Last Update : 29-September-2012, Saturday

 
દિલ્હીની વાત
 

પવારને 'પવાર'નો ડર...
નવીદિલ્હી, તા. ૨૮
મહારાષ્ટ્રમાં ઉભી થયેલી રાજકીય કટોકટીના સંદર્ભમાં આજે એનસીપીના વડા શરદ પવાર એનસીપીના નેતાઓને મળ્યા હતા. આ ઉપરાંત વર્તમાન કટોકટી દરમ્યાન રાજીનામું આપનાર તેમના ભત્રીજા અજીત પવારને પણ પ્રથમવાર મળ્યા હતાં. શરદ પવાર હવે મુખ્યપ્રધાન પૃથ્વીરાજ ચવાણને મળશે. એનસીપીના કારણે મહારાષ્ટ્રમાં ઉભી થયેલી કટોકટી ઉકેલાશે તો પણ બે પ્રશ્નો ઘૂમરાતા રહેવાના છે. એક તો એક કે શું અજીત પવારનું રાજીનામું મુખ્યપ્રધાન સ્વીકારશે ખરા ?? અને શું કટોકટી ઉકેલાશે? દરમ્યાન એનસીપીમાં જે રીતે અનુગામીનો વિવાદ ચાલે છે એવું જ શિવસેનામાં પણ ચાલે છે.
શિવસેના-એનસીપીનો પ્રવાસ
એ સમય ગાળામાં શિવસેનાએ આંચકો અનુભવ્યો હતો કે જ્યારે રાજ ઠાકરે એ છેડો ફાડીને નવો પક્ષ એમએનએસ ઉભો કર્યો હતો. એનસીપી અને શિવસેના બંનેમાં જે એક સમાન મુદ્દો છે તે ભત્રીજાનો મુદ્દો છે. ત્યારે શિવસેનાના સુપ્રીમો બાલ ઠાકરેના ભત્રીજાએ વિવાદ સર્જ્યો હતો તો હવે એનસીપીના શરદ પવારના ભત્રીજા અજીત પવાર વિવાદ ઉભો કરી રહ્યા છે. ડેમોક્રેટીક ફ્રન્ટની સરકારમાં અજીત પવાર ૧૩ વર્ષથી છે. જ્યારે શરદ પવારની પુત્રી સુપ્રિયા સૂલે રાજ્યસભાના સભ્ય તરીકે છે. અજીત પવાર, સુપ્રિયા કરતા વધુ અનુભવી છે.
અજીત પવારનો પડકાર
એનસીપીના સૂત્રો જણાવે છે કે અજીત પવાર પાસે ઘણાં વફાદારો છે. તેમણે એનસીપીના ગઢ સમાન બારામતીમાં સજ્જડ બંધ પડાવ્યો હતો તેમજ વાવતમલ, ઔરંગાબાદ અને પૂણેમાં પણ બંધ પડાવ્યો હતો. જેના કારણે પક્ષનો તાજ પુત્રી સુપ્રિયાને આપવો શરદ પવાર માટે મુશ્કેલભર્યું બનશે. અજીત પવારના રાજીનામાએ પવારને પડકારભરી સ્થિતિમાં મુકી દીધા છે. જો તે અજીત પવારને છોડી દે તો પક્ષમાં ડામાડોળભરી સ્થિતિ સર્જાય એમ છે. જો તે અજીત પવારને નહીં છોડે તો રાજ્યસભાના સભ્ય સુપ્રિયાને દિલ્હીમાં જ રાખવા પડશે.
છગન ભુજબળને લાભ
રાજકીય સૂત્રો માને છે કે અજીત પવારના કારણે ઉભી થયેલી કટોકટીથી એનસીપીના પ્રધાન છગન ભૂજબળને લાભ થશે. ૧૯૯૯માં એનસીપીની સ્થાપના થઈ પછી નાયબ મુખ્ય પ્રધાન તરીકે ભૂજબળને વિધાનસભ્યોએ ચૂંટી કાઢ્યા હતા. પરંતુ બાદમાં પરિસ્થતિ બદલાઈ અને અજીત પવારને ચૂંટી કઢાયા હતા. તેલગી પેપર કૌભાંડમાં રાજીનામું આપનાર ભૂજબળ ફરી રાજીનામું આપવા તૈયાર નથી. અજીત પવારના રાજીનામાના કારણે ઉભી થયેલી સ્થિતિમાં તેમની ભૂમિકા કટોકટીભરી હશે. જે દિવસે અજીત પવારે રાજીનામું આપ્યું તે દિવસે ભૂજબળે તેમની વિરૃદ્ધમાં નિવેદન આપ્યું હતું. અજીત પવાર અને ભૂજબળ વચ્ચેના મતભેદો પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન જોવા મળ્યા હતા. ભૂજબળે કહ્યું હતું કે અજીત પવાર કોણ છે ? હું તેમને ઓળખતો નથી !!
કૌટુંબીક વિખવાદો
યુપીએ સરકારના સાથી પક્ષ એનસીપી એક જ એવો પક્ષ નથી કે જે કૌટુંબીક વિખવાદમાં અટવાયો હોય. બીજા સાથી પક્ષ ડીએમકેમાં પણ આવી જ સમસ્યા છે. ડીએમકે સુપ્રિમોના બે પુત્રો કેન્દ્રીય પ્રધાન એમ.કે. અલગીરી અને એમ.કે. સ્ટાલીન પક્ષમાં સર્વોચ્ચ સત્તા મેળવવા લડી રહ્યા છે. હકીકત તો એ છે કે પક્ષ તેમની પ્રધાનમંડળની બેઠકો કૌટુંબીક વિવાદના કારણે પુરી શકતો નથી. ટી.આર. બાલુને ફરી કેબીનેટમાં મોકલવાનો વિરોધ અલગીરી કરી રહ્યા છે. બીજી તરફ કરૃણાનીધી તેમની પુત્રી કનીમોઝી કેબીનેટમાં જોડાય એમ ઇચ્છે છે. જ્યારે સ્ટાલીન એમ માને છે કે પક્ષના કોઈએ પણ ભ્રષ્ટાચારમાં ડૂબેલી કોંગ્રેસના નેતૃત્ત્વવાળી સરકારમાં ના જોડાવવું જોઈએ. આ ઉપરાંત અલગીરી ઇચ્છે છે કે રાજ્યસભાના સભ્ય કે.પી. રામલિંગમને કેબીનેટમાં જગ્યા મળે જ્યારે કનીમોઝી ઇચ્છે છે કે લોકસભાના સાંસદ હેલન હેવીડસનને કેબીનેટમાં જગ્યા મળે.
માઓવાદ અને વિવેકાનંદ...
રાજધાનીમાં જે ગપસપ ચાલે છે તે તૃણમૂલના સાંસદ અને યુપીએ સરકારના પ્રધાન વચ્ચેની છે. આ બંને સામસામે આવી ગયા ત્યારે સાંસદે પ્રધાનને પૂછ્યું હતું કે તમે ક્યાં જાવ છો ? ત્યારે પ્રધાને જવાબ આપ્યો કે તે નકસલગ્રસ્ત વિસ્તારની મુલાકાતે જઈ રહ્યા છે. તરત જ સાંસદે બીજો પ્રશ્ન પૂછ્યો કે શું તમે રાઈટર્સ બિલ્ડીંગ જાવ છો ?? (પશ્ચિમ બંગાળની સરકારનું મુખ્ય મથક ત્યાં છે) દરમ્યાન પ્રધાને જોયું કે સંસદ સભ્ય વિવેકાનંદ પર પુસ્તક વાંચી રહ્યા છે. પ્રધાને પ્રશ્ન પૂછ્યો કે શા માટે તમે આ પુસ્તક વાંચો છો ? સંસદ સભ્યે જવાબ આપ્યો કે માઓવાદીઓ સાથે ચર્ચા કરવી હોય તો મગજ શાંત રાખવું પડે અને વિવેકાનંદનું પુસ્તક શાંત મગજ રાખવાનું શીખવે છે.
- ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

એજને અનુરૃપ કરો ઝ્વેલરીની પસંદગી
સ્લિમ ટ્રીમ બનતા પહેલા સો વાર વિચારજો
'ઇડિયટ'નો 'સ્માર્ટ' અવતાર
બનો સ્ટાર જેવા સ્ટાઈલીશ
સ્ટોરીને એક્ટિંગથી રજુ કરો તો ઈમ્પેક્ટ વધુ પડેઃ જોએન
 

Gujarat Samachar glamour

રાનીએ 'એપ્યા'માં અમિતાભ-રેખાની જોડીની મજાક ઉડાડી છે
સોનાક્ષીની રિયલ સિસોટી, ફિલ્મની એક 'અદા' બની ગઈ
શરતોવાળી ફિલ્મો નહીં કરું- કરીના
કરીનાને પછાડી રણબીરે મેદાન માર્યું
'લતા મંગેશકર જુઠ્ઠુ બોલે છે' શાહિદ રફી
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved