Last Update : 30-September-2012, Sunday

 

આર્થિક સુધારા આગળ ધપાવવા વડાપ્રધાન મક્કમ
દેશ માટે જે સારું હશે તે કરીશ જ ઃ મનમોહન

મોદીના આરોપનો જવાબ ઃભારત કોઇના દબાણથી નિર્ણય લે તેવો દેશ નથી

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૨૯
રિટેલમાં સીધા વિદેશી રોકાણ (એફડીઆઇ) અને ડીઝલમાં ભાવવધારા જેવા અનેક કડક નિર્ણયોના મામલે દેશભરમાં થઇ રહેલાં હોબાળા અને વિરોધની પરવા કર્યા વગર વડાપ્રધાન મનમોહન સિંહ સુધારાની પ્રક્રિયા આગળ ધપાવવા મક્કમ છે અને સાથી પક્ષો સાથે પ્રશ્નોની ચર્ચા કરવાની આતુરતા દર્શાવી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે દેશ માટે જે સારું છે તે કરશે જ.જોકે રિટેલમાં એફડીઆઇ લાવવાના વડાપ્રધાનના નિર્ણયની ભારતીય જનતા પાર્ટીએ ટીકા કરવાનું ચાલુ રાખ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે 'દેશ માટે જે યોગ્ય હોય તે જ અમે કરીશું. સુધારા એ માત્ર એક જ તબક્કાની પ્રક્રિયા નથી.
આર્થિક વૃદ્ધિ દર સાધવા અને સબસિડીનો બોજ ઘટાડવા માટે સુધારાનો માર્ગ અપનાવવામાં આવી રહ્યો છે.'
વિરોધ પક્ષો દ્વારા રાહતદરના સિલિન્ડરો પર મર્યાદા, ડીઝલના ભાવમાં વધારો, મલ્ટિ-બ્રાંડ રિટેલમાં એફડીઆઇ અંગેના નિર્ણયો પાછા ખેંચવા માટેની માગણીઓ પરના પ્રશ્નોનો તેઓ જવાબ આપી રહ્યા છે. તાજેતરના નિર્ણયોને કારણે તેમની ચૂંટણીની સંભાવનાઓને અસર થશે તેમ કહીને તેમના સાથી પક્ષો પણ તેમના નિર્ણયોનો વિરોધ કરી રહ્યા છે તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે તમામ પ્રશ્નોની ચર્ચા કરી શકાય છે. હાલમાં અમે ચૂંટણીઓથી દૂર છીએ. અમેરિકાને ખુશ કરવા માટે એફડીઆઇ લાવવાનું પગલું ભરવામાં આવી રહ્યુ છે તેવા ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલાં આક્ષેપોના મામલે તેમનું ધ્યાન દોરવામાં આવતા તેમણે કહ્યું હતું કે અમેરિકાને આની સાથે કઇ નિસ્બત નથી. અમે એવા દેશોમાં નથી કે જેની પર અન્યોના આદેશો ચાલતા હોય.
તાજેતરમાં યુપીએ સરકાર સાથે છેડો ફાડનાર તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જી દ્વારા તેમના પર થતાં હુમલાના સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે મને કોઇની સામે કડવાશ નથી.
કુદરતી સ્ત્રોતોની હરાજી અંગે સુપ્રિમ કોર્ટના અભિપ્રાય અંગે તેમણે ઉમેર્યું હતું કે અમે ચુકાદાનું સન્માન કરીએ છીએ.
દરમિયાન મલ્ટિ-બ્રાંડ રિટેલમાં એફડીઆઇ અંગેનો નિર્ણય અમલમાં મુકવા વડાપ્રધાન મક્કમ હોવાની વાત ભાજપને આખમાં કણાંની જેમ ખૂંચી રહી છે અને તેણે આરોપ મુક્યો છે કે તેઓ વિદેશી દબાણ હેઠળ કામ કરી રહ્યાછે અને હવે તેને નકારવા માટે 'નિઃસહાય પ્રયાસ' કરી રહ્યા છે.
ભાજપના નેતા બલબીર પૂંજે જણાવ્યું હતું કે જે બાબત દેખીતી છે તેને નકારવાનો વડાપ્રધાન નિઃસહાય પ્રયાસ કરી રહ્યા છે અને આ દેશ માટે એક દુઃખદ દિવસ છે. રિટેલમાં એફડીઆઇને મંજૂરી નહિ આપવાના ૨૦૦૪ના પોતાના વલણને બદલી રહ્યાં છે.
તેમણે આરોપ મુક્યો હતો કે પરમાણુ મામલે યુપીએ-૧ દરમિયાન સિંહે તેમની પ્રતિષ્ઠાને દાવ પર લગાવી દીધી હતી અને હવે મલ્ટિ-બ્રાંડ રિટેલમાં એફડીઆઇ લાવી રહ્યા છે. પૂંજે વધુમાં કહ્યું હતું કે સંસદમાં ત્યારના નાણાં પ્રધાન અને હાલના પ્રમુખ પ્રણવ મુખરજીએ એક નિવેદન કરીને દેશને ખાતરી આપી હતી કે તમામ હિતધારકોને વિશ્વાસમાં લીધા વગર મલ્ટિ-બ્રાંડ રિટેલમા એફડીઆઇ અંગે કોઇ નિર્ણય લેવામાં નહિ આવે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

હીનાના પતિ ગુલઝાર ગુસ્સેઃ પાકિસ્તાન પાછા આવી ખુલાસો કરવા તેડું

ચીને ટાપુ વિવાદિત ન હોવાના જાપાનના વલણનો વિરોધ કર્યો
આતંકવાદને સાંખી ન લેવા અંગે ભારત યુ.એન.માં રજૂઆત કરશે

ત્રણ વર્ષમાં ડ્રાઇવર વગરની કારનું સપનું હકીકત બનશે

વિકસિત અર્થતંત્રોમાં જાહેર દેવું બીજા વિશ્વ યુધ્ધ પછીની ટોચની સપાટીએ
આજે સુપર એઇટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો

સંદિપ પાટિલની ચીફ સિલેક્ટર તરીકે પસંદગીઃઅમરનાથની હકાલપટ્ટી

શ્રીલંકાએ ટાઈ બાદ સુપર ઓવરમાં ન્યુઝીલેન્ડને છ રનથી પરાજય આપ્યો
કાશ્મીરમાં સુખની નવી સવાર ઉગવા દો ઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
એલઆઈસીને નુકસાન પહોંચાડવા બદલ એચએમટીને ૩.૩૮ કરોડનો દંડ

મેડિકલના પીજી કોર્સ માટે આગામી વર્ષથી એક જ પ્રવેશ પરીક્ષા

કુદનકુલમ પ્લાન્ટ જો સલામત નહીં જણાય તો બંધ કરી દેવાશે ઃ સુપ્રીમ
૩૪૮ આવશ્યક દવાઓ નિયંત્રણમાં લાવવા દરખાસ્ત
અનુષ્કા કોઈ ખાવાની ચીજ થોડી છે કે તેને માટે અમે ઝઘડીએ ઃ અર્જૂન કપૂર
૨૩મી સપ્ટેમ્બર જોન અબ્રાહમના જીવનનો આખરી દિવસ બન્યો હોત
 
 

Gujarat Samachar Plus

ઇયરફોનનો વધુ ઉપયોગ હેલ્થ પ્રોબ્લેમ વધારે છે
ડાન્સિંગ છે ઇશા શરવણીનો ફિટનેસ મંત્ર
ગોરી ત્વચાને 'બાય' ઘઉંવર્ણી-તામ્રવર્ણી ચામડીને 'હાય'
ગર્લ્સમાં ઓલ ટાઇમ ફેવરિટ છે સ્ટ્રેચેબલ જિન્સ
ગણેશજીની ૧૦ હજાર મૂર્તિઓ સાથે વિસર્જન
શહેરની કોલેજોમાં સ્ટુડન્ટસ માટે કોર્પોરેટ કલ્ચરનું સ્ટેજ
 

Gujarat Samachar glamour

અત્યારે લગ્નનો કોઈ ઈરાદો નથીઃ મલ્લિકા
શાહરૃખ ખાનનો એક ઓર એરપોર્ટ ડ્રામા
'તલાશ એક તામિલ તથા હોલીવુડ ફિલ્મો પરથી પ્રેરિત
શ્રીદેવીની જીદ સામે આર.બાલ્કીએ નમતું જોખ્યું
અમે રડીએ ત્યારે પણ લોકો તો હસે જ છે
ફિલ્મ બનાવવા માટે ડિગ્રીની કોઇ જરૃર નથીઃશુજીત સિરકર
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved