Last Update : 30-September-2012, Sunday

 

ફિલ્મ બનાવવા માટે ડિગ્રીની કોઇ જરૃર નથીઃશુજીત સિરકર

- ફિલ્મ ડિરેક્ટર શુજીત સિરકરના જીવનમાં યુ ટર્ન આવ્યો તેનું કારણ એક નાટક હતું. નાટક જોઇને તેમણે પોતાનું ફિલ્ડ ચેન્જ કર્યું અને ત્યારથી તેઓએ એડ અને ફિલ્મ મેકિંગ ફિલ્ડમાં ઝંપલાવ્યું છે

છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડ એક્ટર્સ અને ડિરેક્ટર્સનો અમદાવાદમાં ધસારો વધ્યો છે. કેટલીય બોલિવૂડની જાણીતી હસ્તીઓએ અમદાવાદની મુલાકાત લીધી છે. ત્યારે ફિલ્મ ડિરેક્ટર શુજીત સિરકર શુક્રવારે અમદાવાદના મહેમાન બન્યા હતા. ફિલ્મ બનાવવાનો કોઇ પણ જાતનો અનુભવ ના હોવા છતા પણ ફિલ્મ બનાવી અને યંગસ્ટર્સમાં આ ફિલ્મ ફેવરિટ બને તે તેમના માટે આનંદની વાત હતી
.આ અંગે શુજીત સિરકર કહે છે કે, હું સમગ્ર ગુજરાત ફરેલો છું. ગુજરાતનો વૈભવ અને વારસો તથા સંસ્કૃતિ મારા દિલને ટચ કરી ગઇ છે. ગુજરાતમાં મેં એવાં કેટલાંક શિલ્પ અને સ્થાપત્ય જોયા છે અને તેને માણ્યા છે. ગુજરાત ટુરિઝમ સાથે મળીને અમિતાભ બચ્ચનની જેટલી પણ ફિલ્મ કે એડ બનાવી છે એ તમામ મેં બનાવી એનો મને ગર્વ છે. ગુજરાત મને ગમે છે. હવે ગુજરાતીઓ અને એમાંય ખાસ કરીને અમદાવાદીઓ ફિલ્મ મેકિંગના વ્યવસાય તરફ વળ્યા છે. કેટલાંક યંગસ્ટર્સને પણ ફિલ્મ મેકિંગમાં રસ પડયો છે. પણ એ વાત હું ચોક્કસ માનુ છું કે ફિલ્મ બનાવવા માટે કોઇ ડિગ્રીની જરૃર નથી.
પોતાની ફિલ્મી કરીયર અંગે વાત કરતા શુજીત કહે છે કે, ફિલ્મ કેવી રીતે બનાવાય એ અંગે હું કંઇ પણ ભણ્યો નથી. એ અંગેનો પણ કોઇ અભ્યાસ કર્યો નથી. પણ નસીરૃદ્દીન શાહનું એક નાટક વર્ષો પહેલાં જોયું હતું. બસ આ નાટક જોઇને મને પ્રેરણા મળી અને મારુ ફિલ્ડ ચેન્જ કર્યું. ત્યારથી હું ફિલ્મ અને એડ મેકિંગના વ્યવસાયમાં છું. વીકી ડોનર ફિલ્મ બનાવી ત્યારે મને નહોતી ખબર કે યંગસ્ટર્સ આ ફિલ્મને પસંદ કરશે. પણ મારી દ્રષ્ટીએ વીકી ડોનર ફિલ્મ મારી સૌથી બેસ્ટ ફિલ્મ છે. હાલમાં હું એક બીજી ફિલ્મ બનાવવામાં વ્યસ્ત છું. જો કે, હું તો સમગ્ર ગુજરાત ફરેલો હોવાથી ગુજરાતને બહુ સારી રીતે સમજું છુ અને જાણું પણ છું. ગુજરાતનું કચ્છ હોય કે ગીરનું અભ્યારણ્ય હોય એમાં વિતાવેલો તમામ સમય મારા માટે યાદગાર સમય છે. વળી ગુજરાતની જનતા બહુ પ્રેમાળ અને ઉદાર છે. ગુજરાતી ખોરાકમાં મને ગુજરાથી થાળી, ઢોકળાં, ઉંધીયું, હાંડવો, ઢેબરા મને બહુ પસંદ છે. જો કે તમામ ગુજરાતી આઈટમ મારી ફેવરિટ છે તેમ કહું તો ખોટું નથી. આમ પણ જે રાજ્યના લોકો દિલદાર હોય ત્યાંની રસોઈ પણ એટલી જ ટેસ્ટી હોય છે તે મેં આટલા વર્ષો અનુભવ પરથી જાણી છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

હીનાના પતિ ગુલઝાર ગુસ્સેઃ પાકિસ્તાન પાછા આવી ખુલાસો કરવા તેડું

ચીને ટાપુ વિવાદિત ન હોવાના જાપાનના વલણનો વિરોધ કર્યો
આતંકવાદને સાંખી ન લેવા અંગે ભારત યુ.એન.માં રજૂઆત કરશે

ત્રણ વર્ષમાં ડ્રાઇવર વગરની કારનું સપનું હકીકત બનશે

વિકસિત અર્થતંત્રોમાં જાહેર દેવું બીજા વિશ્વ યુધ્ધ પછીની ટોચની સપાટીએ
આજે સુપર એઇટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો

સંદિપ પાટિલની ચીફ સિલેક્ટર તરીકે પસંદગીઃઅમરનાથની હકાલપટ્ટી

શ્રીલંકાએ ટાઈ બાદ સુપર ઓવરમાં ન્યુઝીલેન્ડને છ રનથી પરાજય આપ્યો
કાશ્મીરમાં સુખની નવી સવાર ઉગવા દો ઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
એલઆઈસીને નુકસાન પહોંચાડવા બદલ એચએમટીને ૩.૩૮ કરોડનો દંડ

મેડિકલના પીજી કોર્સ માટે આગામી વર્ષથી એક જ પ્રવેશ પરીક્ષા

કુદનકુલમ પ્લાન્ટ જો સલામત નહીં જણાય તો બંધ કરી દેવાશે ઃ સુપ્રીમ
૩૪૮ આવશ્યક દવાઓ નિયંત્રણમાં લાવવા દરખાસ્ત
અનુષ્કા કોઈ ખાવાની ચીજ થોડી છે કે તેને માટે અમે ઝઘડીએ ઃ અર્જૂન કપૂર
૨૩મી સપ્ટેમ્બર જોન અબ્રાહમના જીવનનો આખરી દિવસ બન્યો હોત
 
 

Gujarat Samachar Plus

ઇયરફોનનો વધુ ઉપયોગ હેલ્થ પ્રોબ્લેમ વધારે છે
ડાન્સિંગ છે ઇશા શરવણીનો ફિટનેસ મંત્ર
ગોરી ત્વચાને 'બાય' ઘઉંવર્ણી-તામ્રવર્ણી ચામડીને 'હાય'
ગર્લ્સમાં ઓલ ટાઇમ ફેવરિટ છે સ્ટ્રેચેબલ જિન્સ
ગણેશજીની ૧૦ હજાર મૂર્તિઓ સાથે વિસર્જન
શહેરની કોલેજોમાં સ્ટુડન્ટસ માટે કોર્પોરેટ કલ્ચરનું સ્ટેજ
 

Gujarat Samachar glamour

અત્યારે લગ્નનો કોઈ ઈરાદો નથીઃ મલ્લિકા
શાહરૃખ ખાનનો એક ઓર એરપોર્ટ ડ્રામા
'તલાશ એક તામિલ તથા હોલીવુડ ફિલ્મો પરથી પ્રેરિત
શ્રીદેવીની જીદ સામે આર.બાલ્કીએ નમતું જોખ્યું
અમે રડીએ ત્યારે પણ લોકો તો હસે જ છે
ફિલ્મ બનાવવા માટે ડિગ્રીની કોઇ જરૃર નથીઃશુજીત સિરકર
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved