Last Update : 30-September-2012, Sunday

 

ફાસ્ટેસ્ટ નોટેશન રાઇટર અને ટોચના મેંડોલીન-સરોદ પ્લેયર

સિનેમેજિક - અજિત પોપટ
 

 

કેદાર શર્માની અશોકકુમાર, મીનાકુમારી અને પ્રદીપકુમારને ચમકાવતી ફિલ્મ ‘ચિત્રલેખા’ના મોટા ભાગનાં ગીતો શાસ્ત્રીય સંગીત પર આધારિત હતાં એ તો હવે આપણે સૌ જાણીએ છીએ. એમાંય એક ગીત સખીરી મેરા મન ઊલઝે તન ડોલે, મન ઊલઝે તન ડોલે, અબ ચૈન પડે તબ હી જબ ઉન સે મિલન હો લે...તમે ઘ્યાનથી સાંભળ્યું હોય તો એમાં સરોદના કેટલાક કર્ણપ્રિય ટુકડા છે. કદાચ એ તરફ તમારું ઘ્યાન ન ગયું હોય તો આ ગીત યાદ કરો- તુમ બિન જાઉં કહાં કિ દુનિયા મેં આ કે કુછ ન ફિર ચાહા સનમ તુમ કો ચાહ કે...(ફિલ્મ પ્યાર કા મૌસમ, ગીત મજરૂહ સુલતાનપુરી, સંગીત આર ડી બર્મન), એય યાદ ન આવે તો આ ગીત યાદ કરો- જંિદગી કા સફર હૈ યહ કૈસા સફર કોઇ સમજા નહીં કોઇ જાના નહીં... આ અને આવાં અનેક ગીતો સાથે એક ગરવા ગુજરાતી મેંડોલીનવાદક સંકળાયેલા છે. ફિલ્મ ચિત્રલેખા પૂરતી વાત મર્યાદિત રાખીએ તો એ ફિલ્મમાં આ ગુજરાતી સ્વરસાધક સંગીતકાર રોશનના સહાયક હતા.
રૂપેરી પરદે ક્રેડિટમાં એમનું નામ પણ રજૂ થયું હતું. રસપ્રદ વાત એ હતી કે સંગીતકાર રોશન મૈહર ઘરાનાના પ્રણેતા મનાતા ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાંના શિષ્ય હતા તો આ ગુજરાતી કલાકાર અલ્લાઉદ્દીન ખાંના પુત્ર અને શિષ્ય, ઉસ્તાદ અલી અકબર ખાંના શિષ્ય હતા. એટલે રોશન સાથે એમનું ગજબનંુ ટ્યુનંિગ હતું. આ કલાકાર મેંડોલીન અને સરોદવાદનના ટોચના કલાકાર છે. આજે ૭પ વર્ષની વયે પણ તાજેતરમાં મહારાષ્ટ્રના ઇચલકરંજી વિસ્તારમાં એમનો ક્લાસિકલ મેંડોલીનવાદનનો કાર્યક્રમ યોજાઇ ગયો.
બરજોર લોર્ડ અને એન્થની ગોન્સાલ્વિઝની જેમ અનેક ફિલ્મોમાં સહાયક સંગીતકાર અને મ્યુઝિક એરેંજરની જવાબદારી સફળતાથી અદા કરવા ઉપરાંત જરૂર પડી ત્યાં મેંડોલીન અને સરોદ વગાડનારા આ કલાકારનું નામ છે કિશોર દેસાઇ. એક શ્રીમંત મિલમાલિકના પરિવારમાં જન્મેલા કિશોરભાઇને બાળપણથી સંગીતનો નાદ લાગ્યો હતો એટલે મિલની પળોજણ છોડીને પિતા જવાહરલાલના એક દોસ્તની મદદથી સંગીત તરફ વળ્યા અને આગ્રા ઘરાનાના ઉસ્તાદ ખાદિમ હુસૈન ખાં અને મૈહર ઘરાનાના ઉસ્તાદ અલી અકબર ખાં પાસે તાલીમ લીધી. આમ ગાયન અને વાદન બંનેની તાલીમ લઇને ફિલ્મસંગીતમાં પ્રવેશ્યા. થોડા જ સમયમાં મોટા ભાગના સંગીતકારોના માનીતા થઇ પડ્યા. જો કે આ લેખકની જેમ કિશોરભાઇને પણ કલ્યાણજીભાઇનું પ્રોત્સાહન ખૂબ મળ્યું. (૧૯૭૦ના દાયકામાં આ લેખક પણ મેંડોલીન વગાડતા. પછી છૂટી ગયું.) કિશોરભાઇનું પહેલું યાદગાર ગીત એટલે તૂ છૂપી હૈ કહાં, મૈં તડપતા યહાં... (ફિલ્મ નવરંગ, સંગીત સી રામચંદ્ર) પછી તો સી રામચંદ્ર સાથે પિતા-પુત્ર જેવી આત્મીયતા સ્થપાઇ અને એમના સહાયક બનીને ઘણી ફિલ્મો કરી.
એક સમય એવો આવી ગયો કે આ ગુજરાતી યુવાન તમામ સંગીતકારોનો લાડકો થઇ પડ્યો. નૌશાદ, એસ ડી બર્મન, આરડી બર્મન, ઓ.પી. નય્યર, સી રામચંદ્ર, મદનમોહન, જયદેવ, શંકર જયકિસન, ખય્યામ, રોશન...આ યાદી ઘણી લાંબી થઇ જાય. કિશોરભાઇ હસતાં હસતાં કહે, કયા સંગીતકાર સાથે કામ નથી કર્યું એવો પ્રશ્ન અસ્થાને છે. ગુરુના આશીર્વાદ અને અથાક રિયાઝથી મારી તૈયારી એવી હતી કે બધાંને મારો સાથ લેવાની ઇચ્છા રહેતી. મને પણ સંગીત સિવાય કશામાં રુચિ નહોતી એટલે હું પણ પૂરેપૂરી લગનથી એવું કામ કરતો કે બધા ખુશ.
દસ-બાર વરસ તો લતાદીદી સાથે એમના સ્ટેજ પ્રોગ્રામોમાં પણ વગાડ્યું. મૂકેશજી પણ એમના પ્રોગ્રામોમાં મારી હાજરીનો આગ્રહ રાખતા. એમના પ્રોગ્રામોમાં એરેંજરની જવાબદારી મેં અદા કરી હતી.
લક્ષ્મીકાંત પ્યારેલાલની જોડીમાં ખુદ લક્ષ્મીકાંત મેંડોલીન વગાડતાં છતાં એ દરેક રેકોર્ડંિગમાં હું હાજર રહું એવો આગ્રહ સેવતા. એમની સાથેનો ભાઇચારો તો એક પરિવાર જેવો બની રહ્યો. એનંું એક કારણ એ પણ ખરું કે એ સમયના સંગીતકારો મેલોડીને મહત્ત્વ આપતા. રિધમ ખરી, પરંતુ મહત્ત્વ તો મઘુરતાનું જ. કદાચ એટલે જ એ સમય ‘ગોલ્ડન પિરિયડ ઑફ ફિલ્મ મ્યુઝિક’ તરીકે ઓળખાય છે.
કિશોરભાઇની ઐાર એક ખૂબી એટલે જે તે ગીત કે ઇન્ટરલ્યૂડ યા બૅકગ્રાઉન્ડ મ્યુઝિકની સ્વરમાલિકા (નોટેશન) લખી લેવાની સ્પીડ. સંગીતકાર ગીતની તર્જ સંભળાવે ત્યારે એજ સમયે કિશોરભાઇ એનું નોટેશન ટપકાવી લે. એમાં એક શ્રુતિની પણ ભૂલ નહીં. એટલેજ એ ફાસ્ટેસ્ટ નોટેશન રાઇટર તરીકે ફિલ્મ સંગીતમાં જાણીતા થયેલા.
(વઘુ આવતા શુક્રવારે)

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

હીનાના પતિ ગુલઝાર ગુસ્સેઃ પાકિસ્તાન પાછા આવી ખુલાસો કરવા તેડું

ચીને ટાપુ વિવાદિત ન હોવાના જાપાનના વલણનો વિરોધ કર્યો
આતંકવાદને સાંખી ન લેવા અંગે ભારત યુ.એન.માં રજૂઆત કરશે

ત્રણ વર્ષમાં ડ્રાઇવર વગરની કારનું સપનું હકીકત બનશે

વિકસિત અર્થતંત્રોમાં જાહેર દેવું બીજા વિશ્વ યુધ્ધ પછીની ટોચની સપાટીએ
આજે સુપર એઇટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો

સંદિપ પાટિલની ચીફ સિલેક્ટર તરીકે પસંદગીઃઅમરનાથની હકાલપટ્ટી

શ્રીલંકાએ ટાઈ બાદ સુપર ઓવરમાં ન્યુઝીલેન્ડને છ રનથી પરાજય આપ્યો
કાશ્મીરમાં સુખની નવી સવાર ઉગવા દો ઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
એલઆઈસીને નુકસાન પહોંચાડવા બદલ એચએમટીને ૩.૩૮ કરોડનો દંડ

મેડિકલના પીજી કોર્સ માટે આગામી વર્ષથી એક જ પ્રવેશ પરીક્ષા

કુદનકુલમ પ્લાન્ટ જો સલામત નહીં જણાય તો બંધ કરી દેવાશે ઃ સુપ્રીમ
૩૪૮ આવશ્યક દવાઓ નિયંત્રણમાં લાવવા દરખાસ્ત
અનુષ્કા કોઈ ખાવાની ચીજ થોડી છે કે તેને માટે અમે ઝઘડીએ ઃ અર્જૂન કપૂર
૨૩મી સપ્ટેમ્બર જોન અબ્રાહમના જીવનનો આખરી દિવસ બન્યો હોત
 

 

 

Gujarat Samachar Plus

ઇયરફોનનો વધુ ઉપયોગ હેલ્થ પ્રોબ્લેમ વધારે છે
ડાન્સિંગ છે ઇશા શરવણીનો ફિટનેસ મંત્ર
ગોરી ત્વચાને 'બાય' ઘઉંવર્ણી-તામ્રવર્ણી ચામડીને 'હાય'
ગર્લ્સમાં ઓલ ટાઇમ ફેવરિટ છે સ્ટ્રેચેબલ જિન્સ
ગણેશજીની ૧૦ હજાર મૂર્તિઓ સાથે વિસર્જન
શહેરની કોલેજોમાં સ્ટુડન્ટસ માટે કોર્પોરેટ કલ્ચરનું સ્ટેજ
 

Gujarat Samachar glamour

અત્યારે લગ્નનો કોઈ ઈરાદો નથીઃ મલ્લિકા
શાહરૃખ ખાનનો એક ઓર એરપોર્ટ ડ્રામા
'તલાશ એક તામિલ તથા હોલીવુડ ફિલ્મો પરથી પ્રેરિત
શ્રીદેવીની જીદ સામે આર.બાલ્કીએ નમતું જોખ્યું
અમે રડીએ ત્યારે પણ લોકો તો હસે જ છે
ફિલ્મ બનાવવા માટે ડિગ્રીની કોઇ જરૃર નથીઃશુજીત સિરકર
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved