Last Update : 30-September-2012, Sunday

 

મુંગા-મોહનસિંહની વેતાલકથા-૧

- મન્નુ શેખચલ્લી

રાજા વિક્રમ તો રાજા વિક્રમ હતા. એમના નામથી આપણી આખી વિક્રમ સંવત ચાલે છે.
પરંતુ આજના આણા રાજા મુંગા-મોહન પણ કંઇ કમ નથી ! એમની નવી વેતાલકથા સાંભળો...
* * *
રાજા મુંગા-મોહનસિંહે ઝાડ પરથી મડદું ઉપાડીને ખભે નાંખ્યું અને ચાલવા લાગ્યા.
મડદામાં બેઠેલો વેતાલ સળવળ્યો. પછી મડદામાં રહેલો વેતાલ બોલ્યો ઃ 'જો રાજા મુંગા-મોહન, મને ખબર છે કે તું મુંગો નથી ! તું બોલે છે ! પણ તારી જીભ આ દેશની એક મહામાયાવી જાદૂગરણીના વશમાં છે !
હવે સાંભળ, આજે હું તને એક વારતા કહું છું...'
એમ કહીને વેતાલે વારતા માંડી.
'એક દેશમાં એક ગુંગો રાજા રાજ કરતો હતો. ગુંગા રાજાની જીભ પણ એક જાદૂગરણીના વશમાં હતી.
ગુંગા રાજાની પ્રજા બિચારી પાયમાલ થઇ રહી હતી.
પ્રધાન અને વેપારીઓએ લૂંટ મચાવી હતી અને ગુંગો રાજા ન તો પ્રજાને બચાવતો હતો કે ન પ્રધાનો કે વેપારીઓને કંઇ કહેતો હતો.
એ ગુંગા રાજાના રાજ્યમાં લોકોના નાનાં-મોટાં દ્વિચક્રી-ચતુચક્રી તથા ત્રિચક્રી રથો પેટ્રોલ-ડિઝલ તથા ગેસ નામનાં 'દહન-દ્રવ્ય' વડે ચાલતાં હતાં.
દહન દ્રવ્ય કંપનીના માલિકોએ ગુંગા રાજાના પ્રધાનોને મુઠ્ઠીમાં કરી લીધા હતા. અને પ્રધાનોએ દાદાગિરી વડે ગુંગા રાજાને મુઠ્ઠીમાં કરી રાખ્યા હતા. વારંવાર દહન-દ્રવ્યના ભાવમાં વધારો થતો હતો.
કંપનીઓ ધૂમ નફો કરતી હોવા છતાં 'ખોટ ગઇ.. ખોટ ગઇ..'ની બૂમાબૂમ કર્યા કરતી હતી.
ગુંગો રાજા પ્રજાની ફરિયાદ કદી નહોતો સાંભળતો પણ બિચારો કંપનીઓના કકળાટથી ત્રાસી જતો ! આથી એણે એક અવળચંડી નિતી ઘડી કાઢી ઃ
નિતી એવી હતી કે દહન-દ્રવ્યો પર ધરખમ વેરો નાંખવો. વેરામાંથી પોણા ભાગની રકમ રાજયોમાં જ વહેંચી દેવી, પા ભાગની રકમ સરકારી તિજોરીમાં લેવી અને પછી એમાં વધુ પોણા ભાગની રકમ 'સબસીડી'ના નામે ઉમેરી કંપનીઓને 'દયાદાન' ખાતે આપી દેવી...
તો હે મુંગા-મોહન રાજા ! મારો સવાલ એ છે કે પેલો ગુંગો રાજા વેરો જ કેમ નાબૂદ નહોતો કરતો ? કંપનીઓને બખ્ખાં કરાવવાને બહાને પ્રજાને શા માટે લૂંટતો હતો ?
જો તું જવાબ જાણતો હોવા છતાં નહિ આપે તો તારા મસ્તિષ્કના ટુકડા થઇ જશે અને જો તું તારી મહામાયાવી જાદૂગરણીને પૂછયા વિના, મોં ખોલીશ તો પણ તારી ખેર નથી... હવે આપ 'જવાબ !'
મુંગા-મોહનસિંહ બે ઘડી વિચાર કરે છે, આંખો પટપટાવે છે, પછી દૂર કયાંક સ્ક્રીન-મોનટિર પર લખેલું લખાણ વાંચતા હોય એમ બોલે છે ઃ 'સુન વેતાલ, તૂ ભલે હી પેડ પર રહેતા હો.. મગર પૈસે પેડ પે નહીં ઊગતે...'
- આટલું બોલતાંની સાથે જ વેતાલ ખભા પરથી ઊડીને ફરી ઝાડ પર લટકી ગયો.
- મન્નુ શેખચલ્લી

Share |
 

Gujarat Samachar Plus

ઇયરફોનનો વધુ ઉપયોગ હેલ્થ પ્રોબ્લેમ વધારે છે
ડાન્સિંગ છે ઇશા શરવણીનો ફિટનેસ મંત્ર
ગોરી ત્વચાને 'બાય' ઘઉંવર્ણી-તામ્રવર્ણી ચામડીને 'હાય'
ગર્લ્સમાં ઓલ ટાઇમ ફેવરિટ છે સ્ટ્રેચેબલ જિન્સ
ગણેશજીની ૧૦ હજાર મૂર્તિઓ સાથે વિસર્જન
શહેરની કોલેજોમાં સ્ટુડન્ટસ માટે કોર્પોરેટ કલ્ચરનું સ્ટેજ
 

Gujarat Samachar glamour

અત્યારે લગ્નનો કોઈ ઈરાદો નથીઃ મલ્લિકા
શાહરૃખ ખાનનો એક ઓર એરપોર્ટ ડ્રામા
'તલાશ એક તામિલ તથા હોલીવુડ ફિલ્મો પરથી પ્રેરિત
શ્રીદેવીની જીદ સામે આર.બાલ્કીએ નમતું જોખ્યું
અમે રડીએ ત્યારે પણ લોકો તો હસે જ છે
ફિલ્મ બનાવવા માટે ડિગ્રીની કોઇ જરૃર નથીઃશુજીત સિરકર
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved