Last Update : 30-September-2012, Sunday

 

એફઆઈઆઈની લેવાલીના પગલે
જાન્યુઆરી બાદ સેન્સેક્સમાં સૌથી મોટો માસિક ઊછાળો નોંધાયો

 

અમદાવાદ, શનિવાર
મુંબઈ શેરબજાર તેમજ નેશનલ સ્ટોક એક્સચેન્જ આજે શનિવારની સાપ્તાહિક રજાને અનુલક્ષીને રાબેતા મુજબ બંધ રહ્યા હતાં. વિતેલા સપ્તાહમાં ડેરિવેટીવ્ઝ વલણની પૂર્ણાહુતીની સાથોસાથ સપ્ટેમ્બર માસ તેજીના વલણ સાથે પૂરો થયો છે. સરકાર દ્વારા અર્થતંત્રને વેગ આપવા ભરવામાં આવેલા શ્રેણીબદ્ધ પગલા પાછળ સપ્ટેમ્બર માસમાં શેરબજારમાં તેજીનો નવો તબક્કો જોવા મળ્યો હતો. જેમાં સેન્સેક્સે ગત જાન્યુઆરી માસ બાદ સપ્ટેમ્બર માસમાં વર્ષનો સૌથી મોટો માસિક ઊછાળો નોંધાયો હતો. ૨૦૧૨ના કેલેન્ડર વર્ષની શરૃઆત સમયે શેરબજારમાં એફઆઇઆઈની લેવાલી નીકળતા બજારમાં સંગીન સુધારો જોવાઓ હતો. જેના પગલે ગત જાન્યુઆરી માસમાં સેન્સેક્સમાં ૧૧ ટકાનો ઊછાળો નોંધાયો હતો. ત્યાર બાદ, ચાલુ સપ્ટેમ્બર માસમાં પણ એફઆઇઆઈની લેવાલીના પગલે જ સેન્સેક્સમાં ૭.૬ ટકાનો સંગીન ઊછાળો નોંધાયો હતો.
રૃપિયા સામે ડોલર ગબડતા એફઆઈઆઇ હવે આક્રમક મૂડમાં
વડાપ્રધાન અને નાણાં મંત્રીની જુગલ જોડી દ્વારા દેશના અર્થતંત્રની ગાડીને પાટે ચઢાવવા માટે આર્થિક સુધારાની શ્રેણીબદ્ધ જાહેરાત તેમજ ડોલર સામે રૃપિયો ગબડતા વિદેશી સંસ્થાકીય રોકાણકારોના (એફઆઈઆઇ) વિશ્વાસમાં જોરદાર વધારો જોવા મળ્યો છે. અમુક ચોક્કસ મુદ્દાઓને ધ્યાનમાં લઈને એફઆઈઆઈ દ્વારા ફરી એકવાર ભારતીય શેરબજારમાં આંખ મીચીને રોકાણ કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે (શુક્રવારે) પણ સરકારે બોરોઇંગ પ્રોગ્રામ જાહેર કરતા તેણે નવી રૃા. ૧૨૩૦ કરોડના શેરોની ખરીદી કરી હતી. આમ, સપ્ટેમ્બર માસમાં એફઆઈઆઈએ અત્યાર સુધીમાં ભારતીય શેરબજારમાં ૩૮૧૯.૫૯ મિલીયન ડોલરનું રોકાણ કર્યું છે. જે ચાલુ કેલેન્ડર વર્ષનું બીજા ક્રમાંકનું સૌથી મોટું માસિક રોકાણ છે. અગાઉ એફઆઇઆઈએ વિતેલા ફેબુ્રઆરી માસમાં ૫૧૩૦.૭૫ મિલિયન ડોલરનું રોકાણ કર્યું હતું. જે સૌથી વધુ માસિક રોકાણ છે. આમ, સપ્ટેમ્બર અંત સુધીમાં એફઆઇઆઇને ભારતીય શેરબજારમાં ૧૬ બિલિયન ડોલરનું રોકાણ કરી દીધું છે.
વડાપ્રધાન-નાણાં મંત્રી ફુલફોર્મમાં ઃ હજુ વધુ પગલાની જાહેરાત થશે
ભારતના રેટિંગને ડાઊનગ્રેડ કરવાની અપાયેલી ચીમકી બાદ વડાપ્રધાન અને નાણાંમંત્રી દ્વારા આર્થિક સુધારાના શ્રેણીબદ્ધ પગલાની જાહેરાત કરી હતી. સરકાર દ્વારા સૌપ્રથમ ડિઝલમાં ભાવ વધારો અને વિવિધ ક્ષેત્રોમાં એફડીઆઈને મંજૂરી આપ્યા બાદ અન્ય ક્ષેત્રોમાં પણ ચોક્કસ પગલાની જાહેરાત કરાઈ છે. તાજેતરમાં એટલે કે ગત સપ્તાહમાં સરકાર દ્વારા ચાલુ નાણાંકીય વર્ષના બીજા અર્ધવાર્ષિક ગાળાના બોરોઇંગ પ્રોગ્રામની જાહેરાત કરાઈ હતી. જેમાં તા. ૧ ઓક્ટોબરથી ૩૧-માર્ચ ૨૦૧૩ના સમયગાળામાં રૃા. ૨ લાખ કરોડનું ઋણ લેવાની યોજનાની જાહેરાત કરાઈ હતી. આ ઉપરાંત સરકાર હજુ આગામી સમયમાં અર્થતંત્રને વેગ મળે તે હેતુસર વધુ પગલાની જાહેરાત કરશે તેમ ઊચ્ચારેલું છે. જે જોતાં આગામી સમયમાં પણ બજારમાં તેજીનો ઊન્માદ જોવા મળશે તેમ જાણકાર વર્તુળોનું માનવું છે.
તેજીના નવા તબક્કામાં કેશ માર્કેટનું ટર્નઓવર ઊંચકાયું
આર્થિક સુધારાના પગલાની શ્રેણીબદ્ધ જાહેરાત અને એફઆઇઆઇની સતત નવી લેવાલીના પગલે શેરબજારમાં ઊદ્ભવેલી તેજીના નવા તબક્કામાં દેશના શેરબજારોમાં કેશ સેગમેન્ટનું ટર્નઓવર પણ છ માસની ઊંચી સપાટીએ પહોંચી જવા પામ્યું છે. સપ્ટેમ્બરના અંતે દેશમાં મુંબઈ શેરબજાર અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ખાતે કેશ સેગમેન્ટનું ટર્નઓવર વધીને રૃા. ૧૪.૧૫૦ કરોડ નોંધાયું છે. જે છેલ્લે માર્ચ ૨૦૧૨માં રૃા. ૧૫,૨૩૬ કરોડ નોંધાયા બાદ સતત ઘટતું ગયું હતું.
શેરબજારમાં હવે શું ? સેન્સેક્સ ક્યાં સુધી આગળ વધશે !
સરકાર દ્વારા ભરવામાં આવેલા આર્થિક સુધારાના શ્રેણીબદ્ધ પગલા બાદ શેરબજારમાં તેજીનો એક નવો તબક્કો ઊછળ્યો છે. જોકે આ નવા તબક્કામાં પણ છેલ્લા દસ-પંદર દિવસમાં આપણે નફારૃપી વેચવાલીના કારણે બજારની ચાલમાં રૃકાવટ જોઈ છે. આમ છતાં બજારના અભ્યાસી વર્તુળો એમ માને છે કે હાલ કોન્સોલિડેશન છે. ઘટાડે ખરીદી કરવી જોઈએ. આમ છતાં, બજારનો એક વર્ગ એવું માની રહ્યો છે કે જો સેન્સેક્સ ૧૯૦૦૦નું મથાળું કૂદાવી તેને જાળવી રાખે તે પછી જ તેની આગળની ચાલનો ચોક્કસ અંદાજ મૂકી શકાય.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

હીનાના પતિ ગુલઝાર ગુસ્સેઃ પાકિસ્તાન પાછા આવી ખુલાસો કરવા તેડું

ચીને ટાપુ વિવાદિત ન હોવાના જાપાનના વલણનો વિરોધ કર્યો
આતંકવાદને સાંખી ન લેવા અંગે ભારત યુ.એન.માં રજૂઆત કરશે

ત્રણ વર્ષમાં ડ્રાઇવર વગરની કારનું સપનું હકીકત બનશે

વિકસિત અર્થતંત્રોમાં જાહેર દેવું બીજા વિશ્વ યુધ્ધ પછીની ટોચની સપાટીએ
આજે સુપર એઇટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો

સંદિપ પાટિલની ચીફ સિલેક્ટર તરીકે પસંદગીઃઅમરનાથની હકાલપટ્ટી

શ્રીલંકાએ ટાઈ બાદ સુપર ઓવરમાં ન્યુઝીલેન્ડને છ રનથી પરાજય આપ્યો
કાશ્મીરમાં સુખની નવી સવાર ઉગવા દો ઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
એલઆઈસીને નુકસાન પહોંચાડવા બદલ એચએમટીને ૩.૩૮ કરોડનો દંડ

મેડિકલના પીજી કોર્સ માટે આગામી વર્ષથી એક જ પ્રવેશ પરીક્ષા

કુદનકુલમ પ્લાન્ટ જો સલામત નહીં જણાય તો બંધ કરી દેવાશે ઃ સુપ્રીમ
૩૪૮ આવશ્યક દવાઓ નિયંત્રણમાં લાવવા દરખાસ્ત
અનુષ્કા કોઈ ખાવાની ચીજ થોડી છે કે તેને માટે અમે ઝઘડીએ ઃ અર્જૂન કપૂર
૨૩મી સપ્ટેમ્બર જોન અબ્રાહમના જીવનનો આખરી દિવસ બન્યો હોત
 
 

Gujarat Samachar Plus

ઇયરફોનનો વધુ ઉપયોગ હેલ્થ પ્રોબ્લેમ વધારે છે
ડાન્સિંગ છે ઇશા શરવણીનો ફિટનેસ મંત્ર
ગોરી ત્વચાને 'બાય' ઘઉંવર્ણી-તામ્રવર્ણી ચામડીને 'હાય'
ગર્લ્સમાં ઓલ ટાઇમ ફેવરિટ છે સ્ટ્રેચેબલ જિન્સ
ગણેશજીની ૧૦ હજાર મૂર્તિઓ સાથે વિસર્જન
શહેરની કોલેજોમાં સ્ટુડન્ટસ માટે કોર્પોરેટ કલ્ચરનું સ્ટેજ
 

Gujarat Samachar glamour

અત્યારે લગ્નનો કોઈ ઈરાદો નથીઃ મલ્લિકા
શાહરૃખ ખાનનો એક ઓર એરપોર્ટ ડ્રામા
'તલાશ એક તામિલ તથા હોલીવુડ ફિલ્મો પરથી પ્રેરિત
શ્રીદેવીની જીદ સામે આર.બાલ્કીએ નમતું જોખ્યું
અમે રડીએ ત્યારે પણ લોકો તો હસે જ છે
ફિલ્મ બનાવવા માટે ડિગ્રીની કોઇ જરૃર નથીઃશુજીત સિરકર
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved