Last Update : 29-September-2012, Saturday

 

કુલપતિજી... મદદ કરો!

- મન્નુ શેખચલ્લી

આપણી ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ સાહેબના ઘરે એક મોડી સાંજે ફોન રણકે છે.
કુલપતિ સાહેબ ફોન ઉપાડે છે. સામેથી એક તીણો, ધુ્રજતો અવાજ સંભાળાય છે, 'હલો? ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ બોલો છો?'
'હા બોલો' કુલપતિ બોલ્યા.
'સાહેબ, હું એક પ્રોફેસર છું.'
'તો?' કુલપતિ બગડયા. 'અહીં હું નવરા પ્રોફેસરોને નોકરીયો આપવા બેઠો છું?'
'ના ના સાહેબ સાંભળો, મને નોકરી નથી જોઈતી. મેં લંડન કોલેજ ઓફ ઈકોનોમિક્સમાંથી પીએચડી કરેલું છે.'
'જુઓ ભઈ, તમે ગમે એટલું ભણેલા હો, વિઝિટીંગ લેકચરર તરીકે અમે પિરીયડના ૧૫૦ રૃપિયાથી વધારે નથી આપતા! હવે છાલ છોડો.'
'ના ના, મારે ભણાવવા નથી આવવું. મારે તો...'
'બાટલી જોઈએ છે! એમ બોલોને?' કુલપતિજી ખડખડ હસવા લાગ્યા.
'બાટલી? અરે, હોતું હશે?' સામેવાળો તીણો અવાજ વધારે ધુ્રજવા લાગ્યો. 'બાટલી નથી જોઈતી.'
'તોઓઓ?'હવે કુલપતિ બગડયા, 'સાંજ પડયે શું મગજમારી કરો છો?'
'ફોન ના મુકશો સાહેબ,' સામેથી અવાજ આવ્યો 'મને તમારી મદદની સખ્ખત જરૃર છે.'
'જલ્દી બોલો યાર, મારો 'ટાઈમ' થઈ રહ્યો છે... સાંજનો...'
'શેનો?'
'શેનો એટલે?' કુલપતિ ઘાંટો પાડયો, 'જુઓ હવે સ્હેજપણ ખોટી લપનછપ્પન કરી છે તો મારા બાઉન્સરો આવીને તમારા ગાભા-ડૂચા કાઢી નાંખશે.'
'તમારા બાઉન્સરોનું જ મને કામ છે.'
'એટલે?'
'સાહેબ, સાચું કહું? મને બહું ડર લાગે છે. આજકાલ તો ડર બહુ જ વધી ગયો છે. ક્યારેક તો મને એવી બીક લાગે છે કે આખા દેશના લોકો ભેગા મળીને મારા પર ટપલીદાવ કરવા આવશે.'
'તો હું શું કરુંઉંઉંઉંઉં?'
'મને તમારા બાઉન્સરો અને ગનમેનો જોઈએ છે! મારી સુરક્ષા માટે.'
'અચ્છા?' કુલપતિને નવાઈ લાગી, 'તમે બહુ મોટા પ્રોફેસર છો એટલે મને જરા રસ પડે છે... મને જરા કહેશો, કે અર્થશાસ્ત્રના પ્રોફેસર થઈને તમે એવું તે શું કરી નાંખ્યું કે આખા દેશના લોકો તમને મારવા લેવાની વાત કરે છે?... અને તમે છો કોણ પ્રોફેસર સાહેબ?'
'એ હું તમને કહું છું, પણ તમે કોઈને ના કહતા... મારું નામ ડો. મનમોહનસિંહ છે...'
- મન્નુ શેખચલ્લી

Share |
 

Gujarat Samachar Plus

એજને અનુરૃપ કરો ઝ્વેલરીની પસંદગી
સ્લિમ ટ્રીમ બનતા પહેલા સો વાર વિચારજો
'ઇડિયટ'નો 'સ્માર્ટ' અવતાર
બનો સ્ટાર જેવા સ્ટાઈલીશ
સ્ટોરીને એક્ટિંગથી રજુ કરો તો ઈમ્પેક્ટ વધુ પડેઃ જોએન
 

Gujarat Samachar glamour

રાનીએ 'એપ્યા'માં અમિતાભ-રેખાની જોડીની મજાક ઉડાડી છે
સોનાક્ષીની રિયલ સિસોટી, ફિલ્મની એક 'અદા' બની ગઈ
શરતોવાળી ફિલ્મો નહીં કરું- કરીના
કરીનાને પછાડી રણબીરે મેદાન માર્યું
'લતા મંગેશકર જુઠ્ઠુ બોલે છે' શાહિદ રફી
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved