Last Update : 30-September-2012, Sunday

 

સર્વોચ્ચ અદાલતની સ્પષ્ટતા

 

ફેબુ્રઆરી, ૨૦૧૨માં સર્વોચ્ચ અદાલતે સ્પેક્ટ્રમ કૌભાંડના આરોપોના પગલે ૧૨૨ ટુ-જી લાયસન્સ રદ કરવાનો હુકમ આપ્યો, ત્યારે ચુકાદામાં જણાવાયું હતું કે મોબાઇલ સેવા માટે વપરાતો સ્પેક્ટ્રમ કુદરતી સંસાધન છે અને તેની ‘વહેલા તે પહેલા’ના ધોરણે ફાળવણી કરી શકાય નહીં. અદાલતના વિગતવાર ચુકાદામાંથી થોડા ફકરા એવું સૂચવતા હતા કે કુદરતી સંસાધનો માટે હરાજી સિવાયની બાકી તમામ પદ્ધતિઓ ગેરવાજબી છે.
સાગમટે ૧૨૨ લાયસન્સ રદ થઇ જવાને કારણે ટેલીકોમ ક્ષેત્રે સોપો પડી ગયો. લાયસન્સની ફાળવણી કરનારી સરકાર પણ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઇ. કારણ કે તેના નિર્ણયને સર્વોચ્ચ અદાલતે ઊંધો વાળી દીધો હતો. એના કરતાં પણ વધારે ચંિતા સરકારને હરાજીપ્રક્રિયા વિશેના અદાલતી નિરીક્ષણથી થઇ. અદાલત જો ખરેખર એવું જ વલણ અપનાવે અને હરાજી સિવાયના તમામ રસ્તે થયેલી સરકારી ફાળવણીઓ ગેરકાયદે ઠરાવીને તેમને ધડાધડ રદ કરવા માંડે, તો ભારે મુશ્કેલી થાય. એટલે સરકારે ટુ-જી લાયસન્સ રદ કરવાનો કડવો ધૂંટડો ચૂપચાપ ગળી લેવાનું નક્કી કર્યું, પણ હરાજી અંગેનું અદાલતી વલણ સ્પષ્ટ કરવા માટે સરકારે રાષ્ટ્રપતિને વચ્ચે નાખ્યા. પ્રેસિડેન્શ્યલ રેફરન્સ તરીકે ઓળખાતી પ્રક્રિયા અનુસાર રાષ્ટ્રપતિએ હોદ્દાની રૂએ કુદરતી સંસાધનોની ફાળવણી અંગે સર્વોચ્ચ અદાલતનો અભિપ્રાય માગ્યો.
તેના જવાબમાં મુખ્ય ન્યાયમૂર્તિ કાપડિયાના વડપણ હેઠળ બનેલી પાંચ સભ્યોની બેન્ચે એકમતે અભિપ્રાય આપ્યો. આમ જુઓ તો બંધારણીય સુસંગતતા અને આમ જુઓ તો બિલકુલ સામાન્ય બુદ્ધિ - આ બન્ને તકાદા સંતોષતા અભિપ્રાયમાં બેન્ચે જણાવ્યું છે કે કુદરતી સંસાધનોની ફાળવણી ફક્ત હરાજી દ્વારા જ કરવાનું જરૂરી નથી. ટુ-જી લાયસન્સ રદ કરવાને લગતા ચુકાદાનો મતલબ એવો કરવો નહીં કે હરાજી સિવાય થયેલી તમામ ફાળવણી અયોગ્ય ગણાય. બેન્ચે કહ્યું કે બંધારણમાં એવી કોઇ જોગવાઇ નથી કે બધાં સંસાધનોની હરાજી કરવી. આ સંસાધનો કેવી રીતે ફાળવવાં એ નિર્ણય સરકારે અને તેના વહીવટી તંત્રે કરવાનો છે. તેમની એ ક્ષમતા પર અદાલતને વિશ્વાસ છે અને એ તેમનો અધિકાર છે. અદાલત તેમાં માથું મારી શકે નહીં. ફાળવણીની જુદી જુદી પદ્ધતિઓની સરખામણી કરીને, કઇ પદ્ધતિ સૌથી સારી ગણાય એ નક્કી કરવાનું કામ પણ અદાલતનું નથી. આ નિર્ણય નીતિવિષયક હોવાથી, તે સરકારનો અધિકાર છે. હરાજી સિવાય પણ બીજા રસ્તે ફાળવણી કરવા માટે સરકાર સ્વતંત્ર છે અને અદાલત તેને ફક્ત ફાળવણીની પદ્ધતિને લીધે થઇને અયોગ્ય ઠરાવી શકે નહીં. કુદરતી સંસાધનોની ફાળવણી અંગેના ચાવલા સમિતિના અહેવાલ વિશે ટીપ્પણી કરવાનો અદાલતે ઇન્કાર કર્યો. બેન્ચે કહ્યું કે હજુ સરકારે અહેવાલનો સ્વીકાર કર્યો નથી, ત્યારે તેના વિશે ટીપ્પણી થઇ શકે નહીં. આ અહેવાલ કાનૂની નહીં, આર્થિક પાસાંની છણાવટ કરતો હોવાથી પણ અદાલત તેની ચર્ચામાં નહીં પડે, એવું જણાવાયું હતું.
અદાલતની બેન્ચે અલબત્ત એટલી ચોખવટ પણ કરી કે સંસાધન ફાળવણીનું કામ સરકારનું હોવા છતાં, તે ન્યાયી રીતે થયું છે કે નહીં તે અદાલત ચકાસી શકે છે. કિમતી અને દુર્લભ કુદરતી સંસાધનોની વહેંચણી સરકાર આડેધડ, અન્યાયી કે અસમાન રીતે કરે તો તેની તપાસ કરવાની અદાલતને પૂરી સત્તા છે. કારણ કે આવું કંઇ પણ થયું હોત તો બંધારણની ૧૪મી કલમ- સમાનતાના અધિકાર-નો ભંગ થાય છે. હરાજીપદ્ધતિ સર્વશ્રેષ્ઠ હોવાની માન્યતા પર ટાઢું પાણી રેડતાં અદાલતે કહ્યું કે કુદરતી સંસાધનોની ફાળવણી વખતે ફક્ત તેમની ઊંચી કંિમત ઘ્યાનમાં ન લેવાવી જોઇએ. કારણ કે આ પ્રક્રિયાનો મૂળભૂત આશય મહત્તમ કંિમત ઉપજાવવાનો નહીં, પણ દેશના નાગરિકોને સંસાધનો થકી મહત્તમ લાભ પહોંચાડવાનો છે. એ દૃષ્ટિએ વિચારતાં, કુદરતી સંસાધનોની ઊંચા ભાવે થયેલી હરાજીનનો છેવટનો બોજ કમરતોડ ભાવવધારા તરીકે નાગરિકો પર પડે અને એવું લાગે કે તેના માટે હરાજી દરમિયાન રખાયેલો નફાખોરીનો હેતુ જવાબદાર છે, તો હરાજીથી થયેલી ફાળવણી સામે પણ અદાલતમાં જઇ શકાય.
કોંગ્રેસી પ્રવક્તાઓએ સર્વોચ્ચ અદાલતના અભિપ્રાયને પોતાના નીતિવિષયક વિજય તરીકે ખપાવવાનો પ્રયાસ કર્યો છે. પ્રેમ અને પ્રચારયુદ્ધમાં સાચા-ખોટાના કે વાજબી-ગેરવાજબીના ભેદ હોતા નથી એ ખરું અને કેવળ હરાજીથી ફાળવણી ન થઇ હોવાની બાબતને ઉછાળતા લોકોના હાથ હેઠા પડશે એ પણ સાચું. છતાં, અદાલતની સૌથી પાયાની વાત છેઃ ન્યાયી, સમાન ફાળવણી અને મહત્તમ લોકો સુધી તેના લાભ પહોંચવા જોઇએ. યુપીએ સરકારે ભલે હરાજી સિવાયના રસ્તે કોલસા કે સ્પેક્ટ્રમની ફાળવણી કરી હોય, પરંતુ અત્યાર સુધી બહાર આવેલી વિગતો પ્રમાણે, એ ફાળવણી ન્યાયી કે ગરબડગોટાળા વગરની હોય એવું ભાગ્યે જ જણાય છે. સ્પેક્ટ્રમકૌભાંડમાં મંત્રી રાજાએ છેલ્લી તારીખ મનસ્વી રીતે બદલી હોવાના અને કોલસાકૌભાંડમાં વહાલાંદવલાંની નીતિ રખાયાના ગંભીર આરોપ અદાલતી અભિપ્રાય પછી પણ ઊભા જ રહે છે.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

હીનાના પતિ ગુલઝાર ગુસ્સેઃ પાકિસ્તાન પાછા આવી ખુલાસો કરવા તેડું

ચીને ટાપુ વિવાદિત ન હોવાના જાપાનના વલણનો વિરોધ કર્યો
આતંકવાદને સાંખી ન લેવા અંગે ભારત યુ.એન.માં રજૂઆત કરશે

ત્રણ વર્ષમાં ડ્રાઇવર વગરની કારનું સપનું હકીકત બનશે

વિકસિત અર્થતંત્રોમાં જાહેર દેવું બીજા વિશ્વ યુધ્ધ પછીની ટોચની સપાટીએ
આજે સુપર એઇટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો

સંદિપ પાટિલની ચીફ સિલેક્ટર તરીકે પસંદગીઃઅમરનાથની હકાલપટ્ટી

શ્રીલંકાએ ટાઈ બાદ સુપર ઓવરમાં ન્યુઝીલેન્ડને છ રનથી પરાજય આપ્યો
કાશ્મીરમાં સુખની નવી સવાર ઉગવા દો ઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
એલઆઈસીને નુકસાન પહોંચાડવા બદલ એચએમટીને ૩.૩૮ કરોડનો દંડ

મેડિકલના પીજી કોર્સ માટે આગામી વર્ષથી એક જ પ્રવેશ પરીક્ષા

કુદનકુલમ પ્લાન્ટ જો સલામત નહીં જણાય તો બંધ કરી દેવાશે ઃ સુપ્રીમ
૩૪૮ આવશ્યક દવાઓ નિયંત્રણમાં લાવવા દરખાસ્ત
અનુષ્કા કોઈ ખાવાની ચીજ થોડી છે કે તેને માટે અમે ઝઘડીએ ઃ અર્જૂન કપૂર
૨૩મી સપ્ટેમ્બર જોન અબ્રાહમના જીવનનો આખરી દિવસ બન્યો હોત
 
 

Gujarat Samachar Plus

ઇયરફોનનો વધુ ઉપયોગ હેલ્થ પ્રોબ્લેમ વધારે છે
ડાન્સિંગ છે ઇશા શરવણીનો ફિટનેસ મંત્ર
ગોરી ત્વચાને 'બાય' ઘઉંવર્ણી-તામ્રવર્ણી ચામડીને 'હાય'
ગર્લ્સમાં ઓલ ટાઇમ ફેવરિટ છે સ્ટ્રેચેબલ જિન્સ
ગણેશજીની ૧૦ હજાર મૂર્તિઓ સાથે વિસર્જન
શહેરની કોલેજોમાં સ્ટુડન્ટસ માટે કોર્પોરેટ કલ્ચરનું સ્ટેજ
 

Gujarat Samachar glamour

અત્યારે લગ્નનો કોઈ ઈરાદો નથીઃ મલ્લિકા
શાહરૃખ ખાનનો એક ઓર એરપોર્ટ ડ્રામા
'તલાશ એક તામિલ તથા હોલીવુડ ફિલ્મો પરથી પ્રેરિત
શ્રીદેવીની જીદ સામે આર.બાલ્કીએ નમતું જોખ્યું
અમે રડીએ ત્યારે પણ લોકો તો હસે જ છે
ફિલ્મ બનાવવા માટે ડિગ્રીની કોઇ જરૃર નથીઃશુજીત સિરકર
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved