Last Update : 30-September-2012, Sunday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૩૦-૦૯-૨૦૧૨, રવિવાર

નિજ ભાદરવા સુદ પૂનમ - આજથી શ્રાધ્ધપક્ષ શરૃ.
આજે એકમનું શ્રાધ્ધ છે. - સાંઝીનો પ્રારંભ.
અંબાજી મેળો. / આજે પંચક છે.

 

દિવસના ચોઘડિયા ઃ ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ.
રાત્રિના ચોઘડિયા ઃ શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૩૨ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૨૭ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૩૦ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૨૭ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૩૦ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૨૭ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૨૦ મિ. (સૂ) ૭ ક. ૧૮ મિ. (મું) ૭ ક. ૧૮ મિ.
જન્મરાશિ ઃ આજે જન્મેલ બાળકની મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ ઉત્તરાભાદ્રપદ બપોરના ૩ ક. ૧૩ મિ. સુધી પછી રેવતી.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-કન્યા, મંગળ-વૃશ્વિક, બુધ-કન્યા, ગુરુ-વૃષભ, શુક્ર-સિંહ, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ(યુરેનસ)-મીન, નેપમ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-મીન.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮ દક્ષિણાયન શરદઋતુ રા.દિ.આ./૮
માસ-તિથિ-વાર ઃ નિજ ભાદરવા સુદ પૂનમને રવિવાર.
- અંબાજીનો મેળો. યજ્ઞાનારાયણ ઈષ્ટિયાગ.
- મહાલયારંભ. શ્રાધ્ધપક્ષ શરુ. આજે એકમનું શ્રાધ્ધ.
- આજે પંચક છે.
- ભાગવત સપ્તાહ, ગૌરીવ્રત સમાપ્ત. સંન્યાસીના ચાર્તુમાસ સમાપ્ત.
- સાંઝીનો પ્રારંભ.
- સવારના ૮ ક. ૪૯ મિ.થી પ્રતિપદાનો પ્રારંભ.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ જીલ્કાદ માસનો તેરમો રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ અર્દીબેહસ્ત માસનો ચૌદમો રોજ ગોશ

 

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આજે શ્રાધ્ધપક્ષના પ્રારંભે તમારા રોજીંદા નોકરી-ધંધાના કામ અંગેની ચિંતા અનુભવો. ઉદ્વેગ રહે.

 

વૃષભ ઃ શ્રાધ્ધપક્ષના પ્રારંભે નોકરી-ધંધાના કામ અંગે કોઈને મળવાનું થાય. ચર્ચા વિચારણા થાય, કામ ઉકેલાય.

 

મિથુન ઃ નોકરી-ધંધાના કામમાં વધારાનું કામ ઉકેલાય. ચિંતા, શ્રમ, થાક અનુભવો. પરિવાર માટે ખર્ચ થાય.

 

કર્ક ઃ શ્રાધ્ધપક્ષના પ્રારંભથી નોકરી-ધંધાના કામમાં, ધર્મકાર્યમાં, યાત્રા પ્રવાસમાં ધ્યાન રાખવું. જોખમ કરવું નહીં.

 

સિંહ ઃ આજે શ્રાધ્ધ પક્ષના પ્રારંભે આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળવું પડે. અન્યના કારણે તકલીફ પડે.

 

કન્યા ઃ આપના રોજીંદા કામમાં વ્યસ્તતા ઉપરાંત વધારાના કામ ઉકેલવામાં ધ્યાન આપવું પડે. શ્રમ-થાક અનુભવાય.

 

તુલા ઃ શ્રાધ્ધ પક્ષના પ્રારંભે આજે આપના પરિવારના કામમાં ધ્યાન આપી શકો. નોકરી ધંધાનું કામ થઈ શકે.

 

વૃશ્ચિક ઃ આપના ઘર-પરિવાર-નોકરી-ધંધાના કામમાં શ્રાધ્ધપક્ષના પ્રારંભે આજે સાથે વ્યસ્ત રહેવાનું થાય.

 

ધન ઃ આપના સગા સંબંધી-મિત્રવર્ગના-આડોશ પાડોશના પ્રશ્ને આજે શ્રાધ્ધપક્ષના પ્રારંભે ચિંતા-બેચેની રહે.

 

મકર ઃ શ્રાધ્ધપક્ષના પ્રારંભે જે આપના સંતાનના-પરિવારના કામની વ્યસ્તતા રહે. કોઈના આગમનથી કામમાં વિલંબ થાય.

 

કુંભ ઃ આપના નોકરી-ધંધાના કામમાં ધ્યાન આપી શકો. શ્રાધ્ધપક્ષના પ્રારંભે પરિવારના કામ અંગે ચિંતા રહે.

 

મીન ઃ આપ હરો ફરો પરંતુ શ્રાધ્ધ પક્ષના પ્રારંભે આજે હૃદય-મનની શાંતિ જણાય નહીં. વધારાનો ખર્ચ થાય.

 

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૩૦-૦૯-૨૦૧૨, રવિવાર

 

આજથી શરૃ થઈ રહેલું આપનું જન્મવર્ષ જેમ જેમ પસાર થાય તેમ તેમ સગા સંબંધી-મિત્રવર્ગના કારણે ચિંતા-તકલીફનું રહે. સારા સંબંધમાં મનદુઃખ, ગેરસમજ થાય. મકાન-મીલ્કત-વાહનની ખરીદી કે વેચાણમાં સંભાળવું પડે. આંખ-પેટ-કમર-ગુદામાં-પેશાબના ભાગમાં દર્દપીડાથી તકલીફ રહે. ખર્ચ રહ્યા કરે. વિશેષમાં...* નોકરી-ધંધામાં નવીન ફેરફારી, આયોજન કરવું નહીં. પોતાની સાથે કામ કરનાર માણસથી તમારા ભાગ્યોદય-પ્રગતિમાં રૃકાવટ જણાય. નવાનવી નોકરી હોય, ધંધો હોય તેમણે કોઈની વાતોથી પ્રભાવિત થઈ જવું નહીં.* પુત્ર પૌત્રાદિકના વિદ્યાભણતર-વિવાહ-લગ્નના પ્રશ્ને, ભાઈભાંડુના પ્રશ્ને આ વર્ષ ચિંતાનું રહે. પરદેશમાં રહેતા સંતાનની ચિંતા રહે.* સ્ત્રી વર્ગને મિત્રવર્ગથી-આડોશ પાડોશથી, સંયુક્ત પરિવારથી નાની-મોટી કોઈ ને કોઈ ચિંતા રહે.* વિદ્યાર્થીવર્ગે વર્ષારંભથી ભણવામાં ધ્યાન આપવું પડે. વધુ પડતા આત્મવિશ્વાસમાં રહેવું નહીં.

 

 

સુપ્રભાતમ્

જે પોતાના હિતેચ્છુ અને પૂછવાપાત્ર ગુરૂઓને પૂછીને કામ કરે છે તેને કોઈ પણ કામમાં વિધ્ન આવતું નથી.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

લલ્લુને પ્રાણી સંગ્રહાલયમાં નવી નવી નોકરી હતી. એના ઉપરી છગને એને ટ્રેનીંગ આપવા પીંજરે પીંજરે ફેરવવા લઈ ગયો. એ બન્ને વાઘના પીંજરામાં ગયા અને છગને વાઘને ખાવાનું આપીને પીંજરૂં સાફ કરવાનું લલ્લુને કહીને એ બાજુના પીંજરામાં ગયો. પાછળ રહેલા લલ્લુ પીંજરાનું બારણું બંધ કર્યા વિના ખુલ્લું રાખીને ઉપરી છગન પાસે આવી ગયો. છગને પાછળ જોયું તો વાઘનું પીંજરૂં ખુલ્લું હતું. એણે લલ્લુને પૂછ્‌યું, ‘‘કેમ અલ્યા, પીંજરાનું બારણું ખુલ્લું રાખ્યું !’’
‘‘સાહેબ, એમાં શું ?’’ લલ્લુ બોલ્યો, ‘‘વાઘ જેવા પ્રાણીને કોણ ચોરી જવાનું હતું ?’’

[Top]
 

આજ ની રેસીપી

માવાની મજેદાર વાનગીઓ

માવા સમોસા

 

 

સામગ્રી ઃ ૨૦૦ ગ્રામ માવો, ૧ નાની વાટકી લીલા વટાણાના દાણા, ૧ ચમચી મીઠું, ૧ ચમચી લાલ મરચું, ૧ ચમચી ધાણાજીરુ, ૧/૨ ચમચી ગરમ મસાલો, ૨૦ ગ્રામ બારીક સમારેલી કોથમીર, ૨ બારીક સમારેલા લીલા મરચાં, ૨૫૦ ગ્રામ મેંદો, ૧ ચમચી આમચૂર પાઉડર, ૨ ચમચા ઘી (મોણ માટે), તળવા માટે જરૂર પૂરતું તેલ કે ઘી.

 

રીત ઃ કડાઈમાં થોડું ઘી લો, એમાં થોડું મીઠું અને મરચું નાખ્યા પછી વટાણાના દાણા ઉમેરો. થોડી વાર ધીમા તાપે ચડવા દો. મિશ્રણ ગળી જાય એટલે એમાં માવો મસળીને નાખી દો. એ પછી એમાં લાલ મરચાં, કોથમીર, ગરમ મસાલો, આમચૂર નાખી બરાબર ચડવા દો. હવે કડાઈમાંથી પહોળા વાસણમાં મિશ્રણને ઠંડુ પડવા દો.

 

મેંદામાં થોેડું મીઠુ અને મોણ માટેનું ઘી નાખીને ગરમ પાણીથી કઠણ લોટ બાંધો. એના નાના નાના લૂઆ બનાવી વણો અને ગોળ રોટલાને ચપ્પુ વડે વચ્ચેથ કાપી સમોસાનો આકાર કાપો. એની અંદર માવો અને વટાણાનું મિશ્રણ ભરી બરાબર બંધ કરીને કાચાં સમોસા ગુલાબી રંગના થાય ત્યાં સુધી તળો. ગરમાગરમ સમોસાં ચટણી સાથે પીરસો.

[Top]
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved