Last Update : 30-September-2012, Sunday

 

એકસાથે વધારે ખોરાક લેવાને બદલે
દિવસમાં નવ વખત ભોેજન લેવું સ્વાસ્થ્ય માટે લાભદાયક

ઓછું અને વારંવાર ભોજન કોલેસ્ટેરોલ અને વજનમાં ઘટાડવામાં મદદરૃપ

(પીટીઆઇ) લંડન, તા. ૨૯
તાજેતરમાં થયેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે ઓછુંુ અને વારંવાર ભોજન લેવાથી કોલસ્ટેરોલ અને શરીરના વજનમાં ઘટાડો કરી શકાય છે.
સંશોધનકર્તાઓ જણાવ્યા અનુસાર એકસાથે વધારે ખોરાક લેવાના બદલે દિવસમાં ૯ વખત થોડું થોડું ઓછું ભોજન લેવુ જોઇએ.
આમ કરવાથી બ્લડ પ્રેશર અને કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવામાં મદદ મળશે તથા વજન ઓછું કરવામાં પણ આ નિત્યક્રમ ઉપયોગી સાબિત થશે. મેડીકલ રિસર્ચ કાઉન્સીલના હ્યુમન ન્યુટ્રીશન રિસર્ચ યુનિટના વડા ડો. સુસાન જેબે જણાવ્યું હતું કે દિવસ દરમિયાન ત્રણ વખતના ભોજનમાં જેટલો ખોરાક લેવામાં આવે છે તેટલો જ ખોરાક દિવસમાં ત્રણથી વધારે વખત લેવામાં આવે તો તેના વધારે ફાયદા થાય છે.
ઇમ્પિરિયલ કોલેજ, લંડનના વિજ્ઞાાનીઓએ યુકે, જાપાન, ચીન અને અમેરિકાના ૨૦૦૦ લોકોનાં ભોજનની સમીક્ષા કરી હતી. આ અભ્યાસમાં કેટલાક લોકોને દિવસમાં ૬થી ઓછી વખત ભોજન આપવામાં આવ્યું હતું. જ્યારે અન્ય લોકોને દિવસમાં ૬થી વધુ વખત ભોજન આપવામાં આવ્યું હતું. બંને જુથના લોકોને દિવસ દરમિયાન સરખા પ્રમાણમાં ભોજન આપવામાં આવ્યું હતું.
થોડાક દિવસ સુધી આ નિત્યક્રમ ચાલુ રાખ્યા પછી બંને જૂથના લોકોનું તબીબી પરિક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરિક્ષણમાં જોવા મળ્યું હતું કે જે જૂથને દિવસમાં ૬થી ઓછી વખત ભોજન આપવામાં આવ્યું હતું તેમનું બ્લડ પ્રેશર ૬થી વધુ વખત ભોજન લેનારા જૂથ કરતા વધારે હતું.
યુનિવર્સિટી ઓફ એથેન્સ દ્વારા કરવામાં આવેલા એક અન્ય સંશોધનમાં ૯થી ૧૩ વર્ષની ઉંમરના ૨૦૦૦ બાળકોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. બાળકોના બે જૂથ પાડવામાં આવ્યા હતાં .
એક જૂથના બાળકોને દિવસમાં પાંચ વખત અને બીજા જૂથને દિવસમાં પાંચથી ઓછી વખત ભોજન આપવામાં આવ્યું હતું.
થોડાક દિવસ પછી બંને જૂથના બાળકોનું તબીબી પરિક્ષણ કરવામાં આવ્યું હતું આ પરિક્ષણમાં જાણવા મળ્યું હતું કે પાંચથી વધુ વખત ભોજન લેનારા બાળકો કરતા પાંચથી ઓછી વખત ભોજન લેનારા બાળકોમાં ખરાબ કોલેસ્ટેરોલનું પ્રમાણ વધારે હોવાનું જોખમ ૩૨.૬ ટકા વધુ જોવા મળ્યું હતું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

હીનાના પતિ ગુલઝાર ગુસ્સેઃ પાકિસ્તાન પાછા આવી ખુલાસો કરવા તેડું

ચીને ટાપુ વિવાદિત ન હોવાના જાપાનના વલણનો વિરોધ કર્યો
આતંકવાદને સાંખી ન લેવા અંગે ભારત યુ.એન.માં રજૂઆત કરશે

ત્રણ વર્ષમાં ડ્રાઇવર વગરની કારનું સપનું હકીકત બનશે

વિકસિત અર્થતંત્રોમાં જાહેર દેવું બીજા વિશ્વ યુધ્ધ પછીની ટોચની સપાટીએ
આજે સુપર એઇટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો

સંદિપ પાટિલની ચીફ સિલેક્ટર તરીકે પસંદગીઃઅમરનાથની હકાલપટ્ટી

શ્રીલંકાએ ટાઈ બાદ સુપર ઓવરમાં ન્યુઝીલેન્ડને છ રનથી પરાજય આપ્યો
કાશ્મીરમાં સુખની નવી સવાર ઉગવા દો ઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
એલઆઈસીને નુકસાન પહોંચાડવા બદલ એચએમટીને ૩.૩૮ કરોડનો દંડ

મેડિકલના પીજી કોર્સ માટે આગામી વર્ષથી એક જ પ્રવેશ પરીક્ષા

કુદનકુલમ પ્લાન્ટ જો સલામત નહીં જણાય તો બંધ કરી દેવાશે ઃ સુપ્રીમ
૩૪૮ આવશ્યક દવાઓ નિયંત્રણમાં લાવવા દરખાસ્ત
અનુષ્કા કોઈ ખાવાની ચીજ થોડી છે કે તેને માટે અમે ઝઘડીએ ઃ અર્જૂન કપૂર
૨૩મી સપ્ટેમ્બર જોન અબ્રાહમના જીવનનો આખરી દિવસ બન્યો હોત
 
 

Gujarat Samachar Plus

ઇયરફોનનો વધુ ઉપયોગ હેલ્થ પ્રોબ્લેમ વધારે છે
ડાન્સિંગ છે ઇશા શરવણીનો ફિટનેસ મંત્ર
ગોરી ત્વચાને 'બાય' ઘઉંવર્ણી-તામ્રવર્ણી ચામડીને 'હાય'
ગર્લ્સમાં ઓલ ટાઇમ ફેવરિટ છે સ્ટ્રેચેબલ જિન્સ
ગણેશજીની ૧૦ હજાર મૂર્તિઓ સાથે વિસર્જન
શહેરની કોલેજોમાં સ્ટુડન્ટસ માટે કોર્પોરેટ કલ્ચરનું સ્ટેજ
 

Gujarat Samachar glamour

અત્યારે લગ્નનો કોઈ ઈરાદો નથીઃ મલ્લિકા
શાહરૃખ ખાનનો એક ઓર એરપોર્ટ ડ્રામા
'તલાશ એક તામિલ તથા હોલીવુડ ફિલ્મો પરથી પ્રેરિત
શ્રીદેવીની જીદ સામે આર.બાલ્કીએ નમતું જોખ્યું
અમે રડીએ ત્યારે પણ લોકો તો હસે જ છે
ફિલ્મ બનાવવા માટે ડિગ્રીની કોઇ જરૃર નથીઃશુજીત સિરકર
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved