Last Update : 30-September-2012, Sunday

 
એપ્રિલ-૧૩ સુધીમાં બજારમાં મળતી થશે
બાઇક ચાલકની હેલમેટ સાથે જોડાયેલો સ્માર્ટફોન અકસ્માતની માહિતી આપશે

ભારતીય રસોઇયાના વિચારને બ્રિટિશ સોફટવેર કંપનીએ ટેકનોલોજી પૂરી પાડી

લંડન, તા.૨૯
અકસ્માતના કેસમાં તાકીદની સેવાઓને માહિતી પુરી પાડે એવી બાઇકચાલકોના ફોન સાથે જોડાયેલી લાઇફ સેવર હેલમેટ ટુંકમાં જ બજારમાં આવી પહોંચશે. મૂળ ભારતીય એક રસોઇયાનું આ સંશોધન છે.
બાઇક ચાલકો માટે ડિઝાઇન કરાયેલુ જીવન રક્ષક આ સ્માર્ટ ફોન સાધન અકસ્માતની માહિતી મેળવીને તાકીદની સેવાઓને સાવધાન કરી શકશે. એની રચનામાં બાઇક ચાલકના હેલમેટ સાથે ગતિશોધક યુકત બ્લુટુથ જોડાયેલુ હોય છે, જે અકસ્માતની ભાળ રાખે છે. અમેરિકાના ઓકલાહોમા સ્થિત આઇસડોટ નામની એક સોફટવેર કંપનીએ આ સંશોધન કર્યું છે. આઇસડોટ ફ્રેશ સેન્સર નામનું આ ડીટેકટર બાઇક ચાલક જે જોશભેર પછડાય એના આધારે અકસ્માતની ગંભીરતાનું મૂલ્યાંકન પણ કરી શકશે એમ ડેઇલી મેઇલ અખબારમાં જણાવાયું છે. આઇસડોટના સીઇઓ ક્રિસ ઝેન્થોએફરે જણાવ્યું કે આ સાધન બનાવવાનો વિચાર ઉચ્ચકક્ષાના અનેક બાઇક સવારોના બીજુ થોમસ નામના જાણીતા રસોઇયા પાસેથી મળ્યો છે. એ એકલો બાઇક પર જઇ રહ્યો હતો. ત્યારે અકસ્માત થયો. એણે વિચાર્યું કેજો અકસ્માત વધુ ગંભીર હોત તો પોતે ક્યાં પડયો છે. એની કોઇને ખબર પડત નહિ. એ પછી અમે ચિત્રમાં દાખલ થયા. એ સ્પષ્ટ બન્યું કે બિજુનો વિચાર અને આઇસડોરની વર્તમાન ટેકનોલોજીનો મેળ જામે તો એ સંપૂર્ણ જોડ બની રહેશે. એમ ઝેન્થોએફરે જણાવ્યું અકસ્માત થતાં ઉપરોક્ત સાધન ફોનને એલાર્મ વગાડવા માટે સક્રિય કરશે. ૧૫ થી ૬૦ સેકન્ડ વચ્ચે ગોઠવી શકાય એવો કાઉન્ટ ડાઉન શરૃ થશે.
જો એલાર્મને નિષ્ક્રિય ના કરાય તો સાધન એસઓએસ સેવાનો સંપર્ક કરશે. અને મહત્વની માહિતી પુરી પડાશે. જીપીએસના ઉપયોગ દ્વારા સાધન બાઇક ચાલકનું ઠામઠેકાણું અને એની સ્થિતિનો ગંભીરતાને દર્શાવશે. એ પછી એ મહત્વપૂર્વ તબીબી વિગતો પણ પુરી પાડી શકશે. જેમ કે બાઇક ચાલકને ડાયાબીટીસ છે કે કોઇ એલર્જીથી પીડાય છે. જો બાઇક ચાલકની પછડાટ ગંભીર ના હોય તો બાઇક ચાલક એના ફોનમાંની કાઉન્ટ ડાઉન સુવિધાને બંધ કરી દઇ શકે. અને એ દ્વારા આગળની પ્રક્રિયાને રદ કરી દઇ શકે. મોશન સેન્સર ડીવાઇસ, સ્માર્ટ ફોન સાધન અને આઇસડોરના એક વર્ષના સભ્યપદની કિંમત અંદાજે લગભગ ૧૨૦ પાઉન્ડ થશે. આ સાધન આવતાં વર્ષના એપ્રિલ સુધીમાં બજારમાં આવવાની ધારણા છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

હીનાના પતિ ગુલઝાર ગુસ્સેઃ પાકિસ્તાન પાછા આવી ખુલાસો કરવા તેડું

ચીને ટાપુ વિવાદિત ન હોવાના જાપાનના વલણનો વિરોધ કર્યો
આતંકવાદને સાંખી ન લેવા અંગે ભારત યુ.એન.માં રજૂઆત કરશે

ત્રણ વર્ષમાં ડ્રાઇવર વગરની કારનું સપનું હકીકત બનશે

વિકસિત અર્થતંત્રોમાં જાહેર દેવું બીજા વિશ્વ યુધ્ધ પછીની ટોચની સપાટીએ
આજે સુપર એઇટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો

સંદિપ પાટિલની ચીફ સિલેક્ટર તરીકે પસંદગીઃઅમરનાથની હકાલપટ્ટી

શ્રીલંકાએ ટાઈ બાદ સુપર ઓવરમાં ન્યુઝીલેન્ડને છ રનથી પરાજય આપ્યો
કાશ્મીરમાં સુખની નવી સવાર ઉગવા દો ઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
એલઆઈસીને નુકસાન પહોંચાડવા બદલ એચએમટીને ૩.૩૮ કરોડનો દંડ

મેડિકલના પીજી કોર્સ માટે આગામી વર્ષથી એક જ પ્રવેશ પરીક્ષા

કુદનકુલમ પ્લાન્ટ જો સલામત નહીં જણાય તો બંધ કરી દેવાશે ઃ સુપ્રીમ
૩૪૮ આવશ્યક દવાઓ નિયંત્રણમાં લાવવા દરખાસ્ત
અનુષ્કા કોઈ ખાવાની ચીજ થોડી છે કે તેને માટે અમે ઝઘડીએ ઃ અર્જૂન કપૂર
૨૩મી સપ્ટેમ્બર જોન અબ્રાહમના જીવનનો આખરી દિવસ બન્યો હોત
 
 

Gujarat Samachar Plus

ઇયરફોનનો વધુ ઉપયોગ હેલ્થ પ્રોબ્લેમ વધારે છે
ડાન્સિંગ છે ઇશા શરવણીનો ફિટનેસ મંત્ર
ગોરી ત્વચાને 'બાય' ઘઉંવર્ણી-તામ્રવર્ણી ચામડીને 'હાય'
ગર્લ્સમાં ઓલ ટાઇમ ફેવરિટ છે સ્ટ્રેચેબલ જિન્સ
ગણેશજીની ૧૦ હજાર મૂર્તિઓ સાથે વિસર્જન
શહેરની કોલેજોમાં સ્ટુડન્ટસ માટે કોર્પોરેટ કલ્ચરનું સ્ટેજ
 

Gujarat Samachar glamour

અત્યારે લગ્નનો કોઈ ઈરાદો નથીઃ મલ્લિકા
શાહરૃખ ખાનનો એક ઓર એરપોર્ટ ડ્રામા
'તલાશ એક તામિલ તથા હોલીવુડ ફિલ્મો પરથી પ્રેરિત
શ્રીદેવીની જીદ સામે આર.બાલ્કીએ નમતું જોખ્યું
અમે રડીએ ત્યારે પણ લોકો તો હસે જ છે
ફિલ્મ બનાવવા માટે ડિગ્રીની કોઇ જરૃર નથીઃશુજીત સિરકર
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved