Last Update : 30-September-2012, Sunday

 

'તલાશ એક તામિલ તથા હોલીવુડ ફિલ્મો પરથી પ્રેરિત

 

આમિર ખાનની ફિલ્મ 'તલાશ'ની કાગડોળે રાહ જોવાઈ રહી છે. ૩૦મી નવેમ્બરે રિલીઝ થઈ રહેલી આ ફિલ્મની કહાની તામિલ ફિલ્મ અન્નિયાન અને હોલીવુડ ફિલ્મ 'આઇડેન્ટિટી' તથા 'શટર આઇલેન્ડ' પર આધારિત છે. આ વિશે બોલીવુડમાં જોરશોરથી ચર્ચા થઈ રહી છે, પરંતુ 'તલાશ' સાથે જોડાયેલી એક પણ વ્યક્તિએ આ અંગે કોઇપણ પ્રકારની સ્પષ્ટતા કરી નથી. આમિરે 'તલાશ'ની સમગ્ર ટીમને પહેલેથી જ વગાડીને સુચના આપી દીધી છે કે 'તલાશ' વિશે એક પણ ટીમ મેમ્બરે કોઇ પણ પ્રકારની ટીપ્પણી ન કરવી. તેની સુચનાનું કડક પાલન થઈ રહ્યું છે. ભાગ્યે જ એવું બનતું હોય છે કે કોઇ ફિલ્મ એક કરતા વધુ ફિલ્મોમાંથી પ્રેરણા મેળવીને બનાવવામાં આવી હોય.
૨૦૦૫માં આવેલી તામિલ થ્રીલર 'અન્નિયાન'માં એક પ્રમાણીક વકીલને મલ્ટિપલ પર્સનાલિટી ડિસઓર્ડર થઈ જાય છે અને તે સમાજના એક જાગૃત રક્ષક તરીકે ગુનેગારોને સજા કરવાની કામગીરી શરૃ કરી દે છે.
૨૦૦૩માં આવેલી લીઓનાર્દો કેપ્રિઓ અભિનીત 'આઇડન્ટીટી'માં એક જ હોટલમાં રોકાયેલા દસ અપરિચિત લોકોની એક પછી એક હત્યા થવા લાગે છે. ૨૦૧૦માં રિલીઝ થયેલી 'શટર આઇલેન્ડ'માં બે અમેરિકી સૈનિકો એક કેસની તપાસમાં શટર આઇલેન્ડ જાય છે અને તેમને ખબર પડે છે કે તેઓ જેવું વિચારતા હતા એના કરતા અહીં સાવ જુદી જ પરિસ્થિતિ છે.
રિમા કાગતી લિખિત અને દિગ્દર્શીત આ ફિલ્મમાં રાની મુખર્જી અને કરીના કપુરે પણ અભિનય કર્યો છે. જોકે કોઇપણ આ ફિલ્મ વિશે બોલવા તૈયાર નથી. આમિરની આ મામલે જબરી ધાક છે. તે 'તલાશ' માટે ખૂબજ ગંભીર છે. ફિલ્મનું પ્રોમો બનાવવાના સમયે તે શિકાગોમાં 'ધુમ થ્રી'ના શૂટિંગમાં વ્યસ્ત હતો તેમ છતાં તે પ્રોમો પોતાને જેવું જોઇએ છે એ મુજબ બને એ માટે ત્યાંથી બ્રેક લઇને પરત આવ્યો હતો.
આમિર પ્રવક્તાએ એક વાતની જરૃર પુષ્ટિ કરી હતી કે 'તલાશની ટીમને આમિરે રીમેક મામલે હા કે ના કશું જ કહેવાની ના કહી છે.' કદાચ આ જ આમિરની નવી માર્કેટિંગ ટેકનીક છે. તે ફિલ્મની ચર્ચા ચાલતી રહેવા દેવા માગે છે અને એ રીતે લોકોની 'તલાશ' માટેની તલબ વધારીને કરોડોની રોકડી કરી લેવા ઇચ્છે છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

હીનાના પતિ ગુલઝાર ગુસ્સેઃ પાકિસ્તાન પાછા આવી ખુલાસો કરવા તેડું

ચીને ટાપુ વિવાદિત ન હોવાના જાપાનના વલણનો વિરોધ કર્યો
આતંકવાદને સાંખી ન લેવા અંગે ભારત યુ.એન.માં રજૂઆત કરશે

ત્રણ વર્ષમાં ડ્રાઇવર વગરની કારનું સપનું હકીકત બનશે

વિકસિત અર્થતંત્રોમાં જાહેર દેવું બીજા વિશ્વ યુધ્ધ પછીની ટોચની સપાટીએ
આજે સુપર એઇટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો

સંદિપ પાટિલની ચીફ સિલેક્ટર તરીકે પસંદગીઃઅમરનાથની હકાલપટ્ટી

શ્રીલંકાએ ટાઈ બાદ સુપર ઓવરમાં ન્યુઝીલેન્ડને છ રનથી પરાજય આપ્યો
કાશ્મીરમાં સુખની નવી સવાર ઉગવા દો ઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
એલઆઈસીને નુકસાન પહોંચાડવા બદલ એચએમટીને ૩.૩૮ કરોડનો દંડ

મેડિકલના પીજી કોર્સ માટે આગામી વર્ષથી એક જ પ્રવેશ પરીક્ષા

કુદનકુલમ પ્લાન્ટ જો સલામત નહીં જણાય તો બંધ કરી દેવાશે ઃ સુપ્રીમ
૩૪૮ આવશ્યક દવાઓ નિયંત્રણમાં લાવવા દરખાસ્ત
અનુષ્કા કોઈ ખાવાની ચીજ થોડી છે કે તેને માટે અમે ઝઘડીએ ઃ અર્જૂન કપૂર
૨૩મી સપ્ટેમ્બર જોન અબ્રાહમના જીવનનો આખરી દિવસ બન્યો હોત
 
 

Gujarat Samachar Plus

ઇયરફોનનો વધુ ઉપયોગ હેલ્થ પ્રોબ્લેમ વધારે છે
ડાન્સિંગ છે ઇશા શરવણીનો ફિટનેસ મંત્ર
ગોરી ત્વચાને 'બાય' ઘઉંવર્ણી-તામ્રવર્ણી ચામડીને 'હાય'
ગર્લ્સમાં ઓલ ટાઇમ ફેવરિટ છે સ્ટ્રેચેબલ જિન્સ
ગણેશજીની ૧૦ હજાર મૂર્તિઓ સાથે વિસર્જન
શહેરની કોલેજોમાં સ્ટુડન્ટસ માટે કોર્પોરેટ કલ્ચરનું સ્ટેજ
 

Gujarat Samachar glamour

અત્યારે લગ્નનો કોઈ ઈરાદો નથીઃ મલ્લિકા
શાહરૃખ ખાનનો એક ઓર એરપોર્ટ ડ્રામા
'તલાશ એક તામિલ તથા હોલીવુડ ફિલ્મો પરથી પ્રેરિત
શ્રીદેવીની જીદ સામે આર.બાલ્કીએ નમતું જોખ્યું
અમે રડીએ ત્યારે પણ લોકો તો હસે જ છે
ફિલ્મ બનાવવા માટે ડિગ્રીની કોઇ જરૃર નથીઃશુજીત સિરકર
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved