Last Update : 30-September-2012, Sunday

 
 

સેહવાગનું પુનરાગમન લગભગ નક્કી ઃ સાત બેટ્સમેનો સમાવવા વિચારણાં
આજના પ્રતિષ્ઠા જંગમાં ભારતે પાકિસ્તાનને હરાવવું જ પડશે

સાંજે ૭.૩૦થી મેચનો પ્રારંભ
એશિયાના બે કટ્ટર હરિફો વચ્ચેના દિલધડક મુકાબલા માટે ચાહકોમાં ઇંતેજારી

કોલંબો,તા.૨૯
ઓસ્ટ્રેલિયા સામેના શરમજનક પરાજય બાદ ભારત પર ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાવાનું સંકટ સર્જાયું છે. ભારતે વર્લ્ડ કપમાં ટકી રહેવા માટે આવતીકાલે પાકિસ્તાનને મોટા અંતરથી હરાવવું જ પડશે. જો ભારત આવતીકાલે જીતે તો જ તેની સેમિ ફાઇનલમાં પ્રવેશવાની આશા વધુ ઉજ્જવળ બની શકે તેમ છે. જ્યારે પાકિસ્તાન સુપર એઇટમાં તેની પ્રથમ મેચ જીતી ચુક્યું છે અને હવે તેઓ સેમિ ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરવા માટે ભારતને હરાવવાની કોશીશ કરશે. એશિયાના બે પરંપરાગત હરિફો ભારત અને પાકિસ્તાન વચ્ચે સાંજે ૭.૩૦ વાગ્યાથી મુકાબલો થશે, જેના પર વિશ્વભરના ચાહકોની મીટ મંડાઇ છે.
પાકિસ્તાન સામેના મહત્વના મુકાબલા માટે ભારતીય ટીમમાં ફરી વખત આક્રમક ઓપનર સેહવાગનું પુનરાગમન થાય તેવી શક્યતા છે. જ્યારે ભારત ફરી તેની સાત બેટ્સમેન અને ચાર બોલરોની જૂની ફોર્મ્યુલા પર પાછું ફરશે તેવી અપેક્ષા પણ રાખવામાં આવી રહી છે. ધોનીએ ઈંગ્લેન્ડ સામેની જીત બાદ ઓસ્ટ્રેલિયા સામેની મહત્વની મેચમાં મોટો અખતરો કરતાં સેહવાગને બહાર રાખ્યો હતો. વધુમાં પાંચ બોલરો અને તેમાં ત્રણ સ્પિનરોને રમાડવાનો પ્રયોગ કર્યો હતો. જે ભારત માટે બુમરેંગ સાબિત થયો હતો. સેહવાગના સ્થાને ટીમમાં સમાવાયેલો રોહિત શર્મા માત્ર એક રન કરીને પેવેલિયન ભેગો થયો હતો. જ્યારે ભારતના ત્રણેય સ્પિનરોને વોટસન-વોર્નરે નિર્દયતાથી ઝુડયા હતા. ધોની મીડિયાના દબાણ હેઠળ ઝુકે તેમ નથી અને તે જો ધારશે તો ફરી વખત સેહવાગને બહાર બેસાડી રાખશે. જો કે બોલિંગ આક્રમણમાં ફરી વખત બે ફાસ્ટ બોલરો અને બે સ્પિનરોની વ્યુહરચના જોવા મળી શકશે. ઝહીર અને ઇરફાનની સાથે અશ્વિન અને ચાવલાને તક મળી શકે છે.જો કે બાકીની ટીમમાં કોઇ ફેરફારની શક્યતા નથી.બીજી તરફ પાકિસ્તાનની ટીમે સાઉથ આફ્રિકા સામે બે વિકેટથી રોમાંચક વિજય મેળવીને સુપર એઇટમાં પોતાની સ્થિતી મજબુત કરી લીધી છે. પાકિસ્તાન પાસે ઓલરાઉન્ડર હાફિઝ જેવો કેપ્ટન છે.
વધુમાં તેમના બોલરો પણ લડાયક બેટિંગ કરીને ટીમને જીતાડી શકે છે. નઝીર, આફ્રિદી, કામરાન અકમલ અને ઉમર અકમલ જેવા બેટ્સમેનો પાકિસ્તાનનો મુખ્ય આધાર છે.તેની સાથે બોલિંગમાં ગુલ અને ઇન ફોર્મ સ્પિનર અજમલનો સામનો કરવો ભારતીય બેટ્સમેનો માટે આસાન નહીં રહે.
ભારત ઃ ધોની (કેપ્ટન), ગંભીર, સેહવાગ, કોહલી, રૈના, રોહિત શર્મા, યુવરાજ, મનોજ તિવારી, ઇરફાન પઠાણ, ઝહીર, બાલાજી, ડિન્ડા, હરભજન, ચાવલા, અશ્વિન.
પાકિસ્તાનઃ હફીઝ (કેપ્ટન), નઝીર, જમશેદ, ઉમર અકમલ, કામરાન અકમલ (વિકેટ કિપર), શફીક, આફ્રીદી, મલિક, રઝાક, અજમલ, ગુલ, સામી, હસન, તન્વીર, અરાફાત

રેકોર્ડ બુકમાં ભારત પાકિસ્તાન કરતાં ચડિયાતું
ટ્વેન્ટી-૨૦માં પાકિસ્તાન સામેના મુકાબલામાં ભારત ચડિયાતુ રહ્યું છે તેમ રેકોર્ડબુક દર્શાવે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે અગાઉ રમાયેલી બંને ટ્વેન્ટી-૨૦માં ભારત વિજેતા બન્યું હતુ. બંને મુકાબલા૨૦૦૭ના વર્લ્ડ કપમાં રમાયા હતા,જેમાં એકમાં ભારતે ટાઇ બાદ બોલ આઉટમાં પાકિસ્તાનને હરાવ્યુ હતુ.જ્યારે ફાઇનલમાં પાકિસ્તાનને પછાડીને ભારત વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતુ.આમ પણ વન ડેની વર્લ્ડ કપ જેવી મેજર ઇવેન્ટમાં પાકિસ્તાન ક્યારેય ભારતને હરાવી શક્યું નથી અને તેના કારણે ભારત આવતીકાલની મેચ જીતવા માટેનો આત્મવિશ્વાસ ધરાવે છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

હીનાના પતિ ગુલઝાર ગુસ્સેઃ પાકિસ્તાન પાછા આવી ખુલાસો કરવા તેડું

ચીને ટાપુ વિવાદિત ન હોવાના જાપાનના વલણનો વિરોધ કર્યો
આતંકવાદને સાંખી ન લેવા અંગે ભારત યુ.એન.માં રજૂઆત કરશે

ત્રણ વર્ષમાં ડ્રાઇવર વગરની કારનું સપનું હકીકત બનશે

વિકસિત અર્થતંત્રોમાં જાહેર દેવું બીજા વિશ્વ યુધ્ધ પછીની ટોચની સપાટીએ
આજે સુપર એઇટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો

સંદિપ પાટિલની ચીફ સિલેક્ટર તરીકે પસંદગીઃઅમરનાથની હકાલપટ્ટી

શ્રીલંકાએ ટાઈ બાદ સુપર ઓવરમાં ન્યુઝીલેન્ડને છ રનથી પરાજય આપ્યો
કાશ્મીરમાં સુખની નવી સવાર ઉગવા દો ઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
એલઆઈસીને નુકસાન પહોંચાડવા બદલ એચએમટીને ૩.૩૮ કરોડનો દંડ

મેડિકલના પીજી કોર્સ માટે આગામી વર્ષથી એક જ પ્રવેશ પરીક્ષા

કુદનકુલમ પ્લાન્ટ જો સલામત નહીં જણાય તો બંધ કરી દેવાશે ઃ સુપ્રીમ
૩૪૮ આવશ્યક દવાઓ નિયંત્રણમાં લાવવા દરખાસ્ત
અનુષ્કા કોઈ ખાવાની ચીજ થોડી છે કે તેને માટે અમે ઝઘડીએ ઃ અર્જૂન કપૂર
૨૩મી સપ્ટેમ્બર જોન અબ્રાહમના જીવનનો આખરી દિવસ બન્યો હોત
 
 

Gujarat Samachar Plus

ઇયરફોનનો વધુ ઉપયોગ હેલ્થ પ્રોબ્લેમ વધારે છે
ડાન્સિંગ છે ઇશા શરવણીનો ફિટનેસ મંત્ર
ગોરી ત્વચાને 'બાય' ઘઉંવર્ણી-તામ્રવર્ણી ચામડીને 'હાય'
ગર્લ્સમાં ઓલ ટાઇમ ફેવરિટ છે સ્ટ્રેચેબલ જિન્સ
ગણેશજીની ૧૦ હજાર મૂર્તિઓ સાથે વિસર્જન
શહેરની કોલેજોમાં સ્ટુડન્ટસ માટે કોર્પોરેટ કલ્ચરનું સ્ટેજ
 

Gujarat Samachar glamour

અત્યારે લગ્નનો કોઈ ઈરાદો નથીઃ મલ્લિકા
શાહરૃખ ખાનનો એક ઓર એરપોર્ટ ડ્રામા
'તલાશ એક તામિલ તથા હોલીવુડ ફિલ્મો પરથી પ્રેરિત
શ્રીદેવીની જીદ સામે આર.બાલ્કીએ નમતું જોખ્યું
અમે રડીએ ત્યારે પણ લોકો તો હસે જ છે
ફિલ્મ બનાવવા માટે ડિગ્રીની કોઇ જરૃર નથીઃશુજીત સિરકર
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved