Last Update : 30-September-2012, Sunday

 

સેહવાગે પણ હાથે કરીને પગ પર કૂહાડી મારી છે
સેહવાગને પડતો મુકીને ધોનીનું પાંચ બોલરોને રમાડવાનું રાજકારણ ભારે પડયું

સેહવાગે પ્રેક્ટિસ ન કરતાં અવનવી અટકળો
ગત સિઝનમાં ગંભીર, દ્રવિડ, લક્ષ્મણ અને તેંડુલકર સહિત બધા જ નિષ્ફળ નીવડયા હતા

અમદાવાદ, શનિવાર
ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં સેહવાગની ગેરહાજરીમાં ભારતના નાલેશીભર્યા પરાજય બાદ કેપ્ટન ધોની પર હવે આવતીકાલની પાકિસ્તાન સામેની મેચમાં તેને ટીમમાં સમાવવાનું દબાણ સર્જાયું છે. તેમાંય મેચ અગાઉના નેટ પ્રેક્ટિસ સેશનમાં સેહવાગે બેટિંગ ન કરતાં અવનવી અટકળો શરૃ થઇ હતી.
ભારતને ટુર્નામેન્ટમાં ટકી રહેવા માટે પાકિસ્તાન સામે જીતવું જ પડે તેમ છે અને આ માટે આક્રમક શરૃઆતની જરૃર છે, જે સેહવાગ જ અપાવી શકે તેમ છે.
ધોની પાસે પાંચ બોલરોને રમાડવાની વ્યૂહ રચના તે રાખવા માંગતો હોઇ સેહવાગને પડતો મુકવાનું કારણ છે. જો કે ઓસ્ટ્રેલિયા સામેની હાર બાદ આ દલીલ નબળી પડી છે. જો સેહવાગને રમાડવો હોય તો રૈનાને પડતો મુકવો પડે તેમ ખરેખર તો ચાવલાને પડતો મુકીને ભારત પાંચમાં બોલર તરીકે રૈના, યુવરાજ અને કોહલીનો ઉપયોગ કરી શકે તેમ છે. સેહવાગની બેટિંગ જો જામી જાય તો હરિફ ટીમની હાર નિશ્ચિત બનાવી શકે તેમ છે.
ખરેખર તો ધોનીની વ્યુહ રચનામાં સેહવાગની મહત્તા ઘટતી જાય છે. અગાઉ એવું કારણ અપાતું કે સેહવાગ અનફીટ હોઇ ટીમમાં નથી. હવે એ બાબત જગજાહેર બની છે કે સેહવાગને પડતો મુકતો હોય છે.
ધોની ટવેન્ટી-૨૦ કે અન્ય ફોરમેટમાં જીતતો હોય ત્યાં સુધી તેને કેપ્ટન તરીકે તેવો અધિકાર છે. પણ અંદરના વર્તુળો પરથી એવું લાગે છે કે સેહવાગનું પત્તુ કપાઈ રહ્યું છે.
સેહવાગ પોતે પણ આ માટે એટલો જ જવાબદાર છે કેમ કે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે તેણે રમેલી ટેસ્ટ મેચોમાં તે સરિયામ નિષ્ફળ ગયો હતો. તે પછી વિન્ડિઝ અને શ્રીલંકા સામે પણ તેનું ફોર્મ કથળેલું જ રહ્યું.
સેહવાગ નિષ્ફળ જાય છે તેના કરતા જે રીતે તે બેજવાબદારીભર્યો શોટ ફટકારીને તેની વિકેટ વેડફે છે તેના લીધે તે તેના ચાહકોની સહાનુભૂતિ પણ ગુમાવતો જાય છે એટલું જ નહીં કટોકટીની મેચો કે પળે પણ તે આવું જ રમે છે.
તે પછી તે તેના ઇન્ટરવ્યુમાં એવું જ કહેતો રહે છે કે, 'આ જ તેની બેટિંગની પદ્ધતિ છે. બોલ ફટકારવાને લાયક હોય તેને તેવી જ દિશા બતાવવી જોઈએ. તે કોઇ આયોજન કે ધીરજમાં નથી માનતો. તે આવું જ રમતો રહેશે.'
સેહવાગ મોટી ઇનિંગ રમે ત્યારે આવું સાંભળવું ગમે પણ છેલ્લા બે વર્ષમાં તો તેનું ફોર્મ અને એપ્રોચ ખૂબ ટીકાને પાત્ર બન્યો છે.
ભારત સેહવાગની આ રીતે વિકેટ વેડફતી રમતને લીધે છેલ્લા કેટલાયે અરસાથી સંગીન ઓપનિંગ ભાગીદારીથી ટેસ્ટ એ વન ડેમાં વંચિત રહ્યું છે. જેને લીધે મિડલ ઓર્ડર પર દબાણ વધ્યું જ છે ભારતની સમગ્ર બેટિંગ વ્યૂહરચના ખોરવાઇ જાય છે. બેકફૂટમાં મુકાઇ જાય છે.એમ તો કોહલીને બાદ કરતા ગત સિઝનમાં ગંભીર, દ્રવિડ, તેંડુલકર, લક્ષ્મણ અને શર્મા પણ નિષ્ફળ જ રહ્યા છે પણ સેહવાગની શોટ સિલેકશન, ટીમ કે વિકેટની પરવા ના હોય તેમ પેવેલીયન ભણી થઈ જતી બોડી લેંગ્વેજ અને બેફિકરાઈ રોષ જન્માવનારી છે.
એનો અર્થ એવો નથી કે સેહવાગને કાયમી તિલાંજલી આપવાની જરૃર છે. પણ ખરેખર કોઇ આંતરિક રાજકારણ હોય તો પણ સેહવાગે તેના જ કરતૂતોથી ધોનીને તક આપી છે.
હજુ સેહવાગનો કોઇ વિકલ્પ નથી. ભારતે પાંચ બોલરોની જગાએ ચાર બોલરોને રમાડીને સેહવાગ જેવા ભયજનક એ જે તે દિવસે હરિફ ટીમનું ટેબલ ટર્ન કરી દે તેવા બેટસમેનને રમાડવો તો જોઈએ જ.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

હીનાના પતિ ગુલઝાર ગુસ્સેઃ પાકિસ્તાન પાછા આવી ખુલાસો કરવા તેડું

ચીને ટાપુ વિવાદિત ન હોવાના જાપાનના વલણનો વિરોધ કર્યો
આતંકવાદને સાંખી ન લેવા અંગે ભારત યુ.એન.માં રજૂઆત કરશે

ત્રણ વર્ષમાં ડ્રાઇવર વગરની કારનું સપનું હકીકત બનશે

વિકસિત અર્થતંત્રોમાં જાહેર દેવું બીજા વિશ્વ યુધ્ધ પછીની ટોચની સપાટીએ
આજે સુપર એઇટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો

સંદિપ પાટિલની ચીફ સિલેક્ટર તરીકે પસંદગીઃઅમરનાથની હકાલપટ્ટી

શ્રીલંકાએ ટાઈ બાદ સુપર ઓવરમાં ન્યુઝીલેન્ડને છ રનથી પરાજય આપ્યો
કાશ્મીરમાં સુખની નવી સવાર ઉગવા દો ઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
એલઆઈસીને નુકસાન પહોંચાડવા બદલ એચએમટીને ૩.૩૮ કરોડનો દંડ

મેડિકલના પીજી કોર્સ માટે આગામી વર્ષથી એક જ પ્રવેશ પરીક્ષા

કુદનકુલમ પ્લાન્ટ જો સલામત નહીં જણાય તો બંધ કરી દેવાશે ઃ સુપ્રીમ
૩૪૮ આવશ્યક દવાઓ નિયંત્રણમાં લાવવા દરખાસ્ત
અનુષ્કા કોઈ ખાવાની ચીજ થોડી છે કે તેને માટે અમે ઝઘડીએ ઃ અર્જૂન કપૂર
૨૩મી સપ્ટેમ્બર જોન અબ્રાહમના જીવનનો આખરી દિવસ બન્યો હોત
 
 

Gujarat Samachar Plus

ઇયરફોનનો વધુ ઉપયોગ હેલ્થ પ્રોબ્લેમ વધારે છે
ડાન્સિંગ છે ઇશા શરવણીનો ફિટનેસ મંત્ર
ગોરી ત્વચાને 'બાય' ઘઉંવર્ણી-તામ્રવર્ણી ચામડીને 'હાય'
ગર્લ્સમાં ઓલ ટાઇમ ફેવરિટ છે સ્ટ્રેચેબલ જિન્સ
ગણેશજીની ૧૦ હજાર મૂર્તિઓ સાથે વિસર્જન
શહેરની કોલેજોમાં સ્ટુડન્ટસ માટે કોર્પોરેટ કલ્ચરનું સ્ટેજ
 

Gujarat Samachar glamour

અત્યારે લગ્નનો કોઈ ઈરાદો નથીઃ મલ્લિકા
શાહરૃખ ખાનનો એક ઓર એરપોર્ટ ડ્રામા
'તલાશ એક તામિલ તથા હોલીવુડ ફિલ્મો પરથી પ્રેરિત
શ્રીદેવીની જીદ સામે આર.બાલ્કીએ નમતું જોખ્યું
અમે રડીએ ત્યારે પણ લોકો તો હસે જ છે
ફિલ્મ બનાવવા માટે ડિગ્રીની કોઇ જરૃર નથીઃશુજીત સિરકર
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved