Last Update : 30-September-2012, Sunday

 

ઇયરફોનનો વધુ ઉપયોગ હેલ્થ પ્રોબ્લેમ વધારે છે

- ઇયરફોન યંગસ્ટર્સનો શરીરનો એક અવયવ બની ગયો છે. સવારે ઉઠો ત્યારેથી લઇને ઉગો ત્યાં સુધી ઇયરફોન કાનમાં લગાવેલા જ હોય છે.

આજની પેઢી માટે કોલેજમાં ક્યા લેક્ચર છેે એની તૈયારી કરતા પહેલાં મોબાઇલમાં ઇયરફોન લગાવી કાનમાં ભરાવી દેવાનો ક્રમ વધુ ઉપયોગી છે. દસ મિનિટનું અંતર કાપવાનું હોય કે એક કલાકનું, આ ઇયરફોન શરીરના જ અંગ બનીને કાન પર ચોંટેલા રહે છે. એમાં પણ અમદાવાદની આજુબાજુના વિસ્તારોમાં હવે એટલી કોલેજો શરૃ થઈ છે કે અમદાવાદથી અપ-ડાઉન માટે બસની સુવિધાનો ઉપયોગ કરનારા અસંખ્ય વિદ્યાર્થીઓ છે. બસમાં અડધાથી વધુ વિદ્યાર્થીઓ જાગતા હોય અથવા સૂઈ ગયા હોય, પણ મોબાઇલમાંથી ગીતોનો પ્રવાહ અવિરત ચાલુ હોય છે. આ ઉપરાંત લવબર્ડ્સના પ્રેમાલાપ પણ એ જ રીતે વણથંભ્યો હોય છે. બીઆરટીએસમાં બેઠા હો અને તમારા સદ્ભાગ્યે ઓછી ભીડમાં બેસવાની જગ્યા મળી હોય અને બાજુમાં જો કોઈ ઇયરફોન લગાવીને ગીત સાંભળતું હોય તો એ ગીત અક્ષરશઃ સંભળાય એટલું વોલ્યુમ હોવાથી તમે પણ ગણગણવા લાગો એવી ઘટના ક્યારેક અનુભવી હશે.
વિશેષજ્ઞાોના મતે વધુ પડતા સમય માટે હેડફોન લગાવી રાખવાથી એકસાથે ઘણી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. મુસાફરી દરમ્યાન તો હેડફોન કોઈ મુશ્કેલી નથી કરતા, પણ એ પછી ઇયરફોન લગાવી રસ્તા ક્રોસ કરવામાં કે રસ્તા પર ચાલવાથી અકસ્માતની ઘણી શક્યતા રહે છે. મનોચિકિત્સકોના કહેવા મુજબ તમે જ્યારે ઇયરફોન લગાવી ચાલતા હો ત્યારે તમારી આંખ ભલે બધું જોતી હોય, પણ તમારું મગજ ગીતમાં એટલું પરોવાયેલું હોય છે કે આંખ અને મગજ વચ્ચેનો સંદેશાવ્યવહાર લગભગ શુન્ય થઈ ગયો હોય છે. આ ઉપરાંત હોર્ન કે વાહનનો અવાજ તમને સંભળાવાનો નથી. આ કારણે જ ક્યારેક ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે. ઘણા આવા કિસ્સા અત્યાર સુધીમાં જોવા મળ્યા હશે અથવા એમાંથી આબાદ બચાવ થયો હોય એવા પણ ઘણા હશે.
સરેરાશ છથી આઠ કલાક સુધી યુવાનો કાનમાં ઇયરફોન લગાવતા હોય છે. જોકે એને કારણે સાંભળવાની તકલીફ અને કાનમાં દુખાવો થવાની સંભાવના લગભગ નિશ્ચિત છે. એક વખત હેડફોનના ઉપયોગની અતિશયોક્તિ કરનારાને ડોક્ટરો એનાથી દૂર રહેવાનું કડક સૂચન કરતા હોય છે. જોકે ઘણા યુવાનો આજે કોલ સેન્ટર અને સેલ્સમાં આઉટસોર્સિંગ કરતી કંપનીઓમાં કામ કરે છે અને તેમને નાછૂટકે લાંબા સમય સુધી કાનમાં હેડફોન ભરાવીને કામ કરવું પડતું હોય છે. આ બાબતે ડોક્ટરોના પણ હાથ હેઠાં છે અને એવા કોઈ ઉપાય નથી કે જેને અપનાવવાથી મુશ્કેલીઓ ઓછી થઈ શકે. જોકે નોકરીમાં લાંબા બ્રેક લેવા કરતા નાના-નાના વધુ બ્રેક લેવાનું સૂચન આ યુવાનોને આપવામાં આવતું હોય છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

હીનાના પતિ ગુલઝાર ગુસ્સેઃ પાકિસ્તાન પાછા આવી ખુલાસો કરવા તેડું

ચીને ટાપુ વિવાદિત ન હોવાના જાપાનના વલણનો વિરોધ કર્યો
આતંકવાદને સાંખી ન લેવા અંગે ભારત યુ.એન.માં રજૂઆત કરશે

ત્રણ વર્ષમાં ડ્રાઇવર વગરની કારનું સપનું હકીકત બનશે

વિકસિત અર્થતંત્રોમાં જાહેર દેવું બીજા વિશ્વ યુધ્ધ પછીની ટોચની સપાટીએ
આજે સુપર એઇટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો

સંદિપ પાટિલની ચીફ સિલેક્ટર તરીકે પસંદગીઃઅમરનાથની હકાલપટ્ટી

શ્રીલંકાએ ટાઈ બાદ સુપર ઓવરમાં ન્યુઝીલેન્ડને છ રનથી પરાજય આપ્યો
કાશ્મીરમાં સુખની નવી સવાર ઉગવા દો ઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
એલઆઈસીને નુકસાન પહોંચાડવા બદલ એચએમટીને ૩.૩૮ કરોડનો દંડ

મેડિકલના પીજી કોર્સ માટે આગામી વર્ષથી એક જ પ્રવેશ પરીક્ષા

કુદનકુલમ પ્લાન્ટ જો સલામત નહીં જણાય તો બંધ કરી દેવાશે ઃ સુપ્રીમ
૩૪૮ આવશ્યક દવાઓ નિયંત્રણમાં લાવવા દરખાસ્ત
અનુષ્કા કોઈ ખાવાની ચીજ થોડી છે કે તેને માટે અમે ઝઘડીએ ઃ અર્જૂન કપૂર
૨૩મી સપ્ટેમ્બર જોન અબ્રાહમના જીવનનો આખરી દિવસ બન્યો હોત
 
 

Gujarat Samachar Plus

ઇયરફોનનો વધુ ઉપયોગ હેલ્થ પ્રોબ્લેમ વધારે છે
ડાન્સિંગ છે ઇશા શરવણીનો ફિટનેસ મંત્ર
ગોરી ત્વચાને 'બાય' ઘઉંવર્ણી-તામ્રવર્ણી ચામડીને 'હાય'
ગર્લ્સમાં ઓલ ટાઇમ ફેવરિટ છે સ્ટ્રેચેબલ જિન્સ
ગણેશજીની ૧૦ હજાર મૂર્તિઓ સાથે વિસર્જન
શહેરની કોલેજોમાં સ્ટુડન્ટસ માટે કોર્પોરેટ કલ્ચરનું સ્ટેજ
 

Gujarat Samachar glamour

અત્યારે લગ્નનો કોઈ ઈરાદો નથીઃ મલ્લિકા
શાહરૃખ ખાનનો એક ઓર એરપોર્ટ ડ્રામા
'તલાશ એક તામિલ તથા હોલીવુડ ફિલ્મો પરથી પ્રેરિત
શ્રીદેવીની જીદ સામે આર.બાલ્કીએ નમતું જોખ્યું
અમે રડીએ ત્યારે પણ લોકો તો હસે જ છે
ફિલ્મ બનાવવા માટે ડિગ્રીની કોઇ જરૃર નથીઃશુજીત સિરકર
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved