ભારતે પાકિસ્તાન સામે વર્લ્ડ કપમાં ક્યારેય ન હારવાનો રેકોર્ડ પણ જાળવ્યો હતો.
હવે ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં પ્રવેશવા માટે ભારતે બીજી ઓક્ટોબરે રમાનારી સુપરએઇટની તેની આખરી ટી-૨૦માં સાઉથ આફ્રિકાને હરાવવું પડે. તે જ દિવસે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સુપર એઇટની આખરી લીગ મેચ રમાશે. વર્લ્ડ કપમાં ટકી રહેવા માટે કરો યા મરો ટ્વેન્ટી-૨૦માં પાકિસ્તાને ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. ઇરફાને ઇનિંગની બીજી જ ઓવરમાં નઝીરને અને ત્યાર બાદ બાલાજીએ પિંચ હિટર તરીકે આવેલા આફ્રિદીને આઉટ કરતાં પાકિસ્તાન બેકફૂટ પર ધકેલાયું હતુ. ત્યાર બાદ યુવરાજે જમશેદ અને કામરાનને અને કોહલીએ તેમના સંઘર્ષ કરતાં કેપ્ટન હામિદની વિકેટ ઝડપતા પાકિસ્તાને માત્ર ૫૯ રનમાં પાંચમી વિકેટ ગુમાવી હતી. જો કે ત્યાર બાદ ઇનિંગને બેઠી કરવાની કોશીશ કરતાં શોએબ મલિક અને ઉમર અકમલે ૪૭ રનની ભાગીદારી કરી હતી. જો કે ત્યાર બાદ અશ્વિને બે વિકેટ ઝડપતાં પાકિસ્તાનનો ધબડકો થયો હતો અને તેઓ માત્ર ૧૨૮માં ઓલઆઉટ થયા હતા.
જવાબમાં ભારતે ગંભીરની વિકેટ બીજા જ બોલે ગુમાવી હતી. જો કે ત્યાર બાદ કોહલી અને સેહવાગની જોડીએ ૭૬ રન કરીને ભારતને વિજય તરફ અગ્રેસર કર્યું હતુ. સેહવાગ ૨૯ રને આઉટ થયો હતો. કોહલીએ ભારતને જીત સુધી પહોંચાડયું હતુ.

પાકિસ્તાન

-

રન

બોલ

 

હાફિઝ બો.કોહલી

૧૫

૨૮

 

નઝીર એલબી બો.પઠાણ

૦૮

૦૫

 

આફ્રિદી કો.રૈના બો.બાલાજી

૧૪

૧૨

 

જમશેદ કો.ધોની બો.યુવરાજ

૦૪

૦૫

 

કે.અકમલ કો.ધોની બો.યુવરાજ

૦૫

૦૬

 

મલિક કો.આર.શર્મા બો.અશ્વિન

૨૮

૨૨

 

યુ.અકમલ કો.રૈના બો.અશ્વિન

૨૧

૧૮

 

અરાફાત રનઆઉટ

૦૮

૧૧

 

ગુલ કો.ધોની બો.બાલાજી

૧૨

૧૦

 

અજમલ કો.ધોની બો.બાલાજી

૦૧

૦૨

 

રઝા અણનમ

૦૦

૦૦

 

વધારાના (લેગબાય ૧૦, નોબોલ ૧, લેગબાય ૧)

૧૨

 

 

 

 

કુલ ૧૯.૪ ઓવરમાં ઓલઆઉટ

૧૨૮

 

 

 

 


વિકેટનો ક્રમઃ ૧/૧૭ (નઝીર ૧.૨), ૨/૩૫(આફ્રિદી ૪.૪), ૩/૪૩ (જમશેદ ૬.૪) ૪/૪૯ (કે.અકમલ ૮.૨), ૫/૫૯(હાફિઝ ૯.૫), ૬/૧૦૬ (મલિક ૧૫.૨), ૭/૧૧૫ (યુ.અકમલ ૧૭.૩), ૮/૧૧૫ (અરાફાત ૧૮.૧), ૯/૧૨૮ (ગુલ ૧૯.૩),૧૦/૧૨૮ (અજમલ ૧૯.૪)
બોલિંગઃ ઝહીર ૩-૦-૨૨-૦, પઠાણ ૩-૦-૩૦-૧, બાલાજી ૩.૪-૦-૨૨-૩, અશ્વિન ૪-૦-૧૬-૨, યુવરાજ ૩-૦-૧૬-૨, કોહલી ૩-૦-૨૧-૧.
ભારત

-

રન

બોલ

ગંભીર કો.એન્ડ બો.રઝા

૦૦

૦૦

સેહવાગ કો.ગુલ બો.આફ્રિદી

૨૯

૨૪

કોહલી અણનમ

૭૮

૬૧

યુવરાજ અણનમ

૧૯

૧૬

વધારાના (નોબોલ ૧ વાઇડ ૨)

૦૩

 

 

 

કુલ ૧૭ ઓવરમાં ૨ વિકેટે

૧૨૯

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧/૧ (ગંભીર ૦.૨ ), ૨/૭૫ (સેહવાગ ૧૦.૩ ).
બોલિંગ ઃ રઝા ૪-૦-૨૨-૧, ગુલ ૩-૦-૩૦-૦, અજમલ ૪-૦-૨૫-૦, આફ્રિદી ૪-૦-૩૪-૧, અરાફાત ૧-૦-૧૧-૦, હાફિઝ ૧-૦-૭-૦.

પ્રત્યેક પાંચ ઓવર

ઓવરો

પાકિસ્તાન

ભારત

૩૬/૨

૩૦/૧

૧૦

૬૦/૫

૭૦/૧

૧૫

૧૦૫/૫

૧૧૦/૨

૧૭

૧૧૪/૬

૧૨૯/૨

૧૯.૪

૧૧૮/૧૦

 

૨ ઓકટોબર
ઓસ્ટ્રેલિયા- પાકિસ્તાન ઃ બપોરે ૩.૩૦
ભારત- સાઉથ આફ્રિકા ઃ સાંજે ૭.૩૦થી

ગુ્રપ-૨
પાક. જીત્યુ વિ. દ. આફ્રિકા
ઓસ્ટ્રેલિયા જીત્યુ વિ. ભારત
ઓસ્ટ્રેલિયા જીત્યુ વિ. દ.આફ્રિકા
ભારત જીત્યુ વિ. પાકિસ્તાન

 

૨ ઓકટોબર સેમિ ફાઇનલ પ્રવેશ માટે નિર્ણાયક દિવસ
ભારતે પાકિસ્તાનને હરાવતા ગુ્રપની તમામ ટીમોની શક્યતા જીવંત
પાકિસ્તાન હવે પછીની મેચ હારે અને ભારત જીતે તો ભારત સેમિ ફાઇનલમાં ઃ ચારેય ટીમોને તક કઇ રીતે?

અમદાવાદ, તા.૩૦
ભારતે આજેપાકિસ્તાનને હરાવીને પ્રતિષ્ઠાભર્યો જંગ તો જીત્યો જ છે પણ સેમિ ફાઇનલમાં પ્રવેશવાની આશા પણ જીવંત રાખી છે. જો ભારત આજે પાકિસ્તાન સામે હારી ગયું હોત તો વર્લ્ડકપમાંથી ફેંકાઇ ગયું હોત. ભારતના ગુ્રપમાં ઓસ્ટ્રેલિયા તેની બંન મેચો અનુક્રમે ભારત અને સાઉથ આફ્રિકાને હરાવીને સેમિ ફાઇનલમાં નિશ્ચિત બની ગયું છે. હવે ગુ્રપની બાકીની ટીમો ભારત, પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા ત્રણેયને સેમિ ફાઇનલમં પ્રવેશવાની શક્યતા છે.
ભારત અને પાકિસ્તાન બંને બેમાંથી એક અને સાઉથ આફ્રિકા બંને મેચ હાર્યું છે. હવે બે ગુ્રપ મેચો બાકી છે. બે ઓકટોબરે ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન બપોરે ૩.૩૦થી અને ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે સાંજે ૭.૩૦ થી મેચ રમાશે.
જો પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા સામે હારી જાય અને ભારત સાઉથ આફ્રિકાને હરાવે તો ભારત સીધુ જ સેમિ ફાઇનલમાં ત્રણમાંથી બે વિજય સાથે પ્રવેશે.
જો પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા સામે મેચ જીતી જાય અને ભારત સાઉથ આફ્રિકા સામે હારી જાય તો પાકિસ્તાન ત્રણમાંથી બે વિજય સથે સેમિ ફાઇનલમાં પ્રવેશે.
જો ઓસ્ટ્રેલિયા પાકિસ્તાનને હરાવે અને સાઉથ આફ્રિકા ભારતને હરાવે તો પાકિસ્તાન, ભારત અને સાઉથ આફ્રિકા ત્રણેય ત્રણ ગુ્રપ મેચમાંથી એક એક વિજય સાથે સમાન પોઇન્ટ પર રહે અને રનરેટના આધારે બીજી સેમિફાઇનલીસ્ટ ટીમ નક્કી થાત.
જો પાકિસ્તાન ઓસ્ટ્રેલિયાને અને ભારત સાઉથ આફ્રિકાને હરાવે તો પાકિસ્તાન ત્રણમાંથી બે, ભારત પણ ત્રણમાંથી બે અને ઓસ્ટ્રેલિયા પણ ત્રણમાંથી બે મેચ સાથે સમાન પોઇન્ટ થઇ શકે અને રન રેટના આધારે ત્રણમાંથી બે ટીમ સેમિ ફાઇનલ માટે ગુ્રપમાંથી હકદાર બને.
ભારતે આજે પાકિસ્તાનને એ રીતે હરાવ્યું છે કે નેટ રન રેટમાં પણ ફાયદો થશે.
એકંદરે હજુ ગુ્રપની ચારેય ટીમોમાંથી બંને આઉટસાઇડ ચાન્સ છે. ઓસ્ટ્રેલિયા લગભગ નિશ્ચિત થઇ ગયું છે.
ભારત ૨ ઓકટોબરે ઉતરશે ત્યારે તે અગાઉ ઓસ્ટ્રેલિયા - પાકિસ્તાન મેચનું પરિણામ આવી હયુ હશે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાની સુરક્ષા માટે જોખમરૃપ ગણાવી ઓબામાએ ચીની કંપનીનો પ્રોજેક્ટ અટકાવ્યો

ઇરાકમાં શિયાઓ તેમજ લશ્કરી મથકોને લક્ષ્ય બનાવી વિસ્ફોટો ઃ ૩૨નાં મોત
પાકિસ્તાનમાં લાહોરના એક ચોકને ભગત સિંહનું નામ આપવામાં આવ્યું

મંદીમાંથી ભારત ચીન કરતાં ઝડપથી બહાર આવશે ઃ આરબીઆઈ

ઇંગ્લેન્ડમાં હવે ગમે તે ઘડીએ લગ્ન કરી શકાશે
૨૦૦૭માં પણ ભારતે પાકિસ્તાનને હરાવીને વિજયકૂચનો પ્રારંભ કર્યો હતો

ઊમર અકમલ અને મલિકનો સંઘર્ષ પણ લાંબો સમય ના ટક્યો

સેહવાગે ધીરજપૂર્વકની બેટિંગથી ટીકાકારોની બોલતી બંધ કરી
પેટ્રોલ પંપના ડીલરોની હડતાળ રદ્દ
જીસેટ-૧૦ ઇન્ટરમિડિયેટ ઓરબિટમાં મૂકાયો

શ્રીલંકા નૌકાદળનો તમિલ માછીમારો પર હુમલો

કિંગફિશરના એન્જિનીયરો હડતાળ પર ઉતર્યા
યુપીએ સરકારને ઉથલાવવા એનડીએ અત્યારે અવિશ્વાસની દરખાસ્ત નહિ લાવે
ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકા સામે આઠ વિકેટથી વિજય મેળવ્યો

આજે વેસ્ટ ઇન્ડિઝ-ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ-શ્રીલંકા વચ્ચે નિર્ણાયક જંગ

 
 

Gujarat Samachar Plus

યોગ અને આહારની કેર ચમકાવે દુલ્હનની સ્કિન
ઘર સજાવો ગરજ મુજબ...
મોડર્ન ટિચરનો મોડર્ન ગેટઅપ
ડીજીટલ સ્ટ્રેસઃ તોબા તેરા જલવા, તોબા તેરા પ્યાર
બોયઝ પણ બની રહ્યાં છે સ્ટાઈલીશ
 

Gujarat Samachar glamour

બ્રેકબાદ બોલિવુડમાં રીએન્ટ્રી માટે તૈયાર છંુ ઃ સોનાલી બેન્દ્રે
રણબીર અને દિપીકા વચ્ચે પ્રેમની મોસમ જામી રહી છે
દીપિકા-શાહરૃખની ''ચેન્નઈ એક્સપ્રેસ''નું શુટીંગ સ્ટાર્ટ
નાનપણમાં હું પણ ફિલ્મો પાછળ પાગલ હતો-શાહરૃખ ખાન
લગ્ન પહેલાં હું ભૂલ કરી બેઠી છંુ-કરીના કપુર
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved